ટેરો રાશિફળ:મંગળવારે FIVE OF CUPS કાર્ડ પ્રમાણે મિથુન રાશિના લોકો ભૂતકાળની વાતોને વિચારીને નિરાશ રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

19 ઓક્ટોબર, મંગળવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE STAR

જીવનને લગતી મુશ્કેલીઓ હોવા છતાંય તમને પોઝિટિવ અનુભવ થશે અને તમે તમારા લક્ષ્ય ઉપર ધ્યાન આપીને કામ શરૂ કરશો. કામને લગતી બધી મુશ્કેલીઓ તમારી ઇચ્છા શક્તિને પ્રબળ કરી શકે છે.

કરિયરઃ- કામ પ્રત્યે તમારું ફોકસ વધશે અને આર્થિક પક્ષને મજબૂત બનાવવાની ઇચ્છા શક્તિ પણ જાગૃત થશે

લવઃ- પાર્ટનરના વિચારોને સમજી ન શકવાના લીધે રિલેશનશિપને લગતા નિર્ણય લેવાનું ટાળો

સ્વાસ્થ્યઃ- શારીરિક સમસ્યાઓ થોડી માત્રામાં પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 5

----------------------------

વૃષભઃ- KING OF WANDS

તમારું ધ્યેય નિશ્ચિત છે અને ઇચ્છાશક્તિ પણ પ્રબળ છે. છતાંય કોઈ કારણોસર કામને તમે ટાળી રહ્યા છો આ વાતને જાણવાની કોશિશ કરવી પડશે. અપયશનો ભય તમારા મનમાં વધારે રહી શકે છે.

કરિયરઃ- વડીલો દ્વારા મળી રહેલી સલાહ ઉપર કામ કરવાની કોશિશ કરો

લવઃ- પાર્ટનર સાથે સારો વ્યવહાર કરો

સ્વાસ્થ્યઃ- પેટને લગતી તકલીફ રહી શકે છે

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

----------------------------

મિથુનઃ- FIVE OF CUPS

ભૂતકાળને લગતી વાતો અંગે વિચાર કરીને નિરાશા અનુભવ થશે. તમે તમારી છેલ્લી વાતોમાં જ અટવાયેલાં રહેવાના કારણે નવા અવસરને જોઈ શકશો નહીં. આજના દિવસે નકારાત્મક ભાવનાઓ ઉપર કામ કરવાની કોશિશ કરો

કરિયરઃ- મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને કામમાં નવીનતા લાવવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનર પ્રત્યે મનમાં શંકા ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં લોહીની ખામીના કારણે નબળાઈ અનુભવ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

----------------------------

કર્કઃ- THE HIGH PRIESTESS

જીવનના બધા પ્રકારના સ્તરે સંતુલન જાળવી રાખીને કામ કરવાની જરૂરિયાત રહેશે. દિલથી તમે કોઈ અન્ય કામ કરવા ઇચ્છો છો અને દિમાગથી તમારા વિચારો કોઈ અન્ય દિશામાં ચાલી રહ્યા છે જેના કારણે માનસિક અસંતુલન અનુભવ થશે.

કરિયરઃ- કરિયરમાં આર્થિક પ્રગતિ પ્રાપ્ત કરવા માટે તમારે ફોકસ વધારવાની જરૂરિયાત છે.

લવઃ- લવ રિલેશનમાં કોઈ પ્રકારની પ્રગતિ ન જોવી તમને નિરાશા આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન ઉપર ધ્યાન રાખો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

----------------------------

સિંહઃ- FIVE OF PENTACLES

રૂપિયાને લગતા વ્યવહાર ખરાબ થઈ શકે છે જેના કારણે તમને નુકસાન થવાની શક્યતા છે. જે લોકોને લોન પ્રાપ્તિની અપેક્ષા છે, તેમના કામમાં મોડું થઈ શકે છે. ઘરને લગતા રિનોવેશન કે ઘરની સજાવટમાં ફેરફાર થઈ શકે છે.

કરિયરઃ- મહેનત કરી હોવા છતાંય અપેક્ષા પ્રમાણે આર્થિક પ્રગતિ જોઈ શકશો નહીં

લવઃ- મુશ્કેલ સમયમાં પાર્ટનર તમને પ્રેરિત કરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- એક્સીડેન્ટના કારણે કોઈ પ્રકારની ઈજા પહોંચી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 2

----------------------------

કન્યાઃ- JUDGEMENT

અટવાયેલાં કાર્યો આગળ વધવા લાગશે જેના કારણે થોડી રાહત અનુભવ થશે. સરકારી કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે પરંતુ અપેક્ષા પ્રમાણે ફળ પ્રાપ્ત થઈ શકશે નહીં.

કરિયરઃ- સહકર્મીઓ દ્વારા યોગ્ય સહયોગ પ્રાપ્ત થવા છતાંય પ્રોજેક્ટની ડેડલાઈનને સાચવી રાખવામાં ભાગદોડ રહી શકે છે.

લવઃ- પરિવારની કોઈ વ્યક્તિ દ્વારા તમારી અંદર નકારાત્મકતા ઊભી કરવામાં આવશે.

સ્વાસ્થ્યઃ- લો બીપી અને લો શુગરને લગતી સમસ્યા તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

----------------------------

તુલાઃ- FOUR OF WANDS

જીવનમાં આવી રહેલાં ઉતાર-ચઢાવ જીવનનો એક ભાગ છે તે વાતને સમજો. થોડી પણ નિરાશાથી તમે કોશિશ છોડી દેશો અને થોડા યશ પછી તમે તમારા માર્ગથી સતત ભટકી જાવ છો.

કરિયરઃ- વિદ્યાર્થીઓને અપેક્ષા પ્રમાઇણે યશ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પરિવારના કોઈ વ્યક્તિના લગ્ન નક્કી થવાની શક્યતા છે.

સ્વાસ્થ્યઃ- ગળા અને ખભામાં દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

----------------------------

વૃશ્ચિકઃ- EIGHT OF SWORDS

પરિવારના લોકોની મરજી જાળવી રાખવી અને તેમના દ્વારા સોંપવામાં આવતા બંધનોના કારણે તમે તમારા વિચારો ઉપર યોગ્ય રીતે કામ કરી શકશો નહીં. ભાવનાત્મક રીતે તકલીફનો ઉલ્લેખ આજે તમારા દ્વારા કરવામાં આવશે.

કરિયરઃ- તમારા કામને લગતા માર્કેટિંગને લગતા આઈડિયા તમને પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- રિલેશનશિપને લગતી બેકારની ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો તકલીફ આપી શકે છે

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 6

----------------------------

ધનઃ- SEVEN OF WANDS

આવતાં થોડાં દિવસો માટે તમે કામનો ભાર અને કામ સાથે જોડાયેલી ડેડલાઇનના કારણે તણાવમાં રહેશો. કામ માટે કોઇ અન્ય ઉપર નિર્ભર રહેવાના કારણે તમારે તણાવનો સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને ભવિષ્યની ચિંતા વધારે રહેશે.

સ્વાસ્થ્યઃ- કમર કે હાડકાને લગતી જૂનો ઘાવ તમને ફરીથી તકલીફ આપી શકે છે.

લવઃ- તમારા તણાવની અસર પાર્ટનર ઉપર થવા દેશો નહીં.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 9

----------------------------

મકરઃ- EIGHT OF WANDS

આજે તમને બધા સ્ત્રોત ઉપલબ્ધ થશે. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ તમે કરી શકશો નહીં. આજે તમને તમારી અંદરનો આત્મવિશ્વાસ અને સ્વયં પ્રેરણાને જગાડવાની જરૂરિયાત છે.

કરિયરઃ- વેપાર સાથે જોડાયેલાં લોકો આર્થિક વ્યવહાર પ્રામાણિકતાથી કરો.

સ્વાસ્થ્યઃ- છાતિને લગતી સમસ્યા રહેશે.

લવઃ- રિલેશનશિપને આગળ વધારતાં પહેલાં વ્યક્તિ અંગે જાણકારી પ્રાપ્ત કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

----------------------------

કુંભઃ- NINE OF WANDS

આજે તમને દાન ધર્મમાં રસ રહેશે. આજે કરેલું દાન પુણ્યનું કામ તમારા છેલ્લાં અનેક કર્મોને નષ્ટ કરવામાં મદદ કરશે. જે લોકો એનજીઓ કે સંસ્થા સાથે જોડાયેલાં છે. તે લોકો તેમના વ્યક્તિગત કામને નજરઅંદાજ કરે નહીં.

કરિયરઃ- આઈટી કે તંત્રજ્ઞાન સાથે જોડાયેલાં લોકો પોતાના કામમાં ફેરફાર કરવાની કોશિશ કરે

સ્વાસ્થ્યઃ- પગમાં નસ સાથે જોડાયેલી તકલીફ આજે તમને પરેશાન કરી શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં રૂપિયા સાથે જોડાયેલાં નિર્ણયોના કારણે મતભેદ થઇ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

----------------------------

મીનઃ- TEN OF WANDS

આજે તમારા જીવન સાથે જોડયેલી વાતોમાં ખૂબ જ ચંચળાતા અને અસ્થિરતા જોવા મળશે. આ જ ચંચળતા અને અસ્થિરતા તમને તમારા સ્વભાવના થોડાં સ્તર અંગે જાગરૂત કરી શકે છે.

કરિયરઃ- કરિયરમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો કરિયર કાઉન્સલર સાથે વાત કરો

સ્વાસ્થ્યઃ- ખોટા ખાનપાન કે ખરાબ આદતો આજે તમારા શરીર ઉપર જોવા મળશે.

લવઃ- તમને આજે કોઇ પ્રેમ સંબંધોમાં ફસાવી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 4