ટેરો રાશિફળ / શુક્રવારે વૃશ્ચિક જાતકો માટે દિવસ શુભ રહેશે, મીન રાશિના લોકો નવા કામ શરૂ કરી શકશે

daily Tarot predictions of 27 March 2020, Shila M Bajaj
X
daily Tarot predictions of 27 March 2020, Shila M Bajaj

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 03:00 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ શુક્રવાર, 27 માર્ચના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- Ace of Swords
કામમાં મન નહીં લાગે, રજા ભોગવવા માટે આજે પ્લાન બનાવી શકો છો, ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ બનાવી શકો છો. જૂનું કરેલું રોકાણ આજે લાભ આપી શકે છે. એટલું જ કામ કરો જેટલી જરૂરિયાત હોય, તેનાથી વધુ તમારું સ્વાસ્થ્ય અને અંગત જીવન બંને નકારાત્મક અસર કરેશે. સંબંધોમાં તમારા જીવનમાં અનેક ખુશીઓ છે જેને યાદ કરો.

કરિયરઃ- ઓફિસમાં તમારી મહેનતને બેકાર ન જવા દો. સમજી-વિચારીને કામ કરો અને પોતાનો હક માંગવામાં પાછી-પાની ન કરો.
લવઃ- કોઈ સંબંધી કે પ્રિયજન ઉપર તમે એટલા ન્યોછાવર ન થઈ જાઓ કે તેઓ તમારું મહત્વ જ ભૂલી જાય. તમારા આત્મસન્માનને ટકાવી રાખીને જ કોઈ સંબંધ નિભાવો.
સ્વાસ્થ્યઃ- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે થોડો સમય નિયમિત રીતે જરૂર ફાળવો. મોસમને લીધે આજે પરેશાન થવું પડશે.

---------------------------

વૃષભઃ- The Star
સંબંધોના મામલે આજે ભાગ્ય સાથ આપશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કેટલીક વાતોને લઈને મનમાં પરેશાની પેદા થઈ શકે છે. ધીરજ રાખો અને મૂડ સ્વિંગ ન થવા દો. આજે કોઈપણ વાત સમજીવિચારીને જ બોલો જેથી તમારી વાતને અજાણતાં કોઈને ખોટી ન લાગે. કામકાજમાં વધારો થઈ શકે, પરંતુ કોઈપણ નિર્ણયને લઈને અડગ ન રહો.

કરિયરઃ- ઓફિસમાં પોતાની ક્ષમતા ઉપર શંકા ન કરો. તમારામાં કોઈ ખોટ નથી. બોસ કે કલિગ્ઝ ટિકા કરે તો દિલમાં ન લેશો. સારા સમયની રાહ જુઓ.
લવઃ- સંબંધોમાં ઊંજાણ માટે પારદર્શિતાની જરૂર છે. પોતાની ભાવનાઓને ખુલીને વ્યક્ત કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પીઠદર્દ અને સાંધાનો દુઃખાવાથી પીડિત હોવ તો આજે વધુ પરેશાન થઈ શકો.

---------------------------

મિથુનઃ- Justice
દિવસ ફળદાયક સાબિત થઈ શકે છે. જીવનમાં ઉન્નતિની નવી તકો પ્રાપ્ત થશે. તેને અપનાવાવમાં ખચકાશો નહીં. પોતાની યોગ્યતા ઉપર શંકા ન કરો. તમારામાં પણ એ ગુણ છે તો જે સફળ થવા માટે જોઈએ. પોતાના ઉપર ભરોસો રાખો. વડીલોની સલાહને નજરઅંદાજ ન કરો, પરંતુ પોતાના નિર્ણય પણ ભરોસો રાખો. આજુબાજુની નકારાત્મક ઊર્જાથી પ્રભાવિત ન થશો, તેને દૂર કરવા માટે ઘરમાં કર્પૂર સળગાવો.

કરિયરઃ- ઓફિસમાં તમારી પાસે બધા સંસાધન આસાનીથી મળી રહે છે, માત્ર પોતાના આત્મવિશ્વાસ ખોટ ન આવવા દેશો. નકારાત્મકતા તમારા કામને બહાર નથી આવવા દેતી તેને જૂર કરો.
લવઃ- કોઈની પર હંમેશા નિર્ભર રહેવાથી સંબંધોમાં ક્યારેય પણ તણાવ પેદા ઓથઈ શકે છે. તમારી અંદર કોઈ વાતની ખોટ નથી. પોતાની માટે પણ સમય કાઢો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. કોઈ રોગથી પરેશાન હોવ તો તેનાથી છુટકારો મેળવવા માટે તણાવ ઓછો કરો. ડોક્ટરને મળો.

---------------------------

કર્કઃ- Two of Swords
આજનો દિવસ સારો રહેશે. સામાજિક મેળમિલાપમાં દિવસ વિતશે. વ્યવસાયમાં નવીતકો મળશે. આત્મવિસ્વાસની ખોટ ન આવવા દો.વડીલોની સલાહ જરૂર લો કોઈ નિર્ણય લેતા પહેલાં. ઉન્નતિ અને પ્રગતિના યોગ છે. આજે ધનલાભની તકો મળશે.

કરિયરઃ- ઓફિસમાં આજે નવી તકો મળશે. ઉન્નતિ અને પ્રગતિના યોગ છે. બોસ પ્રશંશા કરશે. નોકરીની શોધમાં હોવ તો આજે સફળતા જરૂર મળશે.
લવઃ- પ્રિયજનોની સાથે સરો સમય વિતાવવાની તક મળશે. આજે કોઈ સામાજિક મિલાપમાં નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જે આગળ વધીને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે, સ્વાસ્થ્યમાં સુધારો થસે. જો કોઈ રોગથી પરેશાન હોવ તો તેની માટે અલ્ટરનેટિવ થેરાપીથી લાભ મળશે.

---------------------------

સિંહઃ- The Moon
આજે કામમાં મનમાં નહીં લાગે. તમારો મૂડ સ્વિંગ થાય તો કંટ્રોલમાં રાખો નહીં તો હાથમાં આવેલી તકો ખોઈ નાખશો. જો કોઈ નિર્ણયની રાહ જોઈ રહ્યા હોવ તો બની શકે કે તેમાં મોડું થઈ શકે, ઉતાવળ ન કરો, દરેક કામ પોતાની ગતિથી પોતાના સમયથી જ પૂરું થશે. કામના ક્ષેત્રમાં કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે. ધૈર્ય અને સહનશીલતાનો આ સમય લાભદાયી છે.

કરિયરઃ- કોઈપણ કામની ઉતાવળ ન કરો. જે કામ જ્યારે પૂરું થવાનું હશે ત્યારે તે પૂરું થશે, તેની માટે પ્રયાસરત રહો.
લવઃ- તમારા એક ખરાબ અનુભવને લીધે તમારા બધા સંબંધો ઉપર શંકા ન કરો. અનુભવોથી શીખ લો અને વર્તમાનમાં સુખદ બનાવવા પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સમાન્ય રહેશે. જો કોઈ રોગ સામે ઝઝૂમી રહ્યા હોવ તો તેનાથી છુટકારો મેળવવા મેળવવા માટે થોડો વધુ સમય લાગશે.

---------------------------

કન્યાઃ- Six of Pentacles
મનમાં અસંતોષની ભાવના રહેશે. મિત્રો સાથે મળવાનો મોકો મળશે તેમ છતાં મનમાં એક ખાલીપણુ મહેસૂસ થઈ શકે. આજે કંઈક નવું જરૂર કરો. થોડો સમય મેડિટેશનમાં વિતારો, તેનાથી તમારા મનને શાંતિ મળશે અને અધ્યાત્મિક પ્રગતિ માટે એક સારું પગલું છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે, નહીં તો ભવિષ્યમાં પરેશાની આવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડી મહેનતની જરૂર છે.

કરિયરઃ- પોતાનું લક્ષ્યને મેળવવા માટે થોડી વધુ મહેનત કરવાની જરૂર છે. પોતાના વિચારોમાં સ્થિરતા લાવવા પ્રયાસ કરો.
લવઃ- આજે પરિવારની સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો, પરંતુ ધ્યાન રાખો કે તે તમારા કામ પર કોઈ અસર ન કરે.
સ્વાસ્થ્યઃ- જો કોઈ રોગથી ગ્રસિત હોવ તો તેની માટે મહેનત કરો જરૂર મટી જશે.

---------------------------

તુલાઃ- The Devil
તમને એવો કોઈ નિર્ણય લેવો પડી શકે છે જેને તમે થોડા સમયથી ટાળી રહ્યા હતાં. જેટલા જલતી આ વિષયને ઉકેલી લેશો, એટલી જ સહજતાથી તેનું સમાધાન આવી જસે. વાસ્તવિકતાથી આઁખો ફેરી લેવાથી કોઈ લાભ નહીં થાય. કોઈપણ સ્થિતને આવતાં પહેલાં તેના વિશે વિચારો અને નિર્ણય લેતી વખતે ગિલ્ટી ન કરો. ક્યારેક એક સારા ભવિષ્ય માટે નિર્ભયતાની પગલું ઊઠાવવું જોઈએ.

કરિયરઃ- ઓફિસમાં તમારા કામની સરાહના થશે. જો તમે પોતાની નોકરીમાં બંધાયેલાં મહેસૂસ કરી રહ્યા હોવ તો આ યોગ્ય સમય છે તેની માટે પ્રયાસ કરવા માટે.
લવઃ- સંબંધોમાં ફેરફાર આવી રહ્યા છે, તેની સાથે જ ઢળવાનો પ્રયાસ કરો નહીં તો સંબંધોમાં અંતર વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આજે કોઈપણ સ્વાસ્થ્ય સંબંધી લક્ષણોને અનદેખી ન કરો. શરીરની સાથે મન અને મસ્તિષ્કને સારું રાખો.

---------------------------

વૃશ્ચિકઃ- The Hanged Man
તમારો આજનો દિવસ શુભાશુભ ફળદાયક રહેશે. જૂના બગડેલાં સંબંધોમાં સુધારો થશે. નવા સંબંધોની શરૂઆત થવાની તક છે. કોઈ નવા રોમાન્ટિક સંબંધો શરૂઆત હોઈ શકે જેને લીધે મનમાં ખુશી ચાલતી રહેશે. કામકાજને લઈને થોડું ફોકસ વધારવાની જરૂર છે. ધૈર્ય અને કુશળતાનો પ્રયોગ કરો.

કરિયરઃ- ઓફિસમાં આજે દિવસ સારો રહેશે. બોસની પ્રશંશા મળશે. ઝડપથી ઉન્નતિ થશે. જો નોકરી શોધી રહ્યા હોવ તો આજે સફળતા મળી શકે.
લવઃ- પ્રિયજનોની સાથે આજે સારો સમય વિતાવવાની તક મળશે. લગ્નની વાત આગળ વધશે. પરિવાજનોનો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે. જૂના રોગથી છુટકારો મળશે.

---------------------------

ધનઃ- Six of Wands
આજે થોડો સમય પોતાની માટે ફાળવો અને પોતાના આવનારા જીવનના લક્ષ્ય નિર્ધારિત કરો. દૈવિય કૃપાથી તમને ઘણું મળશે. પોતાના કૈશલ્યથી બીજાનું માર્ગદર્શન કરો, બીજાના જીવનમાં હકારાત્મકત ફેરફાર લાવવાની તમારામાં આવડત છે.

કરિયરઃ- આજે કામમાં મન નહીં લાગે. કામમાં ફોકસ રાખો. એ જ કામ કરો જેમાં તમારું મન લાગે.
લવઃ- પરિજનોની સાથે ફરવા જવાની તક મળશે.
સ્વાસ્થ્યઃ- રેકી, હીલિંગ, ચક્ર હીલિંગ થેરાપીની મદદથી રોગો દૂર કરો.

---------------------------

મકરઃ- Ten of Cups
ઓળખાણ વધશે જે તમારી માટે લાભદાયી રહેશે. આજે તમારી ઊર્જા સક્રિય રહેશે જેના લીધે કામ ઝડપથી પૂરું થસે. આજે ઓફિસમાં ફેરફારની તક મળશે જેનાથી ઘબરાશો નહીં, તકોનો પૂરો લાભ ઊઠાવો.

કરિયરઃ- ઓફિસમાં બોસ તમારી પ્રશંશા કરશે.
લવઃ- પ્રિયજનની સાથે સારો સમય વિતશે.
સ્વાસ્થ્યઃ- રોગો દૂર કરવા માટે કરેલી મહેનત કામે લાગશે.

---------------------------

કુંભઃ- King of Swords
આજના દિવસે કરવા માટે ઘણું છે જેના લીધે તણાવ રહેશે અને કામમાં મન નહીં લાગે. તમારી પ્રાથમિકતાઓને સમજીને કામ કરશો તો સારું રહેશે. આજ કામમાં ફોકસ રાખવું જરૂરી છે નહીં તો મન આમતેમ ભટકી શકે છે.

કરિયરઃ- આજે કામનો ભાર વધુ રહેશે.
લવઃ- સંબંધોમાં ચાલતી પરેશાનીનો ઉકેલ આવશે.
સ્વાસ્થ્યઃ- નકામી ચિંતાઓ અને તણાવને લીધે સ્વાસ્થ્ય ખરાબ થશે.

---------------------------

મીનઃ- The Emperor
આજનો દિવસ સારો રહેશે. નવા કામ શરૂ કરવા આજે સમય સારો છે. સ્થિતિ અનૂકૂળ છે પરંતુ લાપરવાહી નુકસાન પહોંચાડી શકે. દાન કરવું જોઈએ પણ જેને જરૂરી હોય તેને જ કરો. તમારી સલાહ ઘણા લોકોને કામ આવશે.

કરિયરઃ- બોસ તમારા કામથી ખુશ થશે અને તમારી સલાહની પ્રશંશા કરશે.
લવઃ- આજે પરિવારની શાંતિ માટે કંઈક દાન કરો.
સ્વાસ્થ્યઃ- સારી દિનચર્યા રાખો નહીં તો રોગો થઈ શકે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી