ટેરો રાશિફળ / ટેરો કાર્ડ્સ પ્રમાણે રવિવાર મીન જાતકો માટે શુભ રહેશે, ધન કમાવાનો અવસર મળશે

daily Tarot predictions of 2 August 2020, Shila M Bajaj
X
daily Tarot predictions of 2 August 2020, Shila M Bajaj

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 12:30 AM IST

રવિવાર, 2 ઓગસ્ટના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર શીલા એમ. બજાજ પાસેથી.

મેષઃ- The Chariot

આજે તમારી ઇચ્છા પૂર્ણ થવાનો સંકેત છે. તમને એવો કોઇ અવસર મળી શકે છે, જેની તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતાં. તમારે તેની માટે તૈયાર રહેવું પડશે. ધનલાભ અને પ્રતિષ્ટા વધારવાના યોગ છે. તણાવથી બચવાની કોશિશ કરો.

કરિયરઃ- તમે જે વ્યવસાય શરૂ કરવા માંગો છો તેની શરૂઆત કરી શકો છો.

લવઃ- પાર્ટનર આજે ખૂબ જ ડિમાંડિંગ રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ વધી શકે છે.

---------------------

વૃષભઃ- The Tower

આજે તમારે તમારા કામ ઉપર વધારે ફોકસ કરવાની જરૂર છે. તમારા ઇગો અને તમારા મતભેદને દૂર રાખીને તમારા કામને પ્રાથમિકતા આપો. આજે અનેક લોકો નિર્ણયના મામલે તમારી ઉપર નિર્ભર રહેશે.

કરિયરઃ- તમારું કમ્યૂનિકેશન ખૂબ જ સ્પષ્ટ રાખો.

લવઃ- તમારા અહંકારને અલગ રાખો.

સ્વાસ્થ્યઃ- આજે સ્વાસ્થ્ય અંગે કોઇ સમસ્યા નથી.

---------------------

મિથુનઃ- The High Priestess

આજે તમારે અન્ય લોકોની સરખામણીમાં વધારે મહત્ત્વ મળી શકે છે. આવું ખાસ કરીને ઓફિસ કે કાર્ય સ્થળ પર જ થવાની સંભાવના છે. નવા પ્રોજેક્ટમાં આજે તમને લીડરશિપનો અવસર મળી શકે છે.

કરિયરઃ- તમને નવી પરિયોજનાનું નેતૃત્વ કરવાનો અવસર મળી શકે છે.

લવઃ- આજે તમને તમારો સાથી પ્રેમાળ લાગી શકે છે.

સ્વાસ્થ્યઃ- તમને તાવ આવે તેવી સંભાવના છે.

---------------------

કર્કઃ- Justice

આજે તમારું મન ખૂબ જ ઉત્સાહથી ભરેલું રહેશે. થોડી સારી સૂચનાઓ તમને ખુશ કરી શકે છે. નવા લોકો અને નવી જવાબદારીઓ અથવા નવા કામની ઓફર આજે તમને મળી શકે છે. થોડાં લોકો આજે તમને તેમના મનની વાત કહેશે.

કરિયરઃ- તમે કામમાં ખૂબ જ ઉત્સાહી અને રચનાત્મક રહેશો.

લવઃ- આજે તમારો મિત્ર તમને આકર્ષક લાગી શકે છે.

સ્વાસ્થ્યઃ- બહારના ભોજનથી દૂર રહેવું.

---------------------

સિંહઃ- Seven of Cups

આજનો દિવસ તમારી કુશળતા અને યોગ્યતાના પ્રદર્શન માટે દરેક રીતે અનુકૂળ રહેશે. તમારા સહયોગીઓ તમારા વખાણ કરી શકે છે. તમારી થોડી યોજનાને લોકો દ્વારા પ્રોત્સાહન મળશે.

કરિયરઃ- તમારા વ્યાપારિક વિચારોને આજે અપ્રૂવ કરવામાં આવશે.

લવઃ- તમારા સાથીને આજે તમે વિશેષ અનુભવ કરાવો.

સ્વાસ્થ્યઃ- દાંત સાથે સંબંધિત સમસ્યાનો ઇલાજ થશે.

---------------------

કન્યાઃ- Four of Coins

આજે તમને થોડાં સારા અવસર મળી શકે છે. ઉતાવળમાં આજે કોઇ નિર્ણય લેવો નહીં. તમારા હિત અને અહિતને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લેવો. જેથી તમે પરિવર્તનશીલ પરિસ્થિતિઓમાં પણ તમારા ભવિષ્યને સુરક્ષિત કરી શકો છો.

કરિયરઃ- નોકરીનો પ્રસ્તાવ આકર્ષક લાગશે.

લવઃ- તમારા જીવનસાથીને કોઇ ભેટ આપો.

સ્વાસ્થ્યઃ- ગળાના દુખાવાને ગંભીરતાથી લો.

---------------------

તુલાઃ- The Sun

તમને આજે દૂર સ્થાન પર યાત્રાનો અવસર મળી શકે છે અથવા તમે ભવિષ્ય માટે કોઇ વિદેશી યાત્રાની યોજના બનાવી શકો છો. તે તમારા કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી પણ હોઇ શકે છે. તમને ચિંતાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

કરિયરઃ- વિદેશ યાત્રાની યોજના સંભવ છે.

લવઃ- તમારા સાથી સાથે દરેક વાત શેયર કરો.

સ્વાસ્થ્યઃ- આજે તમે શાંત રહો.

---------------------

વૃશ્ચિકઃ- Three of Swords

આજે તમે કોઇની મદદ લીધા વિના કામ પૂર્ણ કરશો અને મોટો લાભ પણ પ્રાપ્ત કરશો. આજે તમને ભાગેદારીના અને સહયોગના પ્રસ્તાવ પણ મળી શકે છે. આજે તમારે અંગત સંબંધોને લઇને નિરાશાનો સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ- નવા વ્યવસાયમાં સફળતા સંભવ છે.

લવઃ- તમારા સાથી સાથે ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આંખનું સંક્રમણ તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.

---------------------

ધનઃ- Eight of Cups

આજે તમને વધારે જવાબદારીઓ સાથે કોઇ પુરસ્કાર મળવાના યોગ બની રહ્યા છે. તમારા કામના આજે વખાણ થઇ શકે છે. કોઇ નવી જવાબદારી હેઠળ તમારે વધારે ગંભીરતાથી કામ લેવું પડશે.

કરિયરઃ- તમારા બોસ તમારા દ્વારા કરેલાં કામને ઓળખશે.

લવઃ- સાતીની નાની-નાની વસ્તુઓના વખાણ કરો.

સ્વાસ્થ્યઃ- રેકી કે યોગ શરૂ કરવા માટે આ સમય સારો છે.

---------------------

મકરઃ- Nine of Pentacles

આજે તમારી માટે લાભ કમાવાનો અવસર છે. તમને સંપૂર્ણ ધીરજ સાથે પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવું પડશે. તમારી માટે આજે રોકાણ અને પ્રોફિટ મેકિંગના અનેક અવસર સામે હશે.

કરિયરઃ- કળા અને શિલ્પ વ્યવસાય સાથે જોડાયેલાં લોકોને લાભ મળી શકશે.

લવઃ- તમારા સાથી સાથે સાંજની યોજના બનાવો.

સ્વાસ્થ્યઃ- કાનનો દુખાવો તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.

---------------------

કુંભઃ- Four of Swords

આજનો દિવસ તમારી માટે જૂના વિચારથી બહાર આવીને નવી રીતે પોતાની છબિને બનાવવાનો પ્રયાસ કરવાનો છે. તમારે તમારા બોસ અથવા વરિષ્ઠ લોકોને પ્રભાવિત કરવા માટે કોઇ સારા ક્રિએટિવ પ્લાનિંગ સાથે જવું પડશે.

કરિયરઃ- આજે તમે રચનાત્મક વિચારો સાથે આગળ વધશો.

લવઃ- સાથી સાથે એક મજેદાર એક્ટિવિટીની યોજના બનાવો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

---------------------

મીનઃ- Queen of Cups

આજે તમને થોડાં સારા પરિણામ મળી શકે છે. તમારી યોગ્યતા અને કુશળતાના કારણે તમને થોડું વધારે ધન કમાવા મળી શકે છે. તમારે તમારા નજીકના લોકો સાથે સંપર્કમાં રહેવું પડશે. થોડાં લોકો તમારા કામના વખાણ પણ કરી શકે છે.

કરિયરઃ- આવકના સ્ત્રોત તમને મળી શકે છે.

લવઃ- તમારા સંબંધને આગળ વધારવા માટે આ સમય શુભ છે.

સ્વાસ્થ્યઃ- ફિટનેસ પર ધ્યાન આપો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી