ટેરો રાશિફળ:ગુરુવારે JUSTICE કાર્ડ પ્રમાણે વૃશ્ચિક રાશિના જાતકોએ ભૂતકાળને ભૂલીને આગળ વધવાની જરૂરિયાત રહેશે

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષઃ- FIVE OF SWORDS

હાલનો સમય માનસિક દૃષ્ટિએ થોડો મુશ્કેલ અનુભવ થશે. તમારી પાસે સ્ત્રોત હોવાના કારણે સમયનો સામનો કઈ રીતે કરવો છે તેના અંગે તમને જાણ થશે. ચિંતા જેવી કોઈ વાત નથી પરંતુ સંયમ સાથે કામ કરીને જ તમે માર્ગમાં આવતા વિઘ્નોને દૂર કરી શકો છો.

કરિયરઃ- કરિયરને લઇને પ્રાપ્ત થઈ રહેલી તકનું યોગ્ય રીતે અવલોકન કરીને જ આગળ વધવું

લવઃ- લવ રિલેશનશિપને લગતી નિરાશા અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

---------------------------------

વૃષભઃ- SEVEN OF CUPS

સ્થિતિ નકારાત્મક ન હોવાના કારણે પણ મનમાં ઊભા થઈ રહેલાં વિચારોના લીધે તમે ચિંતિત જોવા મળી રહ્યા છો. એક સમયે એક જ વિચાર કરીને આગળ વધવું પડશે. જેટલું વધારે તમે અન્ય કાર્યોમાં ધ્યાન આપો છો તેટલી જ દુવિધાઓ વધતી જોવા મળી શકે છે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને કરિયરની પસંદગી કરતી સમયે પોતાનો રસ અને ક્ષમતા અંગે વિચારવું પડશે.

લવઃ- રિલેશનશિપને લઈને નવી શરૂઆત જલ્દી જ જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીના કારણે માથાના દુખાવાની સમસ્યા રહેશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 5

---------------------------------

મિથુનઃ- THREE OF WANDS

અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી મનગમતી તક તમારી તરફ આગળ વધી શકે છે. હજું પણ મનમાં ઊભી થઈ રહેલી બેચેનીને તમે સંપૂર્ણ રીતે દૂર કરી શકશો નહીં. દરેક વાત અંગે ખુલીને વિચાર કરવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- કરિયરને લઈને પ્રાપ્ત થઈ રહેલી તકનો તરત લાભ ઉઠાવવાની કોશિશ કરો

લવઃ- જે વ્યક્તિ સાથે ભવિષ્યના સંબંધ અંગે તમે વાતચીત કરવા ઇચ્છો છો તે જલ્દી જ થશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઈ તકલીફને ઇગ્નોર કરશો નહીં

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

---------------------------------

કર્કઃ- THE HANGEDMAN

તમારી ક્ષમતા પ્રમાણે જે પ્રકારે તમે મહેનત લીધી હતી, તે તમે લઈ ચૂક્યા છો. હાલનો સમય સંયમ બતાવીને પરિસ્થિતિને સમજવાની કોશિશ કરો. તમારા વ્યક્તિત્વની એક નવી છાપ લોકો સામે આવશે જેના કારણે તમે પોતાને જોવાનો દૃષ્ટિકોણ બદલી શકો છો. ધનલાભ મળી શકે છે.

કરિયરઃ- કોઈ એક જ કામ ઉપર સંપૂર્ણ રીતે ધ્યાન રાખીને પોતાના ટાર્ગેટને પૂર્ણ કરવાની કોશિશ કરો

લવઃ- રિલેશનશિપને લગતી વાતોમાં સમય પ્રમાણે ફેરફાર આવશે.

સ્વાસ્થ્યઃ- જૂની બીમારીને ઠીક કરવા માટે ડોક્ટરની યોગ્ય સલાહ પ્રાપ્ત થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

---------------------------------

સિંહઃ- EIGHT OF SWORDS

દરેક કાર્યમાં વિઘ્ન અનુભવ થવાના કારણે થોડી નિરાશા રહેશે પરંતુ તમે હિંમત હારશો નહીં. અનેક લોકો દ્વારા તમારા ઉપર દબાણ આપવાની કોશિશ કરવામાં આવશે. તમારા લક્ષ્યને સ્પષ્ટ રીતે સમજવું જરૂરી રહેશે.

કરિયરઃ- કોન્ટ્રેક્ટ ઉપર કામ કરનાર લોકોને નવા કામની જાણકારી મળશે.

લવઃ- રિલેશનશિપને લઈને આવી રહેલાં ફેરફાર થોડો તકલીફ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરનો દુખાવો તકલીફ ઊભી કરી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

---------------------------------

કન્યાઃ- THE MOON

સ્વાસ્થ્યમાં આવી રહેલાં ફેરફારના કારણે તમારા વિચારોમાં પણ ફેરફાર જોવા મળશે. પોતાને નબળા સમજવાની ભૂલ કરશો નહીં. માનસિક રીતે થાક અનુભવ થઈ રહ્યો છે તો દરેક કાર્યને પોતાનાથી દૂર કરીને આરામ કરવા અંગે ધ્યાન આપો.

કરિયરઃ- ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોએ પોતાના કામને પૂર્ણ કરવા માટે અપેક્ષાથી વધારે સમય લગાવવો પડી શકે છે.

લવઃ- રિલેશનશિપને લગતી ચિંતા દૂર થતી જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- શરદી અને ઉધરસની તકલીફ વધે નહીં તેનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

---------------------------------

તુલાઃ- KNIGHT 9F WANDS

તમારો આત્મવિશ્વાસ વધવાના કારણે મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાંય પણ તમે માર્ગ શોધવાની કોશિશ કરતા રહેશો. પરિવારના લોકો દ્વારા પ્રાપ્ત થઈ રહેલો સાથ માનસિક રીતે ઊભી થયેલી બેચેનીને દૂર કરશે.

કરિયરઃ- યુવાઓને રૂપિયાને લગતો મોટો ફાયદો પ્રાપ્ત થતો જોવા મળી રહ્યો છે.

લવઃ- પાર્ટનર દ્વારા મળી રહેલી સલાહના લીધે પરિવારમાં વાતાવરણ સારું જળવાશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવાની સમસ્યા રહી શકે છે

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6

---------------------------------

વૃશ્ચિકઃ- JUSTICE

જૂની વાતોના કારણે થતી તકલીફને દૂર કરવાની તક તમને મળી શકે છે. જેટલું બની શકે તેટલો ભૂતકાળ સાથે સમજોતો કરવાની કોશિશ કરો. પોતાના જ વિચારોમાં અને ભૂતકાળમાં અટવાયેલાં રહેવાના કારણે ભવિષ્યને લગતો દૃષ્ટિકોણ તમને પ્રાપ્ત થશે નહીં.

કરિયરઃ- કામની જગ્યાએ કરવામાં આવતું કામ શ્રેય આપી શકે છે.

લવઃ- જૂના વિવાદોને દૂર કરીને પાર્ટનર્સમાં સંબંધ સુધરવા લાગશે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓને સ્વાસ્થ્યને લગતી તકલીફ અચાનક ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 7

---------------------------------

ધનઃ- FIVE OF CUPS

લોકો દ્વારા બોલાયેલી વાતોના કારણે નિરાશા અનુભવ થઈ શકે છે. રૂપિયાને લઇને ઊભી થઈ રહેલી બેકારની ચિંતાને દૂર કરવાની કોશિશ કરો. હાલના સમયમાં જીવનશૈલીમાં ફેરફાર લાવવો ખૂબ જ જરૂરી રહેશે. તમારી ક્ષમતા છે તે પ્રકારે તમારી જીવનશૈલીને જાળવી રાખવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- કામને લઇને અનુભવ થતી ચિંતાને દૂર કરવા માટે કામની જગ્યાએ અનુભવી લોકો સાથે ચર્ચા કરવી જરૂરી રહેશે.

લવઃ- પાર્ટનરનો તમારા ઉપર વધતો ગુસ્સો નિરાશ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતી કોઈ તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9

---------------------------------

મકરઃ- SIX OF PENTACLES

રૂપિયા સાથે જોડાયેલાં મોટા વ્યવહાર કરવા માટે આજનો દિવસ યોગ્ય રહેશે. જે વાતોમાં અત્યાર સુધી તમને નુકસાન થઈ રહ્યું હતું તેનું કારણ સામે આવવાના કારણે ભવિષ્યના નુકસાનને ટાળવું શક્ય રહેશે. અચાનક કોઈ વ્યક્તિ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.

કરિયરઃ- વેપારી વર્ગે ક્લાઇન્ટ સાથે સંબંધ સુધારવાની કોશિશ કરવી પડશે.

લવઃ- રિલેશનશિપને લગતી દરેક વાતનું અવલોકન કરીને તમારા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂર્ણ ન થવાના કારણે આખો દિવસ થાક રહી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

---------------------------------

કુંભઃ- QUEEN OF SWORDS

તમારા સ્વભાવનો કોઈ વ્યક્તિ દ્વારા ખોટો ફાયદો ન ઉઠાવાય તે વાતનું ધ્યાન રાખવું. હાલના સમયમાં અનેક વાતોની તકલીફ થતી જોવા મળી રહી છે. પરંતુ તમે તેને જાહેર કરવાનું પસંદ કરશો નહીં. મનમાં દબાયેલી કોઈ વાતના કારણે અચાનક મોટો વિવાદ ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું.

કરિયરઃ- પારિવારિક વેપાર સાથે જોડાયેલાં લોકોએ વેપારમાં કોઈ ફેરફાર લાવવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનરને પોતાની ભૂલ સુધારવાની તક આપવી પડશે.

સ્વાસ્થ્યઃ- અપચાની સમસ્યા થવાની શક્યતા છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

---------------------------------

મીનઃ- EIGHT OF CUPS

તમારી આસપાસ અનેક તક હોવા છતાંય અન્ય લોકો ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. હાલના સમયમાં વર્તમાન સાથે જોડાઈને જે વાતો ઉપર નિયંત્રણ જાળવી શકાય છે માત્ર તેના અંગે જ વિચાર કરવો. ભવિષ્યને લગતી યોજના સમય પ્રમાણે બનાવવામાં આવશે.

કરિયરઃ- કામને લગતી પ્રગતિ સરળતાથી પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર્સે એકબીજાની અનેક વાતો સમજવાની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- કમર અને સાંધાનો દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

અન્ય સમાચારો પણ છે...