તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:શનિવારે THE WORLD કાર્ડ પ્રમાણે મિથુન જાતકો વિદેશયાત્રની યોજના બનાવી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

28 ઓગસ્ટ, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- LOVERS

આજના દિવસે તમને કિસ્મતનો સાથ મળશે. લાંબા સમયથી અધૂરા પડેલાં કાર્યો આ સમયે પૂર્ણ થશે. તમને તમારી યોગ્યતા પ્રમાણે જવાબદારી મળી શકે છે. જીવનમાં અસંતોષની ભાવના રહેશે.

કરિયરઃ- થોડાં લોકોને નવી જવાબદારીઓ મળી શકે છે.

લવઃ- જીવનસાથી અથવા પ્રેમી સાથે વિવાદ થઇ શેક છે.

સ્વાસ્થ્યઃ- અનિદ્રાની ફરિયાદ રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

--------------------------

વૃષભઃ- JUDGEMENT

આજનો દિવસ તમારા માટે પારિવારિક પરિસ્થિતિઓ સાથે તાલમેલ જાળવવાનો છે. પરિવારમાં કોઇ મામલે મુશ્કેલી આવી શકે છે. વિદેશથી કોઇ મહેમાન આવી શકે છે.

કરિયરઃ- તમને દરેક જગ્યાએથી સપોર્ટ મળશે.

લવઃ- સંબંધો માટે સમય ખૂબ જ સારો છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો પસાર થશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------------------

મિથુનઃ- THE WORLD

આજના દિવસે તમે વિદેશયાત્રાની યોજના બનાવી શકો છો. તમારી સામે કોઈ શાનદાર ઓફર આવી શકે છે. આ સમય છે તમારી આવડને ઊંડાણથી વિચારવાનો અને નવી શક્યતાઓથી પોતાની જાતને અપડેટ કરવાનો. તમારે તમારી વાત સારી રીતે રજૂ કરવી પડશે.

કરિયરઃ- કામ પર નવા દેશમાં જવાની શક્યતાઓ છે. પોતાની નોકરીમાં સારું કરવા માટે તમારી આવડતને અપગ્રેડ કરો.

લવઃ- તમારા સાથીની સાથે ગલતફેમી થઈ શકે, તમારા સંવાદ સ્પષ્ટ રાખો.

સ્વાસ્થ્યઃ- ગરદનનો દુઃખાવો તમને પરેશાન કરે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

--------------------------

કર્કઃ- JUSTICE

જરૂરિયાતના મામલાઓમાં પોતાના લોકોની સલાહ લેવાની જરૂર પડી શકે છે. તમારા મિત્રોથી મદદ મળશે અને તમે તેની ઉપર કેટલીક વસ્તુઓ માટે નિર્ભર રહી શકો છો. તમારા લોકોની વાતને ધ્યાન રાખો અને સમજી-વિચારીને કોઈ વાતનો નિર્ણય લો.તમારા કેટલાક નિર્ણય તમારા ભવિષ્ય માટે મિલનો પત્થર સાબિત થઈ શકે છે.

કરિયરઃ- મિત્રો તમારા માર્ગદર્શન માટે કામ આવી શકે છે. સારા નિર્ણય લેવાની તમારી અંદર ક્ષમતા છે જે કરિયરને આગળ વધારવામાં મદદ કરી શકે.

લવઃ- તમારા સાથીની વાત સાંભળો અને સમજો પછી કહો કે તમારે સંબંધોથી શું જોઈએ છે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીનો દુઃખાવો પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

--------------------------

સિંહઃ- THE HANGEDMAN

આજના દિવસે તમારે ધનના મામલાઓમાં થોડા સાવધાન રહેવું. તમને ઉધાર પૈસા આપવા કે લેવા એમ બંને સ્થિતિથી બચવું પડશે. જો તમે નાણાકીય મામલાઓમાં લાપરવાહી રાખશો તો શક્ય છે કે તમને ઘણું નુકસાન ઊઠાવવું પડી શકે છે, સાથે જ કેટલાક લોકો સાથે તમારા સંબંધ પણ ખરાબ થઈ શકે છે. તેને લીધે સાવધાન રહો.

કરિયરઃ- નાણાકીય સ્થિતિ સારી રહેશે. મિત્રોને ઉધાર રૂપિયા આપવા માટે સમય સારો નથી, કારણ કે તમે તેને પાછા આપવામાં સક્ષમ નથી.

લવઃ- તમે તમારા સાથીને કોઈ એવું ઈનામ આપો જે તમને પસંદ હોય, તેઓ આ સંબંધોને મજબૂત કરવાની તમારી આ રીતની પ્રશંસા કરશે.

સ્વાસ્થ્યઃ- મોટા અવાજે મ્યુઝિક સાંભળવાની બચવું, તમને માઈગ્રેઈન થઈ શકે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 9

--------------------------

કન્યાઃ- DEATH

આજનો દિવસ તમારી માટે ઘણો જ રચનાત્મક હોઈ શકે છે. સમસ્યાઓ સાથે ડીલ કરવાની તમારી રીત પ્રશંસનિય રહેશે. તમારે ઈગોથી બચવું પડશે. થોડો સમય તમારી માટે ફાળવીને એ કામ કરો જે તમને માનસિક શાંતિ અને પ્રોત્સાહન આપે. તમારો શોખને જીવિત રાખવા માટે આ એક જૂરૂરી પગલું છે.

કરિયરઃ- તમારો ઉત્સાહ અને રચનાત્મકતા તમારી પ્રગતિ કરવામાં મદદ કરી શકે. તમારા સાથી તમારી સમસ્યાઓને ઉકેલવાની રીતની પ્રશંસા કરશે.

લવઃ- તમારા સાથીની સાથે પેન્ટિંગ અને બાગાયતી જેવી મજેદાર વસ્તુઓને સમજવા માટે બીજા કરતા વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.

સ્વાસ્થ્યઃ- બહાનું ભોજન લેતા બચો, ફૂડ પોઇઝનિંગ થઈ શકે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

--------------------------

તુલાઃ- TEMPERANCE

આજે તમારો દિવસ તમારી વ્યસ્તતામાં પસાર થશે. તમને એક સમયે અનેક કામ કરવા પડશે, કે એક કામ પૂરું થતાંની સાથે જ બીજું કામ કરવું પડશે. તમારે એ પરિસ્થિતિ માટે માનસિક રીતે તૈયાર રહેવું પડે. પાર્ટનર્સ કે બોસ તમારા રામની રીતથી સંતુષ્ટ અને પ્રસન્ન રહેશે. જે તમારા સારા ભવિષ્ય માટે સારો સંકેત છે.

કરિયરઃ- તમારા સિનિયર્સ અધિકારીઓમાં તમારી ઘણી ડિમાન્ડ છે. તમારી પાસે પોતાના કામ પૂરાં કરવા માટે યોગ્ય આવડત છે, તેનો ઉપયોગ કરો.

લવઃ- તમે પોતાના સાથી ચિડાયેલાં રહો છો, હવે શાંત રહો, તમારા સાથી તમારી દરેક વાત સાંભળશે.

સ્વાસ્થ્યઃ- કામને વધુ પ્રમાણમાં ન કરો, તમારી કમર અને પીઠમાં દુઃખાવો થઈ શકે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

--------------------------

વૃશ્ચિકઃ- THE EMPRESS

આજનો દિવસ તમારી માટે ભોગદોડીવાળો રહેશે. કેટલાક જરૂરી કામ માટે ટ્રાવેલિંગ કરવું પડશે. તમે તેની માટે તૈયાર રહો. કેટલાક કામો તમારે મિત્ર અને સાથીના આધરે છોડવા પ઼ડશે. કોઈ મામલામાં સંતોષનો ભાવ બતાવવો પડી શકે. જેની માટે તૈયાર રહો.

કરિયરઃ- કામ માટે યાત્રા કરવી પડે. તમારી ટીમ તમારી તરફ જુએ છે, કારણ કે તમે કામ પ્રત્યે સારું વલણ દાખવો છો.

લવઃ- તમારા સાથી હાથથી લખેલી ચીઠ્ઠી અને અક્ષરો જેવી નાની વસ્તુઓની પ્રશંસા કરે છે. એ જ કરો જે તમને ખુશ રાખે.

સ્વાસ્થ્યઃ- તમારા સાંધામાં દુઃખાવો થઈ શકે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

--------------------------

ધનઃ- PAGE OF WANDS

આજે તમારા વ્યવહારમાં ઘણી પરિપક્વતા રહેશે. કોઈ મામલામાં તમે અપેક્ષાથી વિપરિત ઘણા ઓછા સમયમાં સારું પરિણામ મેળવી શકો છો, જેનાથી તમને ઘણી પ્રશંશા મળશે. આજે તમારી પોઝિટિવીટી હાઈ રહેશે, જેનો ફાયદો તમારી જોબ અને બિઝનેસ બંનેમાં મળી શકે છે. પોતાની જાતને પૂરી રીતે હકારાત્મક રાખો અને તમારા ટાર્ગેટ પર ફોકસ રાખો.

કરિયરઃ- તમારા બોસ તમારા જ્ઞાન અને વસ્તુઓને ઝડપથી પૂરો કરવાની ક્ષમતાની પ્રશંશા કરશે. વધુ સુસંગત થઈને તમારી પ્રતિષ્ઠા ટકાવી રાખો.

લવઃ- તમારા સાથીની સાથે કોઈ ફિલ્મ ડેટ કે ડિનર ડેટ ઉપર જવાનો પ્રોગ્રામ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- આંખોનું સંક્રમણ તમારી ઉત્પાદકતાને અસર કરી શકે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

--------------------------

મકરઃ- KNIGHT OF WANDS

આજે તમારે ધૈર્ય સાથે કામની શરૂઆત કરવી પડશે. કેટલાક કામમાં મો઼ડું થવાથી તમે પરેશાન થઈ શકો કે ગુસ્સો કરી શકો. તેનાથી બચવાનો પ્રયાસ કરો. તમારે તમારા ટાર્ગેટ ઉપર ફોકલ કરવું પડસે. તેની માટે નાની-નાની ભૂળોને સુધારીને આગળ વધવાનો દિવસ છે. તમારા લોકો સાથે ખુલીને વાત કરો અને તેમને પ્રોત્સાહિત કરો.

કરિયરઃ- આજે તમારો દિવસ ઓફિસમાં નહીં રહે, કારણ કે કામમાં મોડું થઈ શકે. હકારાત્મક રહો, તમારા લક્ષ્ય પૂર્ણ થશે.

લવઃ- તમે સાથીને સારી રીતે સમજી શકો છો. તેમની સાથે રસરુચિ જાહેર કરો.

સ્વાસ્થ્યઃ- વાળ ખરવાની સમસ્યા તમને પરેશાન કરી શકે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

--------------------------

કુંભઃ- QUEEN OF WANDS

આજનો દિવસ તમારા માટે સામાજિક મેલજોલ અને કાર્યોમાં સક્રિય રહેવાનો છે. કોઇ કામના કારણે થોડી નિરાશાનો સામનો કરવો પડી શકે છે. આજે તમારા કાર્યક્ષેત્ર સંબંધિત નિર્ણય લેતાં પહેલાં વિચાર કરી લેવો.

કરિયરઃ- આજનો દિવસ કરિયરની દ્રષ્ટિએ સામાન્ય રહેશે.

લવઃ- સંબંધોની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવાની સમસ્યા રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

--------------------------

મીનઃ- TWO OF SWORDS

કોઈની વાતોમાં ન આવો, કોઈ બીજાની વાત પર સમજી-વિચારીને જ ભરોસો કરો નહીં તો દગો થઈ શકે છે. તમારા કામમાં ફોકસ રાખો અને તમારું કામ ઈમાનદારીથી કરતાં રહો, તમારે કોઈ વાતથી વિચલિત થવાની જરૂર નથી. પરિસ્થિતિનો સમયની સાથે હલ મળી જશે.

કરિયરઃ- ઓફિસમાં આજે તમારા કામ પર ફોકસ રાખો. કોઈની વાતોથી પ્રભાવિત ન થશો.

લવઃ- પ્રિયજનોની સાથે કોઈ વાતેને લઈને અનબનાવ થઈ શકે જેને લીધે સંબંધોમાં કડવાશ આવી શકે.

સ્વાસ્થ્યઃ- કોઈપણ લક્ષણની અનદેખી ન કરો નહીં તો તે ભવિષ્યમાં પરેશાનીનું કારણ બની શકે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7