ટેરો રાશિફળ:સોમવારે QUEEN OF WANDS કાર્ડ પ્રમાણે મીન જાતકોનું વર્ચસ્વ જળવાયેલું રહેશે, વેપારમાં ફાયદો થશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

19 એપ્રિલ, સોમવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- SIX OF WANDS

તમારી અંદરના નેતૃત્વ ગુણને દર્શાવવાનો તમને અવસર મળશે. છતાંય તમારા પ્રત્યે ઈર્ષ્યાની ભાવના રાખનાર લોકોથી તમારે સાવધાન રહેવાની જરૂરિયાત રહેશે. પરિવારના કોઇ વ્યક્તિને તમારા પ્રત્યે ઈર્ષ્યાની ભાવના રહેશે.

કરિયરઃ- કામની જગ્યાએ પોતાનું સ્થાન જાળવી રાખવું તમારા માટે આજે વધારે મહત્ત્વપૂર્ણ રહેશે.

લવઃ- મિત્ર પરિવાર દ્વારા કોઇ સાથે થયેલી ઓળખ રિલેશનશિપમાં બદલાઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ખભા અને ગળાને લગતી તકલીફ રહેશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 7

---------------------------------------

વૃષભઃ- PAGE OF WANDS

કામને લગતી વાતો જાતે જ ઓબ્ઝર્વેશન દ્વારા શીખવાના કારણે તમને તે વિષયમાં સરળતાથી પ્રગતિ પ્રાપ્ત થશે, જેના કારણે અન્યને માર્ગદર્શન આપવું તમારા માટે સરળ રહેશે. તમને મળી રહેલાં યશના કારણે પરિવારના બધા લોકો ખુશ રહેશે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને કરિયરને લગતો નિર્ણય લેતી સમયે વધારે અસ્થિરતા અનુભવ થશે.

લવઃ- નવી શરૂ થયેલી રિલેશનશિપ તમને આનંદ આપશે.

સ્વાસ્થ્યઃ- કફને લગતી સમસ્યા થઇ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 1

---------------------------------------

મિથુનઃ- KING OF PENTACLES

તમારી અપેક્ષા પ્રમાણે રૂપિયાને લગતી પ્રગતિ ન જોઇ શકવાના કારણે તમારી સ્થિરતા અને ચંચળતા વધશે જેના કારમે તમે વ્યક્તિગત જીવન ઉપર ધ્યાન આપી શકશો નહીં. હાલ જે વાતોમાં તમને પ્રગતિ જોવા મળી રહી છે તેના પ્રત્યે ગ્રિટીટ્યૂડની ભાવના રાખવી જરૂરી છે.

કરિયરઃ- પારિવારિક વેપારને લગતા નિર્ણય લેતી સમયે વાદ-વિવાદનો સામનો થઇ શકે છે.

લવઃ- રૂપિયાને લગતો તણાવ ઓછો કરવા માટે પાર્ટનરનો સહયોગ મળી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- પગની ઈજા થવાની સંભાવના છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 9

---------------------------------------

કર્કઃ- KNIGHT OF SWORDS

જીવનમાં આગળ વધતા રહેવાની તમારી ઇચ્છા પ્રબળ રહેશે. છતાંય મનગમતી ગતિ ન જોઇ શકવાના કારણે ચંચળતા અનુભવ થઇ શકે છે. તમારે તમારી આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવાની જરૂરિયાત રહેશે.

કરિયરઃ- કામને લગતી ડેડલાઇનને ધ્યાનમાં રાખો.

લવઃ- લગ્નને લગતી કોશિશમાં યશ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ- ભોજનમાં મીઠા પદાર્થોનું સેવન ટાળો

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

---------------------------------------

સિંહઃ- FOUR OF CUPS

અનેક દિવસોથી તમારી જે ઇચ્છા પૂર્ણ થઇ શકતી નથી આજે અચાનક પૂર્ણ થશે. તમે તમારા જ વિચારોમાં વધારે ખોવાયેલાં રહેવાના કારણે પરિસ્થિતિનો આનંદ લઇ શકશો નહીં. નિર્ણય લેતી સમયે અન્યને વધારે મહત્ત્વ આપવું તમને તકલીફ આપશે.

કરિયરઃ- મિત્રની મદદ દ્વારા તમને કામના નવા અવસર પ્રાપ્ત થશે.

લવઃ- રિલેશનશિપને યોગ્ય જાળવી રાખવા માટે માત્ર તમારા દ્વારા જ કોશિશ કરવામાં આવી રહી છે.

સ્વાસ્થ્યઃ- ધૂળની એલર્જીના કારણે તકલીફ થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

---------------------------------------

કન્યાઃ- PAGE OF SWORDS

ક્યારેક તમે વધારે સંતુલિત અનુભવ કરો છો અને ક્યારેક તમે ખૂબ જ કન્ફ્યૂઝ થઇ શકો છો, જેના કારણે લોકોને તમારા પ્રત્યેનો વ્યવહાર કેવો રાખવો છે, તે સમજવું મુશ્કેલ થઇ રહ્યું છે.

કરિયરઃ- યુવાઓએ પોતાના કરિયર પ્રત્યે વધારે જાગરૂત રહેવાની જરૂરિયાત છે.

લવઃ- માત્ર પોતાની વાતને મનાવવાની જિદ્દ રિલેશનશિપને તકલીફ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ- આંખ અને નાકને લગતી તકલીફ વધશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 4

---------------------------------------

તુલાઃ- JUSTICE

કામની જગ્યાએ તમને તમારા અધિકાર અને પાવરને સમજવાની જરૂરિયાત રહેશે જેના કારણે તમે તમારું ખાસ સ્થાન નિર્માણ કરી શકશો. પરિવારને લગતા નિર્ણય લેતી સમયે બધાની સલાહ લો.

કરિયરઃ- લો અભ્યાસ કરી રહેલા લોકોને સફળતા મળશે.

લવઃ- લગ્ન સંબંધમાં તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય પરિવારને મંજૂર રહેશે નહીં

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણના કારણે શરીરમાં ઇમ્યુનિટી ઓછી થઇ શકે છે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 3

---------------------------------------

વૃશ્ચિકઃ- TEN OF SWORDS

જીવનમાં આવી રહેલાં ફેરફાર તમારા મન વિરૂદ્ધ હોવાના કારણે ભાવનાત્મક તકલીફ વધશે. પરિસ્થિતિની પોઝિટિવ વાતો પણ તમને સમય રહેતાં જાણવા મળશે એટલે તમારી જિદ્દને કાયમ રાખવાની કોશિશ ન કરો.

કરિયરઃ- વેપારની ઇચ્છા રાખનાર લોકોને વેપારને લગતું વધારે જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ- પાર્ટનરથી અલગ થવું તમારા માટે ખૂબ જ તકલીફ દાયક રહેશે.

સ્વાસ્થ્યઃ- કરોડરજ્જુ તકલીફ આપી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 9

---------------------------------------

ધનઃ- TEN OF PENTACLES

પરિવારનું કોઇ વ્યક્તિ માત્ર તમારા ફાયદા માટે તમારી ફરી નજીક આવવાની કોશિશ કરી શકે છે. મિત્ર પરિવાર સાથે ફરીથી જોડાવવાનો અવસર આજે તમને પ્રાપ્ત થશે.

કરિયરઃ- રૂપિયાની આવક વધવાના કારણે કામ પ્રત્યે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના દુઃખને દૂર કરવાની કોશિશ કરશે.

સ્વાસ્થ્યઃ- શ્વાસને લગતી તકલીફ થઇ શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 5

---------------------------------------

મકરઃ- TWO OF SWORDS

તમારા સ્વભાવમાં આવી રહેલાં ફેરફારના કારણે લોકોને તમારી ભાવનાઓ સમજાવવી મુશ્કેલ રહેશે. હાલ જ્યા સુધી વાત તમારી સમજમાં ન આવે ