ટેરો રાશિફળ:24 જૂન, શુક્રવારે DEATH કાર્ડ પ્રમાણે મકર જાતકો માનસિક રીતે હેરાન થશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ : KNIGHT OF SWORDS
મનમાં વધી રહેલી અસમંજસની સ્થિતિને કારણે ઉતાવળમાં તમે લીધેલા કોઈ નિર્ણયને કારણે તમારી નજીકની કોઈ વ્યક્તિને દુઃખ પહોંચાડી શકો છો. ભવિષ્ય વિશે કોઈ વાતની સ્પષ્ટતા થઇ નથી તેથી વર્તમાન અને ભવિષ્ય ખરાબ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.

કરિયર : કામમાં આગળ વધવા માટે કાર્યક્ષમતા વધારવાની જરૂર છે.

લવ : લવ લાઈફમાં તમે જે મુજબની અપેક્ષા રાખો છો તે પ્રકારનું વર્તન છે કે નહીં તેનું ધ્યાન રાખો.

હેલ્થ : પેટમાં દુખાવો અને ગેસની તકલીફને કારણે બેચેની રહેશે.

લકી કલર : બ્લુ

લકી નંબર : 3
---------------------
વૃષભ : JUDGEMENT
તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નનું પરિણામ તમને જોવા મળશે. અચાનકથી કોઈ મોટી સમસ્યાને કારણે પોતાના પર વિશ્વાસ અને કામ પ્રત્યે ધ્યાન વધી જશે. તમારી ભૂલનું કારણ સમજવાને કારણે ભૂતકાળમાં જે સંઘર્ષ હતો તે દૂર થવા લાગશે.

કરિયર : કામથી જોડાયેલા લોકોને યોગ્ય સાથ-સહકાર મળવાને કારણે મોટો પ્રોજેક્ટ પૂરો થશે.

લવ : સમયાનુસાર રિલેશનશિપમાં બદલાવ જોવા મળશે.

હેલ્થ : શારીરિક કમજોરીને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઇ શકે છે.

લકી કલર : લાલ

લકી નંબર : 2
---------------------
મિથુન : THE LOVERS
જો જરૂરી વસ્તુ તમારા મન પ્રમાણે હોય તો પણ સમાધાન કેમ નથી થતું તેના પર ધ્યાન આપો. તમે જે વસ્તુઓ પ્રાપ્ત કરવા ઇચ્છો છો તે ફક્ત તમારી અંદરના અહંકાર અને ભાવનાત્મક સ્વભાવથી તમે જે અસલામતી અનુભવો છો તેનો અહેસાસ થશે.

કરિયર : કરિયરમાં આગળ વધવા માટે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ દ્વારા મળેલો સાથ સારો સાબિત થશે.

લવ : પ્રેમસંબંધમાં ભલે નેગેટિવિટી હોય પરંતુ હજુ પણ કોઈના કહેવાથી વાત બદલવાની કોશિશ ન કરો

હેલ્થ : યુરિન સંબંધિત સમસ્યા થઇ શકે છે.

લકી કલર : સફેદ

લકી નંબર : 5
---------------------
કર્ક : KING OF SWORDS
જે વાતનો તમને જવાબ નથી મળી રહ્યો તે વાત છોડીને હાલ વ્યક્તિગત પ્રગતિ પર ધ્યાન આપવાની જરૂર છે. ભાવનાત્મક રીતે પોતાને સ્થિર રાખીને મજબૂત બનવાની કોશિશ કરો.

કરિયર : કરિયરને કઈ દિશામાં લઈ જવી તેની સંપૂર્ણ જવાબદારી તમારા હાથમાં છે.

લવ : પાર્ટનરને લઈને લીધેલો કોઈપણ નિર્ણય તમને તકલીફ આપી શકે છે.

હેલ્થ : પગ અને ઘૂંટણમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : પીળો

​​​​​​​લકી નંબર : 1
---------------------
સિંહ : QUEEN OF PENTACLES
પૈસા સંબંધિત કોઈ સમસ્યાને દૂર કરવા માટે તમારે પ્રયત્નો કરવા પડશે. ભવિષ્યના વિચારોને લઈને ચિંતા થશે અને સમય પણ ખરાબ થશે. હાલ ફક્ત પોતાની વાતને પ્રાધાન્ય આપીને કામ કરો.

કરિયર : તમારી યોગ્યતા અનુસાર કામ કરો.

લવ : પાર્ટનર દ્વારા તમારી ભાવનાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

હેલ્થ : વજનને લઈને ચિંતા થઇ શકે છે.

લકી કલર : લીલો

​​​​​​​લકી નંબર : 4
---------------------
કન્યા : FIVE OF SWORDS
તમારા દ્વારા બોલવામાં આવેલી સ્પષ્ટ વાતને કારણે કોઈ વ્યક્તિને દુખ પહોંચશે. તમે તમારી રીતે નિર્ણય લેવામાં સક્ષમ છો તેનું ખાસ ધ્યાન રાખો. બીજાની ચિંતા ન કરો.

કરિયર : કામની જે જવાબદારી તમને સોંપવામાં આવી છે તે સિવાય પણ તમારે કામ કરવાની જરૂર પડશે.

લવ : ભૂતકાળની વાતોને ભૂલીને રિલેશનશિપને ફરીથી બરાબર કરવાનો પ્રયત્ન કરશો.

હેલ્થ : અપચાની તકલીફ થઇ શકે છે.

લકી કલર : ગ્રે

લકી નંબર : 6
---------------------
તુલા : SEVEN OF SWORDS
પોતાની વાતને જ પ્રાધાન્ય આપીને તમારા દ્વારા કરવામાં આવેલા કામ અને નિર્ણયને કારણે પરિવારના લોકોની નારાજગીનો સામનો કરવો પડશે. પરિવારના લોકોની અપેક્ષા અને તમારી જવાબદારીને બરાબર નિભાવવાની કોશિશ કરો.

કરિયર : કામના સ્થળ પર તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને કારણે જે નુકસાન થઇ રહ્યું હતું તેને દૂર કરી શકશો.

લવ : ભાવનામાં આવીને રિલેશન સંબંધિત કોઈ નિર્ણય ન લો.

હેલ્થ : કમરનો દુખાવો અને પીઠના દુખાવાની સમસ્યા થઇ શકે.

લકી કલર : ઓરેન્જ

​​​​​​​લકી નંબર : 8
---------------------
વૃશ્ચિક : EIGHT OF SWORDS
તમારા અનુભવોને કારણે તમારા વિચારો મર્યાદિત જોવા મળશે, જેના કારણે તમે તમારી જાતને નવી વસ્તુઓનો અનુભવ કરવાથી રોકી શકો છો. વર્તમાન સમયમાં તમારા માટે તમારી પરિસ્થિતિ અને વિચારોને સમજવાનું શક્ય બનશે નહીં.

કરિયર : કામ સંબંધિત કોઈ અડચણ આવી શકે છે.

લવ : રિલેશનશિપમાં બંધનને કારણે સમસ્યા થઇ શકે છે.

હેલ્થ : શરદીની તકલીફ થશે.

લકી કલર : લાલ

લકી નંબર : 7
---------------------
ધન : EIGHT OF PENTACLES
કોઈ વાતને લઈને સમજૂતી કરતા સમયે આત્મ-સમ્માનને ઠેસ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખો. કઈ વાતને લઈને સમજૂતી કરવાની છે અને કઈ વાત માટે તમારે ખડેપગે રહેવું પડશે તે વાતને બરાબર સમજવી પડશે.

કરિયર : કામની નવી ટ્રેનિંગને કારણે નોકરીમાં નવી તક મળશે.

લવ : રિલેશનશિપમાં પાર્ટનર સાથે વાતચીત કરીને યોગ્ય દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરશો.

હેલ્થ : અપચો અને ગેસની તકલીફ થઇ શકે છે.

લકી કલર : ગુલાબી

લકી નંબર : 5
---------------------
મકર : DEATH
તમારી શ્રેષ્ઠ ક્ષમતાનો પ્રયાસ કરવા છતાં તમારા હાથમાંથી કંઈક નીકળી રહ્યું હોય તેવું લાગે છે. જેના કારણે તમે માનસિક રીતે હેરાન થશો. તમારી નબળાઇ અને સ્વભાવના નકારાત્મક પાસાઓને સમજવાનો પ્રયાસ કરો.

કરિયર : કામના સ્થળ પર ખોટી રીતે લગાવામાં આવેલા આરોપ દૂર થશે.

લવ : પાર્ટનરને કઈ વાત સ્પષ્ટ કહેવાની છે તે વાત સમજવાની કોશિશ કરશો.

હેલ્થ : અપચાની સમસ્યા વધી શકે છે.

લકી કલર : પીળો

​​​​​​​લકી નંબર : 9
---------------------
કુંભ : FOUR OF CUPS
ફક્ત વિચારોમાં જ રહેવાથી પરિસ્થિતિની સત્યતા તમે જાણી નહીં શકો. જે લોકોનો સાથ મળવાની તમને અપેક્ષા હતી તે લોકો તમારાથી દૂર થતા જોવા મળશે. તમે તમારી જાતને શ્રેષ્ઠ બનાવવા માટે જે પ્રયત્નોને બાજુએ મૂકી રહ્યા હતા તે શરૂ કરી શકશો.

કરિયર : વેપારને લઈને કોઈ મોટો સોદો કરવાથી ફાયદો થઇ શકે છે.

લવ : પૂર્વ પ્રેમી ફરીથી તમારા જીવનમાં પરત ફરવાનો પ્રયાસ કરશે.

હેલ્થ : આંખમાં ઇન્ફેક્શન થવાની સંભાવના છે.

લકી કલર : પર્પલ

લકી નંબર : 4
---------------------
મીન : TWO OF CUPS
નવી વ્યક્તિ જીવનમાં આવવાને કારણે તમે જેટલી સકારાત્મકતા અને સ્થિરતા અનુભવી રહ્યા છો, તેટલી જ બેચેની વધી શકે છે. આ વ્યક્તિના સ્વભાવને કારણે જે પાસાઓ વિશે તમે જાગૃત ન હતા, તે અનુભવવાનું શરૂ કરશો.
કરિયર : કામને ભાગીદારીમાં કરવાની કોશિશ કરશો.

લવ : જે લોકો રિલેશનશિપમાં છે તે લોકોને કમિટમેન્ટ મળી શકે છે.

હેલ્થ : મહિલાઓએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવાની જરૂર છે.

લકી કલર : સફેદ

લકી નંબર : 1

અન્ય સમાચારો પણ છે...