સોમવાર, 21 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- QUEEN OF CUPS
તમારી ભાવનાઓને કાબૂમાં રાખીને થોડાં નિર્ણય આજે તમારે લેવા પડશે. આ નિર્ણયના કારણે તમે સંપૂર્ણ રીતે સમાધાની હાલ થઇ શકશે નહીં. પરંતુ તેનો ફાયદો તમને જરૂર દેખાશે. સંબંધોમાં આવી રહેલી કડવાશ ઓછી કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે.
કરિયરઃ- કામને લગતી વાતોમાં રસ અને એકાગ્રતા વધશે.
લવઃ- તમારી ભાવનાઓને પાર્ટનર સામે પ્રકટ કરવી મુશ્કેલ રહેશે.
સ્વાસ્થ્યઃ- વધારે ઠંડા કે ગરમ પદાર્થોનું સેવન ન કરો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 2
-----------------------------
વૃષભઃ- FOUR OF WANDS
થોડી વાતોમાં આજે તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. મિત્ર પરિવાર સાથે મતભેદ થવાના કારણે મનમાં નિરાશા રહેશે. કામની વ્યસ્તતાના કારણે પરિવારથી તમે દૂર રહી શકો છો. યુવાઓ સાથે વાત કરતી સમયે ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે કેમ કે તમારી વાતોના કારણે વિવાદ શરૂ થઇ શકે છે.
કરિયરઃ- તમારી યોજના ઉપર કાયમ ન થઇ શકવું તમારા માટે તકલીફ દાયક રહી શકે છે.
લવઃ- પાર્ટનર્સ એકબીજાની પરિસ્થિતિને સમજવામાં અસફળ રહેશે.
સ્વાસ્થ્યઃ- એસિડિટીની તકલીફ રહેશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 1
-----------------------------
મિથુનઃ- FOUR OF PENTACLES
તમને મળી રહેલાં રૂપિયાનો તમે સારો ઉપયોગ કરી શકશો. રોકાણ તરફ વધારે ધ્યાન આપવાના કારણે તમને પ્રગતિ પણ જોવા મળશે. આર્થિક સ્થિરતા હોવાના કારણે તમે જે વાતોને હાલ પૂર્ણ કરી શકતાં નથી, તે સપનાને પૂર્ણ કરવા આજે તમારા માટે સરળ રહેશે.
કરિયરઃ- કામને લગતી કોઇ પ્રગતિ તમને જોવા મળશે અને તમને આપેલી જવાબદારીને લિખિત રૂપમાં પ્રાપ્ત કરવામં પહેલાં કામને લગતી બધી જાણકારી લો.
લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચેના સંબંધ સારા રહેશે.
સ્વાસ્થ્યઃ- એન્ઝાઇટીને લગતી તકલીફ ઓછી થવા લાગશે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 8
-----------------------------
કર્કઃ- FOUR OF SWORDS
તમારી શારીરિક અને માનસિક બંને તકલીફ ઓછી થવા લાગશે. કામમાં થઇ રહેલી પ્રગતિ તમને માનસિક સમાધાન પ્રાપ્ત કરાવી શકે છે. તમારા દ્વારા કરવામાં આવતી કોશિશને યશ મળશે. નજીકના વ્યક્તિઓની ભૂલને માફ કરવી અને આગળ વધવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
કરિયરઃ- કામને લગતી વાતોને છેલ્લા સમય સુધી ટાળવીના કારણે તણાવ રહેશે.
લવઃ- રિલેશનશિપને લગતી પોઝિટિવિટી રહેશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક તકલીફ ઓછી થશે છતાંય શરીરની ગરમીને ઓછી કરવાની કોશિશ કરતાં રહો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
-----------------------------
સિંહઃ- TWO OF CUPS
જૂના વિવાદને દૂર કરવાનો માર્ગ તમને આજે પ્રાપ્ત થશે જેના દ્વારા મિત્ર અથવા નજીકના વ્યક્તિ સાથે મનમુટાવ દૂર કરવો તમારા માટે સરળ રહી શકે છે. મિત્રની મદદના કારણે કોઇ વિષયમાં તમને ફાયદો પણ આજે થશે.
કરિયરઃ- જૂના ક્લાઇન્ટ સાથે વ્યવહાર કરતી સમયે કામ સાથે જોડાયેલી વાતોને ચર્ચા કરો.
લવઃ- પાર્ટનર્સમાં થઇ રહેલાં વિવાદને કોઇની મદદ દ્વારા દૂર કરી શકાય છે.
સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફોને ઓછી કરવી સંભવ રહેશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 7
-----------------------------
કન્યાઃ- THREE OF SWORDS
જે વાતના કારણે આજ સુધી તમને ગુસ્સો કે માનસિક તકલીફ થઇ રહી હતી, તે તકલીફથી બહાર આવવું આજે તમારા માટે સંભવ રહેશે. પરિસ્થિતિ તરફ જોવાનો નવો દૃષ્ટિકોણ તમને પ્રાપ્ત થશે.
કરિયરઃ- કામને લગતી વાતો સંપૂર્ણ રીતે ન થઇ શકવાના કારણે તકલીફ રહેશે.
લવઃ- જે વાતોના કારણે પાર્ટનર સાથે વિવાદ ઊભો થઇ રહ્યો હતો તે વાતો અંગે શાંતિથી ચર્ચા કરવી સંભવ છે.
સ્વાસ્થ્યઃ- લો બીપીને લગતી તકલીફ રહેશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 4
-----------------------------
તુલાઃ- SEVEN OF WANDS
તમારા ઉપર બની રહેલાં તણાવ ઓછો થવાના કારણે તમારી કોશિશ પણ ઓછી થઇ શકે છે. અત્યાર સુધી તમે જે યોજના બનાવી હતી, તે યોજનાને લઇને આગળ વધતા રહેવાની કોશિશ કરવી પડશે. પરિવારના લોકો સાથે અંતર જાળવી રાખવાથી માનસિક તકલીફ થઇ શકે છે.
કરિયરઃ- સરકારી ક્ષેત્રમાં લોકોને આજના દિવસે પ્રગતિ પ્રાપ્ત થઇ શકે છે.
લવઃ- રિલેશનશિપના કારણે તમે બધી વાતોને ઇગ્નોર કરી રહ્યા છો.
સ્વાસ્થ્યઃ- કમર અને હાડકાને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 9
-----------------------------
વૃશ્ચિકઃ- THE HIEROPHANT
લગ્નને લગતી વાતોમાં મુશ્કેલીઓ આવવાના કારણે તમારો ઉત્સાહ ઓછો થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ થોડો મુશ્કેલ રહેશે. ઉચ્ચ શિક્ષણ માટે કરવામાં આવતી કોશિશથી તમને મનગમતી પ્રગતિ જોવા મળી રહી નથી.
કરિયરઃ- એકાગ્રતા ઓછી હોવાના કારણે કામને લગતી વાતોથી મન જલ્દી ભટકશે.
લવઃ- તમારા રિલેશનશિપ માટે પરિવાર દ્વારા મંજૂરી મળવી મુશ્કેલ રહેશે.
સ્વાસ્થ્યઃ- લોહીને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 1
-----------------------------
ધનઃ- DEATH
પોતાના દ્વારા થઇ રહેલી ભૂલોને માનીને તેને ઠીક કરવાની કોશિશ કરતાં રહો. સ્વાસ્થ્ય તરફ આજે તમારે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. તમારી અંદર બની રહેલી એકલતાની ભાવના માત્ર તમારા નકારાત્મક વિચારોના કારણે છે.
કરિયરઃ- કામને લગતાં કાગળિયાઓ પૂર્ણ ન હોવાના કારણે કામમાં મુશ્કેલીઓ આવી શકે છે.
લવઃ- પાર્ટનર પ્રત્યે શંકા વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- ઘૂંટણની તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 3
-----------------------------
મકરઃ- THE MAGICIAN
તમારી અંદરની પૂર્ણ ક્ષમતાને જાણવી આજે તમારા માટે સંભવ છે. તમારી ક્ષમતાનો ઉપયોગ યોગ્ય રીતે કરવાના કારણે તમને સરળથાથી પ્રગતિ પ્રાપ્ત થશે. તમારી આસપાસના સ્ત્રોત અને જન પરિચય દ્વારા કામને પૂર્ણ કરવું તમારા માટે સંભવ રહેશે.
કરિયરઃ- તમારા ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ વધશે.
લવઃ- પાર્ટનર ઉપર દબાણ રાખીને તેમની મંજૂરી લેવાની કોશિશ ન કરો.
સ્વાસ્થ્યઃ- આંખને લગતી તકલીફના કારણે માથાનો દુખાવો થઇ શકે છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 4
-----------------------------
કુંભઃ- SIX OF CUPS
ઘરમાં ચાલી રહેલાં વાદ-વિવાદ અને નકારાત્મક પરિસ્થિતિનું પરિણામ ઘરના બધા વ્યક્તિઓ ઉપર થઇ રહ્યું છે જેના કારણે કોઇને કોઇ વાતનો સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક પ્રભાવ તમને જોવા મળી શકે છે. ઘરની ઊર્જાને પોઝિટિવ જાળવી રાખવાની કોશિશ કરો.
કરિયરઃ- રિયલ ઇસ્ટેટ સાથે જોડાયેલાં લોકોનો ફાયદો થશે.
લવઃ- પતિ-પત્નીના સંવાદને ઠીક રાખવાની કોશિશ કરવી પડશે.
સ્વાસ્થ્યઃ- બાળકોને દાંતને લગતી તકલીફ થઇ શકે છે.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 7
-----------------------------
મીનઃ- SEVEN OF SWORDS
તમારા મિત્ર દ્વારા મળી રહેલી મદદનો ગેર ફાયદો ઉઠાવશો નહીં. રૂપિયાને લગતો વ્યવહાર કરતી સમેય કે ઉધાર લેતી સમયે તમારી ક્ષમતા બહાર ઉધાર લેશો નહીં. નજીકના સંબંધી કે મિત્રો સાથે પારદર્શિતા રાખવી જરૂરી છે.
કરિયરઃ- બેકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો કામ કરતી સમયે વધારે સાવધાની રાખે.
લવઃ- પાર્ટનર દ્વારા થોડી વાતો છુપાવવી તમારા માટે તકલીફ દાયક રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં વધતી નબળાઈનું કારણ શોધવાની કોશિશ કરો.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 6
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.