ટેરો રાશિફળ:ગુરુવારે મેષ અને વૃષભ જાતકો કોઈ ચિંતા કે સમસ્યાનો સામનો કરશે, સ્વાસ્થ્ય સાચવવુ

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

25 નવેમ્બર, ગુરુવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- FOUR OF SWORDS

સ્વાસ્થ્યને લગતી ચિંતા તમને અચાનક અનુભવ થવા લાગશે. મોટી તકલીફ ન હોવા છતાંય નાના-મોટા ફેરફારના કારણે તમને સ્વાસ્થ્ય ખરાબ થતું જોવા મળી રહ્યું છે

કરિયરઃ- કામને લગતી વાતો મન પ્રમાણે થતી હોવા છતાંય રૂપિયા અટકી-અટકીને આવશે

લવઃ- લવ લાઇને લગતી થોડી વાતોમાં વિચાર સ્પષ્ટ થવા લાગશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફ વધી શકે છે

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

--------------------------

વૃષભઃ- FOUR OF PENTACLES

જે વાતો તરફ યોગ્ય રીતે ધ્યાન ન આપીને કામ કર્યું હતું, તેને લગતી સમસ્યાઓ ઊભી થતી જોવા મળી રહી છે. સરકારી કાર્યોમાં અનેક પ્રકારના પડકાર ઊભા થઈ શકે છે.

કરિયરઃ- યુવાઓને તેમના કામને લગતી થોડી નિરાશા અનુભવ થશે

લવઃ- પાર્ટનરના વ્યવહારના કારણે તમને ચિંતા અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધતી ગરમી અને એસિડિટીના કારણે ચામડીની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

--------------------------

મિથુનઃ- THE MOON

કોઈ એક જ જિદ્દ ઉપર અટકી રહેવાના કારણે અન્ય વાતો તરફ તમે ધ્યાન આપી શકશો નહીં અને જે વાતની જિદ્દ તમે કરી છે, તેને પ્રગતિ તરફ લઈ જવું હાલ શક્ય નથી.

કરિયરઃ- કામની જગ્યાએ અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

લવઃ- પાર્ટનરમાં વિના કારણે વિવાદ ઊભો થતો રહેશે.

સ્વાસ્થ્યઃ- ચિંતા અને ડિપ્રેશન અનુભવ થશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

--------------------------

કર્કઃ- DEATH

રૂપિયા સાથે જોડાયેલી મોટી સમસ્યા આજના દિવસે તમને અનુભવ થશે. કોઈને કોઈ પ્રકારે તમે યોગ્ય રસ્તો શોધી લેશો. પરંતુ હાલ તણાવ અને ચિંતા બની રહેશે.

કરિયરઃ- દિવસના અંતમાં કામ સાથે જોડાયેલા મોટા શુભ સમાચાર તમને મળી શકે છે.

લવઃ- પાર્ટનર પાસે રાખવામાં આવતી અપેક્ષા ઘટી શકે છે.

સ્વાસ્થ્યઃ- પાચનને લગતી સમસ્યા ઠીક કરવા માટે યોગ્ય ફેરફાર લાવવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

--------------------------

સિંહઃ- WHEEL OF FORTUNE

પોઝિટિવ અને નેગેટિવ વાતોમાં સંતુલન જાળવી રાખીને તમે તમારા કામ કરતા રહેશો. જે વાતોમાં પ્રગતિ જોવા મળી રહી છે તેને લગતું કામ આગળ વધારવા માટે તમે મહેનત કરશો.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ માટે કોશિશ કરનાર લોકોને જલ્દી જ શુભ સમાચાર મળી શકે છે.

લવઃ- લગ્નને લગતી વાતો અચાનક આગળ વધવા લાગશે.

સ્વાસ્થ્યઃ- પીઠનો દુખાવો ઊભો થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

--------------------------

કન્યાઃ- JUSTICE

માનસિક રીતે બેચેની તમારા ઉપર હાવી થતી જોવા મળી શકે છે. દરેક વાત માટે લોકોની સલાહને જાળવાની કોશિશ કરવી માનસિક રીતે તમને નિરાશ કરી શકે છે.

કરિયરઃ- કામમાં નવીનતા લાવવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા પ્રેરણા અને સહયોગની તમને અપેક્ષા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

--------------------------

તુલાઃ- ACE OF WANDS

મુશ્કેલ વાતો અને સમસ્યાઓ આપમેળે ઉકેલાશે. દિવસના અંત સુધી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. પરિવારના પ્રિય વ્યક્તિનો સાથ મળવાના કારણે તમને અનેક વાતોમાં રાહત અનુભવ થશે.

કરિયરઃ- વેપારીઓને મોટો નફો પ્રાપ્ત થતો જોવા મળી શકે છે.

લવઃ- પાર્ટનર અને પરિવાર સાથે થઈ રહેલાં ઝઘડા દૂર થવા લાગશે.

સ્વાસ્થ્યઃ- અપચાની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

--------------------------

વૃશ્ચિકઃ- THREE OF SWORDS

કામ તમે કોઈપણ રીતે કરો પરંતુ લોકોએ તમારી પ્રત્યે રાખેલા વ્યવહાર ઉપર તમારું નિયંત્રણ હોતું નથી. આ વાતનો અહેસાસ આજે તમને થઈ જશે. અનેક કટુ ઘટનાઓ અને વાતોનો સામનો થવાના કારણે જીવનના જે સત્યને તમે નકારી રહ્યા હતાં તે આજે તમારી સામે આવશે.

કરિયરઃ- સરકારી કાર્યો સાથે જોડાયેલાં લોકોને કામ પ્રત્યે સાવધાની રાખવી

લવઃ- પાર્ટનરને જરૂરિયાત કરતા વધારે મહત્ત્વ આપવાના કારણે તમારું મહત્ત્વ ઘટી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોલેસ્ટ્રોલની તપાસ કરાવો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

--------------------------

ધનઃ- ACE OF PENTACLES

રૂપિયાની પ્રગતિ દ્વારા તમને સમાધાન અનુભવ થઈ રહ્યું છે, પરંતુ આ સમાધાન વધારે સમય સુધી રહેશે નહીં. જેટલો સમય તમે રૂપિયા અને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઉપયોગ કરી રહ્યા હતા તે પ્રમાણે પોતાના સંબંધ ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે.

કરિયરઃ- તમારા સહકર્મી અને નજીકના લોકો સાથે વ્યવહાર સુધારવાની જરૂરિયાત છે.

લવઃ- પ્રેમી તમને મનાવવાની કોશિશ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતું ઇન્ફેક્શનને ઠીક કરવા માટે ખાનપાનમાં ફેરફાર કરવો

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

--------------------------

મકરઃ- KNIGHT OF WANDS

યુવાઓના વ્યક્તિત્વમાં ફેરફાર જોવા મળશે. તમે જાતે જ જવાબદારી લેવા લાગશો અને પરિવારના લોકો સાથે વ્યવહાર પણ બદલાતો જોવા મળશે. જે વાતો આત્મવિશ્વાસની ખામીના કારણે તમે છોડી દીધી હતી તે વાતો તમારા દ્વારા ફરી શરૂ કરવામાં આવી શકે છે.

કરિયરઃ- લેખન ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને પ્રસિદ્ધિ અને માન-સન્માન મળી શકે છે.

લવઃ- તમારા વ્યક્તિત્વનું આકર્ષણ અને પ્રભાવ તમારા પાર્ટનર ઉપર રહેશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

--------------------------

કુંભઃ- EIGHT OF CUPS

તમે પોતાના માટે અનેક વાતો નક્કી કરો છો પરંતુ જ્યારે અમલમાં લાવવાની કોશિશ કરવામાં આવે છે ત્યારે જૂની વાતોનો પ્રભાવ રહેવાના કારણે તમારા વિચારો ઉપર અડગ રહેવું તમારા માટે મુશ્કેલ બનશે.

કરિયરઃ- કામની જગ્યાએ નવી વાતોની જવાબદારી તમને પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનર્સ માત્ર પોતાના અહંકારના કારણે એકબીજાને નીચા બતાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- હોમ્યોપેથી દ્વારા શરીરમાં થઈ રહેલાં ફેરફાર ઉપર નિયંત્રણ રાખવું

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3

--------------------------

મીનઃ- QUEEN OF CUPS

જરૂરિયાત કરતા વધારે ભાવુક અનુભવ થવાના કારણે નવા વિવાદો તમારા ઊભા કરવામાં આવી શકે છે. કોઈપણ વ્યક્તિ સાથે વાતચીત કરતી સમયે સાવધાની રાખવી.

કરિયરઃ- કામની જગ્યાએ ઊભી થઈ રહેલી ગેરસમજના કારણે નાની-નાની વાતોમાં પણ રાજકારણ કરવામાં આવી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે અંતર વધવાના કારણે એકલતા અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- ખભામાં કોઈ દુખાવો રહેશે, ફિઝિયોથેરાપીની મદદ લેવી.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1