તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:FIVE OF PENTACLES પ્રમાણે ગુરુવારનો દિવસ મિથુન જાતકો માટે કાર્યક્ષેત્રમાં શુભ રહેશે, મહત્ત્વપૂર્ણ કામ આજે પતાવી લેવાં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

29 જુલાઈ, ગુરુવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SIX OF CUPS

કામ અંગે કોઈ સમાચાર મળી શકે છે. અટવાયેલા પૈસા મળી શકે છે. અચાનક કોઈ નજીકના વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. તમારા જીવનના મુશ્કેલ પ્રશ્નોના ઉકેલનો રસ્તો મળી શકે છે.

કરિયરઃ- પ્રોપર્ટી અને ઘરનાં કામ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા સરપ્રાઈઝ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- દિવસની શરૂઆતમાં માનસિક કારણોસર થાક લાગી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1
..................................................
વૃષભઃ- TWO OF PENTACLES

મોટી ધનરાશિ મેળવવા માટે નાનાં નાનાં પગલાં ભરો. તમારી કાર્યક્ષમતા વધશે. કાર્યક્ષેત્રના વિસ્તરણની યોજના બનાવી શકો છો.

કરિયરઃ- વિદેશ સંબંધિત કાર્ય વિશે વિચારો તેનાથી વધારે લાભ મળી શકે છે.

લવઃ- રિલેશનશિપમાં ઉતાર-ચઢાવ રહેશે, અંતે તમામ વિવાદનો ઉકેલ આવશે.

સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત સમસ્યા તકલીફ આપી શકે છે. ઘરેલુ ઉપચાર કરી દૂર કરી શકાશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8
..................................................
મિથુનઃ- FIVE OF PENTACLES

ખોટા લોકો પર વિશ્વાસ મૂકવાથી પસ્તાવો થઈ શકે છે. તમારી ભૂલ સુધારવા માટે પરિવાર તમારો સાથ આપશે. થોડાક દિવસ પૈસાની સમસ્યા રહી શકે છે. મનગમતાં કામ પૂરાં થવામાં થોડો સમય લાગી શકે છે.

કરિયરઃ- કાર્યક્ષેત્રે આજનો દિવસ શુભ રહેશે. મહત્ત્વપૂર્ણ કામ આજે જ પતાવી લો.

લવઃ- પરસ્પર વિવાદને પાર્ટનર વધારે પ્રયત્નો કરી ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે. તો પણ એકબીજા પ્રત્યે નકારાત્મક ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ લાઈફસ્ટાઈલની અસર ઊંઘ અને સ્વાસ્થ્ય પર થશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5
..................................................
કર્કઃ- TEN OF PENTACLES

પરિવારને સુખ સમાધાન આપવા તમારા દ્વારા વધારે પ્રયાસ થશે. કાર્યક્ષેત્રે થોડું ઓછું ધ્યાન રહેશે. પરિવાર સાથે વધુ નજીક રહેવાથી જૂના વિવાદનો અંત આવી શકે છે.

કરિયરઃ- કાર્યક્ષેત્રે મોટી રકમ મળી શકે છે. તમારાં કામની ક્વોલિટીને અસર ન થાય તે રીતે કામ કરો.

લવઃ- લવ લાઈફ અને વિવાહ સંબંધિત વાતોનો ગંભીર રીતે વિચાર કરો.

સ્વાસ્થ્યઃ- વારંવાર સ્વાસ્થ્ય બગાડતી તકલીફો ઓછી થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8
..................................................
સિંહઃ- THREE OF WANDS

કોઈની પાસેથી જવાબ મેળવવામાં થોડો સમય લાગી શકે છે. પરંતુ જવાબ સકારાત્મક રહેશે. તેથી ધૈર્ય રાખો અને તમારે આસપાસના લોકો સાથે તમારા વર્તનમાં સુધારો કરવો પડશે.

કરિયર:- કામ સંબંધિત બાબતો અપેક્ષા કરતાં ધીમે-ધીમે વધશે. પરંતુ આ કાર્ય દ્વારા તમને મોટો ફાયદો અને નામ મળશે. તેથી કામને વચ્ચે ન છોડો.

લવ:- જીવનસાથીની નજીક રહેવાનો અનુભવ થશે. તમારે તમારી લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરવાની જરૂર છે.

સ્વાસ્થ્ય:- પગ સંબંધિત સમસ્યાઓ ઓછી થવા લાગશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3
..................................................
કન્યાઃ- NINE OF CUPS

લાંબા સમય પછી તમને રાહતનો અનુભવ થશે. જે વસ્તુઓને લીધે માનસિક સ્થિતિ ઘટી રહી હતી, તે બાબતો ઉકેલાયેલી જોવા મળશે. પરિવારના સભ્યો સાથે પણ ચર્ચાસ્પદ રહેવાના કારણે જટિલ પ્રશ્નોનો અંત આણવામાં આવશે. પરિવારના સભ્યોની મદદથી કોઈ નવા કાર્યની યોજના બનાવી શકાશે.

કરિયર:- તમારા કાર્યમાં નવીનતા કેવી રીતે લાવવી તે અંગે વધુ વિચાર કરવામાં આવશે.

લવ:- પાર્ટનર્સ વચ્ચેના સંબંધોમાં સુધારણા શરૂ થશે. જેના કારણે એકબીજાને શાંતિ મળે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.

સ્વાસ્થ્ય:- અપચા સંબંધિત સમસ્યાઓ ઓછી થવા લાગશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9
..................................................
તુલાઃ- TEN OF WANDS

દિવસની શરૂઆતમાં કામની વ્યસ્તતા વધારે રહેશે, જેના કારણે થોડો તણાવ પેદા થઈ શકે છે. પરંતુ તમારું કાર્ય પૂર્ણ થશે અને તમે તમારી જાત માટે પોઝિટિવ બનશો. આ દિવસે કોઈપણ કાર્યને અધૂરું ન રાખશો, નહીં તો ભવિષ્યમાં કામ સંબંધિત જટિલ સમસ્યાઓ ઊભી થશે. તમે સરકારી કામમાં પ્રગતિ પણ જોશો.

કરિયર:- કાર્ય સાથે સંકળાયેલા લોકો દ્વારા અપેક્ષા મુજબ ટેકો પ્રાપ્ત થશે નહીં. પરંતુ ધ્યાનમાં રાખો કે તમે એકલા તમારા કાર્યને પૂર્ણ કરવામાં સક્ષમ છો.

લવ:- તમારા પાર્ટનરને તમારી સમસ્યા વિશે ખુલ્લેઆમ કહો. તમને નિશ્ચિતરૂપે તેમની પાસેથી સમાધાન મળશે.

સ્વાસ્થ્ય:- માથામાં દુખાવો રહેશે.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 2
..................................................
વૃશ્ચિકઃ- THE FOOL

કાર્યની શરૂઆતમાં તમે ઉત્સાહ અને સંયમ બંનેનો અનુભવ કરશો. પરંતુ જેમ-જેમ કાર્ય આગળ વધશે તેમ તેમ તેમનો આત્મવિશ્વાસ અને ઉત્સાહ પણ તમારા સંયમ ગુમાવવાને કારણે ઘટવા લાગશે. કોઈ બીજાની પ્રેરણાની અપેક્ષા કરવાને બદલે તમારું કાર્ય પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારી જવાબદારીઓને ગંભીરતાથી લેવાનું શીખો.

કરિયરઃ- વ્યાપાર સંબંધિત લોકોએ કાર્યની અંતિમ તારીખ અને ગ્રાહકની અપેક્ષા બંનેને ધ્યાનમાં રાખવાની જરૂર છે.

લવ:- પાર્ટનર મુશ્કેલ પરિસ્થિતિઓમાં નિશ્ચિતરૂપે તમને ટેકો આપશે. પરંતુ બધું જ તમારે જાતે જ ઉકેલવું પડશે. તેથી તમારા જીવનસાથી પર વધુ પડતો આધાર ન રાખો.

સ્વાસ્થ્ય:- બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1
..................................................
ધનઃ- KNIGHT OF PENTACLES

અત્યારે તમને પારિવારિક જીવન અને કામ સંબંધિત વાતોમાં સ્થિરતા જોવા મળશે પરંતુ આ સ્થિરતા જાળવી રાખવા માટે તમારે પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. કોઈ વ્યક્તિની સાથે વાદ-વિવાદ અથવા વાત કરતા સમયે શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરવો નહીં તો તમારા શબ્દો તમારા માટે મોટી સમસ્યા બની શકે છે.

કરિયરઃ- તમને આપવામાં આવેલું કામ સારી રીતે પૂરું કરી શકશો. જેના કારણે આર્થિક સ્થિરતા રહેશે, પરંતુ આ સ્રોતને કાયમ રાખવા માટે પણ સમજી વિચારીને આગળ વધવાની જરૂરિયાત છે.

લવઃ- અત્યારે નકામા પ્રેમ સંબંધોથી દૂર રહેવું તમારા માટે સારું રહેશે કેમ કે, લોકોની પરખ કરવી તમારા માટે અત્યારે શક્ય નથી.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યા તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3
..................................................
મકરઃ- QUEEN OF PENTACLES

તમારી જીવનશૈલીનું સ્તર ઊંચું કરવા માટે તમે વિચારી રહ્યા છો અને તે પ્રકારના પ્રયત્ન પણ તમારા ચાલુ રહેશે. આજના દિવસે જરૂર કરતાં વધારે પૈસા ખર્ચ થઈ શકે છે, પરંતુ આ ખર્ચ દ્વારા તમારી ઈચ્છા પ્રમાણે વસ્તુ પ્રાપ્ત થશે અને સમાધાન પણ પ્રાપ્ત થશે. પૈસાનું રોકાણ કરવા વિશે વિચાર કરી શકાય છે પરંતુ અત્યારે મોટું રોકાણ કરવું શક્ય નથી.

કરિયરઃ- મહિલાઓને પોતાની અપેક્ષા અનુસાર કરિયરમાં પ્રગતિ જોવા મળશે.

લવઃ- પાર્ટનર તમારું ધ્યાન રાખશે. પારિવારિક જીવન પણ સુખ શાંતિ પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- અપચો અને ઊલ્ટી જેવી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4
..................................................
કુંભઃ- THE HANGEDMAN

જે મુશ્કેલ કામને તમે હાથમાં લીધું છે તે કામને પૂરું કર્યા સિવાય તમારે અટકવાનું નથી. આ કામ દ્વારા તમને તમારા અંદરના કેટલાક ગુણોની ઓળખ થશે અને વ્યક્તિત્ત્વમાં ફેરફાર લાવવા માટે જે પ્રયત્ન તમે ઘણા દિવસોથી કરી રહ્યા હતા, તે ફેરફાર પણ જોવા મળશે.

કરિયરઃ- તમારા કામને વધુ લોકો સુધી પહોંચાડવા માટે માર્કેટિંગ કયા પ્રકારે કરી શકાય છે તે વિશે વિચાર વિર્મશ થશે અને યોગ્ય વ્યક્તિ તમને માર્ગદર્શન આપશે.

લવઃ- તમારી અપેક્ષાના અનુસાર પાર્ટનર જલ્દી મળશે. અત્યારે રિલેશનશિપ સંબંધિત વાતો પર વધારે ધ્યાન ન આપવું.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધતું ડિહાઈડ્રેશન નવી સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. ખાણીપીણીનું ધ્યાન રાખવું.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5
..................................................
મીનઃ- THREE OF PENTACLES

તમારી યોજનાના અનુસાર વાત આગળ વધશે જે વ્યક્તિની સાથે તમે પરિચિત થવા માંગતા હતા તે વ્યક્તિ ખુદ તમારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરી શકે છે. કોઈ કાર્ય સંબંધિત અનુમતિ તમને તરત પ્રાપ્ત થશે. સરકારી કામો પૂરા કરવા માટે મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે આપશે.

કરિયરઃ- કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંબંધિત લોકોને કામની શરૂઆતમાં પોતાની યોજનામાં કેટલાક ફેરફાર લાવવાની આવશ્યકતા છે સાથે સ્ટાફની લાયકાતનું પરીક્ષણ પણ સારી રીતે કરવાની જરૂરિયાત છે.

લવઃ- વિવાહ સંબંધિત નિર્ણય પરિવારના લોકો મળીને લેશે પરંતુ શરૂઆતમાં વાદ-વિવાદવાળી સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને કફ જેવી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 6