શનિવાર, 28 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- ACE OF SWORDS
મેષ રાશિનો દિવસ આજે કામ સાથે જોડાયેલી મુંજવણથી ભર્યો રહેશે. છતાંય તમને દરેક કામમાં મનગમતી પ્રગતિ પ્રાપ્ત થશે. જે કામને તમે હાથમાં લેશો તે કામ સાથે જોડાયેલી કોઇને કોઇ પ્રગતિ થવાના કારણે તમારું મનોબળ જળવાયેલું રહેશે.
કરિયરઃ- તંત્રજ્ઞાન સાથે જોડાયેલાં લોકો પોતાના જ્ઞાનને વધારવાની કોશિશ કરે.
લવઃ- પાર્ટનર સાથે વાત કરતી સમયે શબ્દોનું ખાસ ધ્યાન રાખો.
સ્વાસ્થ્યઃ- આંખ સાથે જોડાયેલી તકલીફ રહેશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 9
------------------------------------------
વૃષભઃ- KING OF WANDS
કકામ સાથે જોડાયેલી તકલીફ અથવા અસફળતા બંને જ તમારા ધૈર્યને ઘટાડી દેશે. તમે તમારા કામ પ્રત્યે નિષ્ઠા અને લગનના કારણે હાલ તમને સફળતા મળશે નહીં પરંતુ કામ સાથે જોડાયેલી કોઇને કોઇ પ્રગતિ પ્રાપ્ત કરવામાં તમે સફળ રહેશો.
કરિયરઃ- વિદેશમાં અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ પોતાના કરિયરને લઇને સુખી રહે.
લવઃ- લગ્નજીવન સાથે જોડાયેલો કોઇપણ નિર્ણય આત્મકેન્દ્રિત થઇને ન લેશો.
સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને સાંધાનો દુખાવો રહેશે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 3
------------------------------------------
મિથુનઃ- QUEEN OF WANDS
જ્યારે કામ તમારા હિસાબથી ન થઇ રહ્યું હોય અથવા મનગમતી પ્રગતિ મળી રહી ન હોય. ત્યારે આપણે કોઇને કોઇ વ્યક્તિને પોતાની અસફળતા માટે જવાબદાર માનીએ છીએ. તમારો આ સ્વભાવ તમારી પ્રગતિ માટે બાધા બની શકે છે.
કરિયરઃ- તમારા કામને પૂર્ણ કરવા માટે ખોટો માર્ગ પસંદ કરશો નહીં.
લવઃ- લગ્નજીવનમાં તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- થાઇરોઇડ સાથે જોડાયેલી સમસ્યાને ઘટાડવા માટે મહેનત કરવી પડશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 5
------------------------------------------
કર્કઃ- TWO OF WANDS
તમારા કામને માત્ર પૂર્ણ કરી દેવું જ તમારું લક્ષ્ય નથી પરંતુ તે કામ દ્વારા તમને માનસિક સમાધાનની પ્રાપ્તિ થાય તે પણ તમારા માટે આજે મહત્ત્વપૂર્ણ રહેશે. તમારા કામને વધારવાનો પ્રયાસ શરૂ રાખો.
કરિયરઃ- વેપાર સાથે જોડાયેલાં લોકો પોતાનું કામ વિદેશ સુધી પહોંચાડવાની કોશિશ કરશે.
લવઃ- લવ લાઇફમાં પ્રગતિ માટે તમારી અંદર શું ફેરફાર લાવવાનો છે તેના ઉપર ધ્યાન આપો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં તમારું મનોબળ જળવાયેલું રહેશે.
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 6
------------------------------------------
સિંહઃ- THREE OF CUPS
પરિવાર અને મિત્ર સાથે વિતાવેલો સમય તમને વધારે આનંદ પ્રાપ્ત કરાવશે. આજે તમારા કામ કરવાની ઇચ્છા થોડી ઓછી રહી શકે છે. પરંતુ તે તમને લક્ષ્યથી ભટકાવી શકશે નહીં.
કરિયરઃ- કામ પ્રત્યેના કષ્ટ મળવાનું શરૂ થઇ જશે.
લવઃ- પાર્ટનર્સમાં મિત્રતા અને સમજદારી જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 8
------------------------------------------
કન્યાઃ- SIX OF SWORDS
એક લક્ષ્ય પૂર્ણ થયા પછી આપણે તરત કોઇ અન્ય નવા લક્ષ્ય તરફ ભાગવાનું શરૂ કરીએ છીએ અને આ બાબત આપણને જીવન પ્રત્યે વધારે અસમાધાનિત બનાવી દે છે. કામ સાથે જોડાયેલાં નિર્ણય પોતાના પરિવારની જવાબદારીને ધ્યાનમાં રાખીને લો.
કરિયરઃ- કામમાં ફેરફાર થવાની આશંકા છે.
