તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેરો રાશિફળ:FOUR OF SWORDS કાર્ડ પ્રમાણે સોમવારનો દિવસ મેષ જાતકો માટે પોઝિટિવ રહેશે, આર્થિક સમસ્યાઓ દૂર થઇ શકશે

7 મહિનો પહેલા
 • કૉપી લિંક

સોમવાર, 19 ઓક્ટોબરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- FOUR OF SWORDS

તમારી અંદરના પોઝિટિવ અને નેગેટિવ ગુણોનું અવલોકન કરીને નવા કાર્યની શરૂઆત કરો. પિતા કે પરિવારથી મળેલી સંપત્તિનો ઉપયોગ તમે યોગ્ય રીતે કરી શકશો. આજે તમને તમારી કળા દર્શાવવાનો અવસર પ્રાપ્ત થશે.

કરિયરઃ- કામમાં આવી રહેલાં ફેરફાર આર્થિક સમસ્યા દૂર કરી શકે છે.

લવઃ- પાર્ટનરને તમારી મદદની જરૂરિયાત રહેશે.

સ્વાસ્થ્યઃ- ચિંતા કરવાના સ્વભાવની અસર સ્વાસ્થ્ય ઉપર થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

------------------------------------

વૃષભઃ- FIVE OF SWORDS

તમારી નજીકની સ્ત્રીનું માર્ગદર્શન આજે તમારા માટે ખાસ યોગ્ય રહેશે. જે તમને નજીકના ભવિષ્ય સાથે જોડાયેલાં નિર્ણય લેવા માટે યોગ્ય રહેશે અને દૂરદૃષ્ટિ પણ પ્રદાન કરશે.

કરિયરઃ- નવી નોકરીમાં આર્થિક સ્તરે સમજોતો કરવો પડશે.

લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચે મતભેદ થવાના કારણે પરિવારમાં અશાંતિ બની રહેશે.

સ્વાસ્થ્યઃ- શરદી અને તાવ જેવી બીમારીઓ થઇ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

------------------------------------

મિથુનઃ- QUEEN OF WANDS

તમારો વિશ્વાસ જ તમારું સ્થાન જાળવી રાખવામાં મદદગાર સાબિત થશે. તમારી અંદરના નેતૃત્વ ગુણના કારણે તમે લોકોને યોગ્ય દિશા દર્શાવવામાં યશસ્વી થશો. છતાંય વ્યક્તિગત જીવન સાથે જોડાયેલી વાતમાં પોતાની મદદ કરી શકશો નહીં.

કરિયરઃ- મહિલાઓને તેમના કરિયર અંગે વધારે વિચારવું પડશે.

લવઃ- પાર્ટનર સાથે યોગ્ય રીતે વાતચીત ન થઇ શકવાના કારણે ચિંતા વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્ત્રીઓએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂત રહેવું જરૂરી છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

------------------------------------

કર્કઃ- THE EMPEROR

જે કામ હાલ હાથમાં લીધું છે તેને જલ્દી પૂર્ણ કરવાની કોશિશ કરો. નવા કામની યોજના દૂર દૃષ્ટિથી કરો. અધ્યાત્મિક સ્તરે થઇ રહેલી પ્રગતિના કારણે વ્યક્તિગત જીવનમાં પણ ફેરફાર જોવા મળશે.

કરિયરઃ- વ્યવસાય સાથે જોડાયેલાં લોકો મળી રહેલાં અવસરનો ફાયદો ઉઠાવી શકશે.

લવઃ- તમારી અંદર પોઝિટિવ ફેરફાર લવ લાઇફમાં જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- પ્રાણાયમ અને મોર્નિંગ વોક તમારા માટે ફાયદાકારક રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

------------------------------------

સિંહઃ- ACE OF SWORDS

કામની જગ્યાએ સહકર્મીઓનો સાથ તમારા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. પરિવાર સાતે જોડાયેલી થોડી વાતોને નજરઅંદાજ કરવો જ તમારા માટે યોગ્ય સાબિત થશે. આર્થિક વ્યવહારમાં પારદર્શિતા રાખો.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી કોઇને કોઇ પરેશાની રહેવા છતાંય તમે કામને પૂર્ણ કરવામાં ધ્યાન આપશો.

લવઃ- બાળકોના કારણે પતિ-પત્નીમાં સંબધ ઠીક રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટ સાથે જોડાયેલું ઇન્ફેક્શન થઇ શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

------------------------------------

કન્યાઃ- TWO OF SWORDS

દુઃખના સમયે પોતાના લોકોનો સાથ મહત્ત્વપૂર્ણ હોય છે. કોણ તમને કઇ વાત ઉપર ક્યારે સાથ આપે છે આ વાતનું ધ્યાન રાખો. પોતાને નુકસાન પહોંચાડવાના ભયથી તમે થોડાં સંબંધો સાથે અંતર જાળવી રાખો છો અને આ વાતના કારણે ઘણાં લોકો તમારા અંગે ગેરસમજ નજીકના લોકોને થાય છે.

કરિયરઃ- કામની જગ્યાએ થઇ રહેલી સમસ્યાઓને ઉકેલવાની જવાબદારી તમારા ઉપર રહેશે.

લવઃ- પાર્ટનર્સમાં મતભેદ હોવા છતાં એકબીજાનો સાથ રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં કોઇ નાનો ઘાવ તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

------------------------------------

તુલાઃ- THREE OF SWORDS

અન્ય લોકો દ્વારા તમારા ઉપર રાખવામાં આવેલી પાબંદીથી બહાર આવવાની કોશિશ સફળ રહેશે. જે થોડાં ઘણાં વિવાદનું કારણ પણ થઇ શકે છે, પરંતુ તમે તમારા નિશ્ચય ઉપર અટલ રહેવાના કારણે પરિસ્થિતિઓની અસર તમારા ઉપર થઇ શકશે નહીં.

કરિયરઃ- તમારી યોગ્યતા પ્રમાણે તમને અવસર પ્રાપ્ત થશે.

લવઃ- પાર્ટનર દ્વારા તમારા વિશ્વાસને ઠેસ પહોંચી શકે છે.

સ્વાસ્થ્યઃ- આંખ સાથે જોડાયેલી સમસ્યાનું નિવારણ થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

------------------------------------

વૃશ્ચિકઃ- SIX OF SWORDS

ભૂતકાળ સાથે જોડાયેલી કોઇ પરિસ્થિતિનો પછતાવો તમને પરેશાન કરી શકે છે. ભૂતકાળને આપણે બદલી શકીએ નહીં પરંતુ તમારી અંદર આવેલાં ફેરફારના કારણે ભૂલને આપણે ફરી થતાં અટકાવી શકીએ છીએ.

કરિયરઃ- માર્કટિંગ સાથે જોડાયેલાં વ્યક્તિઓએ વડીલો સાથે યોગ્ય સંવાદ જાળવી રાખવાની કોશિશ કરવી.

લવઃ- પાર્ટનર હોવા છતાં એકલતાનો અનુભવ થશે.

સ્વાસ્થ્યઃ- વધતું કામ અને સ્ટ્રેસ તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 4

------------------------------------

ધનઃ- SEVEN OF SWORDS

વધતાં કામ સાથે-સાથે હાલ આર્થિક પ્રગતિ પણ થઇ રહી છે રૂપિયાનું રોકાણ સમજી વિચારીને કરો. બેકારની વાતો ઉપર વધારે ખર્ચ થવાના કારણે ચિતાં રહી શકે છે. પરિવાર પ્રત્યે તમારી જવાબદારીને તમે યોગ્ય રીતે નિભાવશો.

કરિયરઃ- વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસથી વધારે અન્ય પ્રવૃતિ ઉપર વધારે રહેશે.

લવઃ- ઘર સાથે જોડાયેલાં નિર્ણયના કારણે પાર્ટનરમાં વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂર્ણ ન થવાના કારણે ચીડિયાપણું વધી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 7

------------------------------------

મકરઃ- SEVEN OF PENTACLES

આજે તમને બધા સ્ત્રોત ઉપલબ્ધ થશે. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ તમે કરી શકશો નહીં. આજે તમને તમારી અંદરનો આત્મવિશ્વાસ અને સ્વયં પ્રેરણાને જગાડવાની જરૂરિયાત છે.

કરિયરઃ- વેપાર સાથે જોડાયેલાં લોકો આર્થિક વ્યવહાર પ્રામાણિકતાથી કરો.

સ્વાસ્થ્યઃ- છાતિને લગતી સમસ્યા રહેશે.

લવઃ- રિલેશનશિપને આગળ વધારતાં પહેલાં વ્યક્તિ અંગે જાણકારી પ્રાપ્ત કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

------------------------------------

કુંભઃ KING OF SWORDS

આજે તમને દાન ધર્મમાં રસ રહેશે. આજે કરેલું દાન પુણ્યનું કામ તમારા છેલ્લાં અનેક કર્મોને નષ્ટ કરવામાં મદદ કરશે. જે લોકો એનજીઓ કે સંસ્થા સાથે જોડાયેલાં છે. તે લોકો તેમના વ્યક્તિગત કામને નજરઅંદાજ કરે નહીં.

કરિયરઃ- આઈટી કે તંત્રજ્ઞાન સાથે જોડાયેલાં લોકો પોતાના કામમાં ફેરફાર કરવાની કોશિશ કરે

સ્વાસ્થ્યઃ- પગમાં નસ સાથે જોડાયેલી તકલીફ આજે તમને પરેશાન કરી શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં રૂપિયા સાથે જોડાયેલાં નિર્ણયોના કારણે મતભેદ થઇ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

------------------------------------

મીનઃ- THE HIEROPHANT

આજે તમારા જીવન સાથે જોડયેલી વાતોમાં ખૂબ જ ચંચળાતા અને અસ્થિરતા જોવા મળશે. આ જ ચંચળતા અને અસ્થિરતા તમને તમારા સ્વભાવના થોડાં સ્તર અંગે જાગરૂત કરી શકે છે.

કરિયરઃ- કરિયરમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો કરિયર કાઉન્સલર સાથે વાત કરો

સ્વાસ્થ્યઃ- ખોટા ખાનપાન કે ખરાબ આદતો આજે તમારા શરીર ઉપર જોવા મળશે.

લવઃ- તમને આજે કોઇ પ્રેમ સંબંધોમાં ફસાવી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 4

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો