ટેરો રાશિફળ:શનિવારે TEN OF CUPS કાર્ડ પ્રમાણે મકર રાશિના લોકો માટે દિવસ શુભ રહેશે, પરિવારમાં પ્રેમ વધશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શનિવાર, 19 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- NINE OF SWORDS

પોતાની ભૂલોને સતત યાદ કરવી તમારા માટે તકલીફ દાયક સાબિત થઇ શકે છે. જે વાતને તમે બદલી શકો છો, તેને બદલવાની કોશિશ કરો. માત્ર વિચાર કરીને તમે પોતાને તકલીફ આપી રહ્યા છો

કરિયરઃ- કામને લગતી વાતોમાં જવાબદારીઓ વધશે જેના કારણે તણાવ પણ વધી શકે છે.

લવઃ- પાર્ટનર સાથે થયેલાં નાના ઝઘડાની મોટી અસર તમારી માનસિક સ્થિતિ ઉપર રહેશે.

સ્વાસ્થ્યઃ- પીઠ અને ગળાનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 3

----------------------------

વૃષભઃ- KING OF WANDS

તમારા વિચારોને સીમિત સીમાથી બહાર આવીને તમે તમારા વિચારો વધારવાની કોશિશ કરશો. અન્ય દ્વારા મળેલી સલાહને સમજવાની પણ કોશિશ કરો. આજે તમે વધારેમાં વધારે વ્યક્તિઓના પરિચયમાં આવવાના કારણે નવી વાતો શીખવી તમારા માટે સરળ રહેશે.

કરિયરઃ- કામને લગતી તકલીફ દૂર થવાના કારણે મનને શાંતિ મળશે.

લવઃ- પાર્ટનરની દૃષ્ટિને સમજવી તમારા માટે જરૂરી રહેશે.

સ્વાસ્થ્યઃ- મનમાં વધી રહેલાં ગુસ્સાના કારણે તમને શારીરિક તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

----------------------------

મિથુનઃ- KING OF CUPS

તમારી અંદર ખૂબ જ બેચેની વધી રહી છે, પરંતુ આ બેચેનીને હાલ તમે જાહેર કરી શકશો નહીં. હાલ તમે પરિસ્થિતિ માત્ર જોઇ રહ્યા છો અને લોકો અંગે વધારે જાણકારી પ્રાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છો

કરિયરઃ- કામને લગતી યાત્રા સફળ રહેશે.

લવઃ- પાર્ટનર સાથે રિલેશનશિપ ઠીક રહેશે.

સ્વાસ્થ્યઃ- કિડનીને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

----------------------------

કર્કઃ- KNIGHTOF WANDS

જીવન સાથે જોડાયેલી કોઇ એક વાતને પ્રગતિ તરફ લઇ જવાનો નિર્ણય આજે તમે લઇ શકો છો અને તેના માટેની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે. તમને આગળ વધવા માટે જે પણ મદદની જરૂરિયાત રહેશે તે સરળતાથી મળશે.

કરિયરઃ- કામને લગતી વાતોને યોગ્ય રીતે જાણવાની કોશિશ કરવામાં આવશે.

લવઃ- રિલેશનશિપને સારી જાળવી રાખવાની કોશિશ તમારા દ્વારા કરવામં આવી રહી છે જેમાં તમને સફળતા મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

----------------------------

સિંહઃ- THE FOOL

કોઇ નવા કામની શરૂઆત તમે પૂર્ણ ઉત્સાહ સાથે કરશો પરંતુ જેમ તેમાં મુશ્કેલીઓ આવશે તમે જલ્દી જ હાર માની શકો છો. એટલે તમે તમારા આત્મવિશ્વાસને જાળવી રાખવાની કોશિશ કરો.

કરિયરઃ- નવા વેપારની શરૂઆતમાં રૂપિયાને લગતો ફાયદો મળી શકશે નહીં.

લવઃ- પાર્ટનરનો પૂર્ણ સાથ મળવાના કારણે રિસ્ક લેવાની તાકાત પણ તમારી અંદર રહેશે.

સ્વાસ્થ્યઃ- ગરમ કે મસાલેદાર ભોજન કરવું નહીં.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

----------------------------

કન્યાઃ- QUEEN OF WANDS

હાલ તમે તમારી જવાબદારીઓને પૂર્ણ કરવાની કોશિશ કરી રહ્યા છો જે સફળતાપૂર્વક તમે નિભાવી પણ લેશો પરંતુ નવી જવાબદારીઓ પોતાના ઉપર ન વધારો કેમ કે, વ્યક્તિગત જીવનમાં તમારે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

કરિયરઃ- કોઇ મહત્ત્વપૂર્ણ કામની પૂર્ણ જવાબદારી તમારા ઉપર આવશે જેને તમે યોગ્ય રીતે નિભાવી શકશો.

લવઃ- કુંવારા લોકોના લગ્ન અંગે કોશિશમાં સફળતા જોઇ શકશો.

સ્વાસ્થ્યઃ- પાણી ઓછું પીવાના કારણે યૂરિનને લગતું ઇન્ફેક્શન થઇ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

----------------------------

તુલાઃ- TEMPERANCE

કોશિશ દ્વારા તમે પરિસ્થિતિમાં ફેરફાર લાવી શકશો અને પોતાના પ્રત્યે કોઇ એવી વાત તમને જાણવા મળશે જેના કારણે તમને પોઝિટિવ ફેરફાર પણ જોવા મળશે. મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં વ્યક્તિઓઓ પોતાના કામને યોગ્ય રીતે કરી શકશે.

કરિયરઃ- વિદ્યાર્થીઓ માટે સફેદ સ્ટડી યોગ્ય રહેશે.

લવઃ- પાર્ટનર્સ એકબીજાની અંદર માનસિક સંતુલન જાળવી રાખવા માટે સફળ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે વિચારોના કારણે માથાનો દુખાવો તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 4

----------------------------

વૃશ્ચિકઃ- EIGHT OF WANDS

કામ યોજના પ્રમાણે ન થવાના કારણે થોડી નિરાશા જળવાયેલી રહેશે પરંતુ તમે યોગ્ય દિશા મેળવવા માટે કોઇ યોગ્ય વ્યક્તિ દ્વારા મળી રહેલી મદદને અપનાવો જેના કારણે તમને ઓછા સમયમાં વધારે પ્રભાવપૂર્ણ કામ કરવું સરળ રહેશે.

કરિયરઃ- કામને લગતી વાતોમાં ગુંચવાઇ જવાના કારણે કરિયરના નિર્ણય લેવા તમારા માટે મુશ્કેલ રહેશે.

લવઃ- પાર્ટનર્સમાં એકબીજાના વિચારો સમજવા મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- માંસપેશીનો દુખાવો આયુર્વેદિક ઉપચાર દ્વારા ઠીક થઇ જશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

----------------------------

ધનઃ- THE SUN

જે વાતો અંગે તમે નિર્ણય લઇ શકતાં નથી, તે વાતો માટે વિચારોમાં ક્લેરિટી આજે આવી શકે છે છતાંય તેના ઉપર કામ કરવું તમારા માટે મુશ્કેલ રહેશે. તમે તમારી અંદરની ઇચ્છાશક્તિને વધારે મજબૂત બનાવવાની કોશિશ કરતાં રહો.

કરિયરઃ- કામ પ્રત્યે બનેલો દૃષ્ટિકોણ બદલવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનર દ્વારા તમને આનંદ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં બની રહેલાં વિટામિન્સની ખામી તમારી શારીરિક તકલીફ વધારી રહી છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 2

----------------------------

મકરઃ- TEN OF CUPS

ઘણાં દિવસો પછી પરિવારના બધા વ્યક્તિ મળીને કોઇ વિષય અંગે આનંદ માણી શકશે. એકબીજા સાથે ભાવનાત્મક રૂપથી જોડાવાના કારણે પરિવાર પ્રત્યે પ્રેમ વધશે.

કરિયરઃ- કામ કરતી વખતે તમને કોઇ મોટી સમસ્યાનો ઉકેલ મળવાના કારણે તમારી ઉપર તણાવ ઓછો રહેશે.

લવઃ- પતિ-પત્નીમાં સંબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ- બાળકોના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 6

----------------------------

કુંભઃ- THREE OF PENTACLES

નવા કામની શરૂઆત કરવા માટે હાલ સમય ઠીક નથી. તમે જે પણ યોજના બનાવી છે અથવા રૂપિયા માટે જે સ્ત્રોત ઉપર તમે નિર્ભર છો તેના અંગે વધારે જાણકારી પ્રાપ્ત કરવી તમારા માટે જરૂરી રહેશે.

કરિયરઃ- આર્કિટેક્ટ અને રિયલ અસ્ટેટ સાથે જોડાયેલાં લોકોએ વધારે મહેનત લેવાની જરૂરિયાત છે.

લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચે કોઇપણ વાત અંગે એકમત થવું આજે મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી બેદરકારીના કારણે ઈજા પહોંચવાની સંભાવના છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

----------------------------

મીનઃ- THE DEVIL

જીવનમાં આગળ વધવાની તમારી ઇચ્છા વધશે જેના કારણે તમે પોતાના ઉપર જ તણાવ વધારશો. વર્તમાન પરિસ્થિતિનો આનંદ લેવાનું શીખવું પડશે. તમે અને તમારા પાર્ટનર મળીને પરિવારને લગતી બધી સમસ્યાઓને માત આપી શકશો.

કરિયરઃ- વેપારને લગતી વાતોમાં સરળતાથી પ્રગતિ જોવા મળશે.

લવઃ- પાર્ટનર અને તમારી વચ્ચે પ્રેમ વધશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન સમયે કરો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9