લવઃ- કામ સાથે જોડાયેલાં નિર્ણયમાં પાર્ટનરનો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- ઘરના નાના બાળકોના સ્વાસ્થ્યને લઇને કોઇ તકલીફ રહેશે.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 7
------------------------------------------
તુલાઃ- WHEEL OF FORTUNE
આજે તમને અચાનક આર્થિક લાભ થઇ શકે છે. અસફળ કાર્યોને પણ સફળ બનાવવાની ઊર્જા અને ક્ષમતા આજે તમારામાં રહેશે અને આ કારણે જ તમે કોઇપણ વાતને લઇને હાર માની જશો.
કરિયરઃ- સ્ટોક માર્કેટ અને શેરબજારના વેપાર સાથે જોડાયેલાં લોકો પોતાના કામમાં વધારે જોખમ લે નહીં.
લવઃ- લગ્નજીવનમાં સુખ અને શાંતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટ સાથે જોડાયેલી બીમારી દિવસની શરૂઆતમાં થશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 4
------------------------------------------
વૃશ્ચિકઃ- EIGHT OF PENTACLES
તમારા કામને અને વ્યક્તિગત જવાબદારીઓને આજે વધારે મહત્ત્વ આપો. તમારા કામમાં તમે મહેનત દ્વારા જ સફળતા મેળવી શકશો. કોઇ અન્ય માર્ગ પસંદ કરશો નહીં. તમારા કામ સાથે જોડાયેલી યોજનાઓ અંગે જરૂરિયાત કરતાં વધારે ચર્ચા કરો.
કરિયરઃ- સોનાના વેપારીઓએ આજે સાવધાન રહેવું.
લવઃ- રિલેશનશિપ મધુર જાળવી રાખવાની કોશિશ કરો
સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે શરીરમાં થાક અને ઊંઘમાં બેચેની અનુભવ થશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 5
------------------------------------------
ધનઃ- 10 OF PENTACLES
પરિવારના સભ્યો સાથે યોગ્ય વાતચીત ન થવી અથવા તેમની સાથે સંબંધ સારા ન રાખી શકવાના લીધે આજે તમે નિરાશ રહી શકો છો. પરિવાર સાથે આર્થિક વાતને લઇને વિવાદ ઊભો થઇ શકે છે.
કરિયરઃ- વ્યક્તિગત કાર્યો માટે આર્થિક મદદ પ્રાપ્ત થશે.
લવઃ- પતિ-પત્નીમાં વિવાદોને જરૂરિયાત કરતાં વધારે મહત્ત્વ આપશો નહીં.
સ્વાસ્થ્યઃ- ઘરના વડીલ વ્યક્તિને દાંત સાથે જોડાયેલી બીમારીની તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 1
------------------------------------------
મકરઃ- QUEEN OF SWORDS
આજે તમને પારંપરિક પદ્ધતિઓ સાથે નહીં પદ્ધિતિઓને અપનાવવાનું પણ શીખવું પડશે. આજે તમે જેટલાં વધારે વિસ્તૃત વિચારથી સમસ્યાની તરફ જોશો તેટલાં જ જલ્દી અને સરળતાથી તમને ઉકેલ પ્રાપ્ત થશે.
કરિયરઃ- એચઆર અને મેનેજમેન્ટ સાથે જોડાયેલાં લોકો કામમાં વધારે વ્યસ્ત રહેશે.
લવઃ- લગ્નજીવન સાથે જોડાયેલાં નિર્ણયમાં મહિલાઓનું વર્ચસ્વ રહેશે.
સ્વાસ્થ્યઃ- માનસિક તણાવ શારીરિક બીમારીના કારણે રહી શકે છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 3
------------------------------------------
કુંભઃ- QUEEN OF CUPS
તમારા વહેમને દૂર કરવા માટે તમારા મનની વાતોને ખુલીને લોકો સામે જણાવો. નહીંતર તમારા સંબંધો વધારે ખરાબ થઇ શકે છે. મનમાં જ દબાયેલી ભાવનાઓથી ભય અને અસુરક્ષિત અનુભવ થઇ રહ્યું છે.
કરિયરઃ- મહિલાઓને તેમના કામ અને પારિવારિક જીવનમાં સંતુલન લાવવું મુશ્કેલ રહેશે.
લવઃ- પાર્ટનર્સમાં થયેલો મનમુટાવ યોગ્ય રીતે વાત ન કરવાના કારણે વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- વધારે ચિંતાના કારણે બીપી સાથે જોડાયેલી તકલીફ રહેશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 4
------------------------------------------
મીનઃ- KING OF CUPS
મીન રાશિના લોકો ક્યારેક જરૂરિયાત કરતાં વધારે ભાવનાઓને મહત્ત્વ આપે છે અને આ વાતોના કારણે કોઇ અન્યની સમસ્યા ઉકેલતી સમયે તે પોતાના માટે પણ સમસ્યા ઊભી કરી શકે છે.
કરિયરઃ- કામમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે ભાવનાઓ અને કામ પ્રત્યે જવાબદારી અલગ રાખો.
લવઃ- પાર્ટનર્સ એક બીજા સામે ભાવનાઓ યોગ્ય રીતે વ્યક્ત કરી શકશે.
સ્વાસ્થ્યઃ- ઘરના વડીલોના સ્વાસ્થ્યની ચિંતા આજે તમને રહેશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 6
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.