ટેરો રાશિફળ:શનિવારે મિથુન જાતકોની જિદ્દ તેમના પરિવારમાં તણાવનું કારણ બનશે, કરિયરમાં ઉન્નતિ પ્રાપ્ત થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 21 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- REBIRTH

તમારે જીવનમાં સંતુલન જાળવી રાખવાની વધારે જરૂરિયાત છે. જો તમે કામ અને પારિવારિક જીવનમાં સંતુલન લાવવામાં સફળ ન રહો તો કોઇ એકવાત ઉપર જ ફોકસ રાખો.

કરિયરઃ- ક્ષમતાથી બહારના કામમાં માર્ગદર્શનની જરૂરિયાત છે.

લવઃ- રિલેશનશિપમાં અસંતુલન અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- માનસિક થાક કામની ચિંતાથી થશે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 6

----------------------------------

વૃષભઃ- CLINGING TO THE PAST

ભૂતકાળમાં થયેલાં રિલેશનશિપનો પ્રભાવ તમારા હાલના રિલેશનશિપ ઉપર વધારે જોવા મળશે. તમારો ભય તમને નબળા બનાવી દશે. ભૂતકાળની સફળતા તમારો આત્મવિશ્વાસ જાળવી રાખશે.

કરિયરઃ- કામમાં આળસ કરશો નહીં.

લવઃ- પાર્ટનર્સમાં એકબીજાના પ્રત્યે નકારાત્મક વિચાર વધારે થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

----------------------------------

મિથુનઃ- CONTROL

તમારી જીદ્દના કારણે પરિવારમાં તણાવ રહેશે. તમે પરિસ્થિતિને પોતાની દૃષ્ટિથી જોઇ રહ્યા છે. રૂપિયા સાથે જોડાયેલી યોજના સફળ થશે. અન્યની દૃષ્ટિથી મામલાને જોવાની કોશિશ કરો.

કરિયરઃ- કરિયરમાં ઉન્નતિ થશે.

લવઃ- પાર્ટનરમાં તણાવ દૂર થશે

સ્વાસ્થ્યઃ- પ્રાણાયમથી વિચારોમાં સંતુલન જળવાયેલું રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

----------------------------------

કર્કઃ- ORDARINACE

તમે તમારી ક્ષમતાને પારખશો. આજે કોઇપણ વિષયમાં જલ્દી હાર માનશો નહીં. વિચારોની સરળતા અને સહજતાથી કામમાં સફળતા મળશે. પરિવાર સાથે સંબંધ સુધરશે. તમારી માનસિક અવસ્થાને વધારે સારી જાળવી રાખવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- આર્થિક ઉન્નતિ થશે.

લવઃ- પાર્ટનર્સમાં એકબીજા પ્રત્યે સારી ભાવના રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય, ઠીક અને ઉત્સાહવર્ધક રહેશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

----------------------------------

સિંહઃ- THE FOOL

જો આજે કામમાં મન ન લાગતું હોય તો કામ માટે પોતાને વધારે પ્રોત્સાહન આપવાની જરૂરિયાત નથી. કામ અંગે શોર્ટકટ નુકસાનદાયક રહેશે. આજે તમે કામ કરો તો સંપૂર્ણ મનથી કરો.

કરિયરઃ- કામમાં જાગરૂતતાની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનરને માનસિક સહયોગ આપો.

સ્વાસ્થ્યઃ- શરીરમાં ઈજા વધારે તકલીફ આપશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

----------------------------------

કન્યાઃ- THUNDERBOLT

નિર્ણય કોઇને સંભળાવતાં પહેલાં તેના અંગે વધારે વિચાર કરવાની જરૂરિયા છે. તમારો ગુસ્સો તમારા માટે નુકસાનદાયક રહેશે. તમારે વર્તમાનમાં રહેવાની જરૂરિયાત છે. ભૂતકાળથી બહાર આવવાની કોશિશ કરો.

કરિયરઃ- કામ સરળતાથી થશે.

લવઃ- લગ્નજીવનમાં તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગરમ પદાર્થોનું સેવન ન કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

----------------------------------

તુલાઃ- TOTALITY

પરિવારને તમારી આર્થિક મદદની જરૂરિયાત રહેશે. જીવનના બધા સ્તર ઉપર આજે તમારે ધ્યાન આપીને તેમને સંતુલનમાં લાવો. આજે ભાગદોડ વધારે રહેશે. દિવસના છેલ્લાં ભાગમાં કામ સાથે જોડાયેલી મહત્ત્વપૂર્ણ વાતથી આનંદ પ્રાપ્ત થશે.

કરિયરઃ- નવા અને જૂના કામનું સંતુલન બગડી રહ્યું છે.

લવઃ- પાર્ટનરનો સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણના દુખાવાની અદેખાઇ કરશો નહીં.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 3

----------------------------------

વૃશ્ચિકઃ- COURAGE

નવા કામનો ઉત્સાહ જળવાયેલો રહેશે. અધ્યાત્મિક રૂપથી પ્રગતિ અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે. સોનામાં રોકાણ કરવા માટે દિવસ ઉત્તમ છે. પાલતૂ પ્રાણીઓ સાથે વિતાવેલો સમય શારીરિક બીમારીઓને ઠીક કરવામાં મદદ કરશે.

કરિયરઃ- વેપાર સાથે જોડાયેલાં લોકો પોતાની સમસ્યાનું સમાધાન પ્રાપ્ત કરી શકશે.

લવઃ- પાર્ટનર્સમાં સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- વિટામિન્સની તપાસ કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7

----------------------------------

ધનઃ- NEW VISION

આજે તમારી સાથે જોડાયેલી સમસ્યાઓને આજે નવી રીતે જોઇ શકશો. ભૂતકાળમાં મળેલી અસફળતાને બદલવાનો પ્રયાસ શરૂ રાખો. જરૂરી સાધન અને યોગ્ય માર્ગદર્શન પણ પ્રાપ્ત થશે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને યોગ્ય દિશા પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનરની પ્રગતિ તમને સમાધાન આપશે.

સ્વાસ્થ્યઃ- વાળ સાથે જોડાયેલી સમસ્યાનો ઉકેલ મળશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5

----------------------------------

મકરઃ- CREATIVITY

જીવન સાથે જોડાયેલી વાત તરફ જોવાથી તમારો દૃષ્ટિકોણ બદલાઇ રહ્યો છે. તમે સ્વયં પ્રેરણાથી જીવનના માર્ગ અંગે આજે ગંભીરતાથી વિચારશો. તમારા વિચારોને ખુલીને બોલાવનો અવસર પ્રાપ્ત થશે.

કરિયરઃ- વિદ્યાર્થીઓ માટે દિવસ ખાસ રહેશે.

લવઃ- લગ્નજીવનમાં શાંતિ અને સમાધાન રહેશે.

સ્વાસ્થ્યઃ- પગ સાથે જોડાયેલી સમસ્યામાં રાહત મળશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

----------------------------------

કુંભઃ- ALONENESS

પરિસ્થિતિને તમે તમારા કરતાં વધારે મોટી સમજીને તમે પોતાને નબળા બનાવી રહ્યા છો. જો કામ તમારાથી થઇ રહ્યું નથી તો કોઇ પાસેથી માર્ગદર્શન લો. ઘરની ઊર્જામાં ફેરફાર કરવાની જરૂરિયાત છે.

કરિયરઃ- કરિયરને લઇને થોડી નિરાશા રહેશે.

લવઃ- પ્રિય વ્યક્તિ સાથે વિતાવેલો સમય આનંદ આપશે.

સ્વાસ્થ્યઃ- વિટામિન્સની ખામી માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર કરશે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 7

----------------------------------

મીનઃ- HEALING

સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ખરાબ આદતોને છોડવાનો પ્રયાસ કરો. તમારા શારીરિક સ્વાસ્થ્યની અસર માનસિકતા ઉપર પણ થશે. એટલે શરીર સાથે-સાથે માનસિક રૂપથી સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરો.

કરિયરઃ- કામ પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂર છે.

લવઃ- પાર્ટનર સાથે ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- નેચરલ દવાઓ અને જીવનશૈલીમાં ફેરફાર પોઝિટિવ પ્રભાવ આપશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1