બુધવાર, 23 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- SEVEN OF CUPS
કઠોર પરિસ્થિતિમાં સૌથી વધારે બુદ્ધિમતાનો ઉપયોગ કરો. કોઇ અન્યની ભૂલના કારણે પરિસ્થિતિને તમે યોગ્ય રીતે ઉકેલી શકશો. પરિવારમાં કોઇ વ્યક્તિ દ્વારા થયેલી આર્થિક ભૂલ તમારું જ નુકસાન કરાવી શકે છે.
કરિયરઃ- જે કામની તમને પૂર્ણ જાણકારી છે તે કામ અંગે રિસ્ક લેવું નહીં.
લવઃ- પાર્ટનર સાથે ભાવનાત્મક રૂપથી જોડાયેલાં રહેવાની જરૂરિયાત છે.
સ્વાસ્થ્યઃ- કામને લગતાં તણાવ પાચનશક્તિ ઉપર અસર કરી શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 1
----------------------------
વૃષભઃ- SEVEN OF SWORDS
પરિવાર તરફથી વધતું દબાણ તમને ચિંતિત કરી શકે છે. તમારી પર્સનાલિટી અંગે ઊંડાણ પૂર્વક વિચાર કરવાની જરૂરિયાત છે. કોઇને પણ મદદ કરતી સમયે તેટલી જ મદદ કરો જેની અસર તમારા ઉપર નકારાત્મક રીતે થાય નહીં.
કરિયરઃ- નવું કામ શરૂ કરતી સમયે તમારા કામની સીમા જાળવી રાખો.
લવઃ- તમારી ભૂલના કારણે પાર્ટનરને આર્થિક નુકસાન થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- ફિઝિયોથેરાપીથી સાંધાનો દુખાવો ઓછો થઇ શકે છે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 6
----------------------------
મિથુનઃ- TWO OF CUPS
તમારી સમસ્યાઓને ઉકેલવાની સાથે-સાથે ખરાબ થતાં સંબંધોને પણ યોગ્ય કરવા અંગે ધ્યાન આપવું. તમારી ભૂલને માની લેવું તમારા માટે યોગ્ય રહેશે નહીંતર નાની વાતની પણ મોટી અસર થઇ શકે છે.
કરિયરઃ- કામને વિશાળ સ્વરૂપ આપવા માટે યોગ્ય રીતે માર્કેટિંગ કરો.
લવઃ- પાર્ટનર્સની વચ્ચે મતભેદ ઉકેલાશે.
સ્વાસ્થ્યઃ- આંખનું ઓપરેશન થવાની સંભાવના છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 5
----------------------------
કર્કઃ- ACE OF SWORDS
ભવિષ્ય સાથે જોડાયેલી આર્થિક યોજના બનાવવા ઉપર વધારે ધ્યાન આપો. લોન ચૂકવવા માટે કરેલાં પ્રયત્નોથી સફળતા મળશે. આર્થિક સ્થિતિમાં ફેરફાર લાવવો આજે તમારો એકમાત્ર ઉદેશ્ય રહેશે.
કરિયરઃ- અર્થતંત્ર વધારવા માટે નવા માર્ગની પસંદગી કરવી પડશે.
લવઃ- ઇનર ચાઇલ્ડ થેરાપીથી લવ લાઇફમાં પણ ફેરફાર જોવા મળશે.
સ્વાસ્થ્યઃ- ડાયટિશિયનની સલાહથી ખાનપાનમાં ફેરફાર થશે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 7
----------------------------
સિંહઃ- NINE OF SWORDS
ઘરમાં થઇ રહેલાં ઝઘડાની અસર તમારા ઉપર વધારે થશે એટલે જે વિષય સાથે તમારો સંબંધ હોય નહીં તેના અંગે ટિપ્પણી કરશો નહીં. ભૂતકાળ સાથે જોડાયેલી વાત કરીને માત્ર તમે તમારી ચિંતા વધારી શકો છો.
કરિયરઃ- કામની ડેડલાઇનનો સ્ટ્રેસ રહેશે.
લવઃ- પાર્ટનર સાથે ઝઘડા વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- માથાના દુખાવાના કારણે ઊંઘમાં બેચેની રહેશે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 9
----------------------------
કન્યાઃ- TEN OF CUPS
પરિવાર સાથે વિતાવેલો સમય આનંદ આપશે. કુંવારા લોકો લગ્ન સાથે જોડાયેલી વાતોમાં પ્રગતિ કરશે. બાળકોની પ્રગતિના કારણે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. સંબંધીઓ સાથે મેલજોલ વધશે જે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જાળવી રાખશે.
કરિયરઃ- પારિવારિક જવાબદારીના કારણે કામ ઉપર અસર થઇ શકે છે.
લવઃ- પરણિત લોકો ફેમિલી પ્લાનિંગ અંગે વિચારી શકે છે.
સ્વાસ્થ્યઃ- કિડની સ્ટોનને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 1
----------------------------
તુલાઃ- QUEEN OF CUPS
તમારી અંદર ચાલી રહેલી ભાવનાત્મક ગુંચવણ જણાવવી તમારા માટે મુશ્કેલ રહેશે. મનની નિરાશાને દૂર કરવા માટે કયા વિષયથી વધારે તકલીફ થઇ રહી છે, આ વાતનું અવલોકન કરવું પડશે.
કરિયરઃ- કામ અંગેની યોજનાઓ વિશે વધારે વાત કરવી નહીં.
લવઃ- અલગ થવાનો તમારો નિર્ણય તમારા માટે યોગ્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- શુગરને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 2
----------------------------
વૃશ્ચિકઃ- THE MOON
પરિસ્થિતિમાં આવી રહેલાં અચાનક ફેરફારના કારણે તમે થોડીવાર સુધી પરિસ્થિતિ ઉપર નિયંત્રણ ગુમાવી શકો છો. નજીકના વ્યક્તિ દ્વારા મળેલી આર્થિક મદદના કારણે થોડી રાહત અનુભવ થશે.
કરિયરઃ- કામમાં આવી રહેલી મુશ્કેલીઓ ઉપર વધારે ધ્યાન આપશો નહીં.
લવઃ- પરિવારની સહમતિથી લીધેલો લગ્નનો નિર્ણય તમારા માટે યોગ્ય રહેશે.
સ્વાસ્થ્યઃ- જૂની બીમારીઓથી જલ્દી રાહત મળશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 8
----------------------------
ધનઃ- KNIGHT OF PENTACLES
પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય આજે તમારે તમારું સ્થાન જાળવી રાખવાની કોશિશ કરવી પડશે. ભાવનાત્મક રીતે તમને કોઇ મેન્યુપ્લેટ કરી શકે છે એટલે તમારા નિર્ણયમાં ફેરફાર કરશો નહીં.
કરિયરઃ- મહિલાઓને કામમાં વધારે મુશ્કેલીઓ અનુભવ થશે.
લવઃ- તમારી જિદ્દ આગળ પાર્ટનરને ઝુકવું પડશે.
સ્વાસ્થ્યઃ- યોગ્ય ડોક્ટરની સલાહથી જ દવાઓ લો.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 3
----------------------------
મકરઃ- QUEEN OF PENTACLES
આકરી મહેનત કરવા છતાં આજે તમને સફળતા મળવી મુશ્કેલ રહેશે. કામ કરતાં રહો પરંતુ કામમાં ભાવનાત્મક રીતે વધારે ગુંચવાશો નહીં. માતા-પિતા દ્વારા મળેલી આલોચનાની અસર તમારી નિર્ણય ક્ષમતા ઉપર થઇ શકે છે.
કરિયરઃ- કામમાં ભૂલો થવાના કામ ફરી શરૂ કરવું પડશે.
લવઃ- તમારા પ્રયત્નો હોવા છતાં તમે તમારા અંગે ફેલાયેલી ગેરસમજને દૂર કરી શકશો નહીં.
સ્વાસ્થ્યઃ- કમરને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 6
----------------------------
કુંભઃ- KING OF PENTACLES
તમારા મનમાં આવી રહેલાં અલગ-અલગ વિચાર તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે એટલે એક વિચાર ઉપર એક સમયે ધ્યાન આપો. તમારી અંદર વસેલો ભય દરેક સમયે યોગ્ય રહેતો નથી. વિચારોને વધારે મહત્ત્વ ન આપીને તમારે કામ ઉપર ધ્યાન આપવું પડશે.
કરિયરઃ- કામ અંગે એક મત ન થવાના કારણે કામની શરૂઆતમાં મોડું થઇ શકે છે.
લવઃ- રિલેશનશિપ અંગે કન્ફ્યૂઝન વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં થઇ રહેલાં દુખાવાથી રાહત મળી શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 4
----------------------------
મીનઃ- PAGE OF PENTACLES
તમારા સપનાને સાકાર કરવા માટે યોજનાઓ સાથે વિઝ્યુલાઇઝેશનનો પણ પ્રયોગ કરો. જો કોઇ સમસ્યાનો ઉકેલ મળી રહ્યો નથી તો નિષ્ણાત વ્યક્તિ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કરો. યુવાઓએ વડીલોની નિરાશાનો સામનો કરવો પડી શકે છે.
કરિયરઃ- કરિયરમાં ફેરફાર લાવવા માટે સમય યોગ્ય નથી.
લવઃ- પાટનર્સમાં વધી રહેલું અંતર રિલેશનશિપ ઉપર નકારાત્મક પ્રભાવ કરશે.
સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને માંસપેશીઓના દુખાવો રાતે પરેશાન કરી શકે છે.
શુભ રંગઃ- કથ્થઈ
શુભ અંકઃ- 1
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.