ટેરો રાશિફળ:ACE OF SWORDS કાર્ડ પ્રમાણે મિથુન રાશિના જાતકોને આજે રૂપિયા સંબંધિત કામમાં યશ મળશે, રાજકારણીઓના શુભ સમયના શ્રી ગણેશ

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

19 નવેમ્બર શુક્રવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- TWO OF SWORDS

અમુક વાત વિશે તમને ખબર હશે તો પણ સરખી રીતે વિચારી નહીં શકો તેણે લીધે તકલીફ વધશે. કઈ વાતને વધારે મહત્ત્વ આપવું અને કોને ના આપવું તે વિચારવા આજનો દિવસ મુશ્કેલ રહેશે.

કરિયરઃ- કામમાં તમારો વિશ્વાસ વધશે તેને લીધે તમે નવી ઊર્જા સાથે કામ કરી શકશો.

લવઃ- લવ લાઈફમાં તકલીફો વધવાને લીધે ઉદાસ રહેશો.

સ્વાસ્થ્યઃ- મનને શાંત રાખશો તો જ બીપી કંટ્રોલમાં રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 5

---------------------------

વૃષભઃ- NINE OF PENTACLES

જે લક્ષ્ય નક્કી કર્યું છે તેના પર કામ કરવાનું ચાલુ કરવું. નક્કી કરેલી વાતોમાં સમય પ્રમાણે ચેન્જ લાવવા પ્રયત્નો કરવા. અચાનક સ્થિતિ બદલાઈ જશે તો તમારો સ્ટ્રેસ વધી શકે છે.

કરિયરઃ- પૈસા સાચવીને ખર્ચ કરવા. માર્કેટિંગ પર ધ્યાન આપવું.

લવઃ-પાર્ટનરના જીવનમાં ચેન્જ દેખાશે.

સ્વાસ્થ્યઃ- હોર્મોનલ ઇન્બેલેન્સને લીધે ચીડિયાપણું રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

---------------------------

મિથુનઃ- ACE OF SWORDS

રૂપિયા અને કામ સંબંધિત કામમાં તમને યશ મળશે. લાલચથી દૂર રહીને કામમાં એકાગ્રતા વધારવી. જે પણ કામ હાથમાં લેશો તે સમયસર પૂરું કરી શકશો. સામજિક કામમાં ભાગ લેવો.

કરિયરઃ- રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે સારો સમય શરુ થયો છે.

લવઃ- પાર્ટનર સાથે સમજી-વિચારીને વાત કરવી.

સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવો રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 1

---------------------------

કર્કઃ- THE STAR

તમારી તકલીફો દૂર કરવા માટે જે રસ્તો દેખાઈ રહ્યો છે તેની પર જ ચાલતા રહેવું. વિચારોમાં ઉતાર-ચઢાવ આવશે પરંતુ લક્ષ્ય પર ધ્યાન આપવું. માનસિક સ્ટ્રેસથી બચવું.

કરિયરઃ-પૈસાની આવક વધી જશે. મીડિયા સાથે જોડાયેલા લોકોની સારી પ્રગતિ થશે.

લવઃ- પાર્ટનર નક્કી કરતી વખતે બધી વાતોનો વિચાર કરવો.

સ્વાસ્થ્યઃ- થોડી યુરિન સંબંધિત તકલીફ રહેશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

---------------------------

સિંહઃ- JUSTICE

તમારી મહેનત પ્રમાણે ફળ મળી શકે છે. કાયદા સંબંધિત કામ તમારા પક્ષમાં રહેશે. પ્રોપર્ટીના કામ સરળતાથી થઈ જશે.

કરિયરઃ- સરકારી ક્ષેત્રે જોડાયેલા લોકોએ કામ પર ખાસ ધ્યાન આપવું પડશે.

લવઃ- પાર્ટનરના જિદ્દી સ્વભાવને કારણે બોન્ડિંગ નહીં રહે.

સ્વાસ્થ્યઃ- લૉ બીપીની સમસ્યા જટિલ બની શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 3

-----------------------------

કન્યાઃ- THE HANGEDMAN

આસપાસના લોકો પર તમારા વ્યક્તિત્ત્વની અસર પડશે. કંઈક કરવાની ઈચ્છાને કારણે તમે તમારી ખાસિયતો ઓળખી શકો છો.

કરિયરઃ- કોન્ટ્રેક્ટ પર કામ કરતાં લોકોને કાયમી નોકરી મળી શકે છે.

લવઃ- લગ્ન જીવનની સમસ્યા નજીકના વ્યક્તિ સાથે જ શેર કરો.

સ્વાસ્થ્યઃ- કમરમાં દુખાવો થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 6

-----------------------------

તુલા: EIGHT OF WANDS

સમય સાથે પ્રગતિ થશે. તમારા વિચારોને આધીન જ તમારાં કામ પૂરા થાય છે તે વાત ધ્યાનમાં રાખી સકારાત્મક વિચાર કરો.

કરિયરઃ કાર્યક્ષેત્રની સમસ્યા દૂર થશે. મોટા અવસર પણ મળી શકે છે.

લવઃ રિલેશનશિપને કારણે જીવનમાં સકારાત્મકતા અને આનંદ મળશે.

સ્વાસ્થ્યઃ પાઈલ્સની સમસ્યા ડૉક્ટરની સલાહ દ્વારા દૂર થશે.

શુભ રંગઃ પર્પલ

શુભ અંકઃ 4
-----------------------------

વૃશ્ચિક: THE HERMIT

લોકો સાથે જોડાયેલા રહેવા છતાં તમારી અલગ ઓળખ છે. આ કારણે તમને લોકોનો આદર મળશે. માનસિક સમસ્યા દૂર કરવાનો ઉપાય મળશે.

કરિયરઃ જૂના મિત્ર અથવા ક્લાઈન્ટ દ્વારા મોટો પ્રોજેક્ટ મળી શકે છે.

લવઃ હાલ લવ લાઈફને બદલે તમારી પોતાની લાઈફ વિશે વિચારવું સારું રહેશે.

સ્વાસ્થ્યઃ માંસપેશીઓમાં તણાવ થઈ શકે છે.

શુભ રંગઃ ગ્રે

શુભ અંકઃ 7
-----------------------------

ધનઃ- TEN OF SWORDS

કારણ વગર આજે બેચેની અને અસ્વસ્થ મહેસૂસ થશે. સ્વાસ્થમાં થોડો ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, જેના કારણે માનસિક સ્થિતિ બગડશે. આજના દિવસે મહત્ત્વપૂર્ણ વાતોની ચર્ચા ન કરવી.

કરિયરઃ- કામની જગ્યાએ થતા ફેરફાર તમારી અપેક્ષાના અનુસાર નહીં થાય.

લવઃ- પાર્ટનર સાથે થોડું અંતર મહેસૂસ થશે.

સ્વાસ્થ્યઃ- તાવ અને શરીરના દુખાવાની તકલીફ રહેશે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 8

---------------------------

મકરઃ- THE MAGICIAN

પરિસ્થિતિ નકારાત્મક છે એ વાતનો અહેસાસ હોવા છતાં તમે પરિસ્થિતિથી હાર નહીં માનો અને તમારી પ્રેરણાને જાગૃત બનાવી રાખીને તમારી ક્ષમતાના અનુસાર મહેનત કરતા રહો.

કરિયરઃ- તમારી કાર્યક્ષમતાને વધારવાનો પ્રયાસ કરવો જેના માટે વિષય સંબંધિત જ્ઞાન અને માનસિક સંતુલન જાળવવું જરૂરી છે.

લવઃ- પાર્ટનર તમારી વાતોને બડા ચઢા કર જણાવીને તમને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- શરદી ઉધરસની સમસ્યા રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

---------------------------

કુંભઃ- THE HIGH PRIESTESS

તમને તમારા વ્યક્તિત્વની મહત્ત્વપૂર્ણ બાબતોની ઓળખ આજે થશે. જેના દ્વારા પરિસ્થિતિની સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવાનું છે એ તમે જાણી શકશો. માનસિક થાક અને આશાના અભાવના કારણે તમે આજે યોગ્ય દિશામાં પ્રયત્ન નહીં કરી શકો.

કરિયરઃ- જે વાતોને તમે શીખવા માગો છો તેના માટે યોગ્ય માગદર્શક મળવામાં સમય લાગશે.

લવઃ- કોઈ વ્યક્તિ તમારા પ્રત્યે આકર્ષિત મહેસૂસ કરશે.

સ્વાસ્થ્યઃ-બદલાતા વાતાવરણના કારણે ઈન્ફેક્શન થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

---------------------------

મીનઃ- FOUR OF CUPS

ગમે એટલી મુશ્કેલીઓ તમારી સામે આવે તમારે તમારું ધ્યાન માત્ર તમારા લક્ષ્યાંક પર રાખવાનું છે. પરિસ્થિતિમાં ગમે ત્યારે ફેરફાર આવી શકે છે.

કરિયરઃ- કાર્ય સંબંધિત નવી તક દ્વારા મોટા પ્રમાણમાં આર્થિક લાભ થશે.

લવઃ- જે વ્યક્તિ વિશે તમે વિચાર કરી રહ્યા છો તે વ્યક્તિની સાથે તમારું ભવિષ્ય નથી.

સ્વાસ્થ્યઃ- શરીરને ડિહાઈડ્રેટ ન થવા દો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 7