તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:THREE OF WANDS કાર્ડ પ્રમાણે મંગળવારે મીન જાતકોએ સંયમ ગુમાવવો નહીં, વાદ-વિવાદથી દૂર રહેવું

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

મંગળવાર, 23 ફેબ્રુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- QUEEN OF PENTACLES

પરિવારના લોકોથી દૂર રહેવાના કારણે તમને થોડી એકલતા અનુભવ થઇ શકે છે, પરંતુ હાલ તમે સંપૂર્ણ રીતે તમારા લક્ષ્ય ઉપર ફોકસ કરવાની કોશિશ કરી રહ્યા છો જેના દ્વારા તમે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવા ઇચ્છો છો.

કરિયરઃ- કામને લગતા ટાર્ગેટને નાના ભાગમાં વહેચીને તેના ઉપર કામ કરવાનું શરૂ કરી દેવું.

લવઃ- કામમાં ગુંચવાયેલાં રહેવાના કારણે રિલેશનશિપને લગતી મહત્ત્વપૂર્ણ વાત તમારા દ્વારા ઇગ્નોર કરવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- પીઠ અને હાડકાને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------------------

વૃષભઃ- JUDGEMENT

તમારા જીવનમાં પોઝિટિવ ફેરફાર હાલ નજર આવી રહ્યો છે છતાંય તમને સંપૂર્ણ રીતે સંતોષ નથી એટલે તમારી અંદર પેદા થઇ રહેલી ભાવનાઓ માત્ર તમારી ઇચ્છા છે અથવા તમારી પરિસ્થિતિ પ્રત્યે લાલચ વધી રહી છે આ વાતને જાણીને કામ કરતાં રહો.

કરિયરઃ- મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને કામની જગ્યાએ માનસિક થાક અનુભવ થઇ શકે છે.

લવઃ- પરિવારમાં કોઇ વ્યક્તિનો સંબંધ નક્કી થવાના કારણે ખુશહાલીનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં જૂની બીમારીઓ દૂર થવા લાગશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

--------------------------

મિથુનઃ- THE EMPEROR

આજે તમે તમારા વિચારોને ભટકવા દેશો નહીં માત્ર વિચાર કરતા રહેવાથી તમે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરી શકશો નહીં. તમારે હાલ વધારે મહેનત લઇને મુશ્કેલ પરિસ્થિતિને તમારા પક્ષમાં કરવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- રૂપિયાની આવક વધારવા માટે કામને લગતી વાતોને નવી રીતે જાહેર કરવાની જરૂરિયાત રહેશે,.

લવઃ- તમારો પાર્ટનર પ્રત્યે વધી રહેલો ગુસ્સો તમારા વ્યવહારમાં કઠોરતા લાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- શારીરિક થાકના કારણે કોઇપણ વાતમાં મન લગાવવું મુશ્કેલ રહેશે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 7

--------------------------

કર્કઃ- THREE OF CUPS

કોઇ મોટી તકલીફથી આજે તમને છુટકારો મળી શકે છે. નવા લોકો સાથે ઓળખાણ વધારવાનો અવસર પ્રાપ્ત થશે. તમે તમારા લક્ષ્ય પ્રત્યે વધારે પોઝિટિવ રહેશો. તમારા દ્વારા કરવામાં આવતી કોશિશનું તરત ફળ મળી શકે છે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં ફોકસ વધારવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનરનો તમારા પ્રત્યે વધતો પ્રેમ જોઇને મનને શાંતિ મળશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

--------------------------

સિંહઃ- KING OF CUPS

તમારા દ્વારા લેવામાં આવેલાં નિર્ણયને પરિવારના લોકો દ્વારા ઇગ્નોર કરવામાં આવી શકે છે. છતાંય તમે પરિસ્થિતિ ઉપર વર્ચસ્વ જાળવી રાખવાની કોશિશ કરશો. પારિવારિક વેપાર સાથે જોડાયેલાં લોકોને વાદ-વિવાદનો સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ- કામને લઇને કોઇ અન્ય દ્વારા થયેલી ભૂલને ઠીક કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

લવઃ- પ્રેમ સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- વડીલોને તેમના સ્વાસ્થ્યના કારણે ચિંતા થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

--------------------------

કન્યાઃ- ACE OF WANDS

તમારા વ્યક્તિત્વનો પ્રભાવ આસપાસના લોકો ઉપર રહેશે. તમારા વ્યક્તિત્વના કારણે તમે તમારાથી ઓછી ઉંમરના લોકોને પ્રભાવિત કરી શકશો. પરિવારના લોકોની તકલીફ દૂર કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

