ટેરો રાશિફળ:ગુરુવારે THE EMPRESS કાર્ડ પ્રમાણે મેષ રાશિના લોકોને આજે રોકાણમાં ફાયદો થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુવાર, 24 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE EMPRESS

મહત્ત્વપૂર્ણ વાતોમાં પ્રગતિ જોઇ શકવી અને લક્ષ્ય પ્રાપ્તિનો આનંદ તમને મળશે. સોનામાં કરેલાં રોકાણના કારણે આજે તમને ફાયદો થશે. હોમ લોન મળવામાં સરળતા રહેશે. સંબંધીઓ તમારા અંગે પોઝિટિવ વાતો બોલી શકે છે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણનો નિર્ણય ફાયદાકારક રહેશે.

લવઃ- પરિવારના વ્યક્તિઓને સાથે રાખવામાં તમે સફળ થઇ શકો છો.

સ્વાસ્થ્યઃ- મહિલાઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

----------------------

વૃષભઃ- THE STRENGTH

તમારા જ કામમાં વ્યસ્ત રહેવું આજે તમને ફાયદો આપી શકે છે. નેચરલ પ્રોડક્ટ કે નૈસર્ગિક વસ્તુઓને લગતાં વેપાર મીડિયાના માધ્યમથી વધારે લોકો સુધી પહોંચાડી શકાય છે. તમારા કરેલાં કાર્યને વડીલો દ્વારા પ્રોત્સાહન મળશે.

કરિયરઃ- ગુસ્સામાં લીધેલો નિર્યણ તમને નુકસાન આપી શકે છે.

લવઃ- ત્રીજા વ્યક્તિ દ્વારા ઊભી કરાયેલી ગેરસમજ પાર્ટનર દૂર કરી શકશે.

સ્વાસ્થ્યઃ- પંચકર્મ અથવા ડિટોક્સ ડાયટ દ્વારા શરીર શુદ્ધિ કરવામાં અનેક તકલીફોનું નિવારણ થઇ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 8

----------------------

મિથુનઃ- THE SUN

કામ સાથે અન્ય વાતોનો પણ તમે સંપૂર્ણ રીતે આનંદ લઇ શકશો. બાળકો સાથે સંબંધ સુધરવા લાગશે. અધ્યાત્મ સાથે જોડાયેલાં લોકો પોતાના વિચારો સાથે મળતાં લોકો સાથે સમય પસાર કરી શકશે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને મનગમતી શાખા કે કોલેજમાં એડમિશન મળી શકે છે.

લવઃ- પાર્ટનરના કારણે ઘરમાં રમત-ગમતનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- બાળકોને દાંતની સમસ્યાઓ થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

----------------------

કર્કઃ- TWO OF PENTACLES

બે કામ વચ્ચે તાલમેલ રાખવું આજે થોડું મુશ્કેલ થઇ શકે છે. છતાંય કોઇની મદદ દ્વારા તમે બંને કામને આગળ લઇ જવામાં સફળ રહેશો. વધતાં સ્ટ્રેસ અને જવાબદારીના કારણે માનસિક થાક અનુભવ થઇ શકે છે.

કરિયરઃ- વિદેશ સાથે જોડાયેલાં કામમાં કાગળિયા તપાસ કરવાં.

લવઃ- રિલેશનશિપમાં અનેક મુંજવણ રહેવાના કારણે નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં પાણીની કમી રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

----------------------

સિંહઃ- TEN OF PENTACLES

જો પરિવાર કોઇ આર્થિક સમસ્યાથી પરેશાન છે તો સમસ્યાનો ઉકેલ શોધવામાં પરિવારના બધા સભ્યો દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. વેપાર કરનાર લોકો પોતાના નોકરો પ્રત્યે નિષ્ઠા પારખી લે.

કરિયરઃ- સહયોગી કે કનિષ્ઠ કર્મચારી દ્વારા કામમાં સહયોગ મળવો મુશ્કેલ રહેશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની સમસ્યાઓનું નિવારણ કરવામાં સફળ રહેશે.

સ્વાસ્થ્યઃ- શ્વાસને લગતી સમસ્યા અંગે જાગરૂતતા દર્શાવવી.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

----------------------

કન્યાઃ- ACE OF PENTACLES

આર્થિક પક્ષ મજબૂત હોવાના કારણે આત્મવિશ્વાસમાં ફરક જોવા મળે છે પરંતુ આ જ આત્મવિશ્વાસ અહંકારમાં પણ બદલાઇ શકે છે. તમારામાં વાત કરવાની રીતમાં સુધાર લાવવો પડશે નહીંતર વિવાદ ઊભો થઇ શકે છે.

કરિયરઃ- કામની જગ્યાએ પ્રગતિ થવા છતાંય સમાધાન પ્રાપ્ત થઇ શકશે નહીં.

લવઃ- રૂપિયા પ્રત્યે રાખેલી લાલ રિલેશનશિપ ખરાબ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- કમરના દુખાવાને લગતી તકલીફ દૂર થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

----------------------

તુલાઃ- SIX OF CUPS

કામ અંગે મળી રહેલાં નવા પ્રસ્તાવનો સ્વીકાર કરો. આ પ્રસ્તાવ દ્વારા તરત ફાયદો થશે નહીં પરંતુ સમય સાથે-સાથે કામ વધતું જશે અને પરિવારની ઉન્નતિ માટે લાભદાયક રહેશે.

કરિયરઃ- રિયલ અસ્ટેટ સાથે જોડાયેલાં લોકો મોટી ડીલનો વ્યવહાર સરળતાથી કરી શકશે.

લવઃ- બાળકોને લગતાં નિર્ણય લેતી સમયે પાર્ટનર્સમાં થોડો મતભેદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી બીમારીઓના કારણે ઓપરેશનની સંભાવના છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

----------------------

વૃશ્ચિકઃ- THE HANGEDMAN

કામ કરતી સમયે મૂડમાં ખૂબ જ ફેરફાર અનુભવ થઇ શકે છે. કામ સાથે જોડાયેલી એન્ઝાઇટીનું કારણ શોધવાની કોશિશ કરો. વ્યક્તિગત વાતોમાં નિરાશા રહેવાથી પણ કામ ઉપર અસર થઇ શકે છે.

કરિયરઃ- કામમાં આવી રહેલી સ્તબ્ધતા ચિંતાનું કારણ બનશે.

લવઃ- નજીકના વ્યક્તિની ટિપ્પણીની અસર તમારા રિલેશન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- અપચાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

----------------------

ધનઃ- THE WORLD

મિત્રો દ્વારા મળી રહેલી પ્રેરણા અને કામ અંગે થઇ રહેલી પ્રગતિ બંને તમારો ઉત્સાહ વધારશે. તમારા લક્ષ્યનું ફરી અવલોકન કરીને લક્ષ્ય પ્રાપ્તિની યોજના બનાવવી. જેના માટે મિત્ર દ્વારા કે ભાગીદાર દ્વારા માર્ગદર્શન મળી શકે છે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી નવી વાત શીખવાના કારણે કામને સારી રીતે પૂર્ણ કરી શકશો.

લવઃ- રિલેશનશિપના કારણે વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે.

શુભ રંગઃ- કથ્થઇ

શુભ અંકઃ- 9

----------------------

મકરઃ- THE MAGICIAN

તમને મળી રહેલાં અવસરનો પૂર્ણ ફાયદો ઉઠાવો. દિવસની શરૂઆતમાં ઉત્સાહની કમી અનુભવ થઇ શકે છે. પોતાને પ્રેરણા આપી શકવામાં તમે સક્ષમ રહેશો. કળા સાથે જોડાયેલાં વ્યક્તિ દ્વારા અદભૂત કાર્ય થવાની સંભાવના છે.

કરિયરઃ- પ્રોડક્ટને લગતાં વેપારમાં વધારે ફાયદો થશે.

લવઃ- તમારી પ્રતિભાથી પાર્ટનરનું તમારા પ્રત્યે અભિમાન વધશે.

સ્વાસ્થ્યઃ- મેડિકલ સાથે જોડાયેલાં વ્યક્તિ પોતાના કામને વધારે ફોકસ દ્વારા કરવું.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 1

----------------------

કુંભઃ- KING OF CUPS

તમારી ભાવનાઓને વ્યક્ત કરવા માટે લોકોને તમે વિશ્વાસપાત્ર લાગો છે જેના કારણે અનેક લોકોના રહસ્યો અંગે તમને સરળતાથી જાણ થઇ શકે છે પરંતુ દરેક માટે ભાવનાત્મક રીતે આધાર બની રહેવું આજે તમને તકલીફ આપી શકે છે.

કરિયરઃ- ઉચ્ચ પદ ઉપર સ્થિત અધિકારી કામમાં વધારે વ્યસ્ત રહેશે.

લવઃ- તમારી અને પાર્ટનરની જિદ્દ એકબીજાને તકલીફ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- નિદ્રાનાશની તકલીફ યોગ દ્વારા દૂર થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

----------------------

મીનઃ- SEVEN OF PENTACLES

વેપારીઓને મોટું કામ શરૂ કરતાં પહેલાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારો મોટાભાગનો સમય અને રૂપિયા તમારા કામના માર્કેટિંગ માટે લગાવવાં જરૂરી રહેશે.

કરિયરઃ- નેચરલ અને એગ્રીકલ્ચરને લગતાં વેપારીઓને રૂપિયા સાથે જોડાયેલું નુકસાન ભોગવવું પડશે.

લવઃ- પાર્ટનર પ્રત્યે કોઇ વાતને લઇને શંકા વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક સ્વાસ્થ્યને ઠીક કરવા અંગે ધ્યાન આપો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8