ટેરો રાશિફળ:સોમવારે FIVE OF PENTACLES કાર્ડ પ્રમાણે મીન જાતકોને ઇન્ફેક્શન થવાની શક્યતા છે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ : THE WORLD
આજના દિવસે ભવિષ્ય સંબંધિત વાતોનો વિચાર કરીને વર્તમાનમાં કરવામાં આવેલા પ્રયત્નોને કારણે આગામી દિવસોમાં જીવનમાં થોડો ફેરફાર આવી શકે છે. જે તકલીફને કારણે નેગેટિવ બની રહ્યા હતા તેમાં અચાનક જ બદલાવ આવશે. જીવનમાં ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હોય પણ દરેક વસ્તુનો અંત ચોક્કસથી આવે છે. તમારે તમારી જાતને આ વસ્તુ યાદ અપાવતા રહેવું પડશે.

કરિયર : કામ સંબંધિત જે વાતમાં પારંગત છો, તેમાં તમને નવો મોકો મળી શકે છે.

લવ : પોતાની જાતને સુધારવાની કોશિશને કારણે રિલેશનશિપમાં ફેરફાર જોવા મળશે.

હેલ્થ : શરીરની ગરમીને કંટ્રોલ કરવાની જરૂર છે.

લકી કલર : ગુલાબી

લકી નંબર : 2
--------------------
વૃષભ : QUEEN OF PENTACLES
આજના દિવસે તમને જે જાણકારી મળી છે તે કોઈ પણ વ્યક્તિને કહેવાની કોશિશ ન કરો. તમારી આસપાસના લોકોને સમજવા તમારા માટે શક્ય નથી. જ્યાં સુધી લોકોના વિચાર સ્પષ્ટ ન હોય ત્યાં સુધી પર્સનલ વાતની ચર્ચા કરવાથી દૂર રહો.

કરિયર : કરિયરને કારણે થોડી ચિંતા થઇ શકે છે પરંતુ પોતાની જાત પર વિશ્વાસ રાખવો પડશે.

લવ : જો તમે કોઈને પ્રપોઝ કર્યું હોય તો તે વ્યક્તિ તેનો સ્વીકાર કરવામાં સમય લેશે.

હેલ્થ : ગળામાં ખારાશ અથવા ગળામાં ઇન્ફેક્શનને કારણે તકલીફ થઇ શકે છે.

લકી કલર : પર્પલ

લકી નંબર : 8
--------------------
મિથુન : KNIGHT OF WANDS
તમે જીવનમાં કંઈક બનવા માગો છો તેની ઈચ્છા પ્રબળ થતી જોવા મળશે. આજના સમયે તમારે ફક્ત ને ફક્ત કામ પર જ ધ્યાન આપવાની જરૂર છે. પરિવાર સાથે જે ઝઘડો થયો છે તેનું નિરાકરણ કરવામાં સમય લાગી શકે છે. જો તમારી જાત સાથે કોઈ પણ પ્રકારના ફેરફાર કરવા ઇચ્છો છો તો તમારા માટે તકલીફનું કારણ બની શકે છે.

કરિયર : તમે પ્રયત્નો દ્વારા કરિયર સંબંધિત મોટો નિર્ણય લઇ શકો છો.

લવ : જયારે તમને કોઈ વ્યક્તિ પ્રત્યેના વિચાર સ્પષ્ટ ન હોય ત્યારે રિલેશનશિપ સંબંધિત ચર્ચા બિલકુલ ન કરો.

હેલ્થ : ગળામાં દુખાવાની સમસ્યા થઇ શકે છે.

લકી કલર : લીલો

લકી નંબર : 3
--------------------
કર્ક : THE LOVERS
છેલ્લાં ઘણાં દિવસોથી પરિસ્થિતિ સંબંધિત જે અસંતુલન તમને થઇ રહ્યું છે, તે દૂર થવા લાગશે. જે લોકો તમારાથી દૂર થયા છે તેની સાથે સંબંધોમાં ફેરફાર નજર આવશે. આજના સમયમાં માનસિક અને શારીરિક રીતે તમારી જાતને સુધારવી એ જ તમારું એકમાત્ર ધ્યેય હોવું જોઈએ. સ્વાસ્થ્યમાં આવી રહેલા ફેરફારની તમારા સ્વભાવમાં પણ જોવા મળશે.

કરિયર :કામના ટાર્ગેટ પર ધ્યાન આપવાની જરૂર છે.

લવ : પૂર્વ પ્રેમી સાથે જલ્દી જ મુલાકાત થશે. આ વખતે બંને પક્ષ દ્વારા રિલેશનશિપને ઠીક કરવાની કોશિશ કરવામાં આવશે.

હેલ્થ : સ્વાસ્થ્યમાં આવી રહેલા ફેરફાર પર ધ્યાન આપવાની જરૂર છે.

લકી કલર : સફેદ

લકી નંબર : 5
--------------------
સિંહ : FOUR OF PENTACLES
તમારી પ્રગતિનો દેખાડો બીજી વ્યક્તિ સામે બિલકુલ ન કરો. આજના સમયમાં તમારો જે અહંકાર છે તે વધશે જેના કારણે લોકોના મનમાં તમારા પ્રત્યે નારાજગી થઇ શકે છે. પરંતુ પરિસ્થિતિમાં ફેરફાર થઇ શકે છે.

કરિયર : સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા લોકોને અનુભવી વ્યક્તિ દ્વારા મળેલું માર્ગદર્શન લાભદાયક સાબિત થશે.

લવ : પાર્ટનર દ્વારા કરવામાં આવેલી ભૂલનો અહેસાસ કરાવાની જરૂર પડશે.

હેલ્થ : અપચા અને ઊલટીની તકલીફ થઇ શકે છે.

લકી કલર : લાલ

લકી નંબર :9
--------------------
કન્યા : THE EMPEROR
અત્યારના સમયમાં તમે સંપૂર્ણ મહેનત કરીને જીવન સુધારવાની કોશિશ કરશો. અન્ય લોકોના ટેકો અપેક્ષા મુજબ ચાલુ રહેશે, તેમ છતાં તેમણે તેમની ક્ષમતા સમજવાનો પ્રયાસ કરવો પડશે. તમારા પર જે પરિવારની જવાબદારી બની હતી તેનો ભાર ધીરે ધીરે ઓછો થશે.

કરિયર : કામને કારણે પ્રવાસ કરવો પડી શકે છે.

લવ : રિલેશનશિપમાં આવી રહેલા બદલાવને રોકવાની કોશિશ બિલકુલ ન કરો.

હેલ્થ : પીઠના દુખાવાને બરાબર કરવા માટે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવાની જરૂર પડશે.

લકી કલર : લાલ

લકી નંબર : 9
--------------------
તુલા : KNIGHT OF SWORDS
આજના દિવસે તમને તમારી સ્થિતિની જાણકારી હોવા છતાં તમે નિર્ણય લેવામાં કેમ ખચકાવ છો તે વાતનું તમારે અવલોકન કરવું પડશે. કોઈ પણ પ્રકારનું મોટું જોખમ લઇને ફાયદો કરવાની કોશિશ તમને નુકસાન પહોંચાડી શકે છે. પૈસાની લાલચને તમારા ઉપર બિલકુલ હાવી ન થવા દો.

કરિયર :યુવા વર્ગને કામ સંબંધિત મોકો મળી શકે છે.

લવ: પાર્ટનર સાથે ભૂતકાળની વાતચિટ કરતા વિવાદ થઇ શકે છે.

હેલ્થ : સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા નથી આમ છતાં પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

લકી કલર : સફેદ

લકી નંબર : 3
--------------------
વૃશ્ચિક : THE STAR
જીવનમાં જે અસંતુલનનો અનુભવ કરો છો તેને દૂર કરવાની તમારી પરિસ્થિતિનું અવલોકન કરવું તમારા માટે જરૂરી રહેશે. ભાવનામાં આવીને લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયને કારણે નારાજગી થશે અને પૈસા સંબંધિત નુકસાન પણ થઇ શકે છે. તમારા પોતાના પ્રત્યે કોઈ ગેરસમજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો.

કરિયર : કામની જગ્યાએ વધુ જવાબદારી નિભાવાને કારણે લોકો તરફથી તમને પ્રસંશા મળશે.

લવ: પાર્ટનરની નિષ્ઠા અને પ્રેમની પરીક્ષા બિલકુલ ન લો.

હેલ્થ : શરીરમાં ડીહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે.

લકી કલર : પર્પલ

લકી નંબર : 6
--------------------
ધન : JUSTICE
તમે જે ભૂતકાળમાં પ્રયત્નો કર્યા છે તેનું ફળ વર્તમાનમાં જોવા મળશે. મિલ્કતને લઈને જે સમસ્યા હતી તેનું નિરાકરણ થવાની શક્યતા છે. જે વાતને લઈને તમારું નુકસાન થયું હતું તેમાં પરિસ્થિતિ બદલાતી જોવા મળશે. પૈસાના વ્યવહારમાં સફળતા મળશે.

કરિયર : ઉચ્ચ શિક્ષણ બાબતે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એ જાણવું જરૂરી છે કે, તમે આ શિક્ષણ કેમ લેવા માગો છો.

લવ : કોઈ પણ કારણોસર પાર્ટનર સાથેની વાતચીત ઓછી થઇ શકે છે.

હેલ્થ : મહિલાઓએ સ્વાસ્થ્યને લઈને જાગૃત થવું પડશે.

લકી કલર : પીળો

લકી નંબર : 4
--------------------
મકર : QUEEN OF WANDS
તમે લીધેલા કોઈ મોટા નિર્ણયના કારણે લોકોનો સાથ થોડો જ મળશે, જયારે તમે તમારી ક્ષમતા સાબિત કરશો ત્યારે સંબંધમાં ફેરફાર જોવા મળશે. અત્યારનો સમય તમારી પરીક્ષાનો છે. કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે.

કરિયર : કામના સ્થળે બીજા લોકો તમને ભૂલ કરાવાની કોશિશ કરશે જેથી કામમાં ધ્યાન આપો.

લવ :રિલેશનશિપ સંબંધિત સ્થિતિ તમારી અપેક્ષા અનુસાર ભલે ન હોય પરંતુ ફેરફાર તરત જ જોવા મળશે.

હેલ્થ : સ્વાસ્થ્ય સારું રહેશે.

લકી કલર : ગુલાબી

લકી નંબર : 7
--------------------
કુંભ : THE SUN
તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતને કારણે અન્ય લોકોને પણ મોટો ફાયદો થતો જોવા મળશે. ભૂતકાળમાં જે ઘટનાઓ બની છે તેની અસર ઓછી થઈને જીવનની નવી શરૂઆત કરી શકો છૉ. જૂની વાતોના વિચાર કરવાથી તકલીફ પડી શકે છે.

કરિયર : કામને લઈને મોટો મોકો આજના દિવસે તમને મળી શકે છે.

લવ: પાર્ટનરને કારણે અનેક સમસ્યાનો સામનો કરી શકશો.

હેલ્થ : એસિડિટીની સમસ્યા વધે નહીં તેનું ખાસ ધ્યાન રાખો.

લકી કલર : લીલો

લકી નંબર : 1
--------------------
મીન : FIVE OF PENTACLES
આજના દિવસે તમારા સ્વભાવમાં અચાનક આવી રહેલા ફેરફારને કારણે અમુક વાતોને સમજવું તમારા માટે સંભવ નહીં રહે. બધી જ વાતમાં ધીમે-ધીમે બદલાવ જોવા મળશે. તમારું વ્યક્તિત્વમાં પણ મહદ અંશે ફેરફાર જોવા મળી શકે છે.

કરિયર : કામ સંબંધિત અટકેલી કોઈ વાતને આગળ વધારવા માટે અચાનક કોઈ વ્યક્તિની મદદ મળી શકે છે.

લવ: રિલેશનશિપમાં સંબંધિત કોઈ પણ પ્રકારના ફેરફાર માટે પાર્ટનર સાથે ચર્ચા કરો.

હેલ્થ : ખોરાકને કારણે ઇન્ફેક્શન થવાની શક્યતા છે.

લકી કલર : ગુલાબી

લકી નંબર : 4

અન્ય સમાચારો પણ છે...