ટેરો રાશિફળ:JUDGEMENT કાર્ડ પ્રમાણે આજે મેષ રાશિના જાતકોના મનની ઈચ્છા પૂરી થશે, લૉ બીપીની સમસ્યાથી સાવચેત રહેવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

22 ઓક્ટોબર, શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- JUDGEMENT

મનની ઈચ્છા પૂરી થશે અને સમાધાન મળશે. મોટાં લક્ષ્યો પર કામ કરવાનું ચાલું રાખો. મહેનત કરી તમે મનગમતું ફળ મેળવી શકશો. ઘરની જવાબદારીનો ભાર તમે સારી રીતે પાર પાડશો.

કરિયરઃ- તમારા વકૃત્ત્વ પર કામ કરવાની જરૂર છે.

લવઃ- પાર્ટનર સાથે માનસિક રીતે અંતર વધશે પરંતુ સ્થિતિ નકારાત્મક નહિ રહે.

સ્વાસ્થ્યઃ-લૉ બીપીની સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

-------------------------------

વૃષભઃ- QUEEN OF PENTACLES

કોઈ વ્યક્તિના મનમાં ક્રોધ કે નકારાત્મકતા હોય તો તેનું કારણ સમજવાનો પ્રયાસ કરો. પૈસા સંબંધિત નિર્ણય સમજી વિચારીને કરો. જીવન સુધારવાના પ્રયાસ સફળ થશે.

કરિયરઃ- ધીરે ધીરે અપેક્ષા પ્રમાણે કામમાં પ્રગતિ મળશે.

લવઃ- પાર્ટનરનું સંપૂર્ણ ધ્યાન તમારા પર રહેશે.

સ્વાસ્થ્યઃ- બીપી અને સોજાની સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

-------------------------------

મિથુનઃ- QUEEN OF WANDS

જીવનમાં ઉદભવેલી નકારાત્મકતાને તમે ક્ષમતા પ્રમાણે દૂર કરવાનો પ્રયાસ કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. ઈચ્છા શક્તિ વધારી નિશ્ચય પર અડગ રહો.

કરિયરઃ- કામ અને મહેનત થકી તમે કાર્યનું વિસ્તૃતીકરણ કરી શકશો. માર્કેટિંગ વધારે પ્રભાવશાળી બનાવવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ શીખો.

લવઃ- પરિવારના કોઈ સભ્યના લીધે પાર્ટનર સાથે વિવાદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- અયોગ્ય ડાયટને કારણે એસિડિટી થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

-------------------------------

કર્કઃ- THE SUN

ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે. ઉત્સાહ વધવાને કારણે અપેક્ષાઓ પૂરી થશે. નવા મિત્રોનો સાથ મળશે.

કરિયરઃ- પોતાના કાર્યક્ષેત્રના વિષયોમાં એક્સપર્ટ બનવાનો પ્રયાસ કરો.

લવઃ- ભૂતકાળની ઘટનાઓની અસર હાલ ન થવા દો.

સ્વાસ્થ્યઃ- આયુર્વેદથી શરીરમાં ઈમ્યુનિટી વધશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 9

-------------------------------
સિંહઃ- TEN OF PENTACLES

પરિવારનો સાથે મળવો તમારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હશે. તમારા પર વધી રહેલા સંકટને પરિવારના લોકો દ્વારા દૂર કરી શકાય છે. પૈસા સાથે સંબંધિત આવી રહેલી સમસ્યાઓ દૂર થશે. કોઈ વ્યક્તિ દ્વારા મદદની અપેક્ષા છે તો તે વ્યક્તિની સાથે સ્પષ્ટ રીતે સંવાદ જાળવી રાખો.

કરિયરઃ- કામ સંબંધિત મોટો ઓર્ડર પ્રાપ્ત થશે જેના દ્વારા આર્થિક તણાવ ઓછો થતો જોવા મળશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સુધરશે.

સ્વાસ્થ્યઃ- શરદી અને માથાનો દુખાવો મહેસૂસ થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 6

-------------------------------

કન્યાઃ- KNIGHT OF SWORDS

કોઈ વ્યક્તિના વિચાર અને વર્તણના કારણે તમારી અંદર બેચેની અને ચંચળતા વધશે. કોઈપણ પ્રકારનો અભિપ્રાય લેતા સમયે ક્રોધને તમારા ઉપર હાવી ન થવા દો. તમારા જીવન પર વધારે ધ્યાન આપો. નકામી વાતો તરફ ધ્યાન ન આપવું.

કરિયરઃ- કામની જગ્યાએ વધતી કોમ્પિટિશનનો ભાગ બનવા માટે પ્રયત્ન કરવો પડશે.

લવઃ- રિલેશનશિપને આગળ વધારવાનો નિર્ણય ઉતાવળમાં ન લો.

સ્વાસ્થ્યઃ- એક જ જગ્યાએ બેસી રહેવાના કારણે શરીરમાં સોજા આવી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1

-------------------------------

તુલાઃ- QUEEN OF SWORDS

આજે તમારા પર આવેલી જવાબદારીઓ કઠિન અને જટિલ લાગશે પરંતુ લોકોનો સાથ મળવાના કારણે ચિંતા અને તણાવ ઓછો થશે. નજીકના મિત્ર દ્વારા મોટી સમસ્યાનું નિરાકરણ પ્રાપ્ત થઈ શકે છે. અટવાયેલા કામ આગળ વધારવા માટે મિત્રની મદદની જરૂર પડશે.

કરિયરઃ- કામ સંબંધિત માર્કેટિંગને વધારવું જરૂરી છે. નવા ક્લાઈન્ટની સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કરતા રહેવું.

લવઃ- પાર્ટનર્સ પરસ્પર વિવાદોને દૂર કરીને રિલેશનશિપ સંબંધિત નિર્ણય લઈ શકશે.

સ્વાસ્થ્યઃ- સુગરને નિયંત્રણમાં રાખવું.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 7

-------------------------------

વૃશ્ચિકઃ- FOUR OF CUPS

માત્ર તમારી ઈચ્છા વિશે વિચાર કરવો અને ચિંતા કરવાના કારણે તમારી કાર્યક્ષમતા ઘટી જશે. સ્વભાવમાં ઉત્પન્ન થઈ રહેલી નકારાત્મકતા દૂર કરવાનો પ્રયાસ કરવો. અત્યાર સુધી તમે જે પણ યશ પ્રાપ્ત કર્યું હતું અને જે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તે વિશે વિચારવું.

કરિયરઃ- નોકરીની શોધમાં જે લોકો છે તેમને અનેક પ્રકારની તક પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર દ્વારા તમારા ઉપર લગાવવામાં આવેલા આરોપ તમને દુઃખી કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં લોહીની ઊણપ મહેસૂસ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ-4

-------------------------------

ધનઃ- FIVE OF CUPS

તમારે જીવનમાં શું મહત્ત્વનું છે એ વિચારવું પડશે. વધતો રોષ તમારી કાર્યક્ષમતામાં ઘટાડો કરી રહ્યો છે . પાણીની આસપાસ થોડો સમય વિતાવવો. તે તમારી અંદર સકારાત્મક ઉર્જા બનાવવા માટે ફાયદાકારક સાબિત થશે.

કરિયરઃ- સ્પર્ધકો તમારી સાથે મિત્રતા વધારવાનો પ્રયત્ન કરી શકે છે. પરંતુ આ વ્યક્તિ ચોક્કસપણે તમને થોડું નુકસાન કરશે, તેથી સાવચેત રહો.

લવ:- સંબંધોમાં આવી રહેલા ઉતાર -ચઢાવને કારણે સ્વભાવ ચીડિયો બનશે.

સ્વાસ્થ્યઃ- થાક અને ઊંઘ સંબંધિત તકલીફ રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

-------------------------------

મકરઃ- PAGE OF SWORDS

તમે કઈ જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી શકો છો અને જ્યારે તમને લોકોની મદદની જરૂર પડશે ત્યારે આ બે બાબતો વિશે વિચાર્યા પછી તમારે તમારા માટે એ પ્રકારના સ્રોતો બનાવતા શીખવું પડશે.

કરિયરઃ- કાર્યની ગુણવત્તા સાથે કામને નવી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરો. તમારા પ્રયત્નોનું ફળ મળશે.

લવ:- પાર્ટનરના નાદાન વર્તનને કારણે તમારા માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરની વધતી ગરમીને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવો. ઠંડા ખોરાકનું સેવન વધારવું.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

-------------------------------

કુંભઃ- NINE OF PENTACLES

જીવનશૈલીમાં સુધારો કરતી વખતે તમારે વધારાનો ખર્ચ ટાળવાનો પ્રયાસ કરવો પડશે કારણ કે, મોટાભાગના તણાવ પૈસાને કારણે છે. તેથી, તણાવ પૈસા સંબંધિત બાબતોને તમારા પર હાવી ન થવા દો.

કરિયર:- રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને ભવિષ્યમાં મોટો ફાયદો મળશે. જમીન સંબંધિત વ્યવહાર તમારી અપેક્ષા મુજબ રહેશે.

લવ:- પરિવાર દ્વારા તમારા માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરવામાં આવશે. તેથી, તેમની સાથે પાર્ટનર માટેની અપેક્ષાઓની યોગ્ય રીતે ચર્ચા કરો.

સ્વાસ્થ્યઃ- ગળામાં દુખાવો અને શરદીની સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

-------------------------------

મીનઃ- KING OF SWORDS

તમારી તરફ વ્યક્તિનું વધુને વધુ કઠોર વર્તન તમને નાખુશ કરી રહ્યું છે. પરંતુ આને કારણે તમે તમારી જાતને સુધારવાનો પણ પ્રયાસ કરી રહ્યા છો. તમારે ફક્ત જીવનમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. નાના પ્રયત્નોમાં પણ તમને મોટી સફળતા મળશે.

કરિયરઃ- જે લોકો સ્વતંત્ર રીતે વેપાર કરે છે તેમણે માર્કેટિંગ સાથે કાર્યક્ષેત્ર સંબંધિત નવી માહિતી મેળવવાનો પ્રયાસ કરવો પડશે.

લવ:- જીવનસાથીના અંગત જીવન વિશે વધારે વિચારવાથી અને ચિંતા કરવાથી સંબંધોમાં તણાવ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- વધતું વજન નિયંત્રણમાં રાખો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 5