ટેરો રાશિફળ / શનિવારે વૃશ્ચિક રાશિના લોકોની પ્રગતિ થઈ શકે છે, મકર જાતકોની પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે

daily Tarot predictions of 23 May 2020, Shila M Bajaj
X
daily Tarot predictions of 23 May 2020, Shila M Bajaj

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 12:30 AM IST

શનિવાર, 23 મેના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- The Tower
આજે તમારે પોતાની માટે નવા વિચારોની સાથે જાગવું પડશે. પોતાના ભવિષ્યને લઈને જાગરૂક થવું પડશે. તમારી માટે આજે અંગત જીવનમાં કેટલીક આશ્ચર્યજનક ઉન્નતિ થઈ શકે છે. તમારે તમારી પ્રોફેશનલ લાઈફમાં કેટલાક સારા સંકેતો મળી શકે છે. આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મળવાની તક મળી શકે. જે ભવિષ્યમાં તમને લાભ આપશે.

કરિયરઃ- એ તકો ઉપર વિચાર કરો, જે આશાજનક છે. હોદ્દા અને પગારના મામલે પોતાના કરિયરને આગળ વધારવા પર ધ્યાન આપો.
લવઃ- તમને મળવા માટે અનેક લોકો રાહ જોઈ રહ્યા છે. એ વ્યક્તિ સાથે ડેટ પર જાઓ જેની સાથે તમે કનેક્ટ છો.
સ્વાસ્થ્યઃ- દાંતનો દુઃખાવો થતાં તમારો મૂડ બગડી શકે.
------------------------

વૃષભઃ- The Emperor
આજનો દિવસ તમારા મિત્રો અને પરિવારના લોકોની મદદ કરવાનો છે. જે લોકો તમારી માટે ચિંતા કરે છે, તેઓ તમારી માટે સહાયક સિદ્ધ થઈ શકે છે. કરિયર કે બિઝનેસમાં પરિવર્તનના યોગ છે. તમે પોતાની ખ્યાતિને અનુરૂપ સફળતા મેળવી શકો છો. તમારે લગાતાર પ્રયાસ કરવાની જરૂર છે.

કરિયરઃ- તમારો પરિવાર અને મિત્રો તમને નોકરી અપાવવામાં મદદ કરશે. સુનિશ્ચિત કરો કે તમે પ્રતિષ્ઠા મેળવવા માટે તમે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરો.
લવઃ- ગલતફેમી માટે તમારા સાથી તમારી માફી માંગી શકે છે. અહંને એકબાજુ રાખો અને તેમની માટે સારા બનો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ મૌસમી પરિવર્તનને લીધે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

------------------------

મિથુનઃ- Ace of Wands
આજનો દિવસ કેટલીક પરેશાનીઓથી ભરેલો રહેશે. કામને લઈને કોઈ ખોટી વાત કે ગલતફેમી તમારી સમસ્યાઓને વધારી શકે છે. પોતાના લોકોને પૂરી રીતે ભરોસામાં લઈને કામ કરો, પોતાની સાથે જોડાયેલા લોકોને પૂરી રીતે સમસ્યાઓને અવગત કરો. આજે કેટલાક મામલાઓમાં તમને ગુસ્સો આવી શકે છે, જે સંબંધો માટે યોગ્ય નથી.

કરિયરઃ- કામમાં ગુંચવણ છે. પોતાનું કમ્યુનિકેશન સ્પષ્ટ રાખો અને પોતાની ટીમની સાથે વિનમ્ર રહો.
લવઃ- આજે પોતાના સાથીની યાદ આવશે. તેમના સંપર્કમાં આવવા પ્રયાસ કરો અને તેમને જણાવો કે તે તમારી માટે મહત્વ ધારાવે છે.
સ્વાસ્થ્યઃ- ચામ઼ીની સમસ્યાઓ તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.

------------------------

કર્કઃ- Wheel of Fortune
આજનો દિવસ તમારી માટે એ વિચારવાનો છે કે ભવિષ્યમાં કઈ દિશામાં જવાનું છે કે કંઈ દિશામાં જવાથી તમને લાભ મળી શકે છે. શાંત મગજે અને શાંત મને વિચારો અને યોજના બનાવો. તમને કેટલાક લોકો સારી રીતે સલાહ આપી શકે છે.

કરિયરઃ- તમારી પ્રગતિ માટે કઈ આવડતની જરૂર છે જેની માટે કોઈ નિષ્ણાત વ્યક્તિ પાસે સલાહ લો.
લવઃ- સાંજના સમેય કોઈ સમારોહમાં તમને એક આકર્ષક વ્યક્તિ મળશે. તમે તેની સાથે વાત કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- તમને માથાનો દુઃખાવો કે માથામાં ઘાવ થઈ શકે છે. સાવધાન રહેવું.

------------------------

સિંહઃ- The Empress
આજનો દિવસ વધુ પ્રયાસ કરવાનો છે. અંગત અને વ્યાવસાયિક બંને મામલાઓમાં તમારા પ્રયત્નો તમને સારો લાભ આપી શકે છે. કેટલાક મામલાઓમાં તમારા લોકોના મનમાં બેઠેલા ભ્રમને દૂર કરવા માટે પ્રયાસ કરવા પડશે, તમારે તમારા જીવન માટે સારી યોજના બનાવવા માટે પ્રેરણા મળી શકે છે.

કરિયરઃ- ખાદ્ય ઉદ્યોગોમાં લોકો ખૂબ જ લાભ કમાય છે. તમારા ઉત્પાદક સાથે રચનાત્મક રહો, કારણ કે તે બજારમાં એક મોટો ભાગ મેળવામાં તમારી મદદ કરી શકે છે.
લવઃ- કોઈપણ ભ્રમને દૂર કરવા માટે તમારા સાથી સાથે વાત કરો. નાના પ્રયાસો તમારા સંબંધને બચાવવામાં મદદ કરશે.
સ્વાસ્થ્યઃ- દાંતો અને દાઢની સમસ્યા તમારો મૂડ ખરાબ કરી શકે છે.

------------------------

કન્યાઃ- The Star
આજનો દિવસ તમારી માટે ખૂબ જ પ્રોડક્ટિવ હોઈ શકે છે. અનેક કામોમાં તમે સારા પરિણઆમ મેળવી શકો છો, સાથે જ જો કોઈ કામ લાંબા સમયથી અટવાયેલું હોય તો તમે આજે પૂરું કરી શકો છો. આજે તમને કોઈ સરપ્રાઈઝ મળી શકે છે જે તમને આનંદિત કરી શકે છે.

કરિયરઃ- તમે ખૂબ જ વધુ કામમાં વ્યસ્ત રહેશો. કામ ઉપર પોતાના વિચારોને દોડાવો, જે તમારો લોડ ઘટાડી શકે છે.
લવઃ- તમારા સાથી તમને કોઈ પ્રેઝન્ટ આપી સરપ્રાઈઝ કરી શકે છે. તેમને ધન્યવાદ આપો
સ્વાસ્થ્યઃ- કાનમાં દુઃખાવો થઈ શકે છે જે તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.

------------------------

તુલાઃ- King of Wands
આજે તમને કેટલાક કામોમાં ફરીથી વિચારવા અને શરૂઆત કરવાનો દિવસ છે. શક્ય છે કે કરિયર કે જોબ સાથે જોડાયેલી નવી ઓફિર તમારી સામે આવી શકે છે. આજે તમારી સાંજ શાંતિ અને રાહતભરેલી રહી શકે છે, જે તમને નવી ઊર્જા આપશે. વાહન ચલાવતા કે દોડવામાં સાવધાની રાખવી. કાર્ડ્સનો સંકેત છે કે તમને ઘાવ લાગી શકે છે.

કરિયરઃ- તમે તમારી નોકરીમાં લાગેલા રહેશો. જો કે હાલ સારી નોકરીની શોધ માટેનો સારો સમય છે.
લવઃ- ખુશી અને ઉત્સાહથી ભરેલ એક ડેટ્સની યોજના બનાવો, તમે પોતાની મુલાકાતનો આનંદ લો.
સ્વાસ્થ્યઃ- પગમાં ઘાવ થઈ શકે છે, સાવધાન રહો.

------------------------

વૃશ્ચિકઃ- Five of Cups
તમારી અંગત અને વ્યવસાયિક પ્રગતિ માટે આજનો દિવસ સારો સાબિત થશે. તમારે તમારા લોકો પર ભરોસો દેખાડવો પડશે અને તેને વિશ્વાસ અપાવવો પડશે કે તમે તેમની સાથે ઊભા છો. તમારા માટે આજનો દિવસ પોતાની વ્યાવસાયિક અને વ્યાવહારિક વિચારોની પરીક્ષા જેવો હોઈ શકે છે.

કરિયરઃ- એક સ્થાપિત બ્રાંડની સાથે એક સંયુક્ત ઉદ્યમમાં આવવાનો એક સારો મોકો છે. સુનિશ્ચિત કરો કે તમે પોતાના ભાગીદારો ઉપર ભરોસો કરો છો.
લવઃ- તમે પોતાના સાથીની સાથે કોઈ એવી જગ્યાએ યાત્રાની યોજના બનાવી શકો છો જે તમને સારી રીતે બાંધવામાં મદદ કરે.
સ્વાસ્થ્યઃ- માઈગ્રેઈનની સમસ્યા તમને પરેશાન કરી શકે.

------------------------

ધનઃ- Six of Pentacles
આજનો દિવસ તમારા અંગત જીવન માટે સારો સાબિત થશે. તમારા પ્રિયજન અને સંબંધીઓમાં કમિટમેન્ટને લઈને તમારી પ્રશંશા થશે. આજે તમારા તર્કોને સાંભળવામાં આવશે અને માનવામાં આવશે. કેટલાક લોકોની ટીકાથી આહત થઈને કોઈ વાતને દિલ પર ન લગાવો.

કરિયરઃ- કામમાં તમારા તર્ક યોગ્ય સાબિત થશે. કૂટનીતિક બનો અને વસ્તુઓને વ્યક્તિગત રીતે ન લો.
લવઃ- તમારા સાથી દ્વારા આપવામાં આવેલા પ્રેમ અને દેખભાળની પ્રશંસા કરી શકો. તે ખુશી વ્યક્ત કરો.
સ્વાસ્થ્યઃ- માંસપેશીઓની સાથે સમસ્યાઓ માટે ઓસ્ટિયોપેથી ઉપચાર પ્રયાસ કરો.

------------------------

મકરઃ- Ten of Swords
આજનો દિવસ તમારા માટે કેટલીક નવી પ્રતિષ્ઠા અને ખ્યાતિ આપનારો રહેશે. તમારા પ્લાન અને કાર્યશૈલીની પ્રશંશા થશે. આ સમયે તમારી માટે તમારી રચનાત્મકતાને દેખાડવાનો સૌથી સારો સમય છે. પોતાના સંબંધીઓથી તમને લાભ થશે. અંગત સંબંધોમાં તમને સારા સમાચાર મળે.

કરિયરઃ- આજે તમે કામને લઈને સમાચારોમાં રહેશો. તમારી ઉપલબ્ધિઓને ટીમ દ્વારા ઓળખવામાં આવશે.
લવઃ- પોતાના પ્રેમીની સાથે ગલતફેમી થઈ શકે. ભૂતકાળને એક બાજુ રાખો.
સ્વાસ્થ્યઃ- યોગ કે રેકીના અભ્યાસથી સ્વાસ્થ્ય લાભ થશે.

------------------------

કુંભઃ- The Moon
આજે જૂના સંબંધોને ફરી જીવિત કરવાનો સમય છે. પોતાના લોકો અને પોતાના ગ્રૂપ સાથે જોડાયેલાં જૂના દિવસોને યાદ કરવા માટે સારો દિવસ છે. પોતાના લોકોની વચ્ચે રહેવાથી પ્રેમ અને શાંતિનો અનુભવ રહેશે. પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટે વધુ કામ કરવાનો બોજ ન લો. વચ્ચે થોડો બ્રેક લો.

કરિયરઃ- પોતાના નેટવર્કને સુધારો અને તે પોતાના કામને ગંભીરતાથી કરતા રહો. તમારી કંપની દરેક જણ પસંદ કરે છે.
લવઃ- તમારો દિવસ રોમાન્સ અને આત્મીયતાભર્યો રહેશે. પોતાના પ્રેમી માટે એક સરપ્રાઈઝ પ્લાન કરો.
સ્વાસ્થ્યઃ- લાંબા સમય સુધી કોમ્પ્યૂટર સ્ક્રીન પર બેસવાથી બચજો, તમારી આંખો ખરાબ થઈ શકે.

------------------------

મીનઃ- The Hermit
આજે તમારે કરિયરના મામલામાં કોઈ જૂના મિત્રની મદદ લેવી પડશે. પોતાના પ્રિય લોકોની મદદથી તમે કોઈ પણ મોટી સમસ્યા ઉપર વિજય મેળવી શકો છો. તમારું વ્યક્તિત્વ આજે આકર્ષક લાગશે. પોતાની ભાવનાઓેને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે આજે યોગ્ય દિવસ છે. તમારે ધનને લગતા મામલાઓમાં સાવધાની રાખવી પડશે.

કરિયરઃ- અનેક મિત્ર તમને નોકરીની તકો મળી શકે છે.
લવઃ- તમે કોઈ વ્યક્તિના કામમાં આકર્ષક રહેશો. તેમને એ જણાવવાનો સમય છે કે તમે તેમને પ્રેમ કરો છો.
સ્વાસ્થ્યઃ- પોતાને ડિટોક્સ કરવા માટે તાજા ફળોનો રસ પીવો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી