ટેરો રાશિફળ:ગુરુવારે THE SUN કાર્ડ પ્રમાણે મીન રાશિના લોકો તેમના ચંચળ સ્વભાવથી લોકો સાથે જલ્દી હળીમળી જશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 26 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE CHARIOT

કામ સાથે જોડાયેલી યાત્રામાં સફળતા મળશે પરંતુ યાત્રા સમયે તમારે તમારા દસ્તાવેજ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પતિ-પત્ની વચ્ચે વિવાદોના કારણે ઘર સાથે જોડાયેલ કોઇપણ નિર્ણય સુધી પહોંચવું આજે મુશ્કેલ રહેશે.

કરિયરઃ- કામને આપેલાં સમયે પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- લગ્નજીવનમાં તણાવ હોવા છતાં રિલેશનશિપ ઉપર અસર પડશે નહીં.

સ્વાસ્થ્યઃ- ખંભા અને પીઠની બીમારીને ઇગ્નોર કરશો નહીં.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

-----------------------------

વૃષભઃ- STRENGTH

તમારા સ્વભાવમાં સંયમ અને અનુશાસન બંને લાવવાની જરૂર છે. પરિસ્થિતિ ઉપર કાબૂ કરવાની કોશિશ આજે સફળ રહેશે. મોટાભાગના કામ તમારા મનમાં હશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સાવધાની સાથે સામનો કરો.

લવઃ- તમારા અને પાર્ટનર વચ્ચે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- લોહીની ખામીથી લોહી સાથે જોડાયેલી બીમારીઓના કારણે અસ્વસ્થતા નિર્માણ થશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

-----------------------------

મિથુનઃ- TWO OF PENTACLES

કામ સાથે જોડાયેલી મુંજવણના કારણે દિવસે પરેશાની રહી શકે છે. વિદેશની યાત્રામાં મુશ્કેલી આવી શકે છે. કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી રાખવું આજે થોડું મુશ્કેલ રહેશે.

કરિયરઃ- વિદેશ સાથે જોડાયેલાં વેપારમાં વૃદ્ધિ થશે.

લવઃ- પાર્ટનર્સની વચ્ચે નાની-નાની મુશ્કેલીઓ વધશે.

સ્વાસ્થ્યઃ- મનની અશાંતિ અને અસ્વસ્થતા અનુભવ થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

-----------------------------

કર્કઃ- PAGE OF CUPS

તમને અત્યાર સુધી મળેલી સફળતાથી તમને સમાધાન પ્રાપ્ત થશે. છતાંય કઇંક નવું કરવાની ઇચ્છા તમને બેચેન કરી શકે છે. નવા કામ પ્રત્યે સમય અને મહેનત ધીમે-ધીમે ફળ આપવાનું શરૂ કરશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી નવી યોજનાઓ ઉપર અમલ કરવા માટે યોગ્ય સમય છે.

લવઃ- લવ લાઇફમાં અચાનક ફેરફાર આવશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વિટામિન અને હોર્મોનનું સંતુલન જાળવી રાખવું પડશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5

-----------------------------

સિંહઃ- 5 OF WANDS

પરિવારના સભ્યો સાથે મતભેદ વધી શકે છે. કોઇપણ વાતને પોતાના મન પ્રમાણે કરવા માટે તમે વધારે પ્રયત્ન કરશો. અન્યની મુશ્કેલીઓ ઉકેલવાની કોશિશ તમારું નામ ખરાબ કરી શકે છે.

કરિયરઃ- સહકર્મીઓ સાથે વાદ-વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ- તમારો કોઇ નિર્ણય પાર્ટનરને અસ્વસ્થ બનાવી દેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ઉત્સાહ અને સ્ફૂર્તિ બની રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

-----------------------------

કન્યાઃ- KNIGHT OF SWORDS

કામને ગતિથી કરતી સમયે તમારા કામ પ્રત્યે થોડી ભૂલો ન થાય તે વાતનું ધ્યાન રાખવું પડશે. આજે તમારા ઉત્સાહ અને ગતિ સાથે તમારું નેતૃત્વ કાયમ કરવામાં તમે સફળ રહેશો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી સમસ્યાઓને તમે સરળતાથી માત આપી શકશો.

લવઃ- તમારી થોડી વાતોથી પાર્ટનર નિરાશ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- એક્સીડેન્ટની સંભાવના છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

-----------------------------

તુલાઃ- 4 OF CUPS

જે ઘટનાઓ હાલ ઘટી નથી તે વાતોને વિચારીને તમે સુરક્ષિત અનુભવ કરી શકો છો. ભવિષ્ય સાથે જોડાયેલાં નિર્ણય ભાવના પ્રધાન થઇને ન લેશો. પરિવારનો કોઇ સભ્ય તમારી ઉપર દબાણ કરવાની કોશિશ કરી શકે છે.

કરિયરઃ- તમારા કામને લઇને અસમાધાન અને નિરાશા રહેશે.

લવઃ- પાર્ટનર સાથે મનની વાત ન બોલાવના કારણે થોડી ગેરસમજ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

-----------------------------

વૃશ્ચિકઃ- 3 OF PENTACLES

પરિવાર સાથે જોડાયેલી પ્રોપર્ટી કે ઘરના વિવાદને એકબીજાના તાલમેલથી ઉકેલો. પરિવાર સાથે જોડાયેલી આર્થિક મુંજવણ અને સમસ્યાઓનું સમાધાન મળીને શોધી શકો છો.

કરિયરઃ- કંસ્ટ્રક્શન સાથે જોડાયેલાં કામમાં સરળતાથી પ્રગતિ થશે.

લવઃ- આર્થિક સમસ્યાઓ પાર્ટનર્સ વચ્ચે તણાવ પેદા કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારી જીવનશૈલીમાં ધીમે-ધીમે ફેરફાર આવશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 8

-----------------------------

ધનઃ- 5 OF PENTACLES

તમને ભલે એકલતા અનુભવ થાય, છતાંય તમારા દુઃખમાં તમારો પરિવારના કોઇ એક સભ્ય અથવા મિત્ર પરિવારમાંથી કોઇ સાથ જરૂર આપશે

કરિયરઃ- રૂપિયાના કારણે તમારા કામ અટકશે નહીં.

લવઃ- કઠોર સમયમાં પાર્ટનરનો સાથ તમારા માટે જરૂરી રહેશે.

સ્વાસ્થ્યઃ- છાતિ સાથે જોડાયેલાં વિકાર તકલીફ આપશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

-----------------------------

મકરઃ- THE STAR

જીવનમાં શું યોગ્ય છે, ખોટું શું છે તે તમે તમારા અનુભવ અને વિચારોથી નક્કી કરી શકો છો. તમારા વિચાર કોઇ અન્ય ઉપર થોપવાની કોશિશ કરશો નહીં. પરિવાર સાથે જોડાયેલી જવાબદારીઓ અચાનક વધવાથી તમારો સંયમ અને સંતુલન ગુમાવી શકો છો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી અલગ-અલગ જવાબદારીઓને તમે યોગ્ય રીતે નિભાવી શકશો.

લવઃ- પાર્ટનરની માનસિક જરૂરિયાતોની અદેખાઇ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સંતુલન જાળવી રાખવાની કોશિશ કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

-----------------------------

કુંભઃ- THE MOON

તમારા સ્વભાવમાં આવેલી નિરાશા તમારા પરિવાર માટે ચિંતાનો વિષય રહેશે. કોઇ અન્યને મળેલી સફળતા તમારી અસફળતા નથી અને તમને મળેલી સફળતાને કોઇની સફળતા સાથે તુલના કરવા યોગ્ય નથી.

કરિયરઃ- કળા સાથે જોડાયેલાં લોકો પોતાના કામને અલગ રીતે પ્રસ્તુત કરવાની કોશિશ કરો.

લવઃ- ભૌતિક જવાબદારીઓ સાથે-સાથે તમારા વ્યક્તિગત જીવન ઉપર પણ ધ્યાન આપો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા તમને ચિંતિત કરી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

-----------------------------

મીનઃ- THE SUN

તમારા ચંચળ શબ્દ સ્વભાવના કારણે તમે લોકો સાથે જલ્દી હળીમળી જશો અને આ સ્વભાવ તમને કામ માટે નવા અવસર પ્રાપ્ત કરવા માટે યોગ્ય રહેશે.

કરિયરઃ- નવા કામની શરૂઆત તમે ઉત્સાહ સાથે કરશો.

લવઃ- પાર્ટનર સાથે વિતાવેલો સમય તમને આનંદ આપશે.

સ્વાસ્થ્યઃ- આરોગ્ય ઠીક અને ઉત્સાહી રહેશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3