તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બુધવાર, 24 ફેબ્રુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- EIGHT OF SWORDS
પોતાના દ્વારા જ પોતાના ઉપર લગાવેલ બંધનથી આઝાદ થવાની કોશિશ કરો. સીમિત સીમામાં રહીને તમારી સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી શકશો નહીં. જેનું કારણ અન્ય લોકો દ્વારા બોલવામાં આવેલી વાતોના કારણે છે.
કરિયરઃ- કામને લગતું રિસ્ક સમજી-વિચારીને લેવું.
લવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલી જવાબદારીઓ વધશે.
સ્વાસ્થ્યઃ- ગળામાં દુઃખાવો થઇ શકે છે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 3
--------------------------------
વૃષભઃ- SIX OF SWORDS
જીવનમાં આગળ વધતી વખતે તમારે બધાની પ્રગતિ સાથે તમારા ઉપર નિર્ભર લોકોને પણ આગળ લાવવા પડશે. તમારા નેતૃત્વ ગુણના કારણે લોકો તમારી પાસે સલાહ લેવા માટે આવતાં રહેશે.
કરિયરઃ- માનસિક અસ્વસ્થતાની અસર કામ ઉપર જોવા મળશે.
લવઃ- કોઇપણ પ્રકારના નિર્ણયમાં પતિ-પત્ની એકબીજાનો સાથ આપશે.
સ્વાસ્થ્યઃ- બાળકોને સ્વાસ્થ્યને લગતી સમસ્યા વધશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
--------------------------------
મિથુનઃ- THE EMPRESS
કામ અને પરિવારમાં યોગ્ય સંતુલન જાળવી રાખો. ઘર અને કામને લગતી જવાબદારીઓ તમે નિભાવી શકશો. જવાબદારીઓ નિભાવતી વખતે તમારી તમારા પ્રત્યે જ જવાબદારી બને છે. આ વાતનું ધ્યાન રાખો.
કરિયરઃ- કામ અંગે અન્ય ઉપર નિર્ભરતા નિરાશા અપાવશે.
લવઃ- રિલેશનશિપમાં સ્ત્રીઓનું વર્ચસ્વ રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટને લગતી સમસ્યા વધશે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 7
--------------------------------
કર્કઃ- FIVE OF WANDS
સ્વાસ્થ્ય ઠીક ન રહેવાના કારણે માનસિક રૂપથી નબળાઇ અનુભવ કરી શકો છો. મન કોઇપણ વાતથી સંતુષ્ટ રહેશે નહીં. એટલે લક્ષ્ય પ્રાપ્તિ અંગે આજનો દિવસ વધારે ન વિચારો.
કરિયરઃ- કામને લગતી જવાબદારીઓ વધવાના કારણે માનસિક તણાવ રહેશે.
લવઃ- લગ્ન અંગે નિર્ણય લેવો મુશ્કેલ રહેશે.
સ્વાસ્થ્યઃ- શરદીની તકલીફ રહેશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 3
--------------------------------
સિંહઃ- THREE OF PENTACLES
થોડી વાતો તમારી યોજના પ્રમાણે થશે અને થોડી વાતોમાં ફેરફાર લાવવો પડશે. તેનો અર્થ યશ અને અપયશ નથી તે યાદ રાખો. ઘરના કામ અંગે રૂપિયા વધારે ખર્ચ થઇ શકે છે.
કરિયરઃ- વેપારમાં હાલ રોકાણ કરવું પડશે જેનો ફાયદો ભવિષ્યમાં થશે.
લવઃ- પતિ-પત્ની એકબીજાને ખુશ રાખવાની કોશિશ કરતાં રહેશે.
સ્વાસ્થ્યઃ- છાતિનો વિકાર તકલીફ આપશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 4
--------------------------------
કન્યાઃ- TEN OF CUPS
પરિવારને લગતી તકલીફ દૂર થશે. પરિવાર દ્વારા તમને સુખ મળી શકે છે. બધા લોકો સાથે સંબંધો ગાઢ બનાવવાની તમારી કોશિશ સફળ રહેશે. પરિવારના કોઇ વ્યક્તિને તમારી મદદની જરૂરિયાત રહેશે.
કરિયરઃ- કામને લગતી નાની પ્રગતિ પણ તમારા માટે મહત્ત્વપૂર્ણ છે.
લવઃ- યુવાઓને પોતાનો પરિવાર બનાવવાની ઇચ્છા પ્રબળ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 4
--------------------------------
તુલાઃ- TEN OF SWORDS
એક જ જગ્યાએ વધારે બેસીને કામ કરતાં રહેવાના કારણે શારીરિક તકલીફ વધી શકે છે. આજનો આખો દિવસ કામમાં વ્યસ્ત રહેશે. જેના કારણે તમારા ઉપર તણાવ પડી શકે છે.
કરિયરઃ- કામને લગતી જવાબદારીઓ પૂર્ણ કરવી મુશ્કેલ રહેશે.
લવઃ- પાર્ટનર દ્વારા બોલવામાં આવેલી વાતોની અસર તમારી ઉપર નકારાત્મક રીતે થશે.
સ્વાસ્થ્યઃ- યોગ અને પ્રાણાયમ દ્વારા સ્વાસ્થ્ય ઠીક રહેશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 2
--------------------------------
વૃશ્ચિકઃ- FOUR OF WANDS
નજીકના સંબંધી દ્વારા કોઇ શુભ સમાચાર મળી શકે છે. પરિવારમાં કોઇના લગ્ન નિશ્ચિત થવાના અણસાર છે. ઘણાં દિવસો પછી પરિવારના બધા વ્યક્તિઓને ભેગા કરવા આનંદદાયી રહેશે.
કરિયરઃ- ઓછી કોશિશમાં વધારે સફળતા મળશે.
લવઃ-લગ્ન માટે પરિવાર દ્વારા મંજૂરી મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- પાર્ટનરના સ્વાસ્થ્યની ચિંતા પરેશાન કરશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
--------------------------------
ધનઃ- THE WORLD
તમે લક્ષ્ય પ્રાપ્તિ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છો. છતાંય જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત કરી શકાતું નથી, ત્યાં સુધી તમને સમાધાન મળવું મુશ્કેલ છે. વધારેમાં વધારે વર્તમાનમાં રહીને તમારા પ્રયત્નોને શરૂ રાખો.
કરિયરઃ- તમારી કરિયરને લગતી પ્રગતિ જોઇને કોઇ તમારા અંગે ખોટી વાતો ફેલાવી શકે છે.
લવઃ-કોઇના પ્રત્યે વધતું આકર્ષણ તમારી અંદર પોઝિટિવિ લાવશે.
સ્વાસ્થ્યઃ- આંખને લગતું ઇન્ફેક્શન થઇ શકે છે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 7
--------------------------------
મકરઃ- TEN OF PENTACLES
પરિવારના બધા વ્યક્તિઓની આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. પરિવારના કોઇ વ્યક્તિને તેમના કાર્યો માટે સન્માન પ્રાપ્ત થઇ શકે છે. સામાજિક કાર્યમાં તમારો રસ વધશે જે નવા લોકો સાથે ઓળખાણ વધારવા માટે યોગ્ય રહેશે.
કરિયરઃ- કામની જગ્યાએ સહયોગી ઉપર દરેક બાબતે વિશ્વાસ કરશો નહીં.
લવઃ-પરિવાર અને તમારી વચ્ચે સંબંધ ઠીક રહેવાના કારણે રિલેશનશિપમાં પણ પોઝિટિવિટી દેખાશે.
સ્વાસ્થ્યઃ- પરિવારના વડીલોના સ્વાસ્થ્યને લગતી નાની તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 1
--------------------------------
કુંભઃ- EIGHT OF CUPS
આજે તમારા ઉપર ડિપ્રેશન અને નકારાત્મક વાતનો પ્રભાવ વધારે દેખાશે. જેના કારણે તમે બધાથી દૂર રહેવાનું ઇચ્છશો. તમારી અંદર બની રહેલી નકારાત્મકતાના કારણે તમે જે વાતમાં પ્રગતિ જોઇ રહ્યા હતાં, તે વાતને પણ નુકસાન પહોંચી શકે છે.
કરિયરઃ- માર્કેટિંગ સાથે જોડાયેલાં લોકોએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવો મુશ્કેલ રહેશે.
લવઃ- પાર્ટનરનું એકબીજાથી દૂર રહેવું તમારી અંદર નકારાત્મકતા લાવી શકે છે.
સ્વાસ્થ્યઃ- એનીમિયાની તકલીફ રહેશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 9
--------------------------------
મીનઃ- KING OF WANDS
તમારી વધતી એકાગ્રતા કામ પ્રત્યે તમારો રસ વધારશે અને સફળતા પ્રદાન કરશે. ભૂતકાળથી બહાર આવીને ભવિષ્યનો વિચાર કરતાં રહેવું તમારા માટે ફાયદાકારક રહેશે.
કરિયરઃ- તમારા કામની ગતિને અન્ય દ્વારા પકડવી મુશ્કેલ રહેશે.
લવઃ- રિલેશનશિપ પ્રત્યે તમે ગંભીર થશો.
સ્વાસ્થ્યઃ- ઘૂંટણનો દુખાવો રહેશે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 7
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.