ગુરુવારનું ટેરોકાર્ડ રાશિફળ:19 જાન્યુઆરીએ મીન રાશિના જાતકોને પૈસા સંબંધિત કરેલા વ્યવહાર નુકશાન કરાવી શકે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ: THE MAGICIAN
તમારી ઈચ્છા શક્તિ અને અનુભવનો ઉપયોગ કરીને કામ કરવાના તમારા પ્રયત્નોમાં આજે તમને સફળતા મળશે. તમારી મરજી પ્રમાણે બદલાવ થતા તમે જોઈ શકશો.જે લોકો પ્રત્યે નારાજગી છે તે વાતોને અત્યારે બાજુ પાર મૂકી તમારા લક્ષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરવાથી તમને ફાયદો થશે, માનસિક રીતે આજે તણાવ અનુભવશો.

કરિયરઃ કાર્યસ્થળ પર તમારી યોગ્યતા સાબિત કરવા માટે તમે અન્ય લોકો સાથે તમારી સરખામણી કરવાની ઘેલછા આજે તમારામાં જોવા મળશે.

લવઃ સંબંધોને લગતા વધારે પડતા નકારાત્મક વિચારોને દૂર કરવાનો પ્રયત્ન કરવો.

સ્વાસ્થ્યઃ ગળામાં દુખાવાની સમસ્યા જોવા મળી શકે.

શુભ રંગ: ગુલાબી

શુભ આંક: 06

***

વૃષભ:THE EMPRESS
ઘરમાં મહેમાનોનું આગમન ચાલુ રહી શકે છે, જેના કારણે દિવસભર વ્યસ્તતા રહેશે. અંગત બાબતોને લઈને થોડી ચિંતા અનુભવી શકો છો.સમય સાથે કેટલીક વસ્તુઓ બદલાઈ શકે છે, તેથી બિનજરૂરી ચિંતાઓ છોડીને વર્તમાન તરફ ધ્યાન આપવાનો પ્રયાસ કરવો.
કરિયરઃ બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારી નોકરીની તકો મળી શકે છે.
લવઃ સંબંધોમાં સંતુલન જાળવી રાખવું તમારા માટે જરૂરી રહેશે.
સ્વાસ્થ્યઃ શરીરમાં કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થવાની સંભાવના છે, રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવાનો પ્રયાસ કરવો

શુભ રંગ: પીળો

​​​​​​​શુભ આંક : 1

***

મિથુન: TEN OF PENTACLES
પરિવારના સભ્યો પ્રત્યે નારાજગી અનુભવાશે. પૈસા સંબંધિત બાબતોમાં પારદર્શિતા જાળવવી તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. જીવનના જે તબક્કામાં તમે અવરોધ અનુભવી રહ્યા ચો તેમાં ટૂંક સમયમાં બદલાવ દેખાશે.

કરિયર: કરિયર સંબંધિત યોજના અમલમાં મૂકતા પહેલા તમને માર્ગદર્શન આપનાર વ્યક્તિ સાથે મળીને ચર્ચા જરૂર કરો.

લવઃ આ વાતનું ધ્યાન રાખો કે તમે સંબંધને લઈને જે દુવિધા અનુભવો છો તેની ચર્ચા અન્ય લોકોની સામે ન કરવી જોઈએ.

સ્વાસ્થ્યઃ પેટ સંબંધિત સમસ્યાઓ વધવાની સંભાવના છે. તમારે ખાનપાન પર પૂરતું ધ્યાન આપવું પડશે.

શુભ રંગ: લાલ

શુભ આંક: 2

***

કર્ક: THE HIGH PRIESTESS
તમે તમારી લાગણીઓને પ્રાધાન્ય આપીને લક્ષ્યો નક્કી કરી શકો છો. મહેનત કરતી વખતે ધ્યેય પ્રાપ્ત કરવાની ભાવના વધશે, પરંતુ લોકો તમારા વિચારો બદલવાનો પણ પ્રયાસ કરી શકે છે, માટે પોતાના ધ્યેયને વળગી રહેવું આપના માટે લાભદાયક રહેશે

કરિયરઃ કામને લઈને નિરાશાને દૂર કરવા માટે કામ કરવાની રીત બદલવી.

લવઃ જે પ્રશ્નો તમને ચિંતિત કરી રહ્યા છે, તે પ્રશ્નોનો ઉકેલ આવશે.

સ્વાસ્થ્યઃ શરીરના દુખાવાની સમસ્યા થઈ શકે છે.

શુભ રંગ: લીલો

શુભ આંક: 9
***
સિંહ: THE LOVERS
તમારા જીવનની અન્ય લોકો સાથે સરખામણી કરવાથી તમે ઉદાસીનતા અનુભવશો, પરંતુ જીવનના હકારાત્મક પાસાઓ પર ધ્યાન આપી શકો છો, આગામી થોડા દિવસોમાં મોટો નફો થવાની સંભાવના સેવાઈ રહી છે

કરિયર: કાર્યસ્થળના લોકો તરફથી મળેલા સૂચનોને કારણે મોટો ફાયદો થશે.

લવઃ પાર્ટનરનું એકબીજા પ્રત્યે આકર્ષણ વધતું જણાય.

સ્વાસ્થ્યઃ આંખમાં બળતરા કે આંખ સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના છે.

શુભ રંગ: વાદળી

શુભ આંક: 3
***
કન્યા રાશિ: THE TOWER
અચાનક કોઈ વાત સ્પષ્ટ રીતે પ્રગટ થવાને કારણે થોડા સમય માટે માનસિક અસ્વસ્થતા અનુભવી શકો છો, પરંતુ તમારા વિચારો સ્પષ્ટ હોવાને કારણે તમારા માટે આ સમસ્યામાંથી સંપૂર્ણપણે છુટકારો મેળવવો પણ શક્ય છે. લોકો દ્વારા બોલાતી વાતોને યોગ્ય રીતે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.

કરિયરઃ કાર્યસ્થળ પર અચાનક કોઈ મોટી સમસ્યા ઊભી થઈ શકે છે.

લવઃ જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવના છે. વાતચીત મર્યાદિત રાખો.

સ્વાસ્થ્યઃ પેટમાં બળતરાને કારણે દિવસભર બેચેની અનુભવાશે.

શુભ રંગ: લાલ

શુભ આંક: 4
***
તુલા-EIGHT OF SWORDS
કામ સંબંધિત તણાવ દૂર થવાને કારણે આર્થિક સ્થિતિ સુધારવા પર ભાર આપી શકશો. તમારા દ્વારામોટી રકમનું રોકાણ થવાની સંભાવના છે. પૈસાનો યોગ્ય ઉપયોગ કરો. તમારા કારણે પરિવારના સભ્યની સમસ્યાના ઉકેલ માટે અન્ય લોકો દ્વારા પ્રયત્નો કરવામાં આવી શકે છે.

કરિયરઃ કોઈ પરિચિત દ્વારા પ્રદાન કરવામાં આવી રહેલી કાર્ય સંબંધિત તકનો લાભ ચોક્કસથી ઉઠાવો.

લવઃ સંબંધોના કારણે જીવનમાં સકારાત્મકતા જોવા મળશે.

સ્વાસ્થ્યઃ સ્વાસ્થ્ય સંબંધિત થોડી સમસ્યાઓ જોવા મળી શકે છે.

શુભ રંગ: કેસરી

શુભ આંક: 2

***
વૃશ્ચિક: SEVEN OF SWORDS
કોઈપણ વ્યક્તિ પાસેથી અપેક્ષાઓ રાખતી વખતે તેની ક્ષમતાને ધ્યાનમાં રાખવી જરૂરી છે. માત્ર લાગણીઓને પ્રાધાન્ય આપીને નિર્ણયો કરી રહ્યા છો, જેના કારણે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરીને, તમે તમારા માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યા છો, અન્ય લોકો સાથે અંગત બાબતોની ચર્ચા કરશો નહી, અન્યથા તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ તમને નુકસાન પહોંચાડવા માટે થઈ શકે છે.

કરિયરઃ કામ સંબંધિત બાબતોમાં નવીનતા લાવવાની જરૂર પડશે.

લવઃ જીવનસાથી તરફ અન્ય વ્યક્તિ આકર્ષિત થતું જોવા મળશે જેના કારણે વિવાદ સર્જાઈ શકે છે.

સ્વાસ્થ્યઃ પગમાં દુખાવો અને સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાશે.

શુભ રંગ: રાખોડી

શુભ આંક: 7
***
ધન: SIX OF CUPS
પરિવાર અને જીવનસાથીને પ્રાથમિકતા આપો, પરિવાર સાથે સમય પસાર કરવાનો પ્રયાસ કરશો. વ્યક્તિગત જીવનમાં સુધારો થતો જણાય. ભાવનાત્મક રીતે નુકસાન પહોંચાડતી વાતોનો જીવનમાંથી પ્રભાવ ઓછો થતો જણાય
​​કરિયરઃ નોકરી શોધનારાઓને ટૂંક સમયમાં નવી તક મળી શકે છે.

લવઃ જીવનસાથીની સમસ્યાઓને સમજવાની કોશિશ કરો, તો જ એકબીજા સાથેના સંબંધો ગાઢ બનશે.

સ્વાસ્થ્યઃ હોર્મોનલમાં થતા અસંતુલનને કારણે વજન સંબંધિત સમસ્યાઓ ઉભી થઇ શકે છે

શુભ રંગ: પીળો

શુભ આંક: 5
***
મકર: EIGHT OF CUPS
કોઈ બાબતમાં રસ ન હોવાને કારણે આજે તમે એકાંતમાં સમય પસાર કરવાનો પ્રયાસ કરશો. લોકો સાથે થોડું અંતર જાળવીને અંગત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરો. માનસિક રીતે સુધારો ના જોવા મળે ત્યાં સુધી કોઈ નવી જવાબદારી લેવાની ભૂલ ન કરવી જોઈએ.

કરિયરઃ વેપારી વર્ગને નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

લવઃ પાર્ટનર દ્વારા લીધેલા નિર્ણયને કારણે તમારે માનસિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

સ્વાસ્થ્યઃ પગમાં સોજો અનુભવાશે.

શુભ રંગ: વાદળી

શુભ આંક: 8
***

કુંભ: NINE OF CUPS
તમે તમારા મુખ્ય લક્ષ્ય તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છો. દિવસની શરૂઆતથી જ તમે ખુશીનો અનુભવ કરશો. કોઈ મોટી સમસ્યાથી સંબંધિત યોગ્ય નિર્ણય લેવામાં સક્ષમ થવાને કારણે સમસ્યામાંથી મુક્તિ મળશે. પરંતુ લીધેલા નિર્ણયનો અમલ કરવો પણ એટલું જ જરૂરી છે.

કરિયરઃ બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળી શકે છે.

લવઃ સંબંધને લગતી સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થશે.

સ્વાસ્થ્યઃ ખાવાની ખોટી આદતોને કારણે સ્વાસ્થ્ય પર કોઈ નકારાત્મક અસર ન થાય તેનું ધ્યાન રાખવું.

શુભ રંગ: જાંબલી

શુભ આંક: 4
***
મીન: THREE OF SWORDS
કેટલાક લોકો દ્વારા મળેલો નકારો પણ તમારા માટે સકારાત્મક સાબિત થઈ શકે છે. પૈસા સંબંધિત કરેલા કેટલાક વ્યવહાર તમને નુકશાન કરાવી શકે છે. અને બીજી વ્યક્તિ પાસેથી લીધેલી રકમ તરત જ પરત કરવાનો પ્રયાસ કરવો પડશે.

કરિયરઃ ઈવેન્ટ મેનેજમેન્ટ અથવા કોન્ટ્રાક્ટના ધોરણે કામ કરતા લોકોને અપેક્ષા કરતાં વધુ કામની તકો મળશે.

લવઃ- સંબંધોને લગતા વિવાદોને ઉકેલવા માટે અન્ય લોકો તરફથી લીધેલી મદદ આપણે નુકશાન કરાવશે.

સ્વાસ્થ્યઃ લો બીપીની સમસ્યા આપને પરેશાન કરી શકે છે.

શુભ રંગ: લાલ

શુભ આંક: 5