ટેરો રાશિફળ:ગુરુવારે THE WORLD કાર્ડ પ્રમાણે કર્ક જાતકોએ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

14 જુલાઈ, ગુરુવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષ:- SEVEN OF CUPS તમારાં લીધેલાં નિર્ણયને કારણે મનમાં ડર પેદા થતો રહેશે તેમછતાં તમારે આ માર્ગ પર આગળ વધવું જરૂરી છે. કોઈપણ પ્રકારનો રસ્તો કે વિકલ્પ ન મળવાને કારણે તમે અત્યારે ડર અનુભવી શકો છો. તમે વર્તમાન સાથે જોડાયેલી દરેક વસ્તુ પર જેટલું ધ્યાન આપશો તેટલી જ સરળતાથી તમને ઉકેલ મળી જશે. કરિયરઃ- અન્ય બાબતોમાં વધુ વ્યસ્ત રહેવાને કારણે કામમાં વિલંબ ન થવા દો. લવઃ- લવ લાઈફને લગતાં નિર્ણયને કારણે થોડી મુશ્કેલી આવી શકે છે, પરંતુ આ નિર્ણય લેવો પણ તમારા માટે જરૂરી છે. હેલ્થ:- સ્વાસ્થ્ય સારું રહેશે. શુભ રંગ: વાદળી શુભ અંક: 5 ------------------- વૃષભ:- FOUR OF PENTACLES તમારાં માટે પૈસા સંબંધિત દરેક વસ્તુનું યોગ્ય રીતે નિરીક્ષણ કરવું જરૂરી રહેશે. બિનજરૂરી ખર્ચ ટાળવાનો પ્રયાસ કરો. તમારાં માટે દરેક કામ સમયસર કરવું જરૂરી છે. તમારા પર વધતો તણાવ અને જવાબદારીઓનો બોજ પરિવારના સભ્યો દ્વારા વહેંચવાનો પ્રયાસ કરવામાં આવશે. કરિયરઃ- આપેલ કાર્ય સંબંધિત લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન રાખો. લવઃ- આજે સંબંધો સાથે જોડાયેલી નકારાત્મક બાબતો જ વધુ ધ્યાન આપી શકે છે. હેલ્થ:- ડોક જકડાઈ ગઈ હોય એવો અનુભવ થઈ શકે છે. શુભ રંગ: લાલ શુભ અંક: 1 ------------------- મિથુન:- THE SUN મનને ખુશ કરવા તમે મુશ્કેલ કાર્યોને પણ પૂરાં કરવાનો પ્રયાસ કરશો. જે મર્યાદિત વિચારોને કારણે તમે અત્યાર સુધી પીડાતાં હતાં તેને દૂર કરીને ભવિષ્ય સાથે જોડાયેલી બાબતો પર વિચાર કરવામાં આવશે. કયો માર્ગ તમારા માટે સરળ છે? કયો માર્ગ તમારા માટે વધુ યોગ્ય રહેશે? તેના પર ધ્યાન આપવાની જરૂર છે. કરિયરઃ- તમારા કામ પ્રત્યે સકારાત્મકતાની લાગણીને કારણે વધુ મહેનત કરીને કાર્યની ગુણવત્તામાં સુધારો કરી શકાય છે. લવઃ- જીવનમાં નવા વ્યક્તિના આગમનથી ખુશીઓ મળશે. હેલ્થ:- પેશાબ સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં. શુભ રંગ: પીળો શુભ અંક: 2 -------------------- કર્ક:- THE WORLD તમારે તમારાં લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ લક્ષ્ય હાંસલ કેવી રીતે કરવું? તે માટેના પૂર્વઆયોજન તૈયાર કરવા પડશે. જે રીતે પરિસ્થિતિ તમારી સામે આવી રહી છે, તમારામાં પરિવર્તન લાવવાનું કામ કરતાં રહો. તમારાં અંગત જીવનમાં સુધારો કરવો તમારા માટે અત્યંત જરૂરી રહેશે. જ્યાં સુધી વિચારોમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી તમારી અંદરનો ડર ખતમ નહીં થાય. કરિયરઃ- મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને ખ્યાતિ મળી શકે છે. તમારા કામની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરો. લવઃ- પ્રેમ સંબંધ સકારાત્મક રહેશે, જેના કારણે તમે તમારી જાત પર વધુ ધ્યાન આપી શકશો. હેલ્થ:- કફ સંબંધિત સમસ્યા થઈ શકે છે. શુભ રંગ: લીલો શુભ અંક: 3 ------------------- સિંહ:- WHEEL OF FORTUNE આજનો દિવસ ફળદાયી સાબિત થઈ શકે છે. અટકેલાં કામો આગળ વધવા લાગશે, પરંતુ દરેક કામની ગતિ ધીમી જણાશે. તમારાં વિચારોમાં વધતી મૂંઝવણ તમારી કાર્યક્ષમતામાં ઘટાડો કરી શકે છે. તમારે તમારી આસપાસના વાતાવરણમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો પડશે. કરિયરઃ- કાર્યસ્થળનાં લોકો સાથે ચર્ચા કરીને જ કોઈ નિર્ણયનો અમલ કરવો જરૂરી રહેશે. લવઃ- જીવનસાથી તરફથી મળી રહેલાં સહયોગને કારણે તમે મુશ્કેલ નિર્ણયો પર કામ કરવાનું શરૂ કરી શકો છો. હેલ્થ:- પીઠમાં જડતાનો અનુભવ થશે, જેને ઠીક કરવા માટે ફિઝિયોથેરાપીની મદદ લેવી પડશે. શુભ રંગ: સફેદ શુભ અંક: 4 -------------------- કન્યા:- ACE OF CUPS તમારાં દ્વારા બનાવેલી યોજના સફળ થતી જોઈને આનંદ થશે તેમછતાં દરેક પરિણામની ચિંતા રહી શકે છે. પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવું શક્ય નથી, તેથી સ્વભાવમાં લવચીકતા લાવીને પરિસ્થિતિ સાથે સમાધાન કરવાની તૈયારી બતાવો. કરિયરઃ- કાર્ય સંબંધિત બાબતોમાં અપેક્ષા મુજબ પ્રગતિ જોવા મળશે. લવઃ- હાલમાં સંબંધો સંબંધિત બાબતોમાં ધ્યાન આપવું શક્ય નહીં બને. હેલ્થ:- સ્વાસ્થ્ય સુધારવા માટે ડિટોક્સની જરૂર પડી શકે છે. શુભ રંગ: નારંગી શુભ અંક: 7 -------------------- તુલા:- THREE OF WANDS મહત્વપૂર્ણ સમાચારની પ્રાપ્તિ માટે તમારે થોડી વધુ રાહ જોવી પડશે. તમારી અંદર વધતો સંયમ તમારાં માટે વ્યક્તિગત રીતે ફાયદાકારક સાબિત થશે. દરેક વસ્તુને લગતી જે બેચેની અનુભવાઈ રહી હતી, તે અમુક હદ સુધી દૂર થઈ જશે, જેના કારણે તમે પરિસ્થિતિને જેવી છે તેવી જોવાનો પ્રયત્ન કરશો. વિદેશ સ્થિત વ્યક્તિ તરફથી સારા સમાચાર મળી શકે છે. કરિયરઃ- વેપારી વર્ગથી કામ સંબંધિત પરવાનગી ન મળે ત્યાં સુધી આગળ વધવાથી નુકસાન થઈ શકે છે. લવઃ- તમે સંબંધોમાં જે બદલાવ જોવાની રાહ જોઈ રહ્યા હતા તે આગામી દિવસોમાં જોવા મળશે. હેલ્થ:- વાળ સંબંધિત અનુભવાતી સમસ્યાનો ઉકેલ મળશે. શુભ રંગ: લાલ શુભ અંક: 8 -------------------- વૃશ્ચિક:- FOUR OF SWORDS તમારાં સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન રાખવું જરૂરી રહેશે. માનસિક સ્વભાવથી થતી કોઈપણ સમસ્યા સ્વાસ્થ્યમાં મોટું નકારાત્મક પરિવર્તન લાવી શકે છે, જેના કારણે તમારી ચિંતા વધુ વધશે. દરેક સમસ્યાનો ઉકેલ હોય છે અને કોઈ સમસ્યા તમારી ક્ષમતાથી મોટી નથી હોતી, આ બે બાબતોને ધ્યાનમાં રાખો. કરિયરઃ- સરકારી કામ સાથે જોડાયેલાં લોકોને કામ સંબંધિત ચિંતાઓ વધુ રહેશે. ઉપરી અધિકારીઓ સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરો. લવઃ- લવ લાઈફમાં કોઈ પ્રકારનો બદલાવ ન જોવો તમારા માટે ચિંતાનું કારણ બની શકે છે. હેલ્થ:- બીપી સંબંધિત સમસ્યાઓ જટિલ બની શકે છે. શુભ રંગ: ગુલાબી શુભ અંક: 9 -------------------- ધન:- QUEEN OF SWORDS તમે જૂની વાતોને પાછળ છોડીને નવા વિચારો સાથે આગળ વધવાનો પ્રયાસ કરશો. તમે જે પણ પ્રકારનું શિક્ષણ મેળવ્યું છે, તેના કારણે ઊભી થતી સમસ્યાઓ તમારાં દ્વારા ઘણી હદ સુધી નિયંત્રણમાં રહેશે. તમે ભૂતકાળમાં થયેલાં કડવા અનુભવોને કારણે સજાગ રહીને નિર્ણય લેવાનો પ્રયાસ કરશો. કરિયરઃ- કોઈપણ પ્રકારની કામ સંબંધિત જવાબદારી સ્વીકારતાં પહેલાં દરેક બાબત ઉપર ઉપરી અધિકારીઓ સાથે યોગ્ય રીતે ચર્ચા કરવી જોઈએ. લવઃ- પાર્ટનર વચ્ચેના સંબંધો ગાઢ બનશે. હેલ્થ:- લો બીપી અને શુગર સંબંધિત સમસ્યાઓને કારણે નબળાઈ અનુભવાતી રહેશે. શુભ રંગ: જાંબલી શુભ અંક: 6 ------------------ મકર:- EIGHT OF CUPS તમે એ બાબતોને છોડીને આગળ વધવાનો પ્રયત્ન કરશો, જેમાં પ્રયાસ કર્યા પછી પણ કોઈ ફેરફાર થતો નથી. તમારી અંદર વધી રહેલાં અહંકારને નિયંત્રણમાં લાવવો. અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તમે જે વાતો કહો છો, તેનાથી કોઈ વ્યક્તિ ભાવનાત્મક રીતે દુ:ખી થઈ શકે છે. જેના કારણે સંબંધ કાયમ માટે તૂટવાની શક્યતા રહે છે. કરિયરઃ- શેરબજાર સાથે જોડાયેલાં લોકોને નુકસાન થવાની સંભાવના છે. લવઃ- વ્યક્તિ સાથે લગાવ હોવા છતાં તેને સંબંધમાં પરિવર્તિત કરવું શક્ય નહીં બને. હેલ્થ:-પગમાં દુખાવો અને સ્નાયુઓમાં તણાવ થઈ શકે છે. શુભ રંગ: પીળો શુભ અંક: 2 ----------------- કુંભ:- QUEEN OF PENTACLES હમણાં માટે ફક્ત વ્યક્તિગત જીવનની પ્રગતિ પર ધ્યાન આપવાની જરૂર છે. માનસિક સ્વભાવ કરતાં તમારી આસપાસ બનતી ઘટનાઓની અસર તમારા પર વધુ જોવા મળશે. લોકો સાથે સ્પષ્ટ રીતે બોલતા શીખો. જ્યાં સુધી તમે તમારી લાગણીઓને યોગ્ય રીતે પહોંચાડી શકશો નહીં ત્યાં સુધી વ્યક્તિગત વર્તુળ જાળવી રાખવું શક્ય બનશે નહીં. કરિયરઃ- કાર્યસ્થળ પર તમારા દ્વારા કરવામાં આવેલા કામનો શ્રેય કોઈ લઈ શકે છે. લવઃ - પાર્ટનરને લઈને ચિંતા રહેશે પરંતુ ચિંતા જેવું કંઈ હશે નહીં. હેલ્થ:-પેટના દુખાવાની સમસ્યા થઈ શકે છે. શુભ રંગ: સફેદ શુભ અંક: 5 -------------------- મીન:- TEN OF SWORDS પરિસ્થિતિમાં બદલાવને કારણે કેટલાંક લોકો સાથેના સંબંધો પણ બદલાતાં જોવા મળશે. અત્યારે માત્ર સકારાત્મક બાબતોને ધ્યાનમાં રાખવાની છે. તમે જે પણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તે તમને તમારાં લક્ષ્ય તરફ લઈ જશે, પરંતુ વર્તમાન સમય ઘણો કષ્ટદાયક સાબિત થશે. કરિયરઃ- કામ પ્રત્યે સમર્પણ વધારવું જરૂરી રહેશે. લવઃ- તમારામાં જે રીતે બદલાવ આવી રહ્યા છે, તે રીતે પાર્ટનરમાં બદલાવ ન આવવાને કારણે સંબંધ તોડવાનો નિર્ણય લઈ શકાય છે. હેલ્થ:- હાડકાંને લગતી સમસ્યા જટિલ બની શકે છે, ડૉક્ટરની સલાહ અવશ્ય લો. શુભ રંગ: વાદળી શુભ અંક: 9