તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:રવિવારનો દિવસ મીન જાતકોને માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે, આ લોકોને પાર્ટનરશિપની ઓફર મળશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

27 જૂન, રવિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE MAGICIANS

આજે તમને અનેક મામલે ભાગ્યનો સાથ મળી શકે છે. થોડાં લોકો તમને તમારી સફળતાનો શ્રેય પણ આપશે અને તમારી કાર્યશૈલીને પસંદ પણ કરશે. કોઇ ઈનામ પણમળી શકે છે. આજે તમે અન્ય લોકોને તેમના કરિયરમાં મદદ પણ કરી શકો છો.

કરિયરઃ- કામ પર કોઈ નવા વ્યક્તિ સાથે મુલાકાત થાય જે ભવિષ્યમાં સફળ થવામાં મદદ કરશે.

લવઃ- તમારા પાર્ટનર અને પરિવારની સાતે એક ટ્રિપ પ્લાન કરો જેથી આજે તમે તેમને સારી રીતે સમજી શકો.

સ્વાસ્થ્યઃ- તમે તણાવગ્રસ્ત રહેશો. મેડિટેશન અને એક્સરસાઈઝ પર ધ્યાન આપો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

--------------------------

વૃષભઃ- THE MOON

આજે તમારે થોડો લોકોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. કોઇ મામલે તમને મુંજવણ થશે. જેનો ઉકેલ લાવવામાં આખો દિવસ પસાર થશે. તમારે આ દરમિયાનથોડાં લોકોથી સાવધાન રહેવું પડશે.

કરિયરઃ- તમારા પાર્ટનરને કોઇ ગેરસમજ ઊભી થઇ શકે છે.

લવઃ- તમારા પ્રેમી સાથે યાત્રાની યોજના બનાવો.

સ્વાસ્થ્યઃ- ઘૂટણની સમસ્યા થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

--------------------------

મિથુનઃ- THE CHARIOT

આજે નક્ષત્રોનો સાથ ઓછો મળશે. થોડાં મામલે તમને નિરાશા મળી શકે છે. તમારે અન્ય કાર્યોને સાઇડ લાઇન કરીને તમારા મૂળ કામ ઉપર ફોકસ કરવું જોઇએ. આજેકોઇ મામલે તમારે પાછળ રહેવું નહીં.

કરિયરઃ- આજે તમારે વધારે મહેનત કરવી પડશે.

લવઃ- તમારા સાથી સાથે કોઇ ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી-ઉધરસની અસર થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

--------------------------

કર્કઃ- STRENGTH

આજનો દિવસે કોઈ વાતને લીધે તણાવ રહેશે. બીજાની વાતોથી એટલા પ્રભાવિત ન થશો કે તમારા નિર્ણયો ખોટા લાગે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો. તણાવ માટે કોઈ એક્સપર્ટ કે કાઉન્સેલરને જરૂર મળો. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હંસમુખ મિજાજથી બધી પરેશાનીઓ ઝડપથી હલ થઈ જશે. માંગવાથી આસાનીથી મદદ મળી જશે.

કરિયરઃ- ઓફિસમાં આજે બોસ કે સહકર્મિઓની વાતોથી વધુ પ્રભાવિત ન થશો નહીં તો તેનાથી તમારી કાર્યકુશળતામાં ખોટ આવી શકે છે જેનાથી તમારું નુકસાન થઈ શકે છે.

લવઃ- સંબંધોમાં તમારા આત્મસન્માન સાથે કોઈ સમજૂતી ન કરો. કોઈની વાતોમાં આવીને નિર્ણય ન કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જો ટેસ્ટ રિપોર્ટ અનુકૂળ ન હોય તો કોઈ બીજા ડોક્ટર પાસે એકવાર જરૂર સલાહ લો.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

--------------------------

સિંહઃ- THE HERMIT

આજનો દિવસ તમારા માટે ધૈર્ય અને શાંતિની સાથે કામ કરવાનો છે. કેટલાક મામલાઓમાં તમને ખોટી જાણકારી મળી શકે કે કોઈ વાતને સમજવામાં તમને કે તમારી સાથે જોડાયેલાં લોકોને ભૂલ થઈ શકે. તેને લીધે તણાવ પેદા થઈ શકે. આજે બધું શાંતિથી હેન્ડલ કરવું.

કરિયરઃ- તમારી ટીમની સાથે કોઈ ગલતફેમી થઈ શકે તો શાંત રહો તો બધુ સારું થતું જશે.

લવઃ- આજે તમારા સાથી તમારા ભવિષ્યને પ્રભાવિત કરશે. સારું રહેશે. કે કોઈ સાથીની પસંદગી સમજદારીથી કરો.

સ્વાસ્થ્યઃ- દાંતનો દુખાવો તમારો મૂડ બગાડી શકે.

શુભ રંગઃ- ગ્રીન

શુભ અંકઃ- 3

--------------------------

કન્યાઃ- WHEEL OF FORTUNE

આજે મહત્વના નિર્ણયો લેવા માટે સારો સમય નથી જે તમારા રહેવાની સ્થિતિ કે જીવનની પરિસ્થિતિઓને અસર કરે. આજે કેટલાક મામલાઓથી બચીને રહેવાની જરૂર છે.

કરિયરઃ- ઓફિસમાં બીજા તમારા વિચારો અને અધિકારોને પડકાર આપી શકે છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ કે અધિકારી તમારા વિચારોનો વિરોધ કરી શકે.

લવઃ- જૂના સંપર્કોને ફરી જીવિત કરી શકો છો. કેટલાક જૂના લોકો સાથે મુલાકાત તમને ઘણી શાંતિ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- હેલ્થ સારું રહેશે. તમને માનસિક તણાવ રહી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

--------------------------

તુલાઃ- TWO OF WANDS

આજનો દિવસ તમારા માટે અનુકૂળ પરિસ્થિતિવાળો રહેશે. આજનો દિવસ તમે બેકાર જવા દો નહીં. આજની પરિસ્થિતિઓનો સંપૂર્ણ લાભ લો. કરિયરના મામલે આજે તમને અપ્રત્યાશિત સફળતા મળી શકશે.

કરિયરઃ- આજે તમે કોઇ નવી ડીલ સાઇન કરી શકો છો.

લવઃ- તમારામાં ભાવનાત્મક બંધન મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ- ભારે કામમાં સાવધાની રાખો.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 2

--------------------------

વૃશ્ચિકઃ- THREE OF WANDS

આજનો દિવસ તમારા માટે કંઈક નવું આને સારું કરવાનો છે. તમને બીજા લોકોની સાથે મળીને કામ કરવામાં આનંદ આવશે. સામૂહિક સફળતા તમને આગળ વધવા પ્રેરિત કરશે. કેટલાક લોકો તમારી લીડરશીપમાં સારું કામ કરી શકે, તમારા આઈડિયા સ્વીકાર થશે. ક્રિયેટિવ કામ સાથે જોડાયેલાં લોકોને આ સમયે વિશેષ સફળતા મળી શકે.

કરિયરઃ- આજે કોઈ ટીમમાં સર્વશ્રેષ્ઠ કામ કરો છો. તમારા વિચારોને બધા આસાનીથી સ્વીકારી લેશે.

લવઃ- સંબંધોના મામલે તમારે કેટલીક વસ્તુઓ સ્પષ્ટ સમજવી પડશે, જો તમે કોઈના પ્રેમમાં છો, તો તમને પણ પ્રેમ મળવો જોઈએ.

સ્વાસ્થ્યઃ- બીમારીઓ માટે પ્રાકૃતિક ચિકિત્સા અને આયુર્વેદ અપનાવો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

--------------------------

ધનઃ- FOUR OF WANDS

આજનો દિવસ તમારા માટે અનુકૂળ પરિસ્થિતિવાળો રહેશે. આજનો દિવસ તમે બેકાર જવા દો નહીં. આજની પરિસ્થિતિઓનો સંપૂર્ણ લાભ લો. કરિયરના મામલે આજે તમને અપ્રત્યાશિત સફળતા મળી શકશે.

કરિયરઃ- આજે તમે કોઇ નવી ડીલ સાઇન કરી શકો છો.

લવઃ- તમારામાં ભાવનાત્મક બંધન મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ- ભારે કામમાં સાવધાની રાખો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

--------------------------

મકરઃ- FIVE OF WANDS

આજે તમારા નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. તમને તમારા કામને સારું કરવા માટે લોકોની સલાહ અને સહાયતા બંને મળશે. કેટલાક લોકો તમારી વાતચીતની રીત પસંદ આવશે. લોકોની મદદ માટે તૈયાર રહો. ખાન-પાનમાં વિશેષ કાળજી રાખો.

કરિયરઃ- આજે તમારી ટીમને સારી બનાવવામાં મદદ કરો. કોઈ તમારી કમ્યુનિકેશન સ્કિલ્સને પસંદ કરે છે કારણ કે તમે ખૂબ જ પારદર્શી છો.

લવઃ- તમારા સાથી ઇચ્છે છે કે તમે તેમને વધુ પ્રેમ આપો. તેઓ તમારા પ્રેમથી ખુશ રહેશે.

સ્વાસ્થ્યઃ- આજે સારા સ્વાસ્થ્ય માટે ડાયટ ચાર્ટનું પ્લાન કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

--------------------------

કુંભઃ- THE EMPEROR

આજે તમને તમારા ભવિષ્યને લઇને ગંભીરતાથી વિચાર કરવો જોઇએ. પરિસ્થિતિમાં ઝડપથી બદલાવ આવી શકે છે અથવા તમે તમારી આસપાસની વસ્તુઓમાં ખૂબ જ પરિવર્તન અનુભવ કરી શકો છો.

કરિયરઃ- તમે કરિયરમાં બદલાવ ઉપર વિચાર કરી શકો છો.

લવઃ- તમારો પ્રેમી તમારી પાસેથી ઘણું શીખી રહ્યો છે.

સ્વાસ્થ્યઃ- મોઢાની કોઇ સમસ્યા તમારો દિવસ ખરાબ કરી શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 3

--------------------------

મીનઃ- THE HIEROPHANT

આજનો દિવસ હળી-મળીને કામ કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. તમને પાર્ટનરશિપ માટે ઓફર મળી શકે છે. કોઇપણ પરિસ્થિતિમાં તમારા પરિજનો અથવાપ્રિયજનોની અદેખી કરશો નહીં.

કરિયરઃ- નવા બિઝનેસને લઇને તમે ખૂબ જ ઉત્સાહી રહેશો.

લવઃ- તમારા સાથીને પ્રેમ અને દેખરેખ આપો.

સ્વાસ્થ્યઃ- હેલ્ધી ભોજન કરો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7