ટેરો રાશિફળ:ગુરુવારે KING OF WANDS કાર્ડ પ્રમાણે ધન જાતકો પોતાની જિદ્દ સામે મહત્ત્વપૂર્ણ વાતોને ઇગ્નોર કરી શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

21 ઓક્ટોબર, ગુરુવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE FOOL

જે વાતો તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય નથી તેમને ઇગ્નોર કરવામાં આવશે અને માત્ર તમારા માર્ગ ઉપર અડગ રહેવાની કોશિશ જોવા મળી શકે છે. મહત્ત્વપૂર્ણ વાતોમાં પરિવારના લોકોને પ્રાપ્ત થઈ રહેલો સાથે તમારા તણાવને ઓછો કરવા માટે યોગ્ય રહેશે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં સ્થિરતા પ્રાપ્ત થવાના કારણે રૂપિયાને લગતી ચિંતા ઘટી શકે છે.

લવઃ- તમારી પ્રગતિ જોઈને પાર્ટનરને ગર્વ અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો સવાર સુધીમાં ઠીક થઈ જશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 9

-------------------------------

વૃષભઃ- THE TOWER

પરિવારના વ્યક્તિ દ્વારા અચાનક કોઈ વિષય અંગે વિવાદ ઊભો થવાના કારણે તમને તકલીફ થઈ શકે છે. તમે તમારી તકલીફને કોઈપણ વ્યક્તિ સાથે યોગ્ય રીતે શેર કરી શકશો નહીં. જેના કારણે દરેક વ્યક્તિ સાથે સંબંધ તણાવપૂર્ણ રહેશે.

કરિયરઃ- કામને લગતી સમસ્યાના કારણે કામ અધુરૂ છોડવું પડી શકે છે.

લવઃ- પાર્ટનર્સ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટની બળતરા રાતે વધારે તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

-------------------------------

મિથુનઃ- WHEEL OF FORTUNE

પરિવાર અને કામમાં સંતુલન જાળવી રાખવું તમારા માટે શક્ય બની શકે છે જે લોકો વિદેશમાં રહે છે તેમને કામનો મોટો અવસર પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને તેમની કોશિશ દ્વારા યશ પ્રાપ્ત થતો જોવા મળી શકે છે.

કરિયરઃ- જે લોકો પોતાનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છે છે તેમને અન્ય લોકોનો સાથ મળી શકે છે.

લવઃ- પાર્ટનર્સનો એકબીજા પ્રત્યે પ્રેમ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

-------------------------------

કર્કઃ- THE MAGICIAN

તમને જેટલાં પણ સ્ત્રોત મળી રહ્યા છે તે બધાનો યોગ્ય ઉપયોગ કરીને જીવનમાં આગળ વધવાની કોશિશ કરો. વિચારોમાં પોઝિટિવિટી જળવાઈ રહેવાના કારણે તમારા દ્વારા મોટું રિસ્ક લેવામાં આવી શકે છે.

કરિયરઃ- તમારા કામના વખાણ લોકો દ્વારા કરવામાં આવી શકે છે.

લવઃ- તમારા વ્યક્તિગત જીવન અને રિલેશનશિપને લગતી વાતોને વધારે ગુંચવશો નહીં

સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂર્ણ કરવાની કોશિશ કરો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

-------------------------------

સિંહઃ- TEN OF WANDS

તમારા ઉપર વધતી જવાબદારીનો ભાર અને લોકોની અપેક્ષા બંનેના કારણે તમારો પોતાના પ્રત્યે વ્યવહાર કઠોર બનતો જોવા મળશે. અનકે કોશિશ કરવા છતાંય જે વાતોમાં તમને પ્રગતિ જોવા મળી રહી છે, એવી વાતોને હાલ છોડી દો.

કરિયરઃ- ટેક્નિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને કામનો તણાવ વધારે રહી શકે છે.

લવઃ- પરિવારમાં ચાલી રહેલી સમસ્યાના કારણે રિલેશનશિપને લગતી વાતોને આગળ વધારવી મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- લો બીપી અને શુગરની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 4

-------------------------------

કન્યાઃ- PAGE OF WANDS

તમારી નિરીક્ષણ ક્ષમતા વધારીને લોકોનું યોગ્ય રીતે પરીક્ષણ કરવાનું રાખો. દરેક વાતની પોતાના ઉપર જવાબદારી લેવાના કારણે વ્યક્તિગત વાતો ઉપર ધ્યાન આપી શકશો નહીં.

કરિયરઃ- કામને લગતી ટ્રેનિંગ તમને પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- રિલેશનશિપને લગતી સમસ્યાને ઉકેલવા માટે થેરાપિસ્ટની સલાહ લો

સ્વાસ્થ્યઃ- ચામડી કે વાળને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

-------------------------------

તુલાઃ- SEVEN OF SWORDS

પોતાના દ્વારા થયેલી ભૂલનો અહેસાસ થવાના કારણે તમે ખરાબ વાતોથી દૂર રહેવાની કોશિશ કરશો અને જીવનશૈલીને સુધારવાની કોશિશ પણ તમારા દ્વારા કરવામાં આવી શકે છે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલ મહત્ત્વપૂર્ણ ટાર્ગેટ પૂર્ણ થશે.

લવઃ- પાર્ટનર દ્વારા બોલાયેલ અસત્ય તમારા દ્વારા પકડાઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 6

-------------------------------

વૃશ્ચિકઃ- EIGHT OF SWORDS

તમે તમારા માટે ટાર્ગેટ નિશ્ચિત રાખીને તેની સાથે જોડાયેલાં વિચારોમાં રહેવાનું પસંદ કરશો. જ્યાં સુધી તમારું લક્ષ્ય પૂર્ણ થશે નહીં ત્યાં સુધી તમે બેકારની લાલચને પોતાનાથી દૂર રાખી શકશો.

કરિયરઃ- તમારા કામને વધારે લોકો સુધી પહોંચાડવા માટે માર્કેટિંગમાં ફેરફાર લાવવો જરૂરી છે.

લવઃ- પાર્ટનર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમ વધતો જોવા મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 1

-------------------------------

ધનઃ- KING OF WANDS

તમારા જિદ્દી સ્વભાવના કારણે તમે મુશ્કેલ પરિસ્થિતિને સરળતાથી માત આપી શકો છો પરંતુ ક્યારેક-ક્યારેક જિદ્દ આગળ તમે મહત્ત્વપૂર્ણ વાતોને ઇગ્નોર કરો છો જે તમારા માટે નુકસાનનું કારણ બને છે.

કરિયરઃ- કામની જગ્યાએ ચાલી રહેલાં નાના-મોટા રાજકારણના લીધે કામને ઇગ્નોર કરવામાં આવી શકે છે,

લવઃ- પાર્ટનરના વિચાર અને વ્યક્તિત્વને યોગ્ય રીતે જાણવાની કોશિશ કરો

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

-------------------------------

મકરઃ- ACE OF SWORDS

કોશિશમાં સાતત્ય જાળવી રાખવાના કારણે મુશ્કેલ કાર્યોમાં પ્રગતિ તમને મળશે જે તમારા જીવનની નવી દિશા બદલવા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. તમને પ્રાપ્ત થઈ રહેલાં યશના કારણે આત્મવિશ્વાસ વધવાની સાથે પોતાનો દૃષ્ટિકોણ પણ બદલાતો જોવા મળી શકે છે.

કરિયરઃ- મીડિયાને લગતા લોકોને મોટો ફાયદો જોવા મળી શકે છે.

લવઃ- પાર્ટનરની વ્યક્તિગત તકલીફોને દૂર કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે,

સ્વાસ્થ્યઃ- પેટને લગતું ઇન્ફેક્શન ઠીક થવામાં સમય લાગશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 8

-------------------------------

કુંભઃ- THE HIEROPHANT

ઉંમરમાં તમારાથી નાની વ્યક્તિ દ્વારા મોટો બોધપાઠ તમને પ્રાપ્ત થઈ શકે છે. કોઈ વ્યક્તિ સાથે વધતી મિત્રતા તમારા સ્વભાવના અનેક સ્તરને શ્રેષ્ઠ કરવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

કરિયરઃ- કામને લગતા સ્કિલ્સને વધારવા માટે પોતાના દ્વારા જ કોશિશ કરો

લવઃ- રિલેશનશિપને લગ્નમાં બદલી શકો છો.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે અપચો રહી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3

-------------------------------

મીનઃ- THREE OF CUPS

મોટા કાર્યોને પૂર્ણ કરવાની આવડત આજે તમારી અંદર રહેશે. મિત્ર પરિવારની વધારે નજર તમે અનુભવ કરશો. જૂના મિત્રો સાથે જોડાવાની તક ફરીથી તમને પ્રાપ્ત થઈ શકે છે.

કરિયરઃ- કળા અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને મોટો પ્રોજેક્ટ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પાર્ટનર્સ એકબીજાના તણાવને સંપૂર્ણ રીતે દૂર કરવાની કોશિશ કરશે

સ્વાસ્થ્યઃ- લિક્વિડ ડાયટ ઉપર ભાર આપવો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6