ટેરો રાશિફળ:PAGE OF SWORDS કાર્ડ પ્રમાણે ધન જાતકોએ રવિવારના દિવસે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

28 નવેમ્બર, રવિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THREE OF CUPS

દિવસનો મોટાભાગના સમય તમને ઉત્સાહિત અને આનંદિત અનુભવ થશે. થોડી મુશ્કેલીઓનો સામનો તમને થઈ રહ્યો છે પરંતુ આશા અને અપેક્ષા બંને પણ જાગૃત થવાના કારણે પરિસ્થિતિથી કોઈપણ પ્રકારનો વિવાદ તમને રહેશે નહીં.

કરિયરઃ- કામ સાથે જોડાયેલાં સારા સમાચાર જલ્દી જ તમને પ્રાપ્ત થશે.

લવઃ- મિત્રો દ્વારા થયેલાં પરિચય દ્વારા તમને તમારા જીવનસાથી મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

-----------------------------------

વૃષભઃ- FIVE OF CUPS

જે ભૂલ ભૂતકાળમાં તમે કરી હતી તેના અંગે વિચાર કરીને પછતાવો અનુભવ થઈ શકે છે. તમારે પોતાને માફ કરવાની જરૂરિયાત રહેશે ત્યારે જ તમે સ્વભાવમાં કરેલી ભૂલોમાં સુધાર લાવી શકશો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી ચિંતા થોડી માત્રામાં પરેશાન કરી શકે છે.

લવઃ- મુશ્કેલ સમયમાં પાર્ટનર તમને સાથ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- પાણી ઓછી માત્રામાં પીવાના કારણે માથાનો દુખાવો રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

-----------------------------------

મિથુનઃ- QUEEN OF SWORDS

જૂની આદતોથી છુટકારો મેળવવાની કોશિશ તમારી સફળ રહેશે. જીવનશૈલીમાં કરવામાં આવેલ ફેરફારના કારણે મનમાં પ્રસન્નતા અને ઉત્સાહ બની રહેશે અને શારીરિક તંદુરસ્તી ઉપર ધ્યાન આપવાના કારણે તમારા વિચારોમાં ફેરફાર થતો જોવા મળશે.

કરિયરઃ- કામની જગ્યાએ જેટલી મોટી જવાબદારી તમને મળશે તેટલી જ તમને પ્રગતિ મળી શકે છે.

લવઃ- રિલેશનશિપને લગતી તકલીફને દૂર કરવા માટે પાર્ટનર સાથે મુશ્કેલ પ્રશ્નો અંગે ચર્ચા કરવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- પગના દુખાવાના કારણે મનમાં નિરાશા રહેશે,

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

-----------------------------------

કર્કઃ- KING OF SWORDS

લોકો દ્વારા પ્રાપ્ત થયેલી ટિપ્પણીઓના કારણે તમને એકલતા અનુભવ થઈ શકે છે. જે લોકો દ્વારા માત્ર આલોચના જ પ્રાપ્ત થાય છે, એવા લોકો સાથે પોતાના સંબંધ કેમ જાળવી રાખ્યા આ અંગે વિચાર કરો.

કરિયરઃ- તમને અપેક્ષા પ્રમાણે કામ અને યશ બંને પણ પ્રાપ્ત થઈ રહ્યા છો.

લવઃ- અપેક્ષા પ્રમાણે પાર્ટનર મળવા છતાંય રિલેશનશિપને લગતો ભય બની રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી વાતોમાં સંતુલન જાળવી રાખવા માટે ખાનપાન ઉપર નિયંત્રણ રાખવું

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 9

-----------------------------------

સિંહઃ- THE HIEROPHANT

જે કોઈપણ કારણના કારણે તમે જે વાતો અધૂરી છોડી હતી, તેને પૂર્ણ કરવાની તક તમને ફરીથી પ્રાપ્ત થઈ રહી છે. ઉચ્ચ શિક્ષણને લગતા નિર્ણયના કારણે તમારી સાથે પરિવારને પણ સુખ પ્રાપ્ત થશે.

કરિયરઃ- વિદેશમાં ઉચ્ચ શિક્ષણ લેવાની ઇચ્છા રાખનાર લોકોએ કોશિશ વધારવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પરિવારના લોકોની મંજૂરી લીધા વિના તમે લગ્નને લગતો નિર્ણય લઈ શકશો નહીં

સ્વાસ્થ્યઃ- વાળની સમસ્યા વધવાના કારણે સ્વાસ્થ્યને લગતી ચિંતા રહેશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 8

-----------------------------------

કન્યાઃ- FOUR OF CUPS

તમને તમારી ઊર્જાને પોઝિટિવ જાળવી રાખવાની ખૂબ જ જરૂરિયાત રહેશે જેટલા તમે પોતાને માનસિક વિકાસ અને આધ્યાત્મિક વિકાસ ઉપર ધ્યાન આપશો તેટલી સારી ઊર્જા તમને આસપાસ બની રહેશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી દરેક વાતમાં માત્ર નકારાત્મકતા જોવાના કારણે કામને લગતો તમારો રસ ઓછો રહેશે.

લવઃ- તમને પ્રાપ્ત થયેલ લવ પ્રપોઝલ અંગે વિચાર કરો

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતી તકલીફ અચાનક ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

-----------------------------------

તુલાઃ- THE HERMIT

આવતા થોડા દિવસોની યોજના તમારે યોગ્ય રીતે જાળવવાની કોશિશ કરવી. તમારી ઉપર કામની જવાબદારી સાથે કામના કારણે ભાગદોડ વધશે. દરેક પ્રકારના નિર્ણય તમે એકલા જ લેવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- માર્કેટિંગ સાથે જોડાયેલી વાતો ઉપર ધ્યાન જરૂર આપો.

લવઃ- કોઈપણ વ્યક્તિના પ્રભાવમાં આવીને પોતાના રિલેશનશિપને લગતી વાતો અંગે મનમાં નકારાત્મકતા ઊભી થવા દેશો નહીં

સ્વાસ્થ્યઃ- બેચેની અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

-----------------------------------

વૃશ્ચિકઃ- NINE OF SWORDS

લોકોના મનમાં તમારા અંગે ગેરસમજ ઊભી થવાના કારણે તમને માનસિક તકલીફથી પસાર થવું પડશે. હાલ આ વાતોનું સ્પષ્ટીકરણ આપવું તમારા માટે શક્ય નથી.

કરિયરઃ- વ્યક્તિગત જવાબદારીઓના કારણે કામ બિલકુલ પણ ઇગ્નોર ન કરો.

લવઃ- પાર્ટનરના એકબીજા સાથેના વિવાદોની ચર્ચા બહારના લોકો સાથે કરવાના કારણે વિવાદ થવાની શક્યતા છે.

સ્વાસ્થ્યઃ- ઉંઘને લગતી સમસ્યાના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 4

-----------------------------------

ધનઃ- PAGE OF SWORDS

પરિસ્થિતિને યોગ્ય રીતે અવલોકન ન કરીને નિર્ણય લેવા તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. એકથી વધારે વાતો ઉપર ધ્યાન જાળવી રાખીને દરેક વાત ઉપર નિયંત્રણ બનાવવવી જરૂરિયાત રહેશે.

કરિયરઃ- વધતા આત્મવિશ્વાસના કારણે કોઈ પ્રકારનું રિસ્ક લેવું તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે.

લવઃ- તમારા વ્યવહારના કારણે પાર્ટનરને માનસિક તકલીફ ન થાય તે વાતનું ધ્યાન રાખવું.

સ્વાસ્થ્યઃ- પેટમાં ગેસ બનવાના કારણે બેચેની રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

-----------------------------------

મકરઃ- THE MOON

જ્યાં સુધી એક કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્ય કાર્ય અંગે તમે ચર્ચા કરવી નહીં. નહીંતર કામની ક્વોલિટી ઉપર અસર જોવા મળશે અને તમારું ફોકટ હટવાના કારણે કોઈપણ કાર્ય પૂર્ણ થતું નથી.

કરિયરઃ- કળા ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને તમારી એકાગ્રતા અને મહેનતને વધારવાની જરૂરિયાત રહેશે.

લવઃ- ત્રીજા વ્યક્તિની દખલ વધવાના કારણે રિલેશનશિપ તૂટી પણ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસના કારણે તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

-----------------------------------

કુંભઃ- TWO OF WANDS

જેટલી ઝડપી ગતિથી તમારા કામની શરૂઆત કરી હતી તે ગતિ તમને કામના અંત સુધી જાળવી રાખવાની જરૂરિયાત રહેશે. કામના કારણે યાત્રાની શક્યતા બની રહે છે.

કરિયરઃ- આર્થિક સ્થિરતાને પ્રાપ્ત કરવા માટે એકથી વધારે માર્ગ તમને મળી શકે છે.

લવઃ- લગ્નને લગતી વાતો નક્કી હશે અને પાર્ટનર અને પરિવારના કારણે તમને માનસિક સમાધાન પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવો અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

-----------------------------------

મીનઃ- THREE OF WANDS

તમારી ક્ષમતા અને આવડત ઉપર વિશ્વાસ જાળવી રાખવાની જરૂરિયાત રહેશે. થોડું કામ પૂર્ણ થવામાં મોડું થઈ રહ્યું છે પરંતુ યોગ્ય સમયે કામ પૂર્ણ પણ થશે આ વાત ઉપર વિશ્વાસ જાળવી રાખીને પોતાની બેચેની વધારવા ન દેશો.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ માટે કરેલાં કોશિશમાં સત્યતા જાળવી રાખવાની જરૂરિયાત રહેશે.

લવઃ- તમારી મનમરજી પ્રમાણે વ્યવહાર કરવાના કારણે રિલેશનશિપમાં તિરાડ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- લો બીપીની સમસ્યા અનુભવ થશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 3