રવિવાર, 22 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- THE FOOL
ઘર અને પરિવારનો સંપૂર્ણ સાથ મળવાના કારણે કામને લગતું કોઇ રિસ્ક લેવામાં તમે ડરશો નહીં. તમારા દરેક નિર્ણયમાં તમને તમારા પાર્ટનરનો સાથ મળશે. તમારા મોજ-મસ્તીભર્યા સ્વભાવના કારણે પરિવારનું વાતાવરણ આનંદિત રાખવામાં તમે સફળ રહેશો.
કરિયરઃ- વેપારને લગતાં કાર્યોમાં સફળતા મળશે પરંતુ પાર્ટનરશિપ તૂટવાની આશંકા છે.
લવઃ- તમે અને પાર્ટનર મળીને કોઇ નવું કામ શરૂ કરી શકો છો.
સ્વાસ્થ્યઃ- નવજાત બાળકને શરૂઆતમાં દિવસોમાં શ્વાસને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 1
--------------------------------
વૃષભઃ- THE MAGICIAN
તમારા વ્યક્તિત્વ અને જ્ઞાનને આધારે કામને લગતો ટાર્ગેટ કોઇની મદદ લીધા વિના પૂર્ણ કરી શકશો. કળા સાથે જોડાયેલાં વ્યક્તિને તેમના ગુણો દર્શાવવાનો અવસર મળી શકે છે.
કરિયરઃ- વેપારમાં રોકાણ કરેલાં રૂપિયા ફાયદો અપાવશે.
લવઃ- પાર્ટનરની પ્રગતિ તમને આનંદ અપાવશે.
સ્વાસ્થ્યઃ- બીપીને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 5
--------------------------------
મિથુનઃ- FIVE OF SWORDS
અન્યને માત આપવાની જગ્યાએ તમારા પોતાના માટે વિજય પ્રાપ્ત કરવા અંગે ધ્યાન આપો. તમારી અંદર બનેલી નકારાત્મક અસર તમારી આસપાસા લોકો ઉપર પણ જોવા મળશે
કરિયરઃ- કામની જગ્યાએ તમે તમારા વિરોધીઓને યોગ્ય જવાબ આપી શકશો.
લવઃ- કોઇ અન્ય વ્યક્તિના કારણે તમારા અને પાર્ટનર વચ્ચે વિવાદ ઊભો થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- કિડનીને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 3
--------------------------------
કર્કઃ- PAGE OF WANDS
હાલ તમને એકાંતવાસની જરૂરિયાત રહેશે. એકાંતમાં સમય વિતાવીને જે વાતોમાં તમને પ્રગતિ જોઇએ છે તે વાતો અંગે વધારે જાણકારી પ્રાપ્ત કરો અને સ્વયં તેના ઉપર કામ કરવાની કોશિશ કરતાં રહો.
કરિયરઃ- કામને લગતાં અવસરને મેળવવા માટે વધારે મહેનત અને અભ્યાસની જરૂરિયાત છે.
લવઃ- તમારી યોગ્યતા પ્રમાણે પાર્ટનર ન મળવાથી આત્મવિશ્વાસમાં ઘટાડો આવી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને ઠીક કરવા માટે ખાનપાન અંગે ધ્યાન આપો.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 4
--------------------------------
સિંહઃ- THE HANGEDMAN
માતા-પિતિ દ્વારા આપવામાં આવેલાં બંધનના કારણે તમને માનસિક તકલીફ થઇ શકે છે. આજે તમારે માનસિક તણાવનો સામનો કરવો પડશે. આ તણાવ તમે પોતાના માટે બનાવેલી અતિ ઉચ્ચ અપેક્ષાઓના કારણે રહેશે.
કરિયરઃ- કામને શીખવું થોડું મુશ્કેલ રહેશે.
લવઃ- પાર્ટનર સાથે ભૂતકાળમાં થયેલી ચર્ચા વિશે વધારે વિચારો નહીં.
સ્વાસ્થ્યઃ- ડિહાઇડ્રેશનની તકલીફ રહેશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 5
--------------------------------
કન્યાઃ- MIND
તમારી અંદર વિવિધ ગુણોથી ભરેલાં કલાકાર છે, પરંતુ તમારી કળાને હોબી જેમ રાખવાનું છે અથવા તેમાં કરિયરને લગતું કઇંક કરવું છે તો આ વિચાર તમને પરેશાન કરી શકે છે. તમારી કળામાં કરિયરને લઇને થોડા પગલાં ભરી શકો છો.
કરિયરઃ- તંત્રજ્ઞાન સાથે જોડાયેલાં લોકોનો દિવસ સારો રહેશે.
લવઃ- પાર્ટનર્સના વિચાર મળશે નહીં.
સ્વાસ્થ્યઃ- તણાવના કારણે ઊંઘ ઉપર અસર થશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 3
--------------------------------
તુલાઃ- LAZINESS
તમારા કામને આગળ વધારવા માટે યોગ્ય સમયની રાહ જોશો નહીં. તમારી આસપાસ તમારા લક્ષ્ય સાથે જોડાયેલાં લોકો અથવા જેમણ કઇંક કરી બતાવવાની ઇચ્છા હોય તેમને જ રાખો. તમારા ઉપર સંગતની ખોટી અસર પડી શકે છે.
કરિયરઃ- કરિયરમાં આવેલી સ્થિરતા તમારી પ્રગતિ અટકાવી શકે છે.
લવઃ- લગ્નજીવન સુખી રહેશે.
સ્વાસ્થ્યઃ- આળસ દૂર રહેશે
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 6
--------------------------------
વૃશ્ચિકઃ- COMPROMISE
પારિવારિક સમસ્યાઓનો ઉકેલ મળશે. મિત્ર સાથે થયેલાં મનમુટાવને દૂર કરવાનો પ્રયાસ સફળ થશે. તમારા અંગે ગેરસમજ દૂર થશે. કુંવારા લોકો પોતાના નિર્ણય સમજી વિચારીને લે.
કરિયરઃ- કામની જગ્યાએ મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકાય છે.
લવઃ- પાર્ટનર્સમાં તાલમેલ અનેક કોશિશ કર્યા પછી બની જશે.
સ્વાસ્થ્યઃ- બીપીનું ધ્યાન રાખો.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 8
--------------------------------
ધનઃ- FRIENDLINESS
ઘણાં સમય પછી તમને મનગમતાં ફળની પ્રાપ્તિ થઇ રહી છે. આ વાતનો આનંદ થશે. પરિવાર સાથે સારો સંવાદ થશે. જૂના ઝઘડાને ભૂલીને પરિવાર સાથે સારા સંબંધ બનાવવાનો પ્રયાસ તમારી તરફથી અને પરિવાર તરફથી પણ રહેશે.
કરિયરઃ- પાર્ટનરશિપના કામમાં ઉત્તમ પ્રગતિ થશે.
લવઃ- પ્રેમ સંબંધોને લઇને થોડી ચિંતા રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 1
--------------------------------
મકરઃ- LETTING GO
તમારા સંયમ ઉપર કામ કરવાની ખૂબ જ જરૂર છે. અંગત વ્યક્તિએ કહેલી વાતનો અલગ અર્થ કાઢવામાં આવી શકે છે. સાવધાન રહો. જરૂરિયાત કરતાં વધારે રૂપિયા ખર્ચ થઇ શકે છે.
કરિયરઃ- કામમાં વિશેષ પ્રગતિ કે અધોગતિ પણ થશે.
લવઃ- પરણિતા લોકો એકબીજાની પરિસ્થિતિને સમજવાની કોશિશ કરે
સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવો થઇ શકે છે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 7
--------------------------------
કુંભઃ- THE SOURCE
કામમાં વિઘ્ન પેદા કરનાર લાલચથી દૂર રહો. પરિવાર સાથે જોડાયેલાં કામમાં થયેલી બેદરકારીથી સમસ્યાઓ જટિલ થઇ શકે છે. આર્થિક વ્યવહાર સાથે જોડાયેલાં નિર્ણય પિતાની મંજૂરીથી જ લો.
કરિયરઃ- વેપારી વર્ગ માટે મુશ્કેલ સમય રહેશે.
લવઃ- પરિવારના સભ્યોના કારણે લગ્નજીવનમાં અસ્થિરતા રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તકલીફ રહેશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 9
--------------------------------
મીનઃ- SUPRESSION
જે વાતોથી અને ભાવનાઓથી તમે દૂર ભાગી રહ્યા હતાં, આજે તે જ વાતો અને ભાવનાઓનો સામનો કરવો પડશે. જૂનું દેવુ માનસિક તણાવ અને સંબંધોમાં કડવાસ લાવી શકે છે. બપોરે 4 વાગ્યા પછી પરિસ્થિતિ ઠીક રહેશે.
કરિયરઃ- કામ સાથે જોડાયેલો તણાવ ધીમે-ધીમે ઓછો થશે.
લવઃ- પ્રેમ સંબંધોમાં વધારે ગુંચવાશો નહીં.
સ્વાસ્થ્યઃ- પેઇન કિલરથી શારીરિક તકલીફમાં રાહત મળશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 4
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.