ટેરો રાશિફળ:SEVEN OF SWORDS કાર્ડ પ્રમાણે તુલા જાતકોને પૂર્વ પ્રેમી ફરી ફસાવવાનો પ્રયાસ કરી શકે છે, સંપર્કમાં ના આવવું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે, 20 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- SIX OF WANDS
તમે તમારી જવાબદારીઓ સારી રીતે નીભાવશો. કામની જગ્યાએ તમારી પ્રગતિ થવાથી ઘણા લોકોને તમારાથી ઈર્ષ્યા થશે, પરંતુ તેની અસર તમારા પણ નહિ થાય. બીજા સાથે વાત
કરવામાં ધ્યાન રાખો.

કરિયરઃ- તમારા નેતૃત્વ ગુણને લીધે બધાને સાથે માર્ગદર્શન આપી શકશો.

સ્વાસ્થ્યઃ-શરીરમાં નબળાઈને લીધે પગમાં દુખાવો વધી શકે છે.

લવઃ- રિલેશનશિપ પ્રત્યે તમારી જવાબદારી વધી શકે છે અને તેને પૂરી કરવામાં પાર્ટનરનો સાથ મળશે.

શુભ રંગઃ-પીળો

શુભ અંકઃ-3
-----------------------------
વૃષભ:- Two OF CUPS
તમારી પરિસ્થિતિમાં ફેરફાર લાવવા માટે શરીર અને મન બંને પર ધ્યાન આપવું પડશે. તમારી ભાવનાઓથી નેગેટિવિટી દૂર થશે અને શરીરની તંદુરસ્તી મન પ્રસન્ન રાખવા માટે મદદગાર
સાબિત થશે. જે તક મળી હોય તેનો પૂરો ફાયદો ઉઠાવવાના પ્રયત્નો કરો.
કરિયરઃ- કામ સંબંધિત કોન્ટ્રાક્ટ બનશે, જેને લીધે આર્થિક પરિસ્થિતિમાં સક્ષમ બનશો.

સ્વાસ્થ્યઃ-શરીરમાં લોહીની ઉણપ દૂર કરવાના પ્રયત્નો કરતા રહો.

લવઃ- યુવાનો માટે નવા રિલેશનશિપની શરુઆત થશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ-5
-----------------------------
મિથુન:- KNIGHT OF WANDS
કામમાં પ્રગતિ માટે તમારે કોઈને કોઈ કામ કરતા રહેવું પડશે. ભલે કામ ધીમી ગતિએ કેમ થાય પણ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જાણકારી ભેગી કરવાની જરૂર છે. તમારું કામ જ તમારી ઓળખ
બનશે.

કરિયરઃ- ટાર્ગેટ પૂરો કરવામાં થોડા ફેરફાર કરવાની જરૂર છે.

સ્વાસ્થ્યઃ-કફને લીધે સવારે તકલીફ થઇ શકે છે.

લવઃ- રિલેશનશિપને પરિવારનો સપોર્ટ મળતા તમે ખુશ રહેશો.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ-1
-----------------------------
કર્ક:-FOUR OF SWORDS
હાલ તમારા વિચાર જ તમારા દુશ્મન છે. પોતાના પ્રત્યે કઠોરતા તમને તકલીફ આપશે. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવું. શરીર અને મનને તંદુરસ્ત રાખવા માટે યોગ, પ્રાણાયમ અને જીવનશૈલીમાં
ફેરફાર લાવવાની જરૂર છે.

કરિયરઃ- સમય પર કામ પૂરું ના થવાથી માનસિક સ્ટ્રેસ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ-શરીરમાં ઓછી ઈમ્યુનિટીને લીધે નાની તકલીફ પણ મોટી લાગશે.

લવઃ- લવ લાઈફમાં તમરી ઈચ્છા પ્રમાણે પ્રગતિ ના દેખાતા નેગેટિવિટી વધી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ-2
-----------------------------
સિંહઃ- THE HERMIT

તમારી વાતો લોકો સમજી નહિ શકે, જેને કારણે તમે લોકોથી દૂર થશો. તમારા કામ પર વધારે ધ્યાન આપવાથી તમારાં વ્યક્તિગત જીવનથી તમે દૂર થશો. તેથી કામ અને જીવનનું સંતુલન બનાવી રાખો.

કરિયરઃ- કરિયરમાં ફેરફાર લાવવાનો યોગ્ય માર્ગ અત્યારે નહિ મળે.

સ્વાસ્થ્યઃ- શરીરનો થાક ઓછો કરવા માટે વ્યાયામ અને આરામ કરો.

લવઃ- પાર્ટનર પ્રત્યે નારાજગી વધશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 9
-----------------------------
કન્યા:- NINE OF CUPS

તમને સોંપવામાં આવેલું કામ તમે પૂરું કરવામાં સફળ થશો. અપેક્ષા કરતાં વહેલા કામ પૂરું થવા પર તમારો આત્મવિશ્વાસ વધશે. કામ પ્રત્યે રુચિ વધશે. પરિવાર સાથે સંબંધ સારા બનવાને લીધે તમારી સમસ્યાઓનું સમાધાન આવી શકે છે.

કરિયરઃ- તમારા કાર્યક્ષેત્રથી જોડાયેલી ટ્રેનિંગ મળવાની આશંકા આ ટ્રેનિંગ દ્વારા કાર્યને વધારે નિપુણતા સાથે કરી શકશો.

સ્વાસ્થ્યઃ- વધતા વજનને નિયંત્રણ કરવા માટે ડાયટ પર ધ્યાન આપો.

લવઃ- કહ્યા વગર પાર્ટનરની વાત સમજી લેવાથી માનસિક સમાધાન થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3
-----------------------------
તુલાઃ- SEVEN OF SWORDS

તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીનો દુરુપયોગ તમારા વિરુદ્ધ જ થઈ શકે છે. તેથી તમામ અંગત વાતો બધાને ન કહો. પ્રોપર્ટી સંબંધિત વિવાદો થઈ શકે છે.

કરિયરઃ- તમારા સહકર્મી સાથે તાળમેળ જાળવી રાખવો મુશ્કેલ બનશે.

સ્વાસ્થ્યઃ- મસાલેદાર ખોરાકથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

લવઃ- પૂર્વ પ્રેમી ફરી તમને ફસાવવાનો પ્રયાસ કરી શકે છે. તેથી તેમના સંપર્કમાં ન આવવું.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 7

-----------------------------
વૃશ્ચિકઃ- KING OF SWORDS

તમારા ઈરાદા મજબૂત હશે પણ શરીર સાથ નહિ આપે. કાર્યક્ષેત્રે અનેક સ્ત્રોત ઉપલબ્ધ હશે, પરંતુ શરીરમાં નબળાઈ રહેવાથી ક્ષમતાનુસાર કામ નહિ કરી શકો. પરિવારમાં કોઈ વ્યક્તિને કારણે તમને દુખ પહોંચી શકે છે.

કરિયરઃ- HR અને રિક્રુટમેન્ટ ક્ષેત્રના લોકોને તેમના ટાર્ગેટ પૂરા કરવામાં મુશ્કેલી બનશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને શરીરમાં નબળાઈ રહેવાની સમસ્યા રહેશે.

લવઃ- તમારા મન વિરુદ્ધ પરિવારનો કોઈ વ્યક્તિ લગ્ન સંબંધિત નિર્ણય લઈ શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 5
-----------------------------
ધનઃ QUEEN OF PENTACLES
પૈસા વિશે રાખેલી સાવધાની તમારા ભવિષ્યમાં મદદગાર સાબિત થશે. અત્યારે મળેલા પૈસાનું રોકાણ યોગ્ય રીતે કરવું પડશે. જેના કારણે તમે આર્થિક ફાયદો નજીકના ભવિષ્યમાં થઈ શકે છે.
પરિવારની કોઈ વ્યક્તિ પર રહેલું દેવું દૂર કરવા માટે તમારે મદદ કરવી પડશે.

કરિયરઃ કામ સંબંધિત યાત્રા દ્વાપા મોટો આર્થિક લાભ થઈ શકે છે.

લવઃ જીવનસાથીને પસંદ કરતા સમયે વ્યક્તિની યોગ્યતાને સારી રીતે ઓળખો.

સ્વાસ્થ્યઃ હોર્મોનલ ઈમ્બેલેન્સ યોગ્ય કરવા માટે ડૉક્ટરની સલાહથી દવાઓ લેવી.

શુભ રંગઃ લીલો

શુભ અંકઃ 8
-----------------------------
મકરઃ QUEEN OF WANDS
બાળપણમાં બનેલી કોઈ ઘટનાવે લઈને આજે ફરીથી દુઃખ અનુભવી શકો છો તમારા અંદર રહેલી બદલાની ભાવાને નજરઅંદાજ ન કરો. કેમ કે, આ ભાવના જેટલી વધશે એટલી જ જટિલ
બનશે. માતા દ્વારા મળેલી આલોચના તમારા અંદર પોતાના પ્રત્યે દ્વેષ વધારી શકે છે.

કરિયરઃ મહત્વપૂર્ણ કામમાં ભૂલ થઈ શકે છે તેથી કામ કરતા સમયે વધારે સાવધાની રાખવી.

લવઃ રિલેશનશિપમાં તમારું વર્ચસ્વ જોવાનો પ્રયાસ વિવાદ ઉત્પન્ન કરી શકે છે.

સ્વાસ્થ્યઃ પીઠ અને ખભાનો દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ ગુલાબી

શુભ અંકઃ 7
-----------------------------
કુંભ: DEATH
જૂની વાતોનો અંત આવ્યા બાદ નવી શરૂઆત થઈ શકે છે. તેથી જો જીવનમાંથી કોઈ એવી વાત થઈ હોય તો તેને પકડીને રાખવાનો પ્રયાસ ન કરો. સમયની સાથે તમારે તમારા માટે શું
યોગ્ય છે અને અમુક બાબતો જે તમારા ધાર્યા પ્રમાણે કેમ ન થઈ એ બાબતો વિશે વિચારો.

કરિયરઃ મેનેજમેન્ટ દ્વારા કંપનીમાં અમુક ફેરફાર કરવામાં આવી શકે છે જેની અસર તમારી નોકરી પર પણ થશે.

લવઃ રિલેશનશિપમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો આજે થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ શરીર તંદુરસ્ત હોવા છતાં પણ કોઈ પણ કામ કરવાનો ઉત્સાહ ઓછો રહેશે.

શુભ રંગઃ સફેદ
-----------------------------
મીનઃ KNIGHT OF SWORDS
પ્રોપર્ટી સંબંધિત નિર્ણય લેતા સમયે ઉતાવળ ન કરો. જો તમે પ્રોપર્ટી લેવા નથી માગતા તો દસ્તાવેજ સંપૂર્ણ રીતે બાજુ પર રાખીને નવી પ્રોપર્ટી ડીલ કરો. આજે પૈસા જેટલા ઝડપથી તમારી
પાસે આવશે એટલા ઝડપથી વપરાય પણ જશે. તેથી તમારી જરૂરિયાતોને પૂરી કરવા પર પહેલા ધ્યાન આપવું પડશે.

કરિયરઃ કામ કરતી વખતે ટાઈમ લિમિટને ધ્યાનમાં રાખવી.

લવઃ તમારા અને પાર્ટનરની વચ્ચે સંબંધ મધુર બનશે.

સ્વાસ્થ્યઃ એડીનો દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ વાદળી

શુભ અંકઃ 4

અન્ય સમાચારો પણ છે...