ટેરો રાશિફળ:THE TOWER કાર્ડ પ્રમાણે મંગળવારે મકર જાતકો તણાવ અને ચિંતાનો અનુભવ કરી શકે છે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

2 ઓગસ્ટ, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE FOOL

જૂની વિચારધારાને સંપૂર્ણ રીતે દૂર કરીને તમે આગળ વધતા જોવા મળશો. અમુક લોકોનો સાથ મળી શકે છે, પરંતુ આ સાથ તમારી માનસિક અવસ્થાને પોઝિટિવ બનાવવા માટે જરૂરી રહેશે. નવી શરૂઆત કરવા માટે તમે કરેલી કોશિશમાં સફળતા મળશે.

કરિયરઃ- કરિયરને લઈને બનાલેવી યોજના પ્રમાણે કામ આગળ વધતા જશે.

લવઃ- લવ લાઇફને લગતી ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરની વધતી ગરમી તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

--------------------------------

વૃષભઃ- THE HANGEDMAN

એક જ વાત ઉપર અડગ રહેવાના કારણે પરિસ્થિતિના દરેક સ્તર ઉપર ધ્યાન આપવું તમારા માટે શક્ય રહેશે નહીં. વ્યક્તિગત જીવન સાથે અન્ય વાતો ઉપર પણ ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. એકથી વધારે કામની જવાબદારી તમારા ઉપર બનતી રહેશે.

કરિયરઃ- કામને લગતી સ્થિરતા પ્રાપ્ત થવાના કારણે સમાધાન અનુભવ થશે.

લવઃ- રિલેશનશિપને લગતી ચિંતા દૂર થતી જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- પેટની બળતરાના કારણે બેચેની અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

--------------------------------

મિથુનઃ- THE EMPRESS

પરિવારને લઇને બનતી જવાબદારી અને કામમાં સંતુલન જાળવી રાખીને આગળ વધવાની કોશિશ કરો. તમારી કોશિશ પ્રમાણે યશ પ્રાપ્ત થતો રહેશે. છતાંય મનમાં ઊભી થઈ રહેલી ચિંતા તમારા ઉપર હાવી થતી જોવા મળશે.

કરિયરઃ- અપેક્ષા પ્રમાણે યશ પ્રાપ્ત કરવામાં સમય લાગશે.

લવઃ- પરિવાર દ્વારા પ્રાપ્ત થયેલી સંમતિના કારણે લગ્નને લઇને નિર્ણય આગળ વધારવાની તક મળશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

--------------------------------

કર્કઃ- THE EMPEROR

અપેક્ષા પ્રમાણે અનેકગણી વધારે મહેનત તમારે કરવી પડી શકે છે. જે પ્રકારે લક્ષ્ય તમે રાખ્યું છે તે પ્રાપ્ત કરવું સરળ રહેશે નહીં. આ વાતનો અહેસાસ થવાના કારણે તમે પોતાનામાં ફેરફાર લાવવાની કોશિશ કરશો.

કરિયરઃ- તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતના કારણે કામની જગ્યાએ મોટું સ્થાન પ્રાપ્ત થશે.

લવઃ- રિલેશનશિપને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને ચિંતાની અસર સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર ન કરે તેનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

--------------------------------

સિંહઃ- QUEEN OF SWORDS

પોતાના નિર્ણય ઉપર અડગ રહીને આગળ વધવું તમારા માટે જરૂરી રહેશે. લોકો દ્વારા પ્રાપ્ત થઈ રહેલાં વિરોધના કારણે તમે આત્મવિશ્વાસ ગુમાવી શકો છો. લોકો દ્વારા વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે અને તમે કયા પ્રકારે તમારી વાતોને તેમની સાથે રાખી શકો છો આ બંને વાતોનું અવલોકન કરો.

કરિયરઃ- નોકરી કરનાર લોકોને નવી નોકરીની તક જલ્દી જ પ્રાપ્ત થશે.

લવઃ- રિલેશનશિપને તોડવાનો નિર્ણય તમારા દ્વારા લેવામાં આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- મહિલાઓએ સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું પડશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

--------------------------------

કન્યાઃ- TEN OF WANDS

તમારા મન ઉપર વધતા ભારના કારણે કોઈપણ કામને એકાગ્રતા સાથે કરવું મુશ્કેલ લાગશે. બેકાર વાતોને પોતાનાથી દૂર રાખીને માત્ર કામ ઉપર ધ્યાન જાળવી રાખવું તમારા માટે જરૂરી છે. નહીંતર કામને લઇને તણાવ વધી શકે છે.

કરિયરઃ- આજકાલ કામ વધારે રહી શકે છે.

લવઃ- વ્યક્તિની યોગ્ય રીતે ઓળખ થવામાં સમય લાગી શકે છે.

સ્વાસ્થ્યઃ- બીપીની સમસ્યા ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

--------------------------------

તુલાઃ- ACE OF WANDS

નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ ખૂબ જ લાભદાય રહેશે. પરિવારને લઇને લેવામાં આવેલાં નિર્ણયના કારણે વિવાદ દૂર થવા લાગશે અને સંબંધો ફરીથી ઠીક કરીને આગળના નિર્ણય લેવા શક્ય રહેશે.

કરિયરઃ- કામને લઇને પરેશાની દિવસની શરૂઆતમાં ઊભી થઈ શકે છે.

લવઃ- દરેક નાની વાતને જરૂરિયાત કરતા વધારે મહત્ત્વ આપવાના કારણે સંબંધો ગુંચવાઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- કબજિયાતની તકલીફ દૂર કરવા માટે ડોક્ટરની સલાહ પ્રમાણે ખાનપાનમાં ફેરફાર કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

--------------------------------

વૃશ્ચિકઃ- THE HERMIT

મન ઉપર વધી રહેલી નિરાશાના કારણે કોઈપણ કામને પૂર્ણ કરવું તમારા માટે શક્ય રહેશે નહીં. જીવનમાં ડિસિપ્લિન જાળવી રાખીને હાથમાં લીધેલું કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. તમારી ભાવનાત્મક વાતોને કામની વચ્ચે આવવા દેશો નહીં.

કરિયરઃ- તમને પ્રાપ્ત થઇ રહેલાં અનુભવનો ઉપયોગ કરવાની તક આજે મળી શકે છે.

લવઃ- પાર્ટનરની કોઈ વાતના કારણે તમે દુઃખી થઈ શકો છો.

સ્વાસ્થ્યઃ- વાળને લગતી સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 8

--------------------------------

ધનઃ- THE MAGICIAN

પોતાની પરિસ્થિતિને બદલવા માટે જે પ્રકારે તમે કોશિશ કરી હતી તેમાં યશ જોવા મળશે. પરંતુ ભૂતકાળમાં પ્રાપ્ત થઈ રહેલાં અનુભવનો ભય તમારા મન ઉપર રહેવાના કારણે પોતાના દ્વારા લેવામાં આવેલ નિર્ણય ઉપર સંપૂર્ણ રીતે વિશ્વાસ રાખી શકવો થોડો મુશ્કેલ લાગશે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી વાતો અપેક્ષા પ્રમાણે થતી રહેશે.

લવઃ- તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખીને પાર્ટનર સાથે ચર્ચા કરવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 9

--------------------------------

મકરઃ- THE TOWER

અચાનક સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે તણાવ અને ચિંતા બંને અનુભવ થશે. સ્વાસ્થ્યમાં આવી રહેલાં મોટા ફેરફારનો સ્વીકાર કરીને પોતાને શ્રેષ્ઠ બનાવવાની કોશિશ કરો. ભૂતકાળને લઇને જે પછતાવો અનુભવ કરી રહ્યા છો તેની અસર તમારા વિચારો ઉપર આવવા દેશો નહીં.

કરિયરઃ- ક્લાઇન્ટ દ્વારા સમયે પેમેન્ટ પ્રાપ્ત ન થવાના કારણે આર્થિક સમસ્યાનો સામનો થઈ શકે છે.

લવઃ- પાર્ટનરના સ્વભાવમાં આવી રહેલાં ફેરફારથી તમને તકલીફ થશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------------------------

કુંભઃ- SIX OF SWORDS

તમારા દ્વારા થયેલી ભૂલોનો અહેસાસ દર્શાવવાની કોશિશ કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી શકે છે. મનમાં ઊભી થઈ રહેલી દુવિધાના કારણે પોતાના પ્રત્યે તમને નકારાત્મક અનુભવ થઈ શકે છે. પરિસ્થિતિ ગમે તેવી હોય પરંતુ ભવિષ્યમાં તમને ફાયદો જ થશે.

કરિયરઃ- નોકરી કરનાર લોકોને નવી જગ્યાએ કામ કરવાની તક મળશે.

લવઃ- પાર્ટનર્સને પોતાની ભૂલોનો અહેસાસ થશે.

સ્વાસ્થ્યઃ- ગળાની ખરાબ દિવસની શરૂઆતમાં થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 8

--------------------------------

મીનઃ- FIVE OF PENTACLES

હાલના સમયમાં પ્રાપ્ત થઈ રહેલાં કોઈપણ પ્રકારની અસફળતાને પોતાની હાર સમજશો નહીં. પરિસ્થિતિ જટિલ છે, પરંતુ તમારી અંદર પરિસ્થિતિને પોતાના પક્ષમાં કરવાની ક્ષમતા પણ છે. અન્ય લોકો દ્વારા પ્રાપ્ત થઈ રહેલી ટિપ્પણી અને તેમના વિચારોના કારણે પોતાને નબળા ન સમજો.

કરિયરઃ- તમારી કાર્યક્ષમતા અને કામની ક્વોલિટીને વધારવા અંગે ધ્યાન આપો.

લવઃ- પાર્ટનર દ્વારા લેવામાં આવેલ નિર્ણયના કારણે તમને નુકસાન થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઇન્ફેક્શનને લગતી બીમારીઓ થવાની શક્યતા છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 1

અન્ય સમાચારો પણ છે...