ટેરો રાશિફળ:સોમવારે વૃષભ જાતકોને સામાજિક કાર્યોમાં રસ વધશે, સિંહ રાશિના લોકોને કોર્ટ કચેરીના કામમાં સફળતા પ્રાપ્ત થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 23 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- ICE-OLATION

જો કોઇ વાત મનમાં ખટકી રહી છે તો તેને ખુલીને બોલવાની જરૂર છે. મનમાં જ દબાયેલી વાત તમારા મનમાં દ્વેષ વધારી શકે છે. મિત્ર સાથે વ્યવહાર કરશો નહીં. મિત્રો સાથે કરેલું કામ મિત્રતામાં તણાવનું કારણ બની શકે છે.

કરિયરઃ- કરિયરમાં પ્રગતિ થશે પરંતુ આત્મ સંતુષ્ટિ મળશે નહીં.

લવઃ- પાર્ટનર સામે તમારી ભાવનાઓ વ્યક્ત કરો, હળવાશ અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- ભોજનમાં મીઠાનો ઉપયોગ ઓછો કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

------------------------------

વૃષભઃ- INNOCENCE

સામાજિક કાર્યમાં રસ વધશે. જે લોકો સામાજિક કાર્યનો ભાગ છે તે લોકો પોતાના કાર્ય દ્વારા ઓળખ બનાવી શકે છે. બાળકો સાથે જોડાયેલાં કામ કરતાં લોકોને વિશેષ આનંદ અને કામ પ્રત્યે આસ્થા જાગરૂત થશે.

કરિયરઃ- તમારા કામથી આનંદ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીમાં સંબંધ દઢ બનાવવાનો પ્રયાસ સફળ થશે.

સ્વાસ્થ્યઃ- વડીલોના સ્વાસ્થ્યમાં સુધાર થશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 4

------------------------------

મિથુનઃ- CHANGE

તમારા અંગત વ્યક્તિ સાથે સંબંધોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. આ ફેરફાર યોગ્ય કે અયોગ્ય નહીં પરંતુ તે તમારા વિચાર અને માનસિક સ્તરે થયેલાં ફેરફારનું પરિણામ છે. આ સમય તમને મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે યોગ્ય છે.

કરિયરઃ- કરિયરમાં આવેલો ફેરફાર તકલીફ આપશે.

લવઃ- પાર્ટનર્સમાં એકબીજાને સમજવાનો પ્રયાસ શરૂ રાખવો.

સ્વાસ્થ્યઃ- માનસિક અસંતુલનની અસર શરીર ઉપર જોવા મળશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

------------------------------

કર્કઃ- MATURITY

કોઇપણ પ્રકારની ભાવનાઓને અથવા કોઇની પણ ભાવનાઓને સમજવામાં તમે અન્ય લોકોની ભાવનાઓની કદર યોગ્ય રીતે કરી શકો છો. હાલ તમે તમારા મનની સ્થિતિને સારી જાળવી રાખવાના પ્રયાસમાં સફળ રહેશો.

કરિયરઃ- તમારા સહકર્મીઓનો સહયોગ મળવો મુશ્કેલ રહેશે.

લવઃ- લવ લાઇફમાં સમાધાન થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય કામની ભાગદોડથી થોડું ખરાબ થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

------------------------------

સિંહઃ- BREAKTHROUGH

ઘર સાથે જોડાયેલાં કોર્ટ કચેરીના કામમાં સફળતા પ્રાપ્ત થશે. આજે તમને મનગમતી વસ્તુઓ કે મન પ્રમાણે કામ થાય તે માટે વધારે મહેતન કરવી પડશે. આજે તમારો આત્મવિશ્વાસ અને તમારી વાત મનાવવાની આવડત સારી રહેશે.

કરિયરઃ- કામની પ્રગતિમાં સંતોષ રહેશે.

લવઃ- રિલેશનશિપમાં ઉતાર-ચઢાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- બીપી સાથે જોડાયેલાં વિકારમાં રાહત મળશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

------------------------------

કન્યાઃ- INTEGRATION

આજે તમારી ઉપર ભાવનાઓની અસર વધારે થશે. કામ ઉપર ધ્યાન વધારવું હોય તો તમારે તમારા માનસિક સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું પડશે. તમારા ભૂતકાળ સાથે જોડાયેલાં વ્યક્તિ ફરીથી તમારા જીવનમાં આવી શકે છે.

કરિયરઃ- સહકર્મી અને વડીલ લોકો સાથે સારું તાલમેલ જળવાયેલું રહેશે.

લવઃ- લવ લાઇફથી તમે સંતુષ્ટ રહેશો.

સ્વાસ્થ્યઃ- મસાલેદાર ભોજન પેટમાં એસિડિટી વધારી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

------------------------------

તુલાઃ- EXHAUSTION

તમારા અહંકારને સંતુષ્ટ કરવા માટે તમે બેકારની વાતો ઉપર વધારે સમય લગાવી શકો છો. જો કોઇ વ્યક્તિ તમારાથી ઇર્ષ્યા રાખે છે તો તે તમારી અસુરક્ષિતા દર્શાવે છે. તમારી અસુરક્ષિતતાની ભાવના ઉપર કામ કરો.

કરિયરઃ- તમારા કામનો શ્રેય કોઇ અન્યને મળી શકે છે.

લવઃ- લવ લાઇફમાં તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

શુભ રંગઃ- કાળા રંગનો ઉપયોગ બિલકુલ કરશો નહીં

શુભ અંકઃ- 6

------------------------------

વૃશ્ચિકઃ- FLOWERING

શારીરિક સ્વાસ્થ્યને લઇને તમે વધારે જાગરૂત રહેશો. કામ અને પરિવાર કરતાં વધારે તમે પોતાના ઉપર ધ્યાન આપશો. કલ્પનાને વાસ્તવમાં લાવવાનો પ્રયાસ શરૂ રહશે.

કરિયરઃ- વેપારમાં સફળતા અને સમાધાન મળશે.

લવઃ- પાર્ટનરનો સહયોગ કામ પ્રત્યે નિષ્ઠા વધારશે.

સ્વાસ્થ્યઃ- બોડી ડિટોક્સથી જૂની બીમારીઓ ઠીક થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

------------------------------

ધનઃ- ABUNDANCE

કામમાં આજે લક્ષણીય પ્રગતિની સંભાવના છે. કામને સંપૂર્ણ નિષ્ઠા સાથે કરો. તમારા કામમાં આર્થિક પ્રગતિ સાથે તમારું સન્માન પણ વધશે. નવા લોકો સાથે બનેલી ઓળખ આર્થિક પ્રગતિમાં મદદગાર સાબિત થશે.

કરિયરઃ- કામમાં ગતિ લાવવાની જરૂરિયાત છે.

લવઃ- તમારી ઉન્નતિ પાર્ટનરમાં અસુરક્ષિતતાની ભાવના લાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- હાથ-પગમાં દુખાવો અને નબળાઇ રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

------------------------------

મકરઃ- TRUST

જીવન સાથે જોડાયેલાં દરેક ક્ષણનો જવાબ તમારી પાસે હોય તે જરૂરી નથી. કામ સાથે જોડાયેલ નિર્ણય તમને આત્મવિશ્વાસ અને શ્રદ્ધા સાથે આગળ વધવા માટે પ્રેરિત કરશે.

કરિયરઃ- નવું કામ તમને દરેક પ્રકારના કૌશલને અજમાવવાની તક આપશે.

લવઃ- લવ રિલેશનશિપમાં તમે જરૂરિયાત કરતાં વધારે ગુંચવાઇ શકો છો.

સ્વાસ્થ્યઃ- શારીરિક બીમારીને ઠીક કરવા માટે તમારું મનોબળ મદદગાર રહેશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 6

------------------------------

કુંભઃ- THE OUTSIDER

કામમાં નવી રીત અજમાવવાની જરૂર છે. નવી રીત તમને અસુવિધાજનક લાગશે, પરંતુ પ્રગતિ માટે જરૂરી રહેશે. મિત્રો સાથે થયેલો મતભેદ દુઃખી અને એકલતા વધારી શકે છે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી પ્રગતિમાં સમય લાગશે.

લવઃ- જો કોઇ વ્યક્તિની ઇચ્છા મનમાં હોય તો તે વ્યક્તિ તમને કેમ જોઇએ, તે વાત ઉપર વિચાર કરો

સ્વાસ્થ્યઃ- અનિદ્રાની સમસ્યા રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

------------------------------

મીનઃ- NO THINGNESS

તમારે ફરી 0 થી શરૂઆત કરવી પડશે. આ તમને મળેલ એક અવસર રહેશે. આ અવસરનો તમે કઇ રીતે ઉપયોગ કરો છો, તે ભવિષ્યની દિશા નક્કી કરશે. તમારી દરેક વાતમાં જલ્દી પ્રગતિની ઇચ્છા તમને જીવનમાં અટકવાની ભાવના આપી રહી છે.

કરિયરઃ- નવા અવસરના માર્ગ ખુલી રહ્યાં છે.

લવઃ- પ્રેમ સંબંધો માટે સમય ઠીક રહેશે નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને સંતુલિત રાખવાનો પ્રયાસ કરતાં રહો

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 4