ટેરો રાશિફળ:શુક્રવારે PAGE OF WANDS કાર્ડ પ્રમાણે મિથુન જાતકોને જીવનમાં નવી દિશા મળી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ:- THE STAR મનમાં ઊભી થતી મૂંઝવણને કારણે તમારા નિર્ણયો ફરી-ફરીને ભાવનાત્મક રીતે બદલાઈ શકે છે. નિર્ણય લેતી વખતે તમારા મનની વાત સાંભળો. કરિયરઃ કરિયર સાથે જોડાયેલા નિર્ણયના કારણે તમને કોઈ નવા શહેરમાં જવાની તક મળી શકે છે. લવઃ બે અલગ-અલગ મત ધરાવતા લોકો સંબંધ સંબંધિત વાતોની ચર્ચા કરીને નવી શરૂઆત કરી શકે છે. હેલ્થઃ સ્વાસ્થ્યમાં આવતી તકલીફો દૂર થવા લાગશે. શુભ રંગ: જાંબલી શુભ અંક: 5 ---------------------------------- વૃષભ:- TWO OF SWORDS અત્યાર સુધી તમારા દ્વારા જે વાતોની અવગણના કરવામાં આવી રહી હતી, તે અંગેના નિર્ણય હવે સરળતાથી લઈ શકાશે. મનમાં વારંવાર આવતા વિચારો દ્વારા તમને જવાબો મળે છે. અન્ય વસ્તુઓને મહત્વ આપીને ખોટા નિર્ણયો ન લો. કરિયરઃ જવાબદારીના કારણે તમને નવું કામ મળશે, જેની અસર આર્થિક સ્થિતિ પર પડશે. લવઃ પાર્ટનર સાથે ચર્ચાના કારણે તમે ગુસ્સો અનુભવશો. પરંતુ મોટા પ્રશ્નનો ઉકેલ શક્ય બનશે. હેલ્થઃ સુગર સંબંધિત સમસ્યાઓના કારણે શારીરિક નબળાઈ અનુભવી શકાય છે. શુભ રંગ: પીળો શુભ અંક: 1 ---------------------------------- મિથુન:- PAGE OF WANDS તમે કરેલા વિચારને કારણે જીવનને નવી દિશા મળી શકે છે. વર્તમાન સમયમાં તમે કોઈપણ સંબંધિત વ્યક્તિ સાથે વ્યક્તિગત જીવનની ચર્ચા કરવા તૈયાર ન હો એટલે નિર્ણય લેતા સમય એકલતા અનુભવશે. મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાતચીત દ્વારા જીવન સાથે જોડાયેલી મોટી વાતો સ્પષ્ટ દેખાશે. કરિયરઃ તમે તમારા કામ પ્રત્યે સકારાત્મકતા અનુભવવા લાગશો. મહેનત કરવાની તૈયારી બતાવવી જરૂરી છે. લવઃ અત્યાર સુધી જે સંબંધોને લઈને ત્રાસ આપતી હતી, તેને દૂર કરવાનો માર્ગ મળશે. હેલ્થઃ સ્વાસ્થ્ય સારું રહેશે. શુભ રંગ: વાદળી શુભ અંક: 2 ---------------------------------- કર્ક:- EIGHT OF CUPS જૂની વાતો અને વિચારોને પાછળ છોડીને તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધો. તમને મળેલા બોધપાઠનો ઉપયોગ કરીને જીવનમાં સફળતા મેળવવાનો પ્રયત્ન કરો. કોઈ ખાસ વ્યક્તિ દ્વારા મળી રહેલા માર્ગદર્શનને કારણે કામને લગતી તમામ મૂંઝવણો દૂર થશે. કરિયરઃ તમારા કાર્ય સંબંધિત ધ્યેય સ્પષ્ટ કરો લવઃ ઈચ્છિત વ્યક્તિ સાથે સંબંધની શરૂઆત જલ્દી જ જોવા મળશે. હેલ્થઃ ઉલટી અને અપચાની સમસ્યા થવાની શક્યતા છે. શુભ રંગ: સફેદ શુભ અંક: 4 ---------------------------------- સિંહ:- THE CHARIOT તમારી ઈચ્છાશક્તિમાં વધારો થશે, જેના કારણે પરિસ્થિતિ સાથે સંબંધિત દરેક પાસા પર તમારુ નિયંત્રણ શક્ય બનશે. આર્થિક સ્થિતિમાં સુધારાના કારણે જીવનશૈલીમાં પણ સુધારો થશે. ધ્યાન રાખો કે તમે જે પૈસા ખર્ચ કરો છો તેનો યોગ્ય ઉપયોગ થાય. બીજા લોકોની મદદ કરો. કરિયરઃ કામના સ્થળે મળેલી પ્રશંસા અને પ્રગતિને કારણે આર્થિક પક્ષને મજબૂત બનાવવાની ધગશ વધતી જોવા મળશે. લવઃ સંબંધોને લગતી નકારાત્મક વાતોમાં આપોઆપ સંતુલન શરૂ થશે. હેલ્થઃ મહિલાઓને પેટ સંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા છે. શુભ રંગ: લાલ શુભ અંક: 3 ---------------------------------- કન્યા:- KNIGHT OF PENTACLES ભલે પરિસ્થિતિને લગતી સંપૂર્ણ માહિતી પ્રાપ્ત ન થઈ હોય, પરંતુ જરૂરી બાબતો વિશે વિચારો સ્પષ્ટ કરો અને ધીરે-ધીરે આગળ વધવાનો પ્રયત્ન કરો. કોઈપણ પ્રકારનું કામ કરતી વખતે ઉતાવળ બિલકુલ ન કરો. પરિસ્થિતિ સાથે કરવામાં આવેલ સમાધાન અને સંયમ તમને અપેક્ષિત પ્રગતિ આપશે. કરિયરઃ કામ સંબંધિત આયોજન બનાવતા સમયે અન્ય લોકોનાં સૂચનો પર જરુર ધ્યાન આપો. લવઃ સંબંધોને લગતી બાબતોને ધીમે-ધીમે સમજવાનો પ્રયત્ન કરશો. હેલ્થઃ શરદી-ઉધસ થવાની શક્યતા છે. શુભ રંગ: નારંગી શુભ અંક: 7 ---------------------------------- તુલા:- ACE OF WANDS પૈસા સંબંધિત લાભ મળતો લાગે તેમછતા મનમાં ઉદ્ભવતા લોભને કારણે નિર્ણય લેવામાં ઉતાવળ કરશો નહી. તમારી સમસ્યાનું સમાધાન કરવા માટે પરિવારના સભ્યોનો સાથ પણ મળશે. એકબીજા સાથેના સંબંધોમાં પણ સુધારો થતો જણાય છે. કરિયરઃ કામ સંબંધિત બાબતો પર ધ્યાન આપો, આજે તમને મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે. લવઃ પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધતો જણાય. હેલ્થઃ પેટમાં બળતરા અને એસિડિટી વધી શકે છે. તમારે ખાવા-પીવા પર ધ્યાન આપવું પડશે. શુભ રંગ: પીળો શુભ અંક: 6 ---------------------------------- વૃશ્ચિક:- SEVEN OF SWORDS મનમાં ઉદભવતા ભયને કારણે ભૂલ થવાની સંભાવના છે. તમે સીમિત વિચાર અને મનના ડરના કારણે તમારી પ્રગતિમાં અવરોધ ઉભો કરી રહ્યા છો તેને દૂર કરો. દરેક વ્યક્તિ પ્રત્યે નકારાત્મક વિચારો તમને વધુ નકારાત્મક બનાવી રહ્યા છે. તમારો સ્વભાવ અને વિચારસરણી બદલવાનો પ્રયત્ન કરો. કરિયરઃ યુવાવર્ગે માત્ર કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી બનશે. લવઃ પાર્ટનર દ્વારા બોલાતી વસ્તુઓ અને કરેલા કામોમાં ફરક છે કે નહીં તેના પર ધ્યાન આપો. હેલ્થઃ પેટ સંબંધિત ઇન્ફેક્શનથી થોડી ઘણી તકલીફ થઈ શકે છે. શુભ રંગ: ગ્રે શુભ અંક: 9 ---------------------------------- ધન:- THE MAGICIAN પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ ન કરી શકવાના કારણે લોકોના મનમાં ખોટી પ્રતિમા ઉભી થાય છે. તમારી ઇચ્છાશક્તિ દ્વારા તમે પરિસ્થિતિને બદલી શકો છો, પરંતુ કઈ વાતમાં જીદ બતાવવી અને કઈ-કઈ વાતો સમજવી? તે યોગ્ય રીતે નક્કી કરો. કરિયરઃ કામના સ્થળે આપવામાં આવેલી દરેક જવાબદારીને યોગ્ય રીતે નિભાવવી તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. લવઃ પાર્ટનર સાથે વાત કરતી વખતે કોઈપણ પ્રકારની વાત બિલકુલ છુપાવશો નહીં. હેલ્થઃ માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. શુભ રંગ: ગુલાબી શુભ અંક: 8 ---------------------------------- મકર:- THE HIEROPHANT તમારા પ્રશ્નોના જવાબ એકાએક મળતા તમારું લક્ષ્ય કોઈ મોટું કાર્ય હાથ ધરવાનું છે.કેટલાક લોકો સાથેની બંધ વાતચીતનું કારણ જાણવું તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. કુટુંબ સાથે સંબંધો સુધરશે તેમછતાં ધ્યાનમાં રાખો કે, એકબીજાના અહંકારને ઠેસ ન પહોંચે. કરિયરઃ કાર્યક્ષેત્રમાં નામ કમાવવાની તક મળી રહી છે. આળસ દૂર રાખીને કામ પર ધ્યાન જરૂરી બનશે. લવઃ પ્રેમ સંબંધિત નિર્ણયો લેતી વખતે તમારી અપેક્ષાઓને મહત્વ આપો. હેલ્થઃ શરીરમાં લોહીની ઉણપના કારણે ઉર્જાની કમી આવી શકે છે. શુભ રંગ: લાલ શુભ અંક: 7 ---------------------------------- કુંભ:- FOUR OF WANDS લોકો તરફથી તમને મળતી મદદના કારણે તમે તમારા લક્ષ્ય તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છો. તમારા માટે લક્ષ્ય સાથે સંબંધિત વિચારોમાં પરિવર્તન લાવીને તમારામાં સકારાત્મકતા લાવવી જરૂરી રહેશે. કોઈના મનમાં ચિંતા તો રહેશે જ, પરંતુ આ ચિંતાના કારણે એ વાત પર ધ્યાન આપો કે તમારી કાર્યક્ષમતા ઓછી ન થાય. કરિયરઃ કામને લગતી વસ્તુઓમાં બદલાવ લાવવા માટે તમારે તમારી ક્ષમતાને યોગ્ય રીતે સમજવી પડશે. લવઃ સંબંધ કે લગ્નને લગતાં નિર્ણયો લેતી વખતે તમારા માટે કઈ-કઈ બાબતો મહત્ત્વની છે હેલ્થઃ સ્વાસ્થ્ય સુધારવા માટે ડિટોક્સની જરૂર પડશે. શુભ રંગ: લીલો શુભ અંક: 3 ---------------------------------- મીન:- NINE OF CUPS તમે તમારી મહેનત દ્વારા પ્રાપ્ત કરેલી સ્થિતિ જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, પરંતુ આગળ વધવાનો પ્રયાસ તમારા દ્વારા રોકી દેવામાં આવ્યો છે, જેના કારણે તમે આવનારી તકને જાણો છો. જીવનમાં જે પરિવર્તન આવી રહ્યું છે તેના માટે તમારી જાતને તૈયાર કરો. કરિયરઃ તમારે તમારા કાર્યક્ષેત્ર સંબંધિત નવી વસ્તુઓ શીખવાનો પ્રયાસ કરવો પડશે. લવઃ પાર્ટનર સાથે સમય વિતાવવાની તક મળશે. હેલ્થઃ ડિહાઇડ્રેશન વધવાની શક્યતા છે. શુભ રંગ: લાલ શુભ અંક: 9