ટેરો રાશિફળ:THE DEVIL કાર્ડ પ્રમાણે સિંહ જાતકોએ આજે પોતાના ગુસ્સા અને અહંકાર ઉપર કાબૂ રાખવો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

23 નવેમ્બર, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- KNIGHT OF SWORDS

જીવનને ઝડપથી આગળ વધારવા માટે તમે કોશિશ શરૂ રાખશો. જે વાતોમાં તમે ગતિ ઇચ્છો છો તેમના પ્રત્યે ફોકસ અને ડેડીકેશન વધારવાની જરૂરિયાત રહેશે. રૂપિયાની થોડી ખામી અનુભવ થશે.

કરિયરઃ- તમારા કરિયરને નવી દિશા આપવા માટે કોશિશ વધારવાની જરૂરિયાત રહેશે

લવઃ- લવ રિલેશનશિપમાં પડતા પહેલાં તમારી ભાવનાઓને સ્થિર કરો.

સ્વાસ્થ્યઃ- પાણી અને લિક્વિડ ડાયટના સેવન ઉપર ધ્યાન આપો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

------------------------------

વૃષભઃ- TWO OF PENTACLES

રૂપિયાને લગતા ઉતાર-ચઢાવ વધશે. માનસિક અવસ્થામાં પણ આવી રહેલાં ફેરફારના કારણે થોડી નિરાશા અનુભવ થઈ શકે છે. થોડા લોકો સાથે રાખેલાં રિલેશનશિપને નિભાવતી સમયે તમને વધારે તકલીફ થઈ શકે છે.

કરિયરઃ- તમારા કામ અને કરિયરને ગંભીરતાથી લો

લવઃ- પ્રેમ સંબંધોમાં ઉતાર-ચઢાવ બહારના વ્યક્તિના કારણે હોઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વિટામિન્સની ખામીને દૂર કરવાની કોશિશ કરો

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

------------------------------

મિથુનઃ- THE HIEROPHANT

તમારા જીવનમં કોઈ વ્યક્તિ માર્ગદર્શક જેમ આવી શકે છે જેના કારણે મનમાં ઊભી થયેલી શંકા અને નકારાત્મક વિચારોને દૂર રાખવા શક્ય રહેશે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ માટે તમારા દ્વારા થયેલી કોશિશ સફળ રહેશે,

લવઃ- પરિવારની મરજી પ્રમાણે જ લગ્નને લગતી વાતો આગળ વધશે.

સ્વાસ્થ્યઃ- ચામડી અને વાળને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

------------------------------

કર્કઃ- THE CHARIOT

તમારું ધ્યાન અને એકાગ્રતાને વધારવાની કોશિશ કરવી. દિલ અને દિમાગમાં સંતુલન પણ જાળવી રાખીને જ નિર્ણય લો જેથી ઊભી થતી પરિસ્થિતિઓની અસર તમારી કાર્યક્ષમતા ઉપર જોવા મળશે નહીં

કરિયરઃ- કામને લગતા જ્ઞાન સાથે તે જ્ઞાનનો ઉપયોગ યોગ્ય રીતે કરવા માટે કોશિશ સારી હોવી જોઈએ

લવઃ- અપેક્ષા પ્રમાણે પાર્ટનર જલ્દી જ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરની ગરમીના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

------------------------------

સિંહઃ- THE DEVIL

ગુસ્સા અને અંહકાર બંને ઉપર પણ કાબૂ જાળવી રાખવું તમારા માટે જરૂરી રહેશે. તમને પ્રાપ્ત થઈ રહેલાં નાના-મોટા અવસર અને પ્રગતિના કારણે તમારો વિશ્વાસ વધતો જોવા મળી રહ્યો છે.

કરિયરઃ- મીડિયા અને ફેશન ક્ષેત્ર સાથે જોડાયેલ લોકો ઉપર કામનો ભાર વધશે.

લવઃ- મુશ્કેલ પરિસ્થિતિમાં પાર્ટનર્સ એકબીજાની મદદ કરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટની બળતરા રાતના સમયે તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

------------------------------

કન્યાઃ- ACE OF WANDS

તમારા વ્યક્તિત્વનો પ્રભાવ આસપાસના લોકો ઉપર રહેશે. તમારા વ્યક્તિત્વના કારણે તમે તમારાથી ઓછી ઉંમરના લોકોને પ્રભાવિત કરી શકશો. પરિવારના લોકોની તકલીફ દૂર કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

કરિયરઃ- નવી નોકરીને લગતો મનગમતો અવસર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પરિવારના ખાસ સંબંધીઓ દ્વારા તમારા માટે લગ્નને લગતો સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ઇન્ફેક્શન થવાની શક્યતા છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

--------------------------

તુલાઃ- THE WORLD

પરિવારમાં અને તમારા વ્યક્તિગત જીવનમાં ખુશહાલીભર્યું વાતાવરણ રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધવાના કારણે પોતાના પ્રત્યે આત્મવિશ્વાસ વધી શકે છે. કામને લઇને રાખવામાં આવેલો ટાર્ગેટ સરળતાથી પૂર્ણ થશે.

કરિયરઃ- વેપારી અને માર્કેટિંગ સાથે જોડાયેલાં લોકોને મોટો ફાયદો જોવા મળશે.

લવઃ- પાર્ટનર દ્વારા મળી રહેલો સહયોગ અને તેમના વ્યવહારમાં આવી રહેલો પોઝિટિવ ફેરફાર તમને આનંદ આપશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક સમસ્યાઓ દૂર થવા લાગશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------------------

વૃશ્ચિકઃ- THE FOOL

નવા કામની શરૂઆત અથવા કોઇ કામને લગતું રિસ્ક લેતી સમયે તમને તમારી ક્ષમતાનો અંદાજો લગાવવાની જરૂરિયાત રહેશે. હાલ તમે મોજ-મસ્તીના મૂડમાં રહેશો.

કરિયરઃ- મિત્ર દ્વારા વેપારને લગતો મોટો અવસર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે પાર્ટનરને પણ તેમાં સામેલ કરવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- શુગરને લગતી તકલીફને ઇગ્નોર ન કરો,

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

--------------------------

ધનઃ- SIX OF SWORDS

વ્યક્તિગત વાતોમાં ફેરફાર લાવવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે. ખરાબ લોકોની સંગતની અસર તમારી ઉપર ખરાબ થઇ શકે છે એટલે આસપાસના લોકોને પારખવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- ઘણી કોશિશ પછી કરિયરને લગતી વાતોમાં સ્થિરતા જોવા મળશે.

લવઃ- તમારા પાર્ટનર અને પરિવાર તમને પોઝિટિવ ઊર્જા આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- બાળકોને પેટની તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

--------------------------

મકરઃ- FIVE OF PENTACLES

રૂપિયાને લગતા તણાવનો સામનો આજે થઇ શકે છે, પરંતુ આ તકલીફને દૂર કરવા માટે પરિવારનો પૂર્ણ સહયોગ રહેશે. તમારા દ્વારા થયેલી ભૂલને માફી પણ મળી શકે છે.

કરિયરઃ- નવા શરૂ કરેલાં વેપારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પાર્ટનરને ભાવનાત્મક રૂપથી સિક્યોરિટી અપાવવાની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- તાવ અને થાકના કારણે ચીડિયાપણું અનુભવ થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

--------------------------

કુંભઃ- TEN OF WANDS

બધા કાર્યોને એક જ દિવસે પૂર્ણ કરવાની તમારી કોશિશ તમારા ઉપર દબાણ બનાવી રહી છે. એટલે જે કામમાં તમે કોઇનો સાથ કે મદદ લઇ શકો છો તેને વેચવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- સ્ટોક માર્કેટમાં થયેલાં નુકસાનના કારણે માનસિક તણાવ અનુભવ થઇ શકે છે.

લવઃ- પાર્ટનર સામે થોડી મહત્ત્વપૂર્ણ વાતો અંગે ખુલીને ચર્ચા કરવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- તમારી ઉપર વધી રહેલો તણાવ ઊંઘને લગતી તકલીફ પેદા કરી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

--------------------------

મીનઃ- THREE OF WANDS

પરિવારથી દૂર રહેતાં લોકો સાથે આજે મળવાનું થઇ શકે છે. થોડી મહત્ત્વપૂર્ણ વાતો માટે આજે તમારે રાહ જોવી પડી શકે છે. તમારો સંયમ ગુમાવશો નહીં. તમારી અંદર વધી રહેલું ચીડિયાપણું મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાદ-વિવાદ ઊભો કરી શકે છે.

કરિયરઃ- વિદેશને લગતા કાર્યો માટે આજે તમને માર્ગદર્શન મળશે.

લવઃ- કુંવારા લોકોને લાંબા સમય પછી મનગમતી વ્યક્તિ પાર્ટનર સ્વરૂપમાં મળશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક શક્તિને વધારવા માટે ખાનપાન ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3