ટેરો રાશિફળ:શુક્રવારે NINE OF PENTACLES કાર્ડ પ્રમાણે તુલા રાશિની મહિલાઓને વેપારમાં ફાયદો થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 25 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- KNIGHT OF WANDS

સવારના સમયે કામ ધીમે શરુ થતા સ્વભાવ ચીડિયો રહે, પરંતુ સમયસર તમારું કામ પૂરું થશે. બીજાની બેદરકારીને લીધે અમુક કામમાં મોડું થઇ શકે છે પરંતુ તેની નેગેટિવ અસર નહિ થાય.

કરિયરઃ- કામ સંબંધિત વાતોનું બીજા કોઈ સાથે ચર્ચા કરીને જ નિરાકરણ લાવો.

લવઃ- પાર્ટનર સાથેનો તાલમેલ સામાન્ય રહે.

સ્વાસ્થ્યઃ- પૂરી ઊંઘ ના થવાને લીધે ઉત્સાહ ઓછો રહે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

--------

વૃષભ:- FOUR OF CUPS

બધી વાતને ગંભીરતાથી લઇ તેની પર વધારે વિચાર કરવાથી તમારી કાર્યક્ષમતા પર અસર થશે. કોઈ અન્યએ કહેલી વાતને ખોટી રીતે ના લો. બીજાની સ્થિતિ આજે તમારે સમજવી પડશે. અમુક કામમાં જરૂર કરતાં વધારે સમય લાગતા મૂડ ઓફ રહે.

કરિયરઃ- કામ સંબંધિત વાતમાં કોઈનું જરૂરી માર્ગદર્શન મળી રહેશે.

લવઃ- લગ્ન સંબંધિત પ્રપોઝલ આગળ વધે તે પહેલાં વિચારવાની જરૂર છે.

સ્વાસ્થ્યઃ- ઓછું પાણી પીવાને લીધે પેટની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

--------

મિથુન:-EIGHT OF PENTACLES

દરેક વાતોનું સોલ્યુશન જાતે લાવવાની જિદને લીધે કામ ધીમે થાય. સ્થિતિમાં ચેન્જ લાવવા માટે અન્ય વ્યક્તિએ આપેલા માર્ગદર્શનથી ફાયદો થાય. લિમિટેડ વિચારોને લીધે અન્ય તક ના જોઈ શકો.

કરિયરઃ- બેન્કિંગ સંબંધિત પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવાની જરૂર છે.

લવઃ- પાર્ટનરે આપેલી સલાહ પર વિચાર કરવાની જરૂર છે.

સ્વાસ્થ્યઃ- પેટની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

--------

કર્કઃ- TEN OF SWORDS
જીવન સાથે સંકળાયેલી વાતોને લઈને આજે તમને તણાવ મહેસૂસ કરી શકો છો. તમારી યોજના પર કાયમ ન રહેવાને કારણે માનસિક તણાવ અને નારાજગીનો સામનો કરવો પડશે. પૈસા સંબંધિત ચિંતા પણ તમારી વધી શકે છે. દરેક વાતમાં માત્ર નકારાત્મકતા જ જોવા મળશે તેથી નિર્ણય લેવાનું આજના દિવસે ટાળવું.

કરિયરઃ- કામની જગ્યાએ તમે બેજવાબદાર રહી શકો છો.

લવઃ- અવિવાહિત લોકોની ચિંતા વધશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક કમજોરીનો સામનો થઈ શકે છે. લો બીપીનું ધ્યાન રાખવું પડશે.

શુભ રંગઃ - ઓરેન્જ

શુભ અંકઃ- 7
--------
સિંહઃ- THE SUN
મોટા લક્ષ્યોને નાના નાના ભાગો કરીને તેના પર કામ કરવાની જરૂર પડશે. જેના દ્વારા તમે તણાવ નહીં અનુભવો અને નાના નાના લક્ષ્યો પ્રાપ્ત કરવાને કારણે તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે. બાળકોની સાથે સમય પસાર કરવાથી ખુશી મળશે.

કરિયરઃ- તમારા દ્વારા કરવામાં આવેલ કામ સંબંધિત યોગ્ય શ્રેય તમને મળશે.

લવઃ- પાર્ટનર દ્વારા આનંદ પ્રાપ્ત થઈ શકે છે. પાર્ટનરની સાથે એકાંતમાં સમય પસાર કરવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 5
-------
કન્યાઃ- FIVE OF WANDS
પરિવારની સાથે મતભેદ થઈ શકે છે તેથી તમારા ગુસ્સા પર કાબૂ રાખીને તમારા વિચારોને વ્યક્ત કરવાની જરૂર પડશે. તમારા વધતા ગુસ્સાના કારણે તમે કોઈ નજીકની વ્યક્તિને દુઃખી કરીને પોતાના પ્રત્યે ગેરસમજ વધારી શકો છો.

કરિયરઃ- કામ સંબંધિત તણાવ ઓછો થશે.

લવઃ- અવિવાહિત લોકોએ યોગ્ય પાર્ટનર મેળવવા માટે રાહ જોવી પડશે.

સ્વાસ્થ્યઃ- પેટની બળતરાની તકલીફ થશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

--------

તુલા: NINE OF PENTACLES
પોતાની બનાવેલી યોજના પૂરી થતાં જોઈને તમને આનંદ થશે, પરંતુ આગામી લક્ષ્યની તૈયારી કરવાની શરૂઆત પણ થઈ શકે છે. પૈસા અંગે લેવામાં આવેલા નિર્ણય યોગ્ય સાબિત થશે. મહિલાઓના નામ પર કરેલાં રોકાણથી વધુમાં વધુ ફાયદો થઈ શકે છે.

