ટેરો રાશિફળ:મંગળવારે મીન જાતકો ઉપર ચંદ્રની શક્તિનો પ્રભાવ વધારે રહેશે, નેગેટિવિટી દૂર કરવા પીળી વસ્તુઓનું દાન કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

20 જુલાઈ, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- KING‌ ‌OF‌ ‌SWORDS‌ ‌ ‌

આજનો દિવસ તમને સમસ્યાઓનો સામનો કરવાની શક્તિ આપશે. તમે બહારથી થોડાં કઠોર છો પરંતુ અંદરથી કોમળ પણ છો. આજે આ જ કોમળતાનો અનુભવ તમારા પરીચિત લોકોને થશે.

કરિયરઃ- નોકરી છોડવાનો નિર્ણય તમારી આર્થિક પરિસ્થિતિનો અંદાજ લગાવીને કરો.

લવઃ- તમારા નિર્ણયમાં પાર્ટનર તમને સાથ આપશે.

સ્વાસ્થ્યઃ- સાંજે માથાનો દુખાવો થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 8

-----------------------------

વૃષભઃ- SIX OF SWORDS

તમને કોઇ વાતમાં મળેલી સફળતા પૂર્ણત્વનો અહેસાસ આપશે. તમારી મહેનત અને લગનનું ફળ તમને મળવા જઇ રહ્યું છે. પરિસ્થિતિમાં ફેરફાર ધીમી ગતિથી આવશે. આજે આર્થિકમાં ફેરફાર આવી શકે છે.

કરિયરઃ- કળા સાથે જોડાયેલાં લોકો આજે વધારે મહેનત કરે.

લવઃ- પાર્ટનર સાથે મતભેદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- હાડકા સાથે જોડાયેલાં દુખાવામાં રાહત મળશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

-----------------------------

મિથુનઃ- SIX OF WANDS

આજનો તમારો અનુભવ સૌથી મોટું શિક્ષણ હશે. તમારી ભૂલોને તમારી નબળાઇ સમજશો નહીં. ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓને યાદ કરીને તમારી અંદર જે ફેરફાર આવ્યો છે, તેને જાણવાની કોશિશ કરો.

કરિયરઃ- ગુમાવેલી તકને યાદ કરશો નહીં.

લવઃ- પાર્ટનર્સમાં થોડો તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- માનસિક રીતે સ્વસ્થ રહેશો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

-----------------------------

કર્કઃ- THE DEVIL

તમે કામ અને પરિવારની વચ્ચે આજે ફસાઇ જશો. તમારી કામની ક્ષમતા વધારે છે પરંતુ કામ સાથે જોડાયેલી યોજના ઉપર અમલ ન કરવો અને તમારી આળસ આજે તમારા ઉપર ભારે પડી શકે છે.

કરિયરઃ- વધારે કામના કારણે દિવસની શરૂઆતમાં તણાવ રહેશે.

લવઃ- પારિવારિક સમસ્યાઓનો ઉકેલો.

સ્વાસ્થ્યઃ- ગળા અને ખંભામાં થોડી પરેશાની રહેશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 5

-----------------------------

સિંહઃ- NINE OF CUPS

થોડી સમસ્યા દિવસની શરૂઆતમાં અચાનક ઊભી થશે. આ સમસ્યાઓની અદેખાઇ કરશો નહીં. કોઇપણ પરિસ્થિતિ ઉપર તમારું પૂર્ણ નિયંત્રણ રહેતું નથી. છતાંય કોશિશ કરવાનું છોડશો નહીં.

કરિયરઃ- કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતાં લોકોને પરમનેન્ટ કરી શકાય છે.

લવઃ- પાર્ટનરની ભાવનાઓનો આદર કરો.

સ્વાસ્થ્યઃ- પેટ સાથે જોડાયેલી બીમારી ઠીક થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

-----------------------------

કન્યાઃ- ACE OF CUPS

અટવાયેલાં કામ અચાનક પૂર્ણ થવા લાગશે. જો કોઇ ઇલીગલ પ્રોબ્લેમ પરિવાર સાથે જોડાયેલી પ્રોપર્ટી અંગે હોય તો તેના અંગે નિર્ણય આજે લેશો નહીં. ભવિષ્ય સાથે જોડાયેલાં વિચારોને દિશા પ્રાપ્ત થશે.

કરિયરઃ- મનગમતી જગ્યાએ ટ્રાન્સફર થશે.

લવઃ- પાર્ટનરની વચ્ચે કોઇ જૂની સમસ્યાનો ઉકેલ આવશે.

સ્વાસ્થ્યઃ- વજન ઓછું કરવાના પ્રયાસમાં પ્રગતિ થશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

-----------------------------

તુલાઃ- QUEEN OF SWORDS

આજે તમારો મિત્ર તમારો માર્ગદર્શક રહેશે. તમારે તમારી ભાવનાઓને અલગ રીતે જોવાનો દૃષ્ટિકોણ આ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થશે. પરિવાર સાથે થયેલાં ઝઘડાનો ઉકેલ આવશે.

કરિયરઃ- વેપારી વર્ગ નવા કામને 4 વાગ્યા પછી શરૂ કરે.

લવઃ- તૂટેલાં સંબંધને બચાવવાનો પ્રયાસ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ- શ્વાસને લગતી સમસ્યા દૂર થશે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 7

-----------------------------

વૃશ્ચિકઃ- THE TOWER

તમારા મતનો વિરોધ કરનાર વ્યક્તિ તમારા વિરૂદ્ધ નથી. બસ તમારા મતનો વિરોધ કરી રહ્યા છે. આ વાતને યાદ રાખો. કામની જગ્યાએ તમારી જિદ્દના કારણે તમે એકલા પડી શકો છો.

કરિયરઃ- નવા કામની જવાબદારી એકલા હાથે લેશો નહીં.

લવઃ- લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં બળતરા થઇ શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

-----------------------------

ધનઃ- JUDGEMENT

વિતેલી ઘટનાઓ સાથે સમજોતો થશે જે તમને માનસિક શાંતિ અને આગળ વધવાની પ્રેરણા આપશે. કામમાં થઇ રહેલી પ્રગતિ તમને ભવિષ્ય વિશે પોઝિટિવ બનાવી દશે.

કરિયરઃ- મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો વધારે મહેનત કરશે.

લવઃ- લવ લાઇફમાં નવો વળાંક આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો આંખ સાથે જોડાયેલી પરેશાની રહેશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 3

-----------------------------

મકરઃ- KNIGHT OF WANDS

તમારી માનસિક અવસ્થાનો અભ્યાસ તમારે કરવો પડશે. નકારાત્મક વિચાર પ્રણાલી કોઇ સભ્યના કારણે છે. તે તમારે શોધવું પડશે. તમારા સ્વભાવ ઉપર પડેલી અસર બાળપણમાં મળેલાં વ્યવહારના કારણે છે.

કરિયરઃ- આર્થિક વ્યવસ્થામાં કોઇ ફસાઇ શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા ઇમોશનલ ચીટિંગ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- પીઠનો દુખાવો તકલીફ આપશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7

-----------------------------

કુંભઃ- THREE OF WANDS

જીવનની ભાગદોડથી આજે મન કંટાળી જશે. તમારા મોટા લક્ષ્યને નાના-નાના લક્ષ્યમાં વહેંચો. કામ સાથે જોડાયેલાં ક્ષેત્રમાં તમને મનગમતી પ્રગતિ મળી શકશે નહીં.

કરિયરઃ- આજે તમને તમારા કરિયર સાથે જોડાયેલાં પ્રશ્ન પરેશાન કરશે.

લવઃ- પ્રેમ સંબંધમાં પ્રગતિ થશે.

સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂર્ણ લેવાની કોશિશ કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

-----------------------------

મીનઃ- THE MOON

આ સમય તમારી ઉપર ચંદ્રની શક્તિનો પ્રભાવ વધારે છે. ચંદ્રની કળા પ્રમાણે તમે પણ ભાવનાત્મક સ્તરે બદલાવ જોઇ શકશો. નકારાત્મક ઊર્જાને ઓછી કરવા માટે પીળી વસ્તુઓનું દાન કરો.

કરિયરઃ- સહયોગી અને ભાગીદારી સાથે સમજી-વિચારીને વાત કરો.

લવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલો નિર્ણય આજે લેશો નહીં.

સ્વાસ્થ્યઃ- ઊંઘ અને ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2