ટેરો રાશિફળ:ACE OF WANDS કાર્ડ પ્રમાણે તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

27 નવેમ્બર, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SIX OF SWORDS

જે પ્રકારની પરિસ્થિતિમાં તમે અટવાયેલાં અનુભવ કરી રહ્યા છો તેને લગતો માર્ગ તમને જલ્દી પ્રાપ્ત થશે. રૂપિયાના કારણે કોઈ વાત આગળ વધી નથી રહી તો આ વાતને હાલ છોડીને અન્ય વાતો ઉપર ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- કામને લગતી મોટી જવાબદારીને અંજામ સુધી પહોંચાડવા માટે તમારે લોકોની મદદ લેવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પરિવાર અને પાર્ટનર સાથે સમય વિતાવવાની કોશિશ કરો

સ્વાસ્થ્યઃ- બાળકોનું સ્વાસ્થ્ય અચાનક ખરાબ થવાના કારણે તમે ચિંતિત રહેશો.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 9

------------------------------------

વૃષભઃ- ACE OF CUPS

મનમાં રહેલી નકારાત્મકતા અને અપમાનનો વહેમ દૂર થવાના કાણે તમને પ્રસન્નતા અને માનસિક સમાધાન પ્રાપ્ત થશે. કોઈપણ કાર્યને આગળ કઈ રીતે વધારવાનું છે તે વાત સ્પષ્ટ થવાના કારણે તમે તે દિશામાં કોશિશ કરવા લાગશો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી બધી જવાબદારીઓ અંગે હાલ વિચાર કરશો નહીં

લવઃ- ભવિષ્યને લગતી વાતોની ચર્ચા કરવાના કારણે તમને નકારાત્મક અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- શુગરને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

------------------------------------

મિથુનઃ- TWO OF CUPS

સ્વાસ્થ્યને લગતી જે વાતોમાં ફેરફાર તમને જોવા મળ્યો હતો, તેને જાળવી રાખવાની જરૂરિયાત રહેશે. માત્ર ખાનપાન દ્વારા જ તમે તમારી જીવનશૈલી અને સ્વાસ્થ્યને બદલી શકો છો.

કરિયરઃ- જે લોકો મેડિકલ ક્ષેત્રમાં કરિયર બનાવવા ઇચ્છે છે તેમણે વધારે જાણકારી પ્રાપ્ત કરવી પડશે.

લવઃ- એકબીજા સાથે વિવાદો દૂર કરવાની કોશિશ કરો

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

------------------------------------

કર્કઃ- EIGHT OF SWORDS

લોકોની તમારા પ્રત્યે રાખેલી અપેક્ષાઓના કારણે તમને બંધન અનુભવ થશે. તમે જીવનશૈલીને તમારી મરજી પ્રમાણે બદલતી સમયે લોકોની અપેક્ષા અંગે ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- કામને લગતો મોટો અવસર તમને જલ્દી જ મળશે.

લવઃ- રિલેશનશિપમાં અચાનક મોટો મહત્ત્વપૂર્ણ ફેરફાર જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

------------------------------------

સિંહઃ- EIGHT OF CUPS

કોઈપણ કામને ધીમે-ધીમે આગળ વધારવાની કોશિશ કરો. ઉતાવળમાં લીધેલો મોટો ભવિષ્યમાં તમારા માટે તકલીફ દાયક રહી શકે છે. પરિસ્થિતિ સાથે સમજોતો કરવો અને જરૂરિયાત પ્રમાણે સ્વભાવમાં ફેરફાર કરવો જરૂરી રહેશે.

કરિયરઃ- મિત્રો સાથે કરેલાં કાર્યના કારણે તમારું નુકસાન થવાની શક્યતા છે.

લવઃ- પાર્ટનરના કારણે થોડું કન્ફ્યૂઝન અનુભવ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે તળેલું ભોજન કરવાનું ટાળો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

------------------------------------

કન્યાઃ- SEVEN OF SWORDS

માત્ર તમારી જ વાતોને મહત્ત્વ આપવાના કારણે જ્યારે પણ લોકો દ્વારા તમારો વિરોધ કરવામાં આવે છે તમે નિરાશ રહેશો. સાથે જ તે વ્યક્તિ પ્રત્યે મનમાં ગુસ્સો પણ રહી શકે છે.

કરિયરઃ- કામને લઈને પ્રાપ્ત થઈ રહેલા યશના કાણે તમારો આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે.

લવઃ- પાર્ટનરની દરેક વાતને નિયંત્રણમાં રાખવાની કોશિશ કરો

સ્વાસ્થ્યઃ- શરીરની નબળાઈ સતત કેમ થઈ રહી છે તે વાતને જાણવાની કોશિશ કરો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

------------------------------------

તુલાઃ- ACE OF WANDS

મહત્ત્વપૂર્ણ કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેશે. કામ પ્રત્યે તમારો વિશ્વાસ વધશે. જેના કારણે નાના રિસ્ક તમારા દ્વારા લેવામાં આવી શકે છે.

કરિયરઃ- જે લોકો વેપાર સાથે જોડાયેલાં છે તેમને શરૂઆતમાં નુકસાન થતું જોવા મળશે.

લવઃ- પાર્ટનરની દરેક વાત ઉપર સવાલ ઉઠાવવો અને શંકા કરવી રિલેશનશિપને તોડી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધી રહેલાં ઇન્ફેક્શનને નિયંત્રણમાં લાવો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 7

------------------------------------

વૃશ્ચિકઃ- PAGE OF WANDS

તમારા દ્વારા કરવામાં આવતા કોઈ કામનો પસ્તાવો તમને અનુભવ થશે, પરંતુ તમારી ભૂલને જાતે સ્વીકાર કરવો તમારા અહંકારને માન્ય રહેશે નહીં. જે લોકો સાથે સંબંધ ખરાબ થયા છે તેમની સાથે સંબંધો સુધારવામાં સમય લાગશે.

કરિયરઃ- યુવાઓને ઓછી ઉંમરે મોટી ઉન્નતિ મળી શકે છે.

લવઃ- રિલેશનશિપને લગતી વાતોમાં સ્થિરતા જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેનની તકલીફ રહેશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1

------------------------------------

ધનઃ- TWO OF PENTACLES

રૂપિયાની આવક અને તમારા ખર્ચમાં તાલમેલ જાળવી રાખવું આજે તમારા માટે ખૂબ જ જરૂરી છે. અન્ય લોકોને આપેલું ધન પાછુ આવવા લાગશે છતાંય રૂપિયાની ચિંતા રહેશે.

કરિયરઃ- કામને લગતો ઉત્સાહ અને રસ ઓછો રહેવાના કારણે તમને આપેલી જવાબદારી તમે યોગ્ય રીતે નિભાવી શકશો નહીં.

લવઃ- પ્રેમ સંબંધોને જરૂરિયાતથી વધારે મહત્ત્વ આપવું તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- વધતા વજનને નિયંત્રણમાં લાવવા માટે શારીરિક કસરતને મહત્ત્વ આપો.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 3

------------------------------------

મકરઃ- SIX OF SWORDS

હાલ પરિસ્થિતિને લગતો કોઇપણ નિર્ણય લેવો તમારા માટે તકલીફ દાયક જ રહેશે. એટલે જે વાતના કારણે ઓછામાં ઓછી તમને અને તમારા પરિવારને તકલીફ થાય એવી વાતોને ધ્યાનમાં રાખીને આગળ વધવું.

કરિયરઃ- કામના કારણે પરિવારથી દૂર રહેવું પડી શકે છે.

લવઃ- પાર્ટનર તમારાથી નિરાશ હોવા છતાં તમારો સાથ આપશે.

સ્વાસ્થ્યઃ- બાળકોને શરદીની તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6

------------------------------------

કુંભઃ- SIX OF WANDS

રાજકીય ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો પોતાના શબ્દોનો યોગ્ય ઉપયોગ કરે. તમને નીચે પાડવાનું ષડયંત્ર તમારા નજીકના લોકો દ્વારા જ રચવામાં આવી શકે છે. પરિવારના લોકોમાં પણ કોણ તમારી સાથે છે અને કોણ તમારા વિરૂદ્ધ વાતો કરે છે આ વાતને જાણવાની જરૂરિયાત છે.

કરિયરઃ- તમારા પ્રયત્નો દ્વારા તમે કામમાં ફેરફાર તો લાવી રહ્યા છો પરંતુ તેના કાણે જે કામમાં સ્થિરતા પ્રાપ્ત થઇ રહી છે.

લવઃ- પાર્ટનરની સમસ્યાઓનું સમાધાન આપવા માટે તમે કોશિશ કરશો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો થઇ શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 5

------------------------------------

મીનઃ- WHEEL OF FORTUNE

આજે તમારા દ્વારા કરવામાં આવેલાં દરેક કામમાં પ્રગતિ જોવા મળશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધી શકે છે પરંતુ તમારા લોકો પ્રત્યે વ્યવહાર બદલાઇ શકે છે. બધા સાથે હળી-મળીને આગળ વધવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- વૈદ્યકીય ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો પોતાના ક્ષેત્રમાં સન્માન મેળવી શકે છે.

લવઃ- પાર્ટનરની નકારાત્મક વાતો જાણવા છતાંય તમે તેને અપનાવશો.

સ્વાસ્થ્યઃ- પીઠના દુખાવાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 1