કરિયરઃ- નવી નોકરીને લગતો મનગમતો અવસર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પરિવારના ખાસ સંબંધીઓ દ્વારા તમારા માટે લગ્નને લગતો સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ઇન્ફેક્શન થવાની શક્યતા છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

--------------------------

તુલાઃ- THE WORLD

પરિવારમાં અને તમારા વ્યક્તિગત જીવનમાં ખુશહાલીભર્યું વાતાવરણ રહેશે. સામાજિક પ્રતિષ્ઠા વધવાના કારણે પોતાના પ્રત્યે આત્મવિશ્વાસ વધી શકે છે. કામને લઇને રાખવામાં આવેલો ટાર્ગેટ સરળતાથી પૂર્ણ થશે.

કરિયરઃ- વેપારી અને માર્કેટિંગ સાથે જોડાયેલાં લોકોને મોટો ફાયદો જોવા મળશે.

લવઃ- પાર્ટનર દ્વારા મળી રહેલો સહયોગ અને તેમના વ્યવહારમાં આવી રહેલો પોઝિટિવ ફેરફાર તમને આનંદ આપશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક સમસ્યાઓ દૂર થવા લાગશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------------------

વૃશ્ચિકઃ- THE FOOL

નવા કામની શરૂઆત અથવા કોઇ કામને લગતું રિસ્ક લેતી સમયે તમને તમારી ક્ષમતાનો અંદાજો લગાવવાની જરૂરિયાત રહેશે. હાલ તમે મોજ-મસ્તીના મૂડમાં રહેશો.

કરિયરઃ- મિત્ર દ્વારા વેપારને લગતો મોટો અવસર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે પાર્ટનરને પણ તેમાં સામેલ કરવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- શુગરને લગતી તકલીફને ઇગ્નોર ન કરો,

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

--------------------------

ધનઃ- SIX OF SWORDS

વ્યક્તિગત વાતોમાં ફેરફાર લાવવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે. ખરાબ લોકોની સંગતની અસર તમારી ઉપર ખરાબ થઇ શકે છે એટલે આસપાસના લોકોને પારખવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- ઘણી કોશિશ પછી કરિયરને લગતી વાતોમાં સ્થિરતા જોવા મળશે.

લવઃ- તમારા પાર્ટનર અને પરિવાર તમને પોઝિટિવ ઊર્જા આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- બાળકોને પેટની તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

--------------------------

મકરઃ- FIVE OF PENTACLES

રૂપિયાને લગતા તણાવનો સામનો આજે થઇ શકે છે, પરંતુ આ તકલીફને દૂર કરવા માટે પરિવારનો પૂર્ણ સહયોગ રહેશે. તમારા દ્વારા થયેલી ભૂલને માફી પણ મળી શકે છે.

કરિયરઃ- નવા શરૂ કરેલાં વેપારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ- પાર્ટનરને ભાવનાત્મક રૂપથી સિક્યોરિટી અપાવવાની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- તાવ અને થાકના કારણે ચીડિયાપણું અનુભવ થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

--------------------------

કુંભઃ- TEN OF WANDS

બધા કાર્યોને એક જ દિવસે પૂર્ણ કરવાની તમારી કોશિશ તમારા ઉપર દબાણ બનાવી રહી છે. એટલે જે કામમાં તમે કોઇનો સાથ કે મદદ લઇ શકો છો તેને વેચવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- સ્ટોક માર્કેટમાં થયેલાં નુકસાનના કારણે માનસિક તણાવ અનુભવ થઇ શકે છે.

લવઃ- પાર્ટનર સામે થોડી મહત્ત્વપૂર્ણ વાતો અંગે ખુલીને ચર્ચા કરવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- તમારી ઉપર વધી રહેલો તણાવ ઊંઘને લગતી તકલીફ પેદા કરી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 9

--------------------------

મીનઃ- THREE OF WANDS

પરિવારથી દૂર રહેતાં લોકો સાથે આજે મળવાનું થઇ શકે છે. થોડી મહત્ત્વપૂર્ણ વાતો માટે આજે તમારે રાહ જોવી પડી શકે છે. તમારો સંયમ ગુમાવશો નહીં. તમારી અંદર વધી રહેલું ચીડિયાપણું મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાદ-વિવાદ ઊભો કરી શકે છે.

કરિયરઃ- વિદેશને લગતા કાર્યો માટે આજે તમને માર્ગદર્શન મળશે.

લવઃ- કુંવારા લોકોને લાંબા સમય પછી મનગમતી વ્યક્તિ પાર્ટનર સ્વરૂપમાં મળશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક શક્તિને વધારવા માટે ખાનપાન ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો