ટેરો રાશિફળ:બુધવારે ACE OF WANDS કાર્ડ પ્રમાણે કર્ક જાતકોએ એકાગ્રતા અને સંયમ સાથે કામ કરવાની જરૂર રહેશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

27 જુલાઈ, બુધવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- EIGHT OF CUPS

પરિવારના લોકો સાથે સમય વિતાવવાની તક મળશે, જેના કારણે મનમાં રહેલી નિરાશા દૂર થશે. તમારા દ્વારા પ્રાપ્ત થયેલી મદદના કારણે કોઈ વ્યક્તિને આગળ વધવામાં સફળતા મળશે.

કરિયરઃ- કરિયરને લઇને બનાવેલી યોજના ઉપર અમલ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે.

લવઃ- લવ રિલેશનશિપને લગતી પોઝિટિવિટી વધશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ વિટામિન્સની ખોટના કારણે ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

------------------------------

વૃષભઃ- QUEEN OF WANDS

પરિવારના દરેક વ્યક્તિની ઇચ્છા પૂર્ણ કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. કામની જગ્યાએ પોતાનું એક ખાસ સ્થાન નિર્માણ કરવા માટે તમે જે કોશિશ કરી હતી તે તરત ફળ આપી શકશે નહીં.

કરિયરઃ- તમારા કામને લગતો રસ વધશે અને લક્ષ્ય સ્પષ્ટ થવાના કારણે તમારી મહેનત પણ વધશે.

લવઃ- રિલેશનશિપને લગતા નિર્ણય લેતી સમયે શરૂઆતમાં દુવિધા અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવાની તકલીફના કારણે આખો દિવસ થાક રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

------------------------------

મિથુનઃ- FIVE OF SWORDS

માનસિક થાક તમને પરેશાન કરી શકે છે. તમારી ભાવનાઓને પોઝિટિવ જાળવી રાખવાની કોશિશ તમારે કરવી પડશે અને સાથે જ તમને જે વાતો અંગે નબળાઈ અનુભવાઈ રહી હતી તેના ઉપર કામ કરવાનું શરૂ કરી દેવું.

કરિયરઃ- કરિયરને લગતી વાતો સિવાય અન્ય વાતો ઉપર વધારે ધ્યાન આપવાના કારણે તમે લક્ષ્યથી ભટકી શકો છો.

લવઃ- રિલેશનશિપને લગતી વાતો સમય સાથે ઉકેલાઇ જશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફ ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

------------------------------

કર્કઃ- ACE OF WANDS

જે પ્રકારની પોઝિટિવિટી તમે અનુભવવા ઇચ્છતા હતાં તે આ સમયે તમને પ્રાપ્ત થશે. ખૂબ જ ધીમી ગતિએ બાબતો બદલાઇ રહી છે પરંતુ આ ફેરફાર અંગે ધ્યાન રાખવું પડશે. એકાગ્રતા અને સંયમ સાથે કામ કરવું.

કરિયરઃ- તમારા કાર્યક્ષેત્રમાં મોટું નામ કમાવવાની સંધિ તમને જલ્દી જ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- ઇચ્છિત વ્યક્તિ દ્વારા લવ પ્રપોઝલ પ્રાપ્ત થવામાં સમય લાગશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં આવી રહેલાં ફેરફાર ઉપર ધ્યાન આપવું પડશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

------------------------------

સિંહઃ- THE STAR

એક કરતા વધારે વાતો ઉપર ધ્યાન આપવાના કારણે કામની ક્વોલિટી ખરાબ થઈ શકે છે. સાથે જ તમારી કાર્યક્ષમતા પણ ઘટી રહી છે. ઘરમાં અચાનક મહેમાનોની અવર-જવર રહી શકે છે.

કરિયરઃ- વેપારી વર્ગ માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

લવઃ- હાલના સમયમાં પાર્ટનર દ્વારા દરેક પ્રકારનો સાથ પ્રાપ્ત થતો રહેશે.

સ્વાસ્થ્યઃ- યૂરિન ઇન્ફેક્શનની સમસ્યા જટિલ બની શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ રંગઃ- 6

------------------------------

કન્યાઃ- TEN OF CUPS

પરિવારના ખાસ વ્યક્તિ સાથે સમય વિતાવવાના કારણે મનમાં રહેલો તણાવ ખૂબ જ ઘટશે. તમારા પ્રશ્નોનો જવાબ જાતે જ શોધવાની કોશિશ કરો. દરેક બાબતે અન્ય લોકો ઉપર નિર્ભર થવું તમારા વિશ્વાસને તોડી શકે છે.

કરિયરઃ- કામને લગતી સુવ્યવસ્થા જળવાયેલી રહેવાના કારણે કાર્યક્ષેત્ર પ્રત્યે સમાધાન અનુભવ થશે.

લવઃ- પરિવાર સાથે ચર્ચા કરીને જ રિલેશનશિપને લગતો નિર્ણય લેવામાં આવશે.

સ્વાસ્થ્યઃ- શરદી અને ઉધરસની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

------------------------------

તુલાઃ- THE TOWER

તમારી વાતોને સ્પષ્ટ સ્વરૂપથી લોકો સામે ન કહેવાના કારણે બેકારની જવાબદારી તમારે ઉઠાવવી પડી શકે છે. ભાવનાત્મક રીતે આજનો દિવસ તમે નબળાઈ અનુભવ કરી શકો છો.

કરિયરઃ- ક્લાઇન્ટ દ્વારા પ્રાપ્ત થયેલાં ઓર્ડરને સમયે પૂર્ણ કરવો શક્ય રહેશે નહીં.

લવઃ- પાર્ટનર સાથે અચાનક ઊભા થઈ રહેલાં વિવાદના કારણે રિલેશનશિપ પ્રત્યે ચિંતા અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- ગરમ વસ્તુ કે એક્સીડેન્ટના કારણે ઈજા પહોંચી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 8

------------------------------

વૃશ્ચિકઃ- THE SUN

કામને ઉતાવળમાં પૂર્ણ કરવાની કોશિશ તમારું જ નુકસાન કરાવી શકે છે. કોઈપણ નિર્ણય લેતી સમયે ઉતાવળ બિલકુલ ન કરો. અત્યારના સમયમાં તમે પરિસ્થિતિને માત્ર એક પક્ષથી જ સમજી રહ્યા છો.

કરિયરઃ- સ્પર્ધા પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- નવા રિલેશનશિપની શરૂઆત જલ્દી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે મીઠું કે તળેલું ભોજન ખાવાનું ટાળો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 7

------------------------------

ધનઃ- THE HIEROPHANT

કોઈપણ કામને કરતી સમયે નિયમ અને કાયદા પ્રમાણે જ આગળ વધારવું તમારા માટે જરૂરી રહેશે. તમારી અંદર ઊભી થઈ રહેલી સંયમની ખોટ તમને કોઈ મોટી ભૂલ કરાવી શકે છે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણને લગતો નિર્ણય તમે જલ્દી જ લઈ શકો છો.

લવઃ- રિલેશનશિપ સ્થિર અનુભવ થવાના કારણે લગ્ન અંગે વિચાર તમે કરી શકો છો.

સ્વાસ્થ્યઃ- ખભામાં દુખાવો અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

------------------------------

મકરઃ- KNIGHT OF CUPS

તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય ઉપર ધીમે-ધીમે અમલ કરવાની કોશિશ કરશો. અત્યાર સુધી સંપૂર્ણ રીતે જાણકારી પ્રાપ્ત થઈ નથી જેના કારણે તમે વિશ્વાસની ખોટ અનુભવ કરી શકો છો.

કરિયરઃ- કરિયરને લગતા નિર્ણયને અન્ય લોકોને સમજાવવા મુશ્કેલ લાગશે.

લવઃ- જે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ અનુભવ થઈ રહ્યું છે તેને યોગ્ય રીતે સમજવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- ડિહાઇટ્રેશનના કારણે સ્વાસ્થ્યને લગતી તકલીફ વધશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

------------------------------

કુંભઃ- SEVEN OF SWORDS

કિંમતી વસ્તુને સંભાળીને રાખવાની જરૂર છે. ખોવાયેલી કે ચોરી થઈ જવાની શક્યતા છે. યાત્રા કરતી સમયે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. જીવનમાં કોઈપણ પ્રકારની પરેશાની અનુભવ થાય તો તેને ઇગ્નોર ન કરો.

કરિયરઃ- કળા અને લેખન ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને મોટો કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનર પ્રત્યે તમારી જે જવાબદારી બને છે તેને યોગ્ય રીતે સમજવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો ખૂબ જ વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

------------------------------

મીનઃ- KING OF CUPS

પ્રતિષ્ઠિત વ્યક્તિ અને તમારા કાર્યક્ષેત્રને લઇને ઉચ્ચ પદ પ્રાપ્ત થયેલાં લોકો સાથે તમારો પરિચય વધી શકે છે. યોગ્ય લોકોના પરિચયમાં આવવાના કારણે તમે પોતાની અંદર પણ પોઝિટિવ ફેરફાર લાવવાની કોશિશ કરતા રહેશો.

કરિયરઃ- કામની જગ્યાએ થોડા ફેરફાર લાવવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનરનો વ્યવહાર તમારા માટે કેવો છે તેનું ઝીંણવટથી અવલોકન કરવું પડશે.

સ્વાસ્થ્યઃ- અપચાને લગતી સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1