મંગળવાર, 22 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- FIVE OF CUPS
લોકો પ્રત્યે રાખેલી અપેક્ષાઓને ઓછી કરવાના કારણે પરિસ્થિતિ સાથે જોડાયેલી નિરાશા ઓછી થશે. વધારે મહેનત લેવાની કોશિશ તમારી અંદર જાગી રહી છે પરંતુ યોજના ઠીક ન હોવાના કારણે કઇ દિશામાં કોશિશ કરવી તે વાતનો તમને ખ્યાલ આવી રહ્યો નથી.
કરિયરઃ- કામની જગ્યાએ મદદ ન મળવાના કારણે વધારે મહેનત લઇને કામને પૂર્ણ કરવું.
લવઃ- આર્થિક તણાવ વધવાના કારણે પાર્ટનર્સમાં વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- ખાંડને લગતી તકલીફ થવા લાગશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 2
----------------------------
વૃષભઃ- TEN OF WANDS
તમારી ઉપર જવાબદારીઓનો ભાર વધી શકે છે. વ્યક્તિગત વાતોમાં અને કામ સાથે જોડાયેલી વાતોમાં કોઇની મદદ લેવાની કોશિશ કરો. તમારી ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરીને મહેનતથી વધારે સ્માર્ટ વર્ક ઉપર તમારે ધ્યાન આપવું પડશે.
કરિયરઃ- આજે તમને તમારી મહેનતનું પૂર્ણ ફળ મળી શકે છે.
લવઃ- પાર્ટનર સાથે વિવાદ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- ખાનપાન અને ઊંઘ ન થઇ શકવાના કારણે વિવાદ થઇ શકે છે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 5
----------------------------
મિથુનઃ- PAGE OF SWORDS
યુવાઓને કરિયરને લગતી વાતોના કારણે આજે તણાવનો સામનો કરવો પડી શકે છે. દરેક વ્યક્તિ દ્વારા મળી રહેલી વિવિધ સલાહ તમારી ચિંતા અને કન્ફ્યૂઝન બંને વધારશે. બધા કામને આજના દિવસે પૂર્ણ કરવાની કોશિશ તમને અસફળ બનાવી શકે છે.
કરિયરઃ- કામને લગતી વાતોમાં કોઇને કોઇ તકલીફનો સામનો દિવસભર કરવો પડી શકે છે.
લવઃ- પાર્ટનરના સ્વભાવને સમજી શકવો તમારા માટે મુશ્કેલ રહેશે.
સ્વાસ્થ્યઃ- ગાડી ચલાવતી સમયે ધ્યાન રાખો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
----------------------------
કર્કઃ- JUDGEMENT
આજે આખો દિવસ મન પ્રસન્ન રહેશે. તમારા દ્વારા કરવામાં આવેલી કોશિશને સફળતા મળી શકે છે. લોકો દ્વારા મળી રહેલો સહયોગ તમારી અંદરનો આત્મવિશ્વાસ જગાડશે. કળા સાથે જોડાયેલાં તમારા જ્ઞાનને દર્શાવવાનો અવસર આજે તમને પ્રાપ્ત થશે.
કરિયરઃ- કામને લગતો ટાર્ગેટ આજે પૂર્ણ થશે
લવઃ- કુંવારા લોકોને લગ્ન યોગ્ય વ્યક્તિ મળવાની સંભાવના છે.
સ્વાસ્થ્યઃ- વજનને નિયંત્રિત કરવાની કોશિશ સફળ રહેશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 2
----------------------------
સિંહઃ- PAGE OF PENTACLES
યુવાઓ દ્વારા જરૂરિયાત કરતાં વધારે રૂપિયા ખર્ચ થઇ શકે છે. રૂપિયાને સાચવીને અને યોગ્ય રીતે ખર્ચ કરવા અંગે ધ્યાન આપવું. જે લોકોને આર્થિક વિષયમાં વધારે પ્રગતિની અપેક્ષા છે, તેમણે યોગની દિશામાં વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.
કરિયરઃ- કોમર્સ ક્ષેત્રના વ્યક્તિઓને કામ અંગે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
લવઃ- રિલેશનશિપમાં મધુરતા અને સ્થિરતા બની રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટમાં થઇ રહેલાં ઇન્ફેક્શનના કારણે ડાયરિયા જેવી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 1
----------------------------
કન્યાઃ- THE HIGH PRIESTESS
આજે તમારા જિદ્દી સ્વભાવના કારણે તમે મનગમતી વાતોને જાણી શકશો પરંતુ તેના કારણે કોઇને આઘાત પહોંચી શકે છે. પોતાના શબ્દોનો ઉપયોગ કરતી સમયે ધ્યાન આપવું. તમને મળી રહેલાં જ્ઞાન અને તમારી ક્ષમતાના કારણે તમારો અહંકાર વધી શકે છે.
કરિયરઃ- ઉચ્ચ અધિકારી સાથે વિવાદ થઇ શકે છે.
લવઃ- તમારી અને પાર્ટનરની એકબીજા પ્રત્યે નિરાશા વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતી તકલીફને નજરઅંદાજ ન કરો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 9
----------------------------
તુલાઃ- QUEEN OF PENTACLES
પરિવારમાં કોઇ ઉચ્ચ શિક્ષણ કે વિદેશમાં નોકરીની અપેક્ષા રાખો છો તો તેના માટે તમારે મદદની જરૂરિયાત રહેશે. અન્યની આર્થિક મદદ કરતાં પહેલાં પોતાની પરિસ્થિતિને જાણવી તમારા માટે જરૂરી રહેશે.
કરિયરઃ- કરિયરને લગતી વાતોમાં તમે વધારે ગંભીર થઇ શકો છો.
લવઃ- મહિલાઓનું રિલેશનશિપમાં વર્ચસ્વ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- બાળકોના સ્વાસ્થ્યના કારણે માતાઓને વધારે ચિંતા રહેશે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 3
----------------------------
વૃશ્ચિકઃ- THREE OF CUPS
જે વાતની પ્રગતિની તમને અપેક્ષા પણ નથી. એવી વાતમાં પ્રગતિ તમને જોવા મળી શકે છે. પરિવારમાં સુખમય વાતાવરણ જળવાયેલું રહેશે. ભાઇ-બહેનમાં સંબંધ સુધરવા લાગશે.
કરિયરઃ- કોઇ મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ થવાના કારણે તમારા સહયોગી સાથે તમે આનંદ માણી શકો છો.
લવઃ- પાર્ટનર સાથે વિતાવેલો સમય રિલેશનશિપને વધારે સારો બનાવશે.
સ્વાસ્થ્યઃ- સાઇનસ કે ધૂળને લગતી એલર્જીની તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 8
----------------------------
ધનઃ- THE DEVIL
આજે તમે વધારે પોઝિટિવ અથવા વધારે નકારાત્મક હોઇ શકો છો. એટલે પરિસ્થિતિ જેવી છે તેને તેવી જ જોવાની કોશિશ કરો. તમારી ભાવનાઓને દૂર રાખીને પ્રેક્ટિકલ રહેવાની જરૂરિયાત છે.
કરિયરઃ- સેલ્સ અને માર્કેટિંગ સાથે જોડાયેલાં લોકોને પ્રગતિ પ્રાપ્ત થશે.
લવઃ- પાર્ટનર્સ વચ્ચે આકર્ષણ વધશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને ઇગ્નોર કરવું હાનિકારક સાબિત થશે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 5
-----------------------------
મકરઃ- SEVEN OF CUPS
પરિવારમાં નજીકના સંબંધીના લગ્ન નક્કી થવાની શક્યતાં છે. તમારા અનુશાસનનો ફાયદો બાળકોને દેખાશે જેના કારણે તમારા થોડાં બગડેલાં સંબંધોમાં સુધાર આવી શકે છે.
કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓએ થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
લવઃ- લગ્નનો નિર્યણ પરિવાર વિરૂદ્ધ જઇને લેવો તમારા માટે સમસ્યા ઊભી કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- વાળ સાથે જોડાયેલી સમસ્યાના ઉકેલ ઉપર ધ્યાન આપવું.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 3
-----------------------------
કુંભઃ- EIGHT OF SWORDS
જીવનમાં તમારું લક્ષ્ય શું છે અને તમે કઇ દિશામાં જઇ રહ્યા છો આ વાતનું અવલોકન કરી તમે તમારા વિચારોમાં વ્યસ્ત રહેવાના કારણે આસપાસની ઘટનાઓ ઉપર તમારું ધ્યાન રહેશે નહીં.
કરિયરઃ- આજે કામમાં મન લાગશે નહીં.
લવઃ- લગ્ન સાથે જોડાયેલાં પ્રસ્તાવ અંગે વિચાર કરવો.
સ્વાસ્થ્યઃ- પાણીનો ઉપયોગ વધારવાની જરૂરિયાત છે.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 2
-----------------------------
મીનઃ- THREE OF WANDS
કામની જગ્યાએ મિત્રો બનાવવા અથવા મિત્રો સાથે કામ કરવું આ બંને તમારા માટે તકલીફ આપી શકે છે. તમારો કોઇના પ્રત્યે કેવો વ્યવહાર હોવો જોઇએ તે તમારે નક્કી કરવાનું રહેશે.
કરિયરઃ- નવા પરિચય દ્વારા કામ ઉપલબ્ધ થઇ શકે છે.
લવઃ- પાર્ટનર સાથે યશ પ્રાપ્તિનો આનંદ ઉઠાવો.
સ્વાસ્થ્યઃ- પેટને લગતી સમસ્યાઓ દૂર થશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 1
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.