કરિયરઃ વેપારમાં મહિલાઓને વધુ ફાયદો થશે.

લવઃ રિલેશનશિપ અંગેનો નિર્ણય તમારે જ લેવો પડશે.

સ્વાસ્થ્યઃ તબિયતની ચિંતા વધશે, પરંતુ વાસ્તવિકતામાં ચિંતા કરવા જેવું કારણ હશે નહીં.

શુભ રંગઃ વાદળી

શુભ અંકઃ 3

--------

વૃશ્ચિક: THE CHARIOT
મન ના હોવા છતાંય યાત્રા અંગે કોઈ નિર્ણય લેવો પડશે. કામ અર્થે કરેલી યાત્રા સફળ રહેશે, પરંતુ તમારા મનનું સમાધાન થશે નહીં. પરિવારની ચિંતામાં વધારો થશે. તમારી પર આવી પડેલી જવાબદારીને કોઈ અન્ય સાથે વહેંચવાનો પ્રયાસ કરો.

કરિયરઃ માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને કામ પ્રત્યે વધુ સચેત રહેવાની જરૂર છે

લવઃ પત્ની સાથે સારું બનશે.

સ્વાસ્થ્યઃ શરીરમાં થયેલા ઈન્ફેક્શનને કારણે તાવ આવી શકે છે.

શુભ રંગઃ સફેદ

શુભ અંકઃ 9

--------

ધન: THE EMPRESS
હાલમાં તમે તમારા વિચારોમાં એટલા મશગૂલ રહેશો કે તમે વાસ્તિવકતા પર ધ્યાન આપી શકશો નહીં. લોકોથી દૂર રહેવાને કારણે તમારા મનની અંદર તેમના પ્રત્યે ડર રહેશે અને આ ડરમાં વધારો થાય તેવી શક્યતા છે. પોતાનામાંથી બહાર નીકળીને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે.

કરિયરઃ કરિયર અંગેની મૂંઝવણ વધશે

લવઃ પાર્ટનર પ્રત્યે નારાજગી વધી શકે છે

સ્વાસ્થ્યઃ તબિયત પ્રત્યે બેદરકાર રહેવાથી નાનકડી તકલીફ વધુ સમસ્યા સર્જી શકે છે.

શુભ રંગઃ પીળો

શુભ અંકઃ 2

--------

મકર:- NINE OF WANDS

તમારી બનાવેલી યોજના પર જ્યાં સુધી તમે કામ નથી કરતા ત્યાં સુધી કોઈ સાથે આ બાબતે ચર્ચા ન કરો. લોકોએ કહેલી વાતોને કારણે તમારા મનમાં ડર રહેશે. તેને કારણે તમે પોઝિટિવ સ્થિતિને પણ નેગેટિવ બનાવી શકો છો. ભૂતકાળમાં મળેલી સીખને ધ્યાનમાં રાખીને નિર્ણય લો.

કરિયર:- નવા વેપારની શરૂઆત ભાગીદારીમાં કરવી તમારા માટે નુકસાનકારક હોય શકે છે.

લવ:- રિલેશનશિપમાં મળેલા અપયશને કારણે નવા પાર્ટનર પ્રતિ ભરોસો દેખાડવો તમારા માટે કઠિન હશે.

સ્વાસ્થ્ય:- વધારે ચિંતાને કારણે માથું દુઃખી શકે છે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- 6

------------
કુંભ:- DEATH

પરિસ્થિતિ આજે તમારા પક્ષમાં નહીં હોય માટે સ્થિતિ સામે લડવું પણ વ્યર્થ થઇ શકે છે. અમુક વાતમાં તમારે નમવું પડશે. જે વાતોમાં વધારે કઠણાઈનો સામનો કરવો પડી રહ્યો છે તે વાત આજે છોડી જ દો. નવા ઉત્સાહ સાથે નવા દિવસની શરૂઆત તમે કરી શકશો.

કરિયર:- નોકરી સંબંધિત તમારી ચિંતા વધી શકે છે. આ વિષયમાં તમારા સહયોગી સાથે વધુ ચર્ચા ન કરો.

લવ:- પાર્ટનર દ્વારા તમને કોઈ મોટા વિષયમાં માર્ગદર્શન પ્રાપ્ત થઇ શકે છે.

સ્વાસ્થ્ય:- ગુસ્સો અને ચીડિયાપણાને કારણે હાઈ બીપીની તકલીફ થઇ શકે છે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- 1

---------
મીન:- NINE OF SWORDS

કામને કારણે સ્ટ્રેસ વધશે. તમે બનાવેલી યોજના પર ટકી રહેવું મુશ્કેલ હોય શકે છે. પરિવાર સંબંધિત જવાબદારી અચાનક વધશે, યોજના પર ટકી ન રહેવાને કારણ નવી સમસ્યા પેદા થઇ શકે છે.

કરિયર:- પ્રોજેક્ટ સંબંધિત બધા વિષયોમાં ક્લાયન્ટ સાથે પારદર્શકતા રાખીને ચર્ચા કરીને જ આગળ વધો.

લવ:- પાર્ટનરનું તમારાથી દૂર રહેવું તકલીફદાયક હોય શકે છે.

સ્વાસ્થ્ય:- ખોટી લાઈફ સ્ટાઇલને કારણે તમારી ઊંઘ પર પણ અસર થઇ રહી છે જેને કારણે શરીરમાં ઉત્સાહ અને એનર્જી બંનેની ઉણપ જોવા મળશે.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- 4