ટેરો રાશિફળ:THE LOVERS કાર્ડ પ્રમાણે સિંહ જાતકોને બુધવારે લાભ પ્રાપ્ત થશે, કોઈ ચિંતામાંથી મુક્ત થઈ શકશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

24 નવેમ્બર, બુધવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- TWO OF SWORDS

મનમાં જેટલી પોઝિટિવિટી રહેશે, તેટલી જ નેગેટિવિટીની તકલીફ તમને થઈ શકે છે. સતત સ્વભાવમાં ફેરફાર થતો જોવા મળી શકે છે. થોડી વાતોમાં દુવિધા અનુભવ થવાના કારણે માનસિક તકલીફથી પસાર થવું પડશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી વાતોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

લવઃ- તમારા પાર્ટનર ઉપર તમે સંપૂર્ણપણે વિશ્વાસ બતાવી શકો છો.

સ્વાસ્થ્યઃ- વજનને નિયંત્રણમાં રાખવા માટે ખાનપાનમાં ફેરફાર કરવો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

---------------------------

વૃષભઃ- THREE OF PENTACLES

ઘરની સજાવટને બદલવામાં ઇન્ટીરિયર ડિઝાઈનિંગ અને કંસ્ટ્રક્શન જેવા નિર્ણય તમારા દ્વારા લેવામાં આવી શકે છે. તેમાં તમારી અપેક્ષા કરતા વધારે રૂપિયા ખર્ચ થઈ શકે છે.

કરિયરઃ- રિયલ અસ્ટેટ સાથે જોડાયેલાં લોકોને મોટો પ્રોજેક્ટ મળી શકે છે.

લવઃ- પાર્ટનર્સ તમારી સહમતિ દ્વારા જ નિર્ણયો લઈ શકશે.

સ્વાસ્થ્યઃ- થાક અને ઉંઘ પૂર્ણ ન થવાના કારણે ઊર્જા ઘટી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3

---------------------------

મિથુનઃ- NINE OF PENTACLES

આર્થિક વાતોમાં પ્રગતિ થઈ હોવા છતાંય તમને નિરાશા અનુભવ થતી રહેશે. તમારા મનની પ્રસન્નતાને જાળવી રાખવા માટે કોઈ હોબી કે નવા કામને શીખવાની કોશિશ જરૂરી છે.

કરિયરઃ- જે મહિલાઓ વેપારમાં આવવા ઇચ્છે છે તેમને પરિવારના લોકો દ્વારા સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે.

લવઃ- જે નિર્ણય માટે પાર્ટનર તમારા ઉપર નિર્ભર છે તે નિર્ણયને આગળ વધારવા માટે રાહ જોવી પડશે.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક નબળાઈ અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

---------------------------

કર્કઃ- TEN OF PENTACLES

હાલ તમને દરેક પ્રશ્નનો ઉકેલ માત્ર રૂપિયાના માર્ગે જ મળવાનો છે તેવું અનુભવ થશે. તમને પ્રાપ્ત થઈ રહેલી આર્થિક આવકની મદદથી તમે પોતાની જીવનશૈલી સાથે માતા-પિતા માટે પણ કઈંક કરવાની ઇચ્છા રાખશો.

કરિયરઃ- જે કામ તમે હાથમાં લીધું છે તેની સાથે એક મોટા કાર્યની શોધ કરવાની જરૂરિયાત છે.

લવઃ- લવ લાઇફમાં ફેરફાર થતો જોવા મળી રહ્યો છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક થાક અને હીમોગ્લોબિનની ખામીના કારણે નિરાશા અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

---------------------------

સિંહઃ- THE LOVERS

દિવસની શરૂઆતથી જ તમને લાભ મળશે. જૂના મિત્રો સાથે કરવામાં આવતી વાતો દ્વારા મોટી સમસ્યાનો ઉકેલ મળી શકે છે. જે લોકોને જીવન પ્રત્યે નિરાશા અનુભવ થઈ રહી હતી તેમની નિરાશા અચાનક જ દૂર થવા લાગશે.

કરિયરઃ- વૈદ્યક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને કામ અને તણાવનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- લગ્ન માટે પરિવાર દ્વારા મંજૂરી મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતી તકલીફના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

---------------------------

કન્યાઃ- KNIGHT OF PENTACLES

જેટલા પણ લક્ષ્ય તમે નક્કી કર્યા હતા તેને પૂર્ણ કરવાની ઇચ્છાના કારણે જીવનમાં સ્થિરતા જોવા મળી રહી છે. હાલના સમયે મોટા લક્ષ્ય અંગે વિચારવું તમારા માટે શક્ય નથી.

કરિયરઃ- વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા અનુભવ થવા લાગશે.

લવઃ- યુવાઓનું ધ્યાન પ્રેમ સંબંધો ઉપર વધારે રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટ ખરાબ થઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 4

---------------------------

તુલાઃ- QUEEN OF PENTACLES

રૂપિયાની આવક વધારવા માટે જે પ્રકારે કોશિશ તમે કરી રહ્યા છો, તે કોશિશમાં થોડી ભૂલ થવાની શક્યતા છે. તમારી ભૂલને સુધારવા માટે પહેલાં પોતાના નિર્ણયનું અવલોકન યોગ્ય રીતે કરો.

કરિયરઃ- ધાતુ સાથે જોડાયેલાં વેપારી કે સોના ચાંદી સાથે જોડાયેલાં વેપારીઓને લાભ મળશે.

લવઃ- પાર્ટનરનું ધ્યાન સંપૂર્ણ રીતે તમારા ઉપર રહેશે.

સ્વાસ્થ્યઃ- અસ્થમાની તકલીફ જે લોકોને છે તેમણે સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂતતા રાખવી

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

---------------------------

વૃશ્ચિકઃ- NINE OF WANDS

તમને સોંપવામાં આવતી જવાબદારી તમે યોગ્ય રીતે નિભાવી શકશો છતાંય પરિણામના ભયના કારણે ક્યારેક તમારી કાર્યક્ષમતા ઉપર અસર જોવા મળી શકે છે. જે લોકો દ્વારા તમને દુઃખ અને કડવા અનુભવ થયા છે એવા લોકો ફરીથી તમારા જીવનમાં આવવાની કોશિશ કરશે.

કરિયરઃ- કામને લગતી અનેક વાતો અટકવાના કારણે તમારી મુંજવણ વધી શકે છે.

લવઃ- હાલ લવ રિલેશનશિપથી દૂર રહેવું જ તમને ગમશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાનને લગતી જે આદતોના કારણે તમારું નુકસાન થઈ રહ્યું છે તેને તરત બદલવાની કોશિશ કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

---------------------------

ધનઃ- FIVE OF SWORDS

તમે લક્ષ્ય પ્રાપ્તિ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છો. છતાંય જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત કરી શકાતું નથી, ત્યાં સુધી તમને સમાધાન મળવું મુશ્કેલ છે. વધારેમાં વધારે વર્તમાનમાં રહીને તમારા પ્રયત્નોને શરૂ રાખો.

કરિયરઃ- તમારી કરિયરને લગતી પ્રગતિ જોઇને કોઇ તમારા અંગે ખોટી વાતો ફેલાવી શકે છે.

લવઃ-કોઇના પ્રત્યે વધતું આકર્ષણ તમારી અંદર પોઝિટિવિ લાવશે.

સ્વાસ્થ્યઃ- આંખને લગતું ઇન્ફેક્શન થઇ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

--------------------------------

મકરઃ- TEN OF PENTACLES

પરિવારના બધા વ્યક્તિઓની આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. પરિવારના કોઇ વ્યક્તિને તેમના કાર્યો માટે સન્માન પ્રાપ્ત થઇ શકે છે. સામાજિક કાર્યમાં તમારો રસ વધશે જે નવા લોકો સાથે ઓળખાણ વધારવા માટે યોગ્ય રહેશે.

કરિયરઃ- કામની જગ્યાએ સહયોગી ઉપર દરેક બાબતે વિશ્વાસ કરશો નહીં.

લવઃ-પરિવાર અને તમારી વચ્ચે સંબંધ ઠીક રહેવાના કારણે રિલેશનશિપમાં પણ પોઝિટિવિટી દેખાશે.

સ્વાસ્થ્યઃ- પરિવારના વડીલોના સ્વાસ્થ્યને લગતી નાની તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 1

--------------------------------

કુંભઃ- EIGHT OF CUPS

આજે તમારા ઉપર ડિપ્રેશન અને નકારાત્મક વાતનો પ્રભાવ વધારે દેખાશે. જેના કારણે તમે બધાથી દૂર રહેવાનું ઇચ્છશો. તમારી અંદર બની રહેલી નકારાત્મકતાના કારણે તમે જે વાતમાં પ્રગતિ જોઇ રહ્યા હતાં, તે વાતને પણ નુકસાન પહોંચી શકે છે.

કરિયરઃ- માર્કેટિંગ સાથે જોડાયેલાં લોકોએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવો મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનરનું એકબીજાથી દૂર રહેવું તમારી અંદર નકારાત્મકતા લાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- એનીમિયાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 9

--------------------------------

મીનઃ- KING OF WANDS

તમારી વધતી એકાગ્રતા કામ પ્રત્યે તમારો રસ વધારશે અને સફળતા પ્રદાન કરશે. ભૂતકાળથી બહાર આવીને ભવિષ્યનો વિચાર કરતાં રહેવું તમારા માટે ફાયદાકારક રહેશે.

કરિયરઃ- તમારા કામની ગતિને અન્ય દ્વારા પકડવી મુશ્કેલ રહેશે.

લવઃ- રિલેશનશિપ પ્રત્યે તમે ગંભીર થશો.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણનો દુખાવો રહેશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7