તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેરો રાશિફળ:THE STAR કાર્ડ પ્રમાણે મકર રાશિના જાતકોને ખુશીના સમાચાર મળશે, થાઈરોઈડ ધરાવતા જાતકોએ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

1 ઓગસ્ટ, રવિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SEVEN OF PENTACLES

અમુક વાતમાં તમારે રાહ જોવી પડશે. ઉતાવળમાં કોઈ કામ કરવાથી નુકસાન થઈ શકે છે. કોઈ પણ નિર્ણય લેતા પહેલાં બે વાર વિચાર કરવો.

કરિયરઃ- ચાલુ કામમાં અડચણ આવી શકે છે. વધારે સ્ટ્રેસમાં ના રહેવું.

લવઃ- પાર્ટનર સાથે વાતચીત કરી રિલેશનશિપ સુધારવા પ્રયત્નો કરો.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવાને લીધે થાક લાગશે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 2

-----------------------------

વૃષભ: KNIGHT OF PENTACLES

પૈસા સંબંધિત વાતને આગળ વધારવા આજનો દિવસ સારો રહેશે. નવી તક મળશે પણ અમુક કામ છૂટી જશે. અધૂરા કામ પર વધારે ધ્યાન આપવું.

કરિયરઃ- લેખન અને મીડિયા સાથે જોડાયેલા લોકોને નવી જવાબદારી મળી શકે છે.

લવઃ- રિલેશનશિપમાં ઉતાર-ચઢાવ ઓછા આવશે.

સ્વાસ્થ્યઃ- કમરમાં દુખાવો અને પગમાં દુખાવાથી વધારે તકલીફ થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7

-----------------------------

મિથુનઃ- EIGHT OF PENTACLES

તમારી આજુબાજુના લોકોનો વ્યવહાર જોતા રહો. હાલ પોતાની વાતોને કોમ્પ્રોમાઈઝ ના થવા દો. કારણકે કોઈ વ્યક્તિ તમને નુકસાન પહોંચાડી શકે છે.

કરિયરઃ- કામ પર વધારે ફોકસ રાખવો.

લવઃ- એકબીજાથી દૂર રહેવાથી પાર્ટનરને કિંમત સમજાશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીઓમાં વધારે ખેચાણ રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

-----------------------------

કર્કઃ-KNIGHT OF SWORDS

અમુક વાતો તમને અલગ રીતે સમજાવવા લાગશે. થોડા દિવસ માટે જીવનની વ્યસ્તતામાંથી થોડો સમય કાઢીને પોતાના પર ધ્યાન આપવું.

કરિયરઃ- પોતાને થોડો ટાઈમ રિલેક્સ કર્યા પછી પ્લાનિંગ સાથે કામ ચાલુ કરો.

લવઃ- પાર્ટનરના બદલાતા સ્વભાવને લીધે રિલેશનશિપમાં રસ ઓછો થવા લાગશે.

સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂરી કરવી.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

-----------------------------

સિંહઃ- TEMPERANCE

તમારી પરિસ્થિતિનું જે પણ સમાધાન મળ્યું છે તેને અપનાવો. કેટલાક મામલે થોડું રિસ્ક લેવાથી તમે આગળ વધી શકો છે.

કરિયરઃ- તમારી કામ કરવાની રીત પર વડીલોની નજર રહેશે. પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવો.

લવઃ- રિલેશનશિપ નિર્ણય લેતાં પહેલાં હૃદય અને મગજ વચ્ચે સંતુલન રાખો. ભાવુક થઈને લીધેલો નિર્ણય તકલીફદાયક હશે.

સ્વાસ્થ્યઃ- ડિહાઈડ્રેશન વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 5

-------------------------------

કન્યાઃ- THE DEVIL

સ્વાસ્થ્ય બગડી શકે છે. મુશ્કેલીથી ભાગો નહિ તેનો સામનો કરવો. અન્ય વ્યક્તિના જીવન અંગે સલાહ આપવાથી બચો.

કરિયરઃ- સ્ટોક માર્કેટથી જોડાયેલા લોકો માટે દિવસ લાભદાયી છે.

લવઃ- રિલેશનશિપની વાતોની ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટમાં બળતરાં અને એસિડિટી અચાનક વધી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 1

-------------------------------

તુલાઃ- FIVE OF WANDS

અપેક્ષા સ્પષ્ટ ન હોવાથી તમારા પ્રયાસ યોગ્ય નહિ રહે. યોગ્ય યોજના બનાવી નિર્ણય લો. વધારે લોકોની સલાહ લેવાથી તમે ભટકી શકો છો.

કરિયરઃ- પૈસાની લાલચ ન રાખી સિલેક્ટેડ કાર્યો પર જ ધ્યાન આપો.

લવઃ- પરિવારમાં વિવાદને કારણે પર્સનલ રિલેશનશિપ પર ધ્યાન નહીં આપી શકો.

સ્વાસ્થ્યઃ- દિવસભર થાક લાગી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

-------------------------------

વૃશ્ચિકઃ- FIVE OF SWORDS

તમારા કામમાં અવરોધ લાવતા લોકોને તમે યોગ્ય જવાબ આપી શકશો. પ્રતિશોધની ભાવનાથી દૂર રહો.

કરિયરઃ- કાર્યક્ષેત્રે રાજકારણ ઓછું થશે. તો પણ તમે કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ મૂકી શકશો નહીં.

લવઃ- જીદ્દી રહેવાથી વિવાદોનો અંત નહીં આવે.

સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવો અથવા ઈન્ફેક્શન થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6

-------------------------------
ધનઃ- SEVEN OF SWORDS

અત્યારે લોકોના જીવનમાં શું ચાલી રહ્યું છે અને કઈ રીતે પ્રગતિ થઈ રહી છે તે વાતથી ધ્યાન હટાવીને પોતાના જીવન પર ધ્યાન આપવાની જરૂર છે. લોકોની જિંદગીમાં વધારે રસ ધરાવવાથી તમે પોતાની વાતો પર ધ્યાન નહીં આપી શકો. લોકોના મનમાં તમારા માટે નકારાત્મક છાપ ઊભી થશે.

કરિયરઃ- નોકરીની જગ્યાએ અત્યારે તમને વિવિધ પ્રકારની જવાબદારીઓ આપવામાં આવશે પરંતુ જવાબદારીના અનુસાર પૈસા પ્રાપ્ત થવામાં સમય લાગી શકે છે.

લવઃ- નકામા પ્રેમ સંબંધોમાં ન પડો અને તમે તમારી લવ લાઈફથી શુ અપેક્ષા રાખી રહ્યા છો તે વાત પર ધ્યાન આપવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- દિવસની શરૂઆતમાં માથામાં દુખાવો થશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5
-------------------------------

મકરઃ- THE STAR

ઘરે આવી રહેલા મહેમાનો દ્વારા તમને અચાનક ખુશીના સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. પારિવારિક જીવન આંનદમય રહેશે અને અપેક્ષા ઓછી રાખવાના કારણે નીરાશ નહીં થાવ. તમારે તમારી જરૂરિયાતોને પૂરી કરવા પર ધ્યાન આપવું.

કરિયરઃ- યોગ્ય લોકો સાથે જોડાયેલા રહેવાથી તમને કરિયર સંબંધિત વધુ જાણકારી પ્રાપ્ત થશે.

​લવઃ- વૈવાહિક જીવનમાં સ્થિરતા લાવવાનો પ્રયાસ કરવો પડશે તેના માટે તમારે પાર્ટરને સમજવાનો પ્રયત્ન કરવો.

સ્વાસ્થ્યઃ- થાઈરોડ સંબંધિત જે લોકોને તકલીફ છે તેમને સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9
-------------------------------

કુંભઃ- QUEEN OF SWORDS

તમારા જૂના વિચારો અને આદતો બદલવાના પ્રયત્નો તમારા સફળ રહેશે. કેટલીક વાતોને પાછળ છોડીને આગળ વધવું પડશે. આ વાત સ્પષ્ટ હોવાથી ભાવનાત્મક તકલીફમાંથી પસાર થતા હોવા છતાં તમે ભવિષ્યને સકારાત્મક દૃષ્ટિથી જોશો. જે લોકોના કારણે વધારે તણાવ મહેસૂસ થઈ રહ્યો હોય, એવા લોકોથી દૂર રહેવું.

કરિયરઃ- માર્કેટિંગ ક્ષેત્ર સાથે સંબંધિત લોકોને તેમનો ટાર્ગેટ પૂરો કરવા માટે સહકર્મી દ્વારા પૂરતો સહયોગ પ્રાપ્ત થશે.

લવઃ- રિલેશનશિપ સંબંધિત થઈ રહેલી તકલીફોને દૂર કરવા માટે પાર્ટનરને એકબીજાની સાથે પારદર્શિતા રાખીને ચર્ચા કરવાની જરૂર છે.

સ્વાસ્થ્યઃ- ડાયાબિટીસ સંબંધિત તકલીફ દૂર કરવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર લાવો સાથે યોગ્ય ડૉક્ટરની સલાહ લો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7
-------------------------------

મીનઃ- THE CHARIOT

જે લોકો કલાક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને પોતાના કલાગુણોને દેખાડવાની મોટી તક પ્રાપ્ત થશે. આ તકનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવો પ્રયાસ કરો. કેટલીક વાતોના કારણે મનમાં બેચેની રહેશે પરંતુ મગજ અને દિલમાં સંતુલન રાખીને આગળ વધવું.

કરિયરઃ- કામ સંબંધિત યાત્રા સફળ રહેશે.

લવઃ- પાર્ટનર્સ એકબીજાના સ્વભાવના કારણે વિવિધ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરશે.

સ્વાસ્થ્યઃ- વધારે ભાગદોડ અને કામના કારણે માનસિક અને શારીરિક થાક મહેસૂસ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

અન્ય સમાચારો પણ છે...