ટેરો રાશિફળ:રવિવારે SEVEN OF PENTACLES કાર્ડ પ્રમાણે કન્યા રાશિના લોકોને આર્થિક ફાયદો થઈ શકે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

19 સપ્ટેમ્બર, રવિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- QUEEN OF PENTACLES

રૂપિયાની આવક અને ખર્ચ લગભગ સમાન હોવાના કારણે આર્થિક ચિંતા થોડી પરેશાન કરી શકે છે. જરૂરિયાતમંદ વસ્તુઓની ખરીદદારી સરળતાથી થઈ શકે છે. રૂપિયાને લગતી યોજના ઉપર વધારે વિચાર કરવો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી નવી સ્કિલ્સને શીખવા માટે રૂપિયા અને સમય બંનેનો ઉપયોગ યોગ્ય રીતે કરવાની જરૂરિયાત છે.

લવઃ- તમારા મૂડમાં આવી રહેલાં ઉતાર-ચઢાવના કારણે રિલેશનશિપને લગતા વિચાર પણ બદલાતા રહેશે

સ્વાસ્થ્યઃ- પેટને લગતી બીમારીને ઘટાડવા માટે જીવનશૈલીમાં ફેરફાર લાવો

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

------------------------

વૃષભઃ- KING OF PENTACLES

તમને તમારી મહેનતનું ફળ પ્રાપ્ત થશે. તમારા ઉપર રહેલ દેવુ પણ સંપૂર્ણ રીતે દૂર કરવાનો માર્ગ તમને પ્રાપ્ત થવાના કારણે આર્થિક ચિંતાઓ દૂર થશે સાથે જ ઘરને લઈને રોકાણને લગતા વિચાર કરીને તમે તેના ઉપર કામ શરૂ કરશો.

કરિયરઃ- કામને ધ્યાનથી અને શાંતિપૂર્વક કરવાની કોશિશ કરો.

લવઃ- પરિવાર અને પાર્ટનરનો પૂર્ણ સાથ મળવાના કારણે જીવનને લગતી સમસ્યાનું સમાધાન અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- એલર્જીના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7

------------------------

મિથુનઃ- THE MOON

જે વસ્તુ કે વાતથી તમે ભાવનાત્મક સ્વરૂપથી વધારે જોડાયેલાં છો તેને લઈને કઠોર નિર્ણય આજે લેવા પડી શકે છે. લોકો દ્વારા મળી રહેલી વિવિધ સલાહ તમારું કન્ફ્યૂઝન વધારશે.

કરિયરઃ- જે કામ અધૂરા છોડ્યા હતા અથવા કોઈ કારણના લીધે અટવાયેલાં હતા તે આજે સરળતાથી પૂર્ણ થશે.

લવઃ- પાર્ટનરના સ્વભાવ અને બેદરકારીના કારણે તમને બેચેની અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવના કારણે જીવનશૈલીમાં ફેરફાર જોવા મળી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

------------------------

કર્કઃ- THREE OF SWORDS

તમારા સ્વભાવના નકારાત્મક સ્તર અંગે જાગરૂતતા અનુભવ થવા છતાંય તેના ઉપર કામ ન કરવાના કારણે નુકસાન ભોગવવું પડી શકે છે. આ નકારાત્મક અનુભવના કારણે તમારા સ્વભાવમાં મોટું પરિવર્તન આવી શકે છે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી વાત સરળતાથી પૂર્ણ થશે.

લવઃ- લવ લાઇફને લગતી નકારાત્મક ઘટના ઘટી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં લોહીની ખામીને વધવા દેશો નહીં

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

------------------------

સિંહઃ- TEN OF CUPS

કામ અને પરિવાર બંને જગ્યાએ તમને માન-સન્માન પ્રાપ્ત થશે. પરિવારને લગતી વાતોને યોગ્ય રીતે જાળવી રાખવાની કોશિશ સફળ રહેશે. બાળકોના વ્યક્તિગત જીવન અંગે જાણવાની કોશિશ કરો.

કરિયરઃ- કાઉન્સલિંગ અને મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને યુવા વ્યક્તિઓ સાથે કરેલાં કાર્યોના કારણે સરળતાથી પ્રગતિ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્ની પોતાના દ્વારા સ્થાપિત કરેલાં ઉદાહરણના કારણે પરિવારના લોકોની પ્રેરણા સ્થાન બનશે.

સ્વાસ્થ્યઃ- ગળાને લગતી તકલીફ થઈ શકે છે

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

------------------------

કન્યાઃ- SEVEN OF PENTACLES

તમારા સંયમનું યોગ્ય ફળ આજે તમને પ્રાપ્ત થઈ શકે છે. રૂપિયાની આવક અચાનક વધવાના કારણે જીવનશૈલીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. મિત્રો સાથે સંવાદ પણ સુધરવા લાગશે.

કરિયરઃ- કરિયરમાં આવી રહેલાં ફેરફાર શરૂઆતમાં તણાવ અનુભવ કરાવી શકે છે.

લવઃ- લવ રિલેશનશિપ કે લગ્નને લગતી વાતો આગળ ન વધવાના કારણે થોડી ચિંતા રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- આયુર્વેદ દ્વારા જૂની બીમારીને ઠીક કરી શકાય છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 2

------------------------

તુલાઃ- THE HIEROPHANT

આજે તમારે કામની ક્વોલિટી ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. કામને લગતી વાતો જો ઉકેલાઈ જાય છે ત્યારે તમે વ્યક્તિગત જીવન ઉપર ફોકસ કરી શકશો. વડીલો દ્વારા મળી રહેલી સલાહ અંગે સમજી-વિચારીને દરેક વાતમાં માત્ર પોતાની મરજી પ્રમાણે જ ચાલવું નુકસાનદાયી રહેશે.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણને લગતા અવસર તમને પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પરિવારના લોકો દ્વારા આપવામાં આવતા દબાણના કારણે રિલેશનશિપને લગતા તણાવ પણ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- વાળને લગતી સમસ્યાઓનુ સમાધાન મળવું હાલ મુશ્કેલ છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

------------------------

વૃશ્ચિકઃ- THE CHARIOT

જે પ્રકારે તમે કામને પૂર્ણ કરવા ઇચ્છતા હતાં, તેટલી જ ઝડપથી કામ ન થવાના કારણે થોડી નિરાશા અનુભવ થશે પરંતુ તમે પોતાને નબળા પડવા દેશો નહીં. મનની શાંતિ જળવાયેલી રહેશે.

કરિયરઃ- કામના અવસર તમને ઘરથી થોડે દૂર જ પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર્સને એકબીજાની ખામીઓ અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવો રહી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 4

------------------------

ધનઃ- KNIGHT OF WANDS

તમારા દ્વારા યોજના મોટી બનાવવામાં આવશે પરંતુ કામ કરતી સમયે થોડા કાર્યોને તમે અધૂરા જ છોડશો જેના કારણે કામને લગતું સમાધાન તમને પ્રાપ્ત થઈ શકે છે.

કરિયરઃ- કરિયરને લઈને પ્રાપ્ત થયેલા અવસર તમને તરત લાભ આપી શકે છે.

લવઃ- આ સમયે પાર્ટનર ઇનસિક્યોરિટી અનુભવ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં પાણીની માત્રા ઘટી જવાના કારણે થાક અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 6

------------------------

મકરઃ- EIGHT OF WANDS

કામને લઈને આવી રહેલી મુશ્કેલીઓ અચાનક જ દૂર થવાના કારણે કામને લગતો તમારો ઉત્સાહ પણ વધશે અને કામ પૂર્ણ થવાના કારણે સમાધાન પણ પ્રાપ્ત થઈ શકે છે.

કરિયરઃ- નોકરી કરી રહ્યા હોવ કે વેપારને લગતા ટાર્ગેટ બનાવીને તે દિશામાં કામ કરવાની કોશિશ કરશો ત્યારે જ ડિસિપ્લિન જળવાયેલું રહેશે

લવઃ- પાર્ટનર્સમાં સંવાદ સુધરવા લાગશે.

સ્વાસ્થ્યઃ- કોઠની તકલીફ વધારે રહી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 8

------------------------

કુંભઃ- TEMPERANCE

તમને થતી તકલીફનો અહેસાસ થવાના કારણે તેમના પ્રત્યે રાખવામાં આવેલ નકારાત્મક વિચાર દૂર થશે. પોઝિટિવ વાતો ઉપર ધ્યાન જાળવી રાખવું તમે જીવનને લગતી વાતોને સુધારવાની કોશિશ કરશો.

કરિયરઃ- નવેથી શરૂ કરેલાં વેપારમાં કોઈપણ વ્યક્તિનો સાથ પ્રાપ્ત થઈ શકશે નહીં.

લવઃ- યોગ્ય પાર્ટનરની પસંદ કરવાના કારણે જીવનને લગતી અનેક મુશ્કેલીઓ દૂર થવા લાગશે.

સ્વાસ્થ્યઃ- ફૂડ એલર્જીની સમસ્યા વધારે રહી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 6

------------------------

મીનઃ- THE DEVIL

ખરાબ લોકોની સંગતની અસર આજે તમારી જીવનશૈલી ઉપર જોવા મળી શકે છે જે પ્રકારના લોકો સાથે તમે સમય પસાર કરો છો તમારા વિચાર પણ તેમના જેવા જ બની જશે.

કરિયરઃ- જો તમે પાર્ટનરશિપમાં વેપાર કરવાનું વિચારી રહ્યા છો તો યોગ્ય પાર્ટનરની પસંદ કરતી સમયે વિચારવું પડશે.

લવઃ- તમારી અંદર ઇનસિક્યોરિટીને દૂર કરવા માટે પાર્ટનરનો સહયોગ મહત્ત્વપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- મદ્યપાન કે કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન ન કરો

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9