તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:FIVE OF SWORDS કાર્ડ પ્રમાણે શુક્રવારે મિથુન જાતકોને સારા સમાચાર મળશે, તમારે સ્વભાવ બદલવાની જરૂર છે

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

23 જુલાઈ, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- NINE OF SWORDS

કોઈ ખાસ કારણ ના હોવા છતાં આજે તમે ઉદાસ રહેશો. કામની ગતિ ધીમી રાખવી અને મહત્ત્વના કામ સમજી વિચારીને કરવા. પોતાને આરામ આપવો. આજે ઓછી ભાગદોડ કરવી.

કરિયરઃ- જે તક તમને મળી નથી, તેને લઈને પસ્તાવો થશે. આ કારણે અત્યારે જે કામ છે તેમાં પણ ધ્યાન નહીં આપી શકો.

લવઃ- પાર્ટનર તમારી હિંમત વધારશે.

સ્વાસ્થ્યઃ- ઊંઘ સંબંધિત ગંભીર તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

--------------------------------

વૃષભઃ- EIGHT OF SWORDS

જેટલા પ્રયત્નો પરિસ્થિતિ બદલવાના કરો છો, તેટલા જ પ્રયત્નો વિચાર બદલવા માટે પણ કરો. ખર્ચ વધી શકે છે, પણ ચિંતા ના કરવી. ઘરના કોઈ વ્યક્તિ પાસેથી રૂપિયા સંબંધિત મદદની અપેક્ષા રહેશે.

કરિયરઃ- કામ સંબંધિત ટાર્ગેટ જલ્દી પૂરો થશે, પરંતુ કામ પૂરું થાય નહીં ત્યાં સુધી ચિંતા રહેશે.

લવઃ- પાર્ટનરની હેલ્પ મળવાથી સારું લાગશે. પાર્ટનર અને રિલેશનશિપ પ્રત્યે આદર પણ અનુભવશો.

સ્વાસ્થ્યઃ- આંખ સંબધિત તકલીફ અચાનક વધી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 9

-------------
મિથુનઃ- FIVE OF SWORDS

તમારા જેવા જ વિચાર ધરાવતી નવી વ્યક્તિ સાથે પરિચય વધશે. તેને લીધે તમે એકબીજાને આઈડિયા આપશો, જે આગળ જતા કામમાં લાગશે. પૈસા કે વ્યવહાર સંબંધિત કોઈ ગુડ ન્યૂઝ દિવસના અંત સુધી મળશે.

કરિયરઃ-નોકરિયાત લોકોને મહત્ત્વપૂર્ણ ટાર્ગેટ પૂરું કરવામાં આજે સરળતા રહેશે. લોકોનો સાથ પણ મળશે.

લવઃ- પાર્ટનર તમને ખુશ રાખવાના તમામ પ્રયત્નો કરશે, તમારે સ્વભાવ બદલવાની જરૂર છે.

સ્વાસ્થ્યઃ- ખાણીપીણીમાં ખોટી આદતોને લીધે શરીરમાં મોટી બીમારી આવી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

--------------------------------

કર્કઃ- TWO OF CUPS

તમારી અમુક તકલીફનું સોલ્યુશન મળશે તો સામે નવી તકલીફ પણ ઊભી થશે. આવું ઘણા દિવસ સુધી ચાલુ રહેશે. પોઝિટિવ રહો. તમે વિચારેલું કામ પૂરું કરવા પ્રયત્નો કરો.

કરિયરઃ- પાર્ટનરશિપમાં પારદર્શકતા જાળવવી. જે નિયમ બનાવ્યા છે તે બંને પક્ષે માનવા

લવઃ- કોઈ વ્યક્તિ સાથે વધતી મિત્રતા રિલેશનશિપમાં પરિવર્તિત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- આજે આખો દિવસ માથું ભારે રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

-----------
સિંહઃ- ACE OF CUPS

કોઈ વાત અંગે વધારે માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેને કારણે તમને પરિસ્થિતિના નવા પરિબળો માલુમ થશે. તેનાથી તમારી સમસ્યાનું સમાધાન મળશે. દિવસભર મનની શાંતિ રહેશે.

કરિયરઃ- જૂનાં ક્લાયન્ટ ફરી તમારા પરિચયમાં આવશે. તેનાથી નવાં કામની યોજના બની શકે છે.

લવઃ- વિવાદો પર પૂર્ણ વિરામ માટે પાર્ટનર પ્રયાસ કરશે. તમે પાર્ટનરની ભૂલો માફ કરો તેની આવશ્યકતા છે.

સ્વાસ્થ્યઃ- યુરિન સંબંધિત તકલીફ થઈ શકે છે. શરીરને ડિહાઈડ્રેટ ન થવા દો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

--------------------------------

કન્યાઃ- KING OF SWORDS

કોઈ નિર્ણયનો આજે પસ્તાવો થઈ શકે છે, પરંતુ તેના લીધે પોતાના પ્રત્યે કઠોર વ્યવહાર ન કરો. દરેક પરિસ્થિતિ તમને કશુંક શીખવાડવાના પ્રયત્ન કરે છે. અત્યાર સુધી તમે જે શીખ્યું છે તેના ઉપયોગનો સમય આવી ગયો છે.

કરિયરઃ- કાર્ય ક્ષેત્રે કોઈ પણ વ્યક્તિ ઉપર સંપૂર્ણ રીતે વિશ્વાસ ન કરો ખાસ કરીને પોતાના સહકર્મીઓ પર.

લવઃ- કોઈ વિવાદને કારણે પાર્ટનર તમારા પ્રત્યે નકારાત્મક વિચાર રાખી શકે છે. તેને દૂર કરવા માટે યોગ્ય રીતે સંવાદ કરવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- પગ અને ઘૂંટણનો દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

--------------------------------

તુલાઃ- JUSTICE

કામ શરૂ કરતાં પહેલાં તમે ઘણો વિચાર કરો છો તેને લીધે તમે ઉદાસ રહો છો. પોતાના નકારાત્મક વિચારોને વધારે પ્રાધાન્ય ન આપો.

કરિયરઃ- લૉ ક્ષેત્રથી સંકળાયેલા લોકોએ પોતાનાં જ્ઞાનનું વિસ્તરણ કરવું જરૂરી છે. જેટલી મહેનત કરવી જોઈએ તે ન કરવાથી પ્રગતિ રોકાયેલી રહેશે.

લવઃ- પાર્ટનરની ભૂલો છૂપાવો નહિ ન તેમાં સાથ આપો.

સ્વાસ્થ્યઃ- ગળામાં અને ખભામાં દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

--------------------------------

વૃશ્ચિકઃ- FOUR OF WANDS

જીવનમાં પ્રગતિ હોવા છતાં મન શાંત ન હોવાને કારણે તમે કોઈ પણ વાતનો આનંદ નહિ ઉઠાવી શકો. પોતાના માટે સમય કેવી રીતે કાઢવો તે શીખવાની જરૂર છે. પોતાની માનસિક અવસ્થા સારી બનાવવા માટે યોગ્ય વ્યક્તિ સાથે ચર્ચા કરો.

કરિયરઃ- વેપાર ક્ષેત્રે જોડાયેલા લોકોનું પેમેન્ટ જલ્દી મળી શકે છે. આર્થિક સમસ્યા દૂર થશે.

લવઃ- પરિવારના યુવા સભ્યના લગ્ન જલ્દી નક્કી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધી રહેલા ઈન્ફેક્શનની તપાસ તરત જ કરાવો.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 5

--------------------------------
ધનઃ- NINE OF WANDS

દરેક વાતને નકારાત્મક દૃષ્ટિકોણથી જોવાથી અને મનમાં ઉત્પન્ન થઈ રહેલા ડરને મહત્ત્વ આપવાને કારણે તમે યોગ્ય કામ નહીં કરી શકો. તમને મળી રહેલી નિષ્ફળતાની જવાબદારી જાતે લેવી પડશે. દરેક સમયે લોકો પર આરોપ નાખવો અને તમારી વાતો માટે બીજાને જવાબદાર માનવા એ તમારા માટે જ નુકસાનકારક છે.

કરિયરઃ- કામ સંબંધિત પૈસાનો વ્યવહાક કરતા સમયે ભૂલ ન કરવી. તમે તમારું સન્માન ગુમાવી શકો છો, તેમજ તમને આપવામાં આવેલી જવાબદારીઓ પાછી લઈ લેવામાં આવી શકે છે.

લવઃ- રિલેશનશિપ સંબંધિત મળેલા રહેલા કડવા અનુભવના કારણે તમે પાર્ટનર અને રિલેશનશિપ પ્રત્યે યોગ્ય વર્તણ નહીં કરી શકો.

સ્વાસ્થ્યઃ- માથા પર ઈજા થવાની આશંકા છે. કામને સંભાળીને કરવું.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6
--------
મકરઃ- KING OF WANDS

તમે તમારી ભૂલો ફક્ત તમારા અહંકારને કારણે અનુભવી રહ્યા છો તમે તે ભૂલો સ્વીકારતા નથી. લોકોની ઉપર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરશો. પરંતુ તેના દ્વારા માત્ર તમને લોકોની નારાજગી અને અપમાન પ્રાપ્ત થઈ શકે છે. જે રીતે તમે આઝાદી ઈચ્છો છો તેવી જ રીતે બીજા લોકોને પણ આઝાદી આપવાનો પ્રયાસ કરવો પડશે.

કરિયરઃ- કામ સંબંધિત બાબતોને લઈને આગળ વધવા માટે નવી રીતને અપનાવવાનો પ્રયાસ કરો.

લવઃ- માત્ર તમારી વાતો પર અડગ રહેવાને કારણે રિલેશનશિપમાં તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત સમસ્યાને મટવામાં સમય લાગી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3
-----------
કુંભઃ- THE LOVERS

ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયા પછી જ તમને જોઈતી વસ્તુઓ પ્રાપ્ત થશે. તેથી મુશ્કેલીઓની તરફ ધ્યાન આપતા તમારા લક્ષ્ય પર ધ્યાન આપવું. અંતમાં તમારી ઈચ્છાનુસાર બધું થશે તેથી ઈચ્છા શક્તિને પ્રબળ બનાવવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- તમને કામ દ્વારા અચાનક ધન લાભ થઈ શકે છે.

લવઃ- રિલેશનશિપની શરૂઆતમાં તમને વધારે નકારાત્મક મહેસૂસ થશે પરંતુ યોગ્ય પાર્ટનરની સાથે તમે છો એ વાતને અહેસાસ જલ્દી તમને થશે.

સ્વાસ્થ્યઃ- વધતી ગરમીના કારણે શરીરને ત્વચા સંબંધિત બીમારી થઈ શકે છે.

શુભ રંગઃ- જાંબલી

શુભ અંકઃ- 7
-----
મીનઃ- KNIGHT OF PENTACLES

જેટલી વાતો તમને મુશ્કેલ લાગી રહી છે એટલા તમારા પ્રયત્ન વધારવાનો પ્રયાસ આજે તમે કરશો જેના દ્વારા લોકો તમારાથી પ્રેરિત થઈને તમારા વિશે જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરશે સાથે પોતાની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં પણ તમારી વધુ નજીક આવવાનો પ્રયાસ કરી શકે છે. કોઈ વ્યક્તિ પર કેટલો વિશ્વાસ રાખવો અને વ્યક્તિગત વાતોને કેટલી હદ સુધી જણાવી તેનું ધ્યાન રાખવું.

કરિયરઃ- જ્યાં સુધી તમને તમારા કામનું પેમેન્ટ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી ક્લાઈન્ટની સાથે આગળનો વ્યવહાર કરવાનું ટાળવું. લવઃ- રિલેશનશિપ સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થશે.

સ્વાસ્થ્યઃ- કિડની સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.