તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:બુધવારે તુલા જાતકોને તેમની હોબી દ્વારા રૂપિયા કમાવાનો અવસર મળી શકે છે, વિવાદોથી દૂર રહેવું

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

બુધવાર, 25 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SIX OF PENTACLES

સામાજિક કાર્યોમાં આજે તમને વધારે રસ રહેશે. સામાજિક કાર્યોનો ભાગ બનવાના કારણે તમને માનસિક સમાધાન તો પ્રાપ્ત થશે જ અને જીવનમાં તમારા અંગે શું-શું પોઝિટિવ ઘટનાઓ થઇ છે. તે વાતનો પણ અહેસાસ થશે.

કરિયરઃ- કોઇની મદદ લીધા વિના કરિયરમાં પ્રગતિ કરી શકશો.

લવઃ- તમારી અને પાર્ટનરની પ્રગતિ એકબીજાને આનંદિત કરશે.

સ્વાસ્થ્યઃ- પરિવારના કોઇ સભ્યને કિડનીને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

-------------------------------

વૃષભઃ- FIVE OF PENTACLES

જે લોકોએ કઠોર પરિસ્થિતિમાં તમારો સાથ આપ્યો હતો તે લોકો અંગે ધ્યાન રાખવું પણ તમારું કર્તવ્ય બને છે. અન્યને ભલે જ આર્થિક મદદ તમે ન કરો, છતાંય તમારા સહયોગ દ્વારા તેમનું દુઃખ દૂર કરવું તમારા માટે આજે સંભવ રહેશે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને કરિયર અંગે માર્ગદર્શન લેવાની જરૂરિયાત રહેશે.

લવઃ- તમને ખુશ કરવા માટે તમારા પાર્ટનર દ્વારા પ્રયત્ન કરવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- શુગરને લગતી તકલીફ નિયંત્રણમાં રહેશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

-------------------------------

મિથુનઃ- PAGE OF WANDS

બાળકોની કોઇ વિષયમાં વધતો રસ અને ઉત્સાહને તમારી પ્રેરણાની જરૂરિયાત રહેશે. બાળકો સાથે વિતાવેલો સમય તમને આનંદ આપશે અને તેમનો પોતાના પ્રત્યે આત્મવિશ્વાસ વધારવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

કરિયરઃ- તમારા કરિયરને વધારે ગંભીરતાથી લેવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્નીમાં વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ચામડીની તકલીફ ડોક્ટરના ઉપચાર દ્વારા દૂર થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

-------------------------------

કર્કઃ- QUEEN OF PENTACLES

આર્થિક વિષયમાં સક્ષમ બનવું હાલ એક માત્ર ઉદેશ્ય હોવો જોઇએ. આર્થિક પરિસ્થિતિમાં આવેલો પોઝિટિવ ફેરફાર તમારી અંદર પણ ફેરફાર લાવશે. તમારો વધતો આત્મવિશ્વાસ તમારી આસપાસ પોઝિટિવ ઊર્જા જાળવી રાખશે.

કરિયરઃ- મીડિયા સાથે જોડાયેલાં લોકોને આર્થિક સફળતા મળશે.

લવઃ- વ્યક્તિગત વાત સાથે રિલેશનશિપ ઉપર પણ ધ્યાન આપવું પડશે.

સ્વાસ્થ્યઃ- માનસિકતામાં થઇ રહેલો પોઝિટિવ ફેરફાર સ્વાસ્થ્ય ઉપર અસર કરશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

-------------------------------

સિંહઃ- SEVEN OF PENTACLES

જેમની વાતોમાં તમે હાલ સંયમ જાળવી રાખ્યો હતો. તે વાતમાં અચાનક પોઝિટિવ ફેરફાર જોવા મળશે જે તમને અપેક્ષાથી વધારે ફળ આપશે. જો તમે સરકારી નોકરીની ઇચ્છા રાખો છો તો આ વાત માટે થોડી રાહ જોવી પડશે.

કરિયરઃ- નેચરલ પ્રોડક્ટ સાથે જોડાયેલાં લોકોએ પોતાના વિષય અંગે વધારે જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળશે.

લવઃ- પાર્ટનર્સ વચ્ચે વધેલું અંતર દૂર થવા લાગશે.

સ્વાસ્થ્યઃ- ટાઇફોઇડ જેવી બીમારીઓથી બચવું.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

-------------------------------

કન્યાઃ- THE HIEROPHANT

યુવાઓ માટે આજનો દિવસ ખાસ મહત્ત્વપૂર્ણ રહેશે. આજે તમે જે પણ વાત હાથમાં લેશો તેમાં ઉકેલ લાવી શકશો. પરિવારને લગતી તમારી જવાબદારીઓ વધશે પરંતુ તેની ખાસ તકલીફ તમને થશે નહીં.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ દ્વારા કરિયરના નવા અવસર પ્રાપ્ત થશે.

લવઃ- લગ્નને લગતાં આવેલાં સંબંધોમાં પ્રગતિ થશે.

સ્વાસ્થ્યઃ- યૂરિન ઇન્ફેક્શનને દૂર કરવા માટે પાણી પીવું.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

-------------------------------

તુલાઃ- FIVE OF SWORDS

ઓછામાં ઓછા સમયમાં વધારે કામને પૂર્ણ કરવાની કોશિશ સફળ રહેશે. જેના દ્વારા તમે પોતાના માટે પણ સમય કાઢી શકશો. તમારી હોબી દ્વારા રૂપિયા કમાવાનો અવસર પણ આજે તમને મળી શકે છે.

કરિયરઃ- કામની જગ્યાએ ચાલી રહેલાં વિવાદથી દૂર રહો.

લવઃ- તમારી રિલેશનશિપ અંગે અન્ય દ્વારા આપવામાં આવેલી સલાહને ગંભીરતાથી ન લેશો.

સ્વાસ્થ્યઃ- શરીરમાં લોહી ઓછું થઇ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 3

-------------------------------

વૃશ્ચિકઃ- THREE OF WANDS

તમારા જીવનમાં આવેલ સ્થિરતા તમને આગળની વાત માટે તૈયાર કરવાનો એક અવસર છે એટલે પરિસ્થિતિ અને પોતાનું અવલોકન કરીને પોતાને વ્યવસ્થિત જાળવી રાખવાની કોશિશ કરો.

કરિયરઃ- તમારી જગ્યાએ અન્ય કર્મચારીઓને મહત્ત્વપૂર્ણ વાત અંગે જાણકારી ન મળી જાય તેનું ધ્યાન રાખો.

લવઃ- રિલેશનશિપમાં તમારું યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ધૂળ દ્વારા થયેલું ઇન્ફેક્શન ઠીક થવામાં સમય લાગશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

-------------------------------

ધનઃ- THE TOWER

પરિવારને લગતી કોઇ વાત તમને અચાનક જાણ થઇ શકે છે જેનો પ્રભાવ તમારા ઉપર નકારાત્મક થશે. નજીકના સંબંધીઓ દ્વારા તમારો આર્થિક ફાયદો ઉઠાવી શકાશે.

કરિયરઃ- કામને લગતી યોજનાઓમાં કોઇ અન્યના કારણે છેલ્લાં સમયગાળામાં ફેરફાર કરવો પડી શકે છે.

લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચે ગેરસમજ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણનો દુખાવો રહેશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 2

-------------------------------

મકરઃ- TEN OF WANDS

દરેક વિષયમાં અન્યની સલાહ લેવી તમને નબળા બનાવી શકે છે અને તમારી નિર્ણય ક્ષમતા ઉપર પણ અસર કરી શકે છે. કોઇ એકની વાત નક્કી કરીને તેના ઉપર કાયમ રહેવાથી તમારો આત્મવિશ્વાસ ફરીથી પાછો આવી શકે છે.

કરિયરઃ- તમારી ટીમ દ્વારા યોગ્ય સહયોગ ન મળવો કામને પૂર્ણ કરવામાં મોડું કરી શકે છે.

લવઃ- તમારી વ્યક્તિગત સીમાથી બહાર આવીને રિલેશનશિપને ઠીક કરવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- કરોડરજ્જુની તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

-------------------------------

કુંભઃ- THREE OF CUPS

દરેક વાતનો આનંદ કઇ રીતે ઉઠાવી શકાય છે તે વાત તમે પોતાને ઉદાહરણ સ્વરૂપે રાખીને અન્યને શીખવાડી શકો છો. તમારા દ્વારા કરેલું કામ બાળકો દ્વારા અનુસરણ કરવામાં આવી શકે છે.

કરિયરઃ- કામને લગતી મોટી જવાબદારી પૂર્ણ કરવાનો આનંદ તમે તમારા સહયોગીઓ સાથે ઊજવી શકશો.

લવઃ- રિલેશનશિપમાં આવેલ પોઝિટિવ ફેરફારનો આનંદ તમે લઇ શકશો.

સ્વાસ્થ્યઃ- આદતોથી દૂર રહેવાની કોશિશ કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

-------------------------------

મીનઃ- SEVEN OF WANDS

તમારી યોજનાને યોગ્ય રસ્તા ઉપર જાળવી રાખવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. નાના ભાઈ કે બહેન સાથે વિવાદ વધી શકે છે. અન્યને પોતાના વિચાર જણાવતી સમયે તેમના વિચારોનું પણ ધ્યાન રાખો.

કરિયરઃ- ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલાં લોકોએ છેલ્લાં સમયે ભાગદોડ કરવી પડી શકે છે.

લવઃ- પાર્ટનરની ભાવનાઓને સમજી શકવી તમારા માટે મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઇગ્રેન સાંજે વધી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો