ટેરો રાશિફળ:રવિવારે THE HANGEDMAN કાર્ડ પ્રમાણે વૃષભ જાતકો પોઝિટિવ રહેશે, પાર્ટનર દ્વારા પૂર્ણ સહયોગ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 20 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- DEATH

કોઇ મહત્ત્વપૂર્ણ વિષયમાં તમારે ફરીથી શૂન્યથી શરૂઆત કરવી પડશે. પોતાની ભૂલનું અવલોકન કરો. તમારી અંદર વધતાં ગિલ્ટને દૂર કરવાની કોશિશ સફળ રહેશે. અન્ય દ્વારા મળી રહેલી આલોચનાને નજરઅંદાજ કરવાનું તમારે શીખવું પડશે.

કરિયરઃ- નોકરી કરતાં લોકોનું કામ પરથી મન ઉઠી શકે છે.

લવઃ- તમારા નિર્ણયમાં પાર્ટનર ઇચ્છા હોવા છતાં પણ સંપૂર્ણ રીતે તમારો સાથ આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- શરીરમાં નબળાઈ વધશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

----------------------------

વૃષભઃ- THE HANGEDMAN

તમારા જીવનમાં આવી રહેલી સ્થિરતા તમને પોઝિટિવ જાળવી રાખશે. મળી રહેલી સ્થિરતાને કાયમ રાખવાની કોશિશ તમારે કરવી પડશે. રૂપિયાને લગતી તકલીફ ઓછી થવાના કારણે જીવન પ્રત્યે તમારો દૃષ્ટિકોણ પણ બદલાઇ શકે છે.

કરિયરઃ- નોકરી શોધનાર લોકોને યોગ્ય નોકરી પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર દ્વારા પૂર્ણ સહયોગ મળવાના કારણે મનને શાંતિ મળશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટીના કારણે માથાનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

----------------------------

મિથુનઃ- THE WORLD

તમે તમારા લક્ષ્ય મોટા રાખો છો પરંતુ તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જેટલી મહેનત જોઇએ, તેટલી મહેનત તમે હાલ કરી શકતાં નથી જેના કારણે પોતાના પ્રત્યે નિરાશા વધશે અને અન્યની પ્રગતિ જોઇને મનમાં ઈર્ષા ભાવ પેદા થઇ શકે છે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં વધારે મહેનત લઇને તેને પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- પાર્ટનર સાથે વધી રહેલું અંતર તમને તકલીફ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- પગને લગતી તકલીફને ડોક્ટરની સલાહથી ઠીક કરવાની કોશિશ કરો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 4

----------------------------

કર્કઃ- ACE OF SWORDS

તમારા જીવનમાંથી મોજ-મસ્તીને ઘટાડીને તમે વધારે સમય પોતાના કામને પૂર્ણ કરવા માટે લગાવી શકો છો. કામમાં મળી રહેલો યશ તમારો આત્મવિશ્વાસ વધારી રહ્યો છે જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓ પણ ઓછી થઇ જશે. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમે ઊભા રહેશો.

કરિયરઃ- કોઇ મહત્ત્વપૂર્ણ કામને પૂર્ણ કરવું આજે તમારા માટે સરળ રહેશે.

લવઃ- રિલેશનશિપમાં પ્રગતિ જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- લીલા શાકભાજીનું સેવન વધારવું પડશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

----------------------------

સિંહઃ- FIVE OF WANDS

મનમાં આજે વિવિધ વિચાર આવવાના કારણે તમારી એકાગ્રતા ઘટશે. કોઇપણ વિષયને અથવા કામને પૂર્ણ કરવાની ઇચ્છા હોવા છતાં પણ તમે તેના અંગે ધ્યાન આપી શકશો નહીં. ખુલી હવામાં અથવા નિસર્ગમાં વિતાવેલો સમય તમને પ્રસન્નતા આપશે.

કરિયરઃ- કામની જગ્યાએ ટીમ વર્ક ન હોવાના કારણે નાના કામમાં પણ મોડું થઇ શકે છે.

લવઃ- વ્યક્તિના વ્યવહારના કારણે પાર્ટનર્સમાં ઝઘડા થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી અને તાવ જેવી તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

----------------------------

કન્યાઃ- SIX OF CUPS

તમને મળી રહેલાં રૂપિયાનું રોકાણ કરવું તમારી યોજનાને વધારે સારી બનાવવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે જેના કારણે ભવિષ્યમાં તમને મોટો ફાયદો થઇ શકે છે. હાલ તમે તમારા કામથી થોડો બ્રેક લઇને પરિવાર સાથે સમય વિતાવો.

કરિયરઃ- કામને લગતી બધી જ બાબતો સરળતાથી પૂર્ણ થઇ જશે.

લવઃ- રિલેશનશિપની તરફ ધ્યાન આપવું પડશે.

સ્વાસ્થ્યઃ- પાણીનું સેવન યોગ્ય માત્રામાં કરો

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

----------------------------

તુલાઃ- JUSTICE

કાયદાને લગતી કોઇ જાણકારી પૂર્ણ ન મળવાના કારણે તમારી અંદર ભય રહેશે. કોઇપણ વ્યવહારને કરતી સમયે તેની સાથે જોડાયેલાં નિષ્ણાત વ્યક્તિ પાસેથી સલાહ લઇને જ નિર્ણય લેવો પરંતુ નિર્ણય માટે સંપૂર્ણ રીતે તેમના ઉપર નિર્ભર રહેવું નહીં.

કરિયરઃ- તમારા કામનો યોગ્ય શ્રેય ન મળવાના કારણે તકલીફ વધી શકે છે.

લવઃ- કામના કારણે પાર્ટનર સાથે સમય વિતાવી શકવો તમારા માટે મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતું કોઇ નાનું ઓપરેશન થવાની સંભાવના છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

----------------------------

વૃશ્ચિકઃ- THE MAGICIAN

આજે તમે તમારા રસ્તામાં આવતી નાની-મોટી બાધાઓના કારણે નિરાશ રહી શકો છો. આ વસ્તુઓથી તમે થોડાં પરેશાન રહી શકો છો. હિંમતથી આગળ વધશો તો સફળતા મળશે.

કરિયરઃ- કરિયર સ્થિર થઇ ગયું હોય એવું આજે તમને લાગશે.

લવઃ- પ્રેમ સંબંધ માટે મિશ્રિત દિવસ રહેશે.

સ્વાસ્થ્યઃ- ખાન-પાનમાં વિશેષ સાવધાની રાખવી.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

----------------------------

ધનઃ- THE TOWER

દિવસ તમારી માટે નવી ઊર્જા આપનાર રહેશે. યાત્રા અને ખરીદીના યોગ તરફ કાર્ડ સંકેત કરી રહ્યું છે. આ તે દિવસ છે જ્યારે તમારી માટે બધી વસ્તુઓમાં સંબંધ અને મિત્રોનું મહત્ત્વ વધારે રહેશે.

કરિયરઃ- જોબ અને બિઝનેસ માટે દિવસ સામાન્ય રહેશે.

લવઃ- પરિવાર સાથે તમારો સંબંધ મૈત્રીપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યના મામલે દિવસ તમારા પક્ષમાં રહેશે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

----------------------------

મકરઃ- THE STAR

દૂર સ્થાનથી તમને મળતી બધી જ જાણકારી અનુકૂળ રહેશે નહીં. તમે શાંત, સમય, ઉદેશ્ય અને આત્મવિશ્વાસને ફરી જીવિત કરવાનો પ્રયાસ કરશો.

કરિયરઃ- આજે ભૂતકાળમાં કરેલી વ્યાપારિક યાત્રાઓના પરિણામનો દિવસ છે.

લવઃ- સંબંધો માટે ગંભીરતા બતાવવાનો સમય છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દ્રષ્ટિ દિવસ મિશ્રિત રહેશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

----------------------------

કુંભઃ- THE MOON

મિત્રો અને પરિવાર સાથે આજે તમે ખૂબ જ ખુશ રહેશો. તમે શહેરમાં ફરવા જશો અથવા કોઇ અવસર પર સાથે જશો. નજીકના મિત્રો સાથે નાની યાત્રા માટે જઇ શકો છો.

કરિયરઃ- કરિયરમાં આજે તમે કામનો તણાવ અનુભવાશે.

લવઃ- આજે પરિવાર માટે સમય કાઢવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને દિવસ સામાન્ય રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

----------------------------

મીનઃ- FOUR OF WANDS

આજનો દિવસ ઘરેલૂ ઉથલ-પુથલનો રહેશે. વિદેશથી મહેમાનો આવે તેવી સંભાવના છે અને સતત પાર્ટીનો મૂડ તમારા ઘરમાં આનંદનું વાતાવરણ જાળવી રાખશે.

કરિયરઃ- ટીમવર્કથી સફળતા પ્રાપ્ત થવાનો યોગ છે.

લવઃ- તમારા લોકો સાથે સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- આજે કામના તણાવથી પોતાને મુક્ત રાખવાની કોશિશ કરો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4