તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:શુક્રવારે મેષ રાશિના જાતકોને STRENGTH કાર્ડ પ્રમાણે પ્રગતિ કરવા કામમાં ચેન્જ લાવવો પડશે, પૂરતી ઊંઘ ન મળી તો શારીરિક નબળાઈ અનુભવાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

25 જૂન, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ-STRENGTH

તમારી ઈચ્છાશક્તિને વધારવાના પ્રયત્નો કરો. માનસિક રીતે થાકી જશો આથી આજે કોઈ મહત્ત્વનો નિર્ણય ના લેવો. થોડો બ્રેક લઈને તમને ગમતી વસ્તુઓ પાછળ સમય પસાર કરવો. પ્રકૃતિ સાથે વિતાવેલો સમય તમને પ્રસન્ન રાખશે.

કરિયરઃ- કામમાં ચેન્જ કરશો તો તમે પ્રગતિ તરફ ઝડપથી વધી શકશો.

લવઃ- પાર્ટનરની ભાવનાઓને સમજવાનો પ્રયત્ન કરો.

સ્વાસ્થ્યઃ- સરખી ઊંઘ ના થવાને લીધે શારીરિક નબળાઈ લાગશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

----------------------

વૃષભઃ- THE STRENGTH

થોડો સમય એકલા પસાર કરો અને પોતાના પર ધ્યાન આપો. કામની સાથોસાથ શારીરિક સ્વાસ્થ્ય અને સૌન્દર્ય પર પણ ધ્યાન આપવાની જરૂર છે.જ્યાં સુધી તમે પોઝિટિવ નહીં રહો ત્યાં સુધી આત્મવિશ્વાસ નહીં વધે.

કરિયરઃ- કામમાં તમારી ભૂલને લીધે મેન્ટલ સ્ટ્રેસ વધશે અને તમારો આત્મવિશ્વાસ પણ ઓછો થશે.

લવઃ- પાર્ટનરથી જે વાતથી દુઃખી હોવ તેના પર મન ખોલીને વાત કરો.

સ્વાસ્થ્યઃ- શરીરને ડિટોક્સ રાખવું પડશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

----------------------

મિથુનઃ- THE TOWER

અચાનક કોઈ વ્યક્તિનો વ્યવહાર બદલાઈ જવાથી તમને તકલીફ થશે પણ આ વાતમાં ભૂલ કોઈની નથી. તમારી કઈ વાતથી લોકો દૂર જઈ રહ્યા છે તે જાણીને તેની પર કામ કરો.

કરિયરઃ- જે કામમાં તમે જરૂર કરતાં વધારે નિર્ભર હતા, તે કામમાં અડચણ આવી શકે છે.

લવઃ- તમારા સ્ટ્રેસની અસર રિલેશનશિપ કે પછી પાર્ટનર પર ના થવા દેવી.

સ્વાસ્થ્યઃ- મસાલેદાર ભોજનથી પેટમાં બળતરા થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

----------------------
કર્કઃ- TEN OF PENTACLES

પરિવારની વાતોમાં વધારે ધ્યાન રહેશે. આર્થિક આવક વધારવા માટે તમે પ્રયત્ન કરશો. પરિવાર માટે યોગ્ય નિર્ણય લેવા માટે તમારો સહયોગ આવશ્યક રહેશે.

કરિયરઃ- જે કામથી તમને આર્થિક આવકમાં લાભ થશે તેના માટે માર્કેટિંગ પર ધ્યાન આપવું પડશે.

લવઃ- વ્યક્તિગત જીવનમાં સમાધાન મળવાથી તમે રિલેશનશિપ પર ધ્યાન આપી શકશો.

સ્વાસ્થ્યઃ- પીઠનો દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 9

----------------------

સિંહઃ- PAGE OF SWORDS

તમારાં કામ આજે જલ્દી પૂરા થઈ જશે તો પણ મનમાં કેટલીક દુવિધા રહેશે. પ્રિય વ્યક્તિ દૂર જવાથી એકલા મહેસૂસ કરી શકો છો. નવા મિત્રો સાથે જોડાયેલા રહેવાનો પ્રયત્ન કરો.

કરિયરઃ- કાર્ય ક્ષેત્રની મુશ્કેલીઓને તમે એકલા પાર ન પાડી શકતા હો તો સહકર્મીની મદદ લો.

લવઃ- તમારી ભૂલોનો સ્વીકાર કરો. પાર્ટનર અને પોતાના પ્રત્યેની જવાબદારીને સમજવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- શારીરિક કમજોરી અથવા થાક લાગી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

----------------------

કન્યાઃ- SEVEN OF SWORDS

પોતાની વાતને પ્રાધાન્ય આપો. બીજાની વાતો પર ધ્યાન આપવાથી તમારી ઊર્જા વેડફાઈ શકે છે. થોડાક સમય માટે પોતાના જીવન સંબંધી વાતો પર જ ધ્યાન આપો.

કરિયરઃ- કાર્યક્ષેત્રની જવાબદારી લેવી પડશે. વરિષ્ઠના દબાણનો શિકાર પોતાની જાતને ન બનાવો.

લવઃ- પાર્ટનર પ્રત્યેની અપેક્ષા સ્પષ્ટ થવા લાગશે, જેથી રિલેશનશિપ સંબંધિત નિર્ણય લેવો સરળ બનશે.

સ્વાસ્થ્યઃ- ત્વચા સંબંધિત તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 5
----------------------

તુલાઃ- EIGHT OF SWORDS

તમે જેટલા લોકો સાથે ચર્ચા કરશો તે તમારા પોતાના જીવનના નિર્ણયો લેતી વખતે તમને વધુ મૂંઝવણનો અનુભવ કરાવશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વિશ્વાસ રાખો અને તમારી જાતને હિંમત આપવાનો પ્રયાસ કરો. પરિસ્થિતિ મુશ્કેલ નથી પરંતુ તમે નબળો અનુભવ કરો છો, જેના કારણે નાની સમસ્યા પણ જટીલ લાગે છે.

કરિયર:- નવી નોકરીની તક અથવા તકના અભાવને કારણે વ્યાપારીઓને મર્યાદિત આવક મળી શકે છે.

લવ:- જીવનસાથી પ્રત્યેના સંબંધ અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને અપેક્ષાઓ રાખો.

સ્વાસ્થ્ય:- આંખમાં બળતરા અથવા ચેપ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3
----------------------

વૃશ્ચિકઃ- TWO OF SWORDS

તમારા મનમાં વધી રહેલી દ્વિધાને લીધે આજે તમે કોઈપણ પ્રકારના નિર્ણય માટે જવાબદારી લેવાનું ટાળી શકો છો. પરંતુ તમારી જવાબદારીઓથી ભાગી જવું એ કોઈ સમાધાન નથી. તમે જેટલું આ સમસ્યાથી ભાગશો સમસ્યા એટલી જ વધારે મુશ્કેલ બની શકે છે. ભલે તમે થોડો બ્રેક લઈ લો. પરંતુ તમારી સમસ્યાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરતા રહો.

કરિયર:- કામ સંબંધિત નિર્ણયો લેતી વખતે તમારી ઇચ્છા, આર્થિક અપેક્ષાઓ, કાર્યનું સ્વરૂપ આ ત્રણેય બાબતો ધ્યાનમાં રાખવી પડશે.

લવ:- તમારા પાર્ટનર દ્વારા તમારા પર ઘણાં બંધન લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ તેનો વિરોધ કરવો તમારા માટે શક્ય નહીં હોય.

સ્વાસ્થ્ય:- લો બીપી અથવા લો શુગર થવાને કારણે નબળાઇ અનુભવી શકાય છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4
----------------------

ધનઃ- THREE OF SWORDS

બદલાતા સંજોગોને લીધે તમારે મોટા માનસિક તણાવમાંથી પસાર થવું પડી શકે છે. જીવનમાં આવતા પરિવર્તનોની જેમ તેને અપનાવવાનો પ્રયાસ કરો કારણ કે, અત્યારે વસ્તુઓ તમારા નિયંત્રણમાં નથી અને બિનજરૂરી આગ્રહને કારણે તમે તમારી જાતને વધુ મુશ્કેલી આપી શકો છો.

કરિયર:- વ્યક્તિગત બાબતોનૂ તમારા કામ પર બિલકુલ અસર ન થવા દો.

લવ:- તમારી લાગણીઓની સંભાળ લીધા વિના પાર્ટનર દ્વારા એકલા લીધેલા નિર્ણયથી તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે.

સ્વાસ્થ્ય:- એનિમિયાની સમસ્યાને અવગણશો નહીં.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5
----------------------
મકરઃ- KING OF CUPS

એક સમય પર તમે ઘણી બધી વાતો પર ધ્યાન આપી રહ્યા છો અને તેને ઠીક કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. સૌથી પહેલા તમારે તમારી ભાવનાઓ પર કાબૂ મેળવવો જોઈએ. ત્યારે તમે કોઈની એક વાત પર ધ્યાન આપી શકશો. તમારી ક્ષમતાઓનો અંદાજ લગાવીને તેની મદદથી જીવનને સરળ બનાવવા માટે પ્રયત્ન કરો.

કરિયરઃ- કામ સંબંધિત ક્લાઈન્ટની સાથે સકારાત્મક ચર્ચા થશે.

લવઃ- પાર્ટનર તમારા સ્વભાવ અને વર્તણનું નિરિક્ષણ કરી રહ્યો છે તેથી થઈ શકો તો પારદર્શિતા જાળવી રાખવી.

સ્વાસ્થ્યઃ- કિડની સ્ટોન અથવા યુરિન સંબંધિત તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6
----------------------
કુંભઃ- ACE OF PENTACLES

આર્થિક પક્ષ મજબૂત રહેશે. ભવિષ્ય સંબંધિત જે પણ વાતો માટે તમને મદદની અપેક્ષા હતી, તે પૂરી થવા લાગશે. ઘરની સજાવટને બદલવા પર વધારે ધ્યાન આપશો જેના કારણે ઘરને નવી ઉર્જા પ્રાપ્ત થશે.

કરિયરઃ- વેપારીઓને તેમના પ્રતિસ્પર્ધીઓની સાથે સંબંધ સારા રહેશે. તેમ છતાં કામ સિવાય વધારે પડતી ચર્ચા ન કરવી.

લવઃ- તમારા દ્વારા લેવામાં આવેલા દરેક નિર્ણયમાં પાર્ટનરનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- પાણી ઓછું પીવાને કારણે સ્વાસ્થ્યમાં ફેરફાર જોવા મળી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8
----------------------
મીનઃ- SIX OF PENTACLES

જીવનમાં જે વાતો તમને પ્રયત્ન વગર અથવા ઓછા પ્રયત્નમાં મળી છે, તેના પ્રત્યે ગ્રિટીટ્યૂડની ભાવના રાખવી જરૂરી રહેશે, જેના કારણે તમારા જીવનમાં શું સકારાત્મક વાતો છે, તે પણ જોવા મળશે, અને વાતની ગંભીરતાને લઈને તેની કદર કરવાનું તમે શીખશો.

કરિયરઃ- કામને આગળ વધારવા માટે લોનની પ્રાપ્ત થશે. તેમ છતાં તમારે વ્યવહારને કોઈ વ્યક્તિને સાક્ષીમાં રાખીને અથવા વ્યવહાર સાથે સંબંધિત દસ્તાવેજને યોગ્ય રીતે વાંચીને આગળ વધવું.

લવઃ- તમારી તરક્કી જોઈને પાર્ટનરને ખુશી પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- તમારી ખાણીપીણીની આદતોના કારણે શરીર પર શું નકારાત્મક અસર થઈ રહી છે તે વાતનું ધ્યાન રાખવું પડશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 9
----------------------