તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:શનિવારે સિંહ જાતકો SIX OF SWORDS કાર્ડ પ્રમાણે પરિવારના લોકોની નિરાશાનો સામનો કરશે

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 20 ફેબ્રુઆરીના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- EIGHT OF SWORDS

આજે થોડી એવી ઘટનાઓનો સામનો તમને થઇ શકે છે જેના દ્વારા તમે તમારી ક્ષમતાને વધારવા માટે કોશિશ કરતાં રહેશો. માનસિક અને શારીરિક રૂપથી શ્રેષ્ઠ બનવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવી શકે છે. પરિવારને લગતી બધી વાતોની જવાબદારી અચાનક તમારા ઉપર આવી જવાના કારણે શરૂઆતમાં ભય અનુભવ થશે.

કરિયરઃ- કામને લગતા નવા કામને શીખવા માટે તમને મદદ મળશે.

લવઃ- પાર્ટનર દ્વારા સતત નિર્ણય બદલતા રહેવાના કાણે તમારી અંદર ચીડિયાપણું અનુભવ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- હાડકાને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 8

----------------------

વૃષભઃ- KING OF CUPS

આજે તમારે ભાવનાઓને કાબૂ કરવાની ખૂબ જ જરૂરિયાત રહેશે. દરેક વાતને તમારા દ્વારા તરત રિએક્શન આપવાના કારણે તમે પોતાને નુકસાન પહોંચાડી શકો છો. જ્યાં સુધી તમારો નિર્ણય નક્કી થાય નહીં ત્યાં સુધી તમારા મનની અંદર જે પણ વાતો ચાલી રહી છે તે વાતોની લોકોને જાણ થવા દેશો નહીં.

કરિયરઃ- કામને લઇને વધતા તણાવને દૂર કરવાની કોશિશ કરવી પડશે.

લવઃ- પાર્ટનરના કારણે તમને માનસિક સ્થિરતા પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક તકલીફોને દૂર કરવા માટે તમે જીવનશૈલીમાં યોગ્ય ફેરફાર લાવી શકશો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

----------------------

મિથુનઃ- THE EMPEROR

હાલ તમે વધારે મહેનત લઇ રહ્યા છો અથવા પછી બિલકુલ પણ નહીં. આ વાતને બદલવાની જરૂરિયાત રહેશે. કોઇ કામને કેટલું મહત્ત્વ આપીને મહેનત લેવાની છે તે વાતની જાણકારી જીવનમાં સંતુલન લાવવાની કોશિશ કરો.

કરિયરઃ- મીડિયાને લગતા લોકોએ વધારે મહેનત લઇને પોતાના કામને પૂર્ણ કરવાની જરૂરિયાત છે.

લવઃ- રિલેશનશિપમાં પાર્ટનર અને પરિવાર દ્વારા પૂરો સાથ ન મળવો તમારા માટે તકલીફનું કારણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

----------------------

કર્કઃ- THE CHARIOT

જીવનને આગળ વધારવાની કોશિશ તમે કરી રહ્યા છો પરંતુ માનસિક રૂપથી હાલ તમે નબળા છો. ભૂતકાળમાં મળેલી આલોચનાની અસર અત્યારે પણ તમારા મન ઉપર જોવા મળી રહી છે એટલે ભૂતકાળને લગતી વાતો સાથે સમજોતો કરીને આગળ વધવાની કોશિશ કરવી પડશે.

કરિયરઃ- કામને લઇને રાખવામાં આવેલાં લક્ષ્યને પૂર્ણ કરવા તમારા માટે શક્ય રહેશે.

લવઃ- રિલેશનશિપને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય આજે તમે લઇ શકશો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને વધારે સારું બનાવવા માટે તમે જીવનશૈલીમાં ફેરફાર તો લાવી રહ્યા છો પરંતુ સાથે-સાથે માનસિક રૂપથી પણ સક્ષમ બનવાની કોશિશ તમારે કરવી પડશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

----------------------

સિંહઃ- SIX OF SWORDS

તમારા દ્વારા લેવામાં આવેલાં નિર્ણયના કારણે પરિવારના લોકોની નિરાશાનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમારો નિર્ણય ભવિષ્યમાં બધા માટે યોગ્ય રહેશે.

કરિયરઃ- વેપારીઓને નવું કામ નવા શહેરમાં શરૂ કરવાની તક મળશે

લવઃ- પતિ-પત્ની મળીને પરિવારની સમસ્યાઓને ઉકેલવાની કોશિશ કરશે.

સ્વાસ્થ્યઃ- શરદી કે કફ જેવી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

----------------------

કન્યાઃ- THE HIEROPHANT

આજે તમારું વધારે ધ્યાન લગ્નજીવન કે લગ્નને લગતી વાતો ઉપર જ રહેશે જેના કારણે તમે થોડા તણાવના શિકાર પણ થઇ શકો છો. ઘરમાં ધાર્મિક કાર્ય થવાની શક્યતા જોવા મળી રહી છે.

કરિયરઃ- વિદેશમાં કામ કરવાની ઇચ્છા રાખનાર લોકોએ પોતાના લક્ષ્ય પ્રત્યે હાલ કોશિશ વધારવાની જરૂરિયાત છે.

લવઃ- પરિવાર વિરૂદ્ધ જઇને લીધેલો નિર્ણય તમારા માટે પછતાવાનું કારણ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

----------------------

તુલાઃ- SIX OF PENTACLES

કાયદાને લગતી કોઇ જાણકારી પૂર્ણ ન મળવાના કારણે તમારી અંદર ભય રહેશે. કોઇપણ વ્યવહારને કરતી સમયે તેની સાથે જોડાયેલાં નિષ્ણાત વ્યક્તિ પાસેથી સલાહ લઇને જ નિર્ણય લેવો પરંતુ નિર્ણય માટે સંપૂર્ણ રીતે તેમના ઉપર નિર્ભર રહેવું નહીં.

કરિયરઃ- તમારા કામનો યોગ્ય શ્રેય ન મળવાના કારણે તકલીફ વધી શકે છે.

લવઃ- કામના કારણે પાર્ટનર સાથે સમય વિતાવી શકવો તમારા માટે મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતું કોઇ નાનું ઓપરેશન થવાની સંભાવના છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

----------------------------

વૃશ્ચિકઃ- THE MAGICIAN

આજે તમે તમારા રસ્તામાં આવતી નાની-મોટી બાધાઓના કારણે નિરાશ રહી શકો છો. આ વસ્તુઓથી તમે થોડાં પરેશાન રહી શકો છો. હિંમતથી આગળ વધશો તો સફળતા મળશે.

કરિયરઃ- કરિયર સ્થિર થઇ ગયું હોય એવું આજે તમને લાગશે.

લવઃ- પ્રેમ સંબંધ માટે મિશ્રિત દિવસ રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાન-પાનમાં વિશેષ સાવધાની રાખવી.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

----------------------------

ધનઃ- THE TOWER

દિવસ તમારી માટે નવી ઊર્જા આપનાર રહેશે. યાત્રા અને ખરીદીના યોગ તરફ કાર્ડ સંકેત કરી રહ્યું છે. આ તે દિવસ છે જ્યારે તમારી માટે બધી વસ્તુઓમાં સંબંધ અને મિત્રોનું મહત્ત્વ વધારે રહેશે.

કરિયરઃ- જોબ અને બિઝનેસ માટે દિવસ સામાન્ય રહેશે.

લવઃ- પરિવાર સાથે તમારો સંબંધ મૈત્રીપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યના મામલે દિવસ તમારા પક્ષમાં રહેશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

----------------------------

મકરઃ- THE STAR

દૂર સ્થાનથી તમને મળતી બધી જ જાણકારી અનુકૂળ રહેશે નહીં. તમે શાંત, સમય, ઉદેશ્ય અને આત્મવિશ્વાસને ફરી જીવિત કરવાનો પ્રયાસ કરશો.

કરિયરઃ- આજે ભૂતકાળમાં કરેલી વ્યાપારિક યાત્રાઓના પરિણામનો દિવસ છે.

લવઃ- સંબંધો માટે ગંભીરતા બતાવવાનો સમય છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિ દિવસ મિશ્રિત રહેશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

----------------------------

કુંભઃ- THE MOON

મિત્રો અને પરિવાર સાથે આજે તમે ખૂબ જ ખુશ રહેશો. તમે શહેરમાં ફરવા જશો અથવા કોઇ અવસર પર સાથે જશો. નજીકના મિત્રો સાથે નાની યાત્રા માટે જઇ શકો છો.

કરિયરઃ- કરિયરમાં આજે તમે કામનો તણાવ અનુભવાશે.

લવઃ- આજે પરિવાર માટે સમય કાઢવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને દિવસ સામાન્ય રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

----------------------------

મીનઃ- FOUR OF WANDS

આજનો દિવસ ઘરેલૂ ઉથલ-પુથલનો રહેશે. વિદેશથી મહેમાનો આવે તેવી સંભાવના છે અને સતત પાર્ટીનો મૂડ તમારા ઘરમાં આનંદનું વાતાવરણ જાળવી રાખશે.

કરિયરઃ- ટીમવર્કથી સફળતા પ્રાપ્ત થવાનો યોગ છે.

લવઃ- તમારા લોકો સાથે સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- આજે કામના તણાવથી પોતાને મુક્ત રાખવાની કોશિશ કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો