ગુરૂવારે The Empress કાર્ડ પ્રમાણે મેષ રાશિના જાતકો દુવિધામાં રહેશે, યોગ-મેડિટેશન કરવાં

daily Tarot predictions of 26 March 2020, Shila M Bajaj
X
daily Tarot predictions of 26 March 2020, Shila M Bajaj

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 01:32 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ગરૂવાર, 26 માર્ચના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- The Empress
આજનો દિવસ તમારા માટે દુવિધાઓના કારણે થોડાં નિર્ણય ટળી શકે છે. આજે વિદ્યાર્થીઓએ વધારે મહેતન કરવી પડશે. કોઇ સંબંધને લઇને પરેશાન છો તો તેની સાથે સંબંધિત નિર્ણય ટાળશો નહીં.

કરિયરઃ- જે પરિસ્થિતિથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છો તેનો સામનો કરવો પડશે.
લવઃ- ખુલ્લા મને વાત કરવાનું રાખો.
સ્વાસ્થ્યઃ- મેડિટેશન, યોગ અને પ્રાણાયમ તમારા માટે લાભકારી રહેશે.

------------------------

વૃષભઃ- Strength
જૂના અસ્થિર સંબંધોમાં સુધારો આવશે. નવા સંબંધો શરૂ થવાનો યોગ છે. કોઈ નવા રોમેન્ટિક સંબંધનું આગમન થશે, જેના કારણે મન પ્રફૂલ્લિત થશે. કામ પર થોડું ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તમારા ધૈર્ય અને કુશળતાનો ઉપયોગ કરો, જો કોઈ કાર્ય ચાલતું નથી, તો તેને નવા પરિપ્રેક્ષ્યથી જોવું જરૂરી છે.

કરિયરઃ- બોસ પાસેથી પ્રશંસા મળી શકે છે. ટૂંક સમયમાં બઢતી થશે. નોકરીની શોધમાં રહેલા જાતકોને સફળતા મળશે.
લવ:- લગ્નની વાત આગળ વધશે. પરિવારજનો પાસેથી પૂરતો સહયોગ મળશે. સંબંધોમાં પણ તમારૂં અસ્તિત્વ ટકાવી રાખવા માટે મહેનત કરવી પડશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય આજે સારું રહેશે. જૂના રોગોમાંથી મુક્તિ મળશે.

------------------------

મિથુનઃ- The Lovers
જો તમે તમારા કામથી કંટાળી ગયા છો, તો પછી જે રૂટિન માટે તમને વધુ રુચિ છે તેના માટે થોડો સમય કાઢો, તેનાથી મન અને તાજગી બંને બરોબર રહેશે. નવા લોકોને મળવાની તક મળશે. સોશિયલ નેટવર્કિંગ વધવાથી ધંધામાં પણ ફાયદો થશે અને અંગત સંબંધોમાં નવીનતા વધશે.

કરિયરઃ- તમે ઘણા લાંબા સમયથી પ્રોજેક્ટ ઉપર રામ કરી રહ્યા છો તે પૂર્ણ થવાને આરે છે. થોડો આરામ કરો અને પછી તેના પર નવા ઉત્સાહ સાથે કામ કરો.
લવ:- કુંવારા લોકોને નવા સંબંધો શોધવાની સ્થિતિ તણાવ લાવી શકે છે. સંબંધોમાં મોડૂં થવું તમારા માટે સારું ગણાવી શકાય.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. શરીર પાસેથી એટલું જ કામ લો જેટલી તેની ક્ષમતા હોય. વધુ પડતો વર્કલોડ રોગોને આમંત્રણ આપી શકે છે.

------------------------

કર્કઃ- Nine of Swords
તમારામાં ઘણી ક્ષમતા હોવા છતાં, તમે તમારી કુશળતાનો સંપૂર્ણ ઉપયોગ કરી શકતા નથી, જેના કારણે મનમાં અસંતોષની લાગણી અનુભવાય છે. જો તમારા કેટલાક સપના છે, તો તમારે તે પૂર્ણ કરવા માટે આજે કોઈ પગલું ભરવું જ જોઇએ, પછી ભલે તે નાનું હોય. આ પગલું તમારી ઊર્જાને યોગ્ય દિશા આપશે.

કરિયરઃ- બોસ તમારાથી ખુશ થઈ શકે છે. જો તમારો પોતાનો ધંધો શરૂ કરવા માગતા હો તો આ સમય યોગ્ય છે.
લવ:- તમારી જવાબદારીઓને નિભાવવામાં તમારી જાતને અને તમારી જરૂરિયાતોને ભૂલશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય માટે સતત પ્રયત્નો જરૂરી જણાય.
 
------------------------

સિંહઃ- The Tower
કામમાં તમારું ધ્યાન ખૂબ જ સારું રહે છે, પરંતુ તેને કારણે તમારા પરિવાર અને વ્યક્તિગત જીવનની જવાબદારીઓને અવગણશો નહીં. તેમના ઉપર પણ ધ્યાન આપો. જો તમે કોઈ પરિવારના સભ્ય સાથે વેપાર કરવાનું વિચારતા હોવ તો તે સારું રહેશે. આજે સામાજિક કાર્યક્રમમાં કોઈ એવી વ્યક્તિને મળીશો જે તમારી સાથે સારો સંબંધ જાળવી રાખશે.

કરિયરઃ- આજે તમારું ધ્યાન કામ વ્યસ્ત રહેશે. બોસ અને સહકર્મીઓની પ્રશંસા મળશે. પરંતુ સફળતા માટે ખૂબ પ્રયત્નો કરવા પડશે.
લવ:- આજે પ્રિયજનો સાથે થોડો સમય વિતાવશો. તેમનો પૂર્ણ સહયોગ તમને મળશે. જો તમે બાળકો માટે પ્રયત્ન કરી રહ્યા છો, તો તમને જલ્દીથી સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય આજે સારું રહેશે. કોઈપણ કસરતને નિયમિતપણે અનુસરો. આનાથી સ્વાસ્થ્યમાં સુધારણા થશે અને મનમાં શાંતિ પણ આવશે.
 
------------------------

કન્યાઃ- Seven of Swords
તમારા જીવનમાં ઘણાં સહજ વરદાન છે, તેમને ઓળખવાનો પ્રયત્ન કરો. ફક્ત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરો. નાણાં પ્રાપ્ત કરવાની ઘણી તકો મળશે. વ્યર્થ મુશ્કેલીઓમાં તમારો દિવસ બગડો નહીં. આજે પરિવારમાં સંપત્તિને લઈને કેટલાક વિવાદો થઈ શકે છે, તેમનાથી પ્રભાવિત થવું નહીં અને ધૈર્ય જાળવી રાખવું.

કરિયરઃ- સખત મહેનત કરવાને બદલે સ્માર્ટ વર્ક કરવાનો પ્રયાસ કરો, તમારી મૂલ્ય પ્રતિષ્ઠા ઓછી નહીં થાય.
લવ:- જો પરિવારમાં કોઈ તણાવ ચાલી રહ્યો છે, તો તેના પર વધારે ધ્યાન આપશો નહીં. તેને મોટો મુદ્દો બનવા દેશો નહીં.
સ્વાસ્થ્યઃ- તમારા મનને શાંત રાખો, અશાંત મન એ રોગનું સૌથી મોટું કારણ બેન છે.

------------------------

તુલાઃ- Four of Pentacles
આજે લોકો લોકોને હળવા મળવાનું ચાલુ રહેશે, જેના કારણે કાર્યક્ષેત્ર અને અંગત જીવનમાં આગળ વધવાની તક મળશે. આ બધામાં તમારી જરૂરિયાતો પર ધ્યાન આપવાનું ભૂલશો નહીં. તમે પણ એટલા જ મહત્વપૂર્ણ છો જેટલા બીજા છે. તમારા દિલની વાત સાંભળવાનો પ્રયાસ કરો. જો તમને કોઈ વાત યોગ્ય ન લાગે તો તે સ્વીકારવાની જરૂર નથી.

કરિયરઃ- તમારા પગાર અને તમારી પ્રતિષ્ઠા સાથે સમાધાન ન કરો. નોકરીમાં બઢતી મળશે.
લવ:- આજે કોઈ એવી વ્યક્તિને મળશો જેની સાથે ભવિષ્યમાં સારા સંબંધો બનશે. અવિવાહિત લોકો માટે આજનો દિવસ સારો છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. પેટ સંબંધિત સમસ્યા આવી શકે છે. દિનચર્યા ઉપર ધ્યાન આપો જેથી દિવસ સારો રહેશે.

------------------------

વૃશ્ચિકઃ- Seven of Wands
આજે તમારું ધ્યાન કામમાં નબળું રહેશે, જેતમારા કામ અને વ્યક્તિગત જીવનને અસર કરશે. તમારી કુશળતાને ઓળખો, તેનો ઉપયોગ કરો, તેને વધારો અને તમારી ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં તમારી જાતને કોઈની સાથે સરખાવશો નહીં. તમારી ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો જેનાથી તમારી કુશળતામાં સુધારો થશે.
લવ:- પરિવારમાં કોઈ સભ્ય સાથે મતભેદ થઈ શકે છે. તમે ધૈર્ય રાખો. તમને પ્રિયજનોનો પૂરો સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

------------------------

ધનઃ- Nine of Swords
આજનો દિવસ મુશ્કેલીઓથી ભરેલો હોઈ શકે છે. જો તમે આજે ભવિષ્ય માટે કોઈ આયોજન નહીં કરો તો તમારે પાછળથી ઘણા બધા ફેરફારો કરવા પડશે. આજે જૂની ભૂલોને કારણે મુશ્કેલી ઊભી થઈ શકે છે. તમારા હૃદય પર કોઈ પણ શબ્દ ન લો અથવા તેના કારણે તમારા અહંકારને વધવા દેશો નહીં. અહંકાર તમારા માટે હાનિકારક હોઈ શકે છે. આ ફક્ત તમારા સંબંધોને જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ અસર કરશે.

કરિયરઃ- આજે પરિસ્થિતિ પ્રતિકૂળ હોઈ શકે છે, પરંતુ તમે ધૈર્ય રાખો. પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળવાનો પ્રયાસ કરો.
લવ:- પ્રિયજન સાથે કોઈ બાબતે તણાવ થઈ શકે છે. આજે હઠીલા ન બનો, તમારા પ્રિયજનોના પરિપ્રેક્ષ્યને સમજવાનો પ્રયાસ કરો.
સ્વાસ્થ્યઃ- આજે સ્ફટિક ક્રિસ્ટલ ધારણ કરવાથી લાભ થશે.

------------------------

મકરઃ- Nine of Coins
આજનો દિવસ રસપ્રદ બની રહેશે. ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હલ થશે. તેનાથી સંબંધો અને કાર્યસ્થળોમાં પરિવર્તન થઈ શકે છે. જોકે શરૂઆતમાં તે સારા નહીં પણ હોય, પરંતુ તમારા માટે નવા અને સારા સમયની શરૂઆતનું પ્રતીક હશે. આ પરિવર્તનનું ખુલ્લા મને સ્વાગત કરો.

કરિયરઃ- કામના સ્થળે કોઈપણ સાથે વિરોધાભાસ થઈ શકે છે, પરંતુ કોઈ નુકશાન નહીં થાય. પરિવર્તન માટે માનસિક રીતે તૈયાર રહો.
લવ:- જો તમે સંબંધોમાં તમારું ગૌરવ જાળવવાની ઇચ્છા રાખતા હો, તો ક્યારેય તમારા આત્મસન્માનને નુકસાન ન પહોંચાડો. જો કોઈ આવું કરે તો તેવા સંબંધોમાં રહેવું તમારા માટે યોગ્ય નથી.
સ્વાસ્થ્યઃ- તમારું પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખો. આજે પોતાના માટે થોડો સમય કાઢો.

------------------------

કુંભઃ- Queen of Cups
દરેક પરિસ્થિતિમાં પોતાનો સંયમ જાળવી રાખો. આજે તમે કોઈ નવી વ્યક્તિને મળી શકો છો, જે તમારા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આજે તમારા માટે થોડો સમય કાઢો. પરિવર્તનનો સમય છે. સંબંધોમાં નવી શરૂઆત થવાની સંભાવના છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવો પ્રોજેક્ટ શરૂ થાય, તો તે યોગ્ય દિશામાં જઈ રહ્યો છે. કોઈ રોમેન્ટિક સંબંધો પણ શરૂ થઈ શકે છે.

કરિયરઃ- કોઈ નવો પ્રોજેક્ટ હાથ વાગી શકે છે, જેની તમે થોડા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
લવ:- સંબંધોમાં મીઠાસ વધશે. કોઈ નવા સંબંઘો શરૂ થઈ શકે છે. સંબંધોમાં આત્મસન્માન જાળવી રાખવું.
સ્વાસ્થ્યઃ- કોઈ લાંબી બિમારીમાંથી છૂટકારો મળવાના આણાસાર છે,પ્રયત્ન કરતા રહો. તમને જલ્દીથી રાહત મળશે.

------------------------

મીનઃ- The Star
આજનો દિવસ સર્જનાત્મક ઊર્જાથી ભરપુર રહેશે. જો તમે તેને યોગ્ય દિશા આપશો તો ફાયદો થશે. સાથે સાથે તમે પણ પ્રયત્નો કરો અને સફળતાની તક આવશ્યક રહેલી છે. કામમાં ધૈર્યનો ઉપયોગ કરો. ધનલાભનો યોગ છે. કોઈ પણ પ્રકારની ખોટ નથી. ફક્ત તમારી વર્તણૂકમાં સંયમ રાખો.

કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આજે બોસ તરફથી પ્રશંસા અને સહકાર્યકરોનો પૂરો સહયોગ મળશે. તમારો વ્યવસાય અથવા ધંધો શરૂ કરવા માટે આજનો દિવસ સારો છે.
લવ:- પ્રિયજનો સાથે સમય વિતાવવાનો દિવસ છે. નવા સભ્યનું ઘરે આગમન થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને સતત પ્રયત્નશીલ રહો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી