ટેરો રાશિફળ:શુક્રવારે FIVE OF PENTACLES કાર્ડ પ્રમાણે કુંભ જાતકો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં લોકો સાથે વાતચીત કરો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ : EIGHT OF SWORDS
તમારા વિચારોમાંથી બહાર કાઢીને નવા વિચાર કરવાની કોશિશ કરો. તમારા જ વિચારોને વાસ્તવિક સમજીને પોતાની જાતને તકલીફ આપી શકો છો. મનમાં જે ડર છે તેનો સામનો કરીને જ આગળ વધી શકશો.
કરિયર : કામને લઈને જો કોઈ જોખમ લો છો, તો નુકસાન થઇ શકે છે.

લવ : રિલેશનશિપમાં તિરાડ પડી શકે છે.

હેલ્થ : વધુ વિચાર કરવાને કારણે માનસિક થાક લાગશે.

લકી કલર : લાલ

લકી નંબર : 8 ------------ વૃષભ : ACE OF CUPS આજના દિવસે જેટલો સમય તમે એકલતામાં વિતાવશો જેથી એકાગ્રતા વધશે અને પ્રશ્નના જવાબ તમને મળી શકશે. વારંવાર કોશિશ કરવાથી માનસિક શાંતિ મળી શકે છે. ભવિષ્ય વિશે વિચાર કરીને તમે ઉર્જા બગાડી રહ્યા છો.

કરિયર : ધંધાને લઈને કોઈ નવું કામ કરવા ઇચ્છતા હોય તો હાલ સમય સારો નથી.

લવ : રિલેશનશિપમાં એકબીજાને સમય આપશો.

હેલ્થ : તણાવને કારણે બીપીની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : પર્પલ

લકી નંબર : 5 ------------ મિથુન : SEVEN OF SWORDS તમે બીજાની વાતમાં વધુ આવશો તો જીવનમાં સારો સમય નહીં મળે અને નુક્સાનનું કારણ પણ બની શકે છે. આર્થિક રીતે મજબૂત થશો. હાલમાં કરવામાં આવેલી મહેનતનું થોડા સમય બાદ ફળ આપશે.

કરિયર : કોઈ પણ કામને લઈને યોજના બનાવો છો તો સમયનું ખાસ ધ્યાન રાખો.

લવ : પાર્ટનર એક-બીજાથી નારાજ થઇ શકે છે.

હેલ્થ : અપચાની તકલીફ વધી શકે છે તેથી ધ્યાન રાખો.

લકી કલર : સફેદ

લકી નંબર : 7 ------------ કર્ક : THE CHARIOT જો તમારે તમારી અપેક્ષા મુજબ પરિણામ જોતું હોય તો વધારે મહેનત કરવી પડશે. તમે જે લક્ષ્ય રાખ્યું છે તે ઘણું મોટું છે અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારી ક્ષમતા ધીરે-ધીરે વધશે. ભવિષ્યની ચિંતા કર્યા વગર જ કોઈ કામ કરો.

કરિયર : કામમાં કોઈ દુવિધા આવી છે તે તમારા ક્ષમતાના વિકાસ માટે જરૂરી છે.

લવ : રિલેશનશિપ સંબંધિત કોઈ નિર્ણય ન લો.

હેલ્થ : લો બીપીના કારણે થાક લાગી શકે છે.

લકી કલર : ઓરેન્જ

લકી નંબર : 9 ------------ સિંહ : KNIGHT OF SWORDS આજના દિવસ સમય ઓછો હોવાને કારણે કામની ગતિ વધારવી પડશે તો જ વધુ કામ પૂરું કરી શકશો. દિવસની શરૂઆતમાં ભાગદોડ થઇ શકે છે. આજના દિવસે કરેલી ભૂલ ભવિષ્યમાં ન થાય તે માટે ખાસ ધ્યાન રાખો.

કરિયર : આજના દિવસે વિદેશ સંબંધિત કોઈ કામ ન કરો.

લવ : પાર્ટનરના સ્વભાવનો અંદાજ આજે તમને ખબર નહીં પડે.

હેલ્થ : જો કમરનો દુખાવો થઇ રહ્યો હોય તો નજરઅંદાજ ન કરો.

લકી કલર : સ્કાય બ્લુ

લકી નંબર : 7 ------------ કન્યા : THE EMPRESS આજના દિવસે તમે તમારું કામ તો કરો છો પરંતુ બીજાનું કામ પણ કરવું પડી શકે છે. કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતા સમયે ધ્યાન રાખો કે તમારી અંગત વાતની જાણ ન થઇ જાય. કોઈપણની પર્સનલ લાઈફમાં ઊંડા ન ઉતરો.

કરિયર : આજના દિવસે જે લોકો સ્ટોકમાર્કેટનું કરી રહ્યા છે, તે લોકોને મોટો ફાયદો થશે.

લવ : બધા લોકો સાથે રિલેશનશિપની ચર્ચા ન કરો.

હેલ્થ : પેટમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : સફેદ

લકી નંબર : 1 ------------ તુલા : KNIGHT OF PENTACLES આ રાશિના જાતકો માટે પૈસાનું રોકાણ કરવાથી ફાયદો થશે. જો આજના દિવસે પરિવારજનો નિર્ણયમાં બદલાવ કરવા માટે ફોર્સ કરે તો તમારો નિર્ણય ન બદલો. કોઈ વસ્તુનું ખરીદી માટે વિચાર કરી રહ્યા હતા તેને લઈને કોઈ મદદ મળી શકે છે.

કરિયર : આજે આખો દિવસ દરમિયાન તમને કરિયરને લઈને ચિંતા થઇ શકે છે.

લવ : તમને કોઈએ પ્રપોઝ કર્યું હોય તો તે બાબતે વિચાર જરૂર કરો.

હેલ્થ : એસિડિટી સંબંધિત કોઈ તકલીફ થઇ શકે છે.

લકી કલર : પીળો

લકી નંબર : 2 ------------ વૃશ્ચિક : EIGHT OF WANDS અત્યાર સુધી તમે જે તકલીફનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યાનું અચાનક જ નિરાકરણ થઇ શકે છે. મનમાં જે ડર છે તેનો સામનો કરવાની કોશિશ કરો. જે પ્રકારના વિચાર કરી રહ્યા છો તે બદલો.

કરિયર : તમે જ્યાં નોકરી કે ધંધો કરો છો ત્યાં કોઈ વ્યક્તિ દ્વારા મદદ મળવાથી સમય પર કામ પૂરું કરી શકશો.

લવ : આવનારા દિવસોમાં લવ લાઈફ સંબંધિત ચિંતા થઇ શકે છે.

હેલ્થ : કબજિયાતની તકલીફ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.

લકી કલર : લાલ

લકી નંબર : 3 ------------ ધન : EIGHT OF PENTACLES તમારા પ્રયત્નો વધારીને હાલની જે પરિસ્થિતિ છે તેમાં બદલાવ કરવાની જરૂર છે. જો તમે એવી આશા રાખો છો કે અન્ય લોકો તમને મદદ કરશે તો આ આશા તમને માનસિક તકલીફ આપી શકે છે. અત્યાર સુધી પૈસાને લઈને જે તકલીફ હતી તે દૂર થશે. આવનારા સમય ભૂતકાળમાં કરેલી ભૂલનું પુનરાવર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે.

કરિયર : ઉચ્ચ શિક્ષણ સંબંધિત જે પ્રયત્નો કરી રહ્યા છો તેમન સફળતા મળી શકે છે.

લવ : પાર્ટનર કોઈ સલાહ આપે છે તો તેનો અમલ કરવાથી ફાયદો થશે.

હેલ્થ : ગળાના ભાગે દુખાવો થાય છે તે સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.

લકી કલર : લીલો

લકી નંબર : 8 ------------ મકર : QUEEN OF CUPS જે લોકો તમારાથી નારાજ છે તેમની નારાજગી દૂર કરવાનો આજના દિવસે પ્રયાસ કરવામાં આવે તો સફળતા મળી શકે છે. બધા જ લોકો સાથે વાતચીત કરવાનો અંદાજ બદલવાની જરૂર છે. ગુસ્સા પર કાબુ કરો.

કરિયર : કામના સ્થળે ચાલી રહેલા રાજકારણથી દૂર રહેવાનો પ્રયત્નો કરો.

લવ : પાર્ટનર પાસે તમારો પ્રેમ વ્યક્ત ન કરવાને કારણે એકલાપણુ લાગી શકે છે.

હેલ્થ : મહિલાઓએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું પડશે.

લકી કલર : સફેદ

લકી નંબર : 5 ------------ કુંભ : FIVE OF PENTACLES તમે કામને લઈને જે પ્રયત્નો કર્યા છે તેનો શ્રેય કોઈ અન્ય વ્યક્તિ લઇ શકે છે . કોઈ પણ નિર્ણય લેતા પહેલાં લોકો સાથે ચર્ચા કરીને જ આગળ વધો નહીં તો પસ્તાવાનો વારો આવી શકે છે.

કરિયર : કરિયરની બદલે અન્ય જગ્યાએ ધ્યાન આપવાથી તમને આર્થિક નુકસાન થઇ શકે છે.

લવ : લવ લાઈફને લઈને જે ચિંતા છે તે દૂર થશે.

હેલ્થ : માઈગ્રેનની તકલીફ થઇ શકે છે.

લકી કલર : પીળો

લકી નંબર : 2 ------------ મીન : KING OF SWORDS તમે જે તનતોડ મહેનત કરી છે તેનું ફળ તમને પ્રાપ્ત થશે. જીવનમાં આગળ વધી રહ્યા છે. તમે જે ધાર્યું હતું તે પ્રમાણે તે મુજબ જ તમને ફળ મળશે, પરંતુ આશા છોડ્યા પછી તમને જે વસ્તુ મળી છે તેના કારણે તમને આનંદ અને દુ:ખ બંનેનો અનુભવ થશે નહીં.

કરિયર : માર્કેટિંગમાં કામ કરતા લોકોને આજના દિવસે વધુ થાક લાગી શકે છે.

લવ : પરિવાર તરફથી રિલેશનશિપ નો વિરોધ તમને નિર્ણય બદલવા માટે મજબુર કરી શકે છે.

હેલ્થ : ચિંતા અને તણાવની અસર ખાવા-પીવામાં જોવા મળશે.

લકી કલર : લીલો

લકી નંબર : 6

અન્ય સમાચારો પણ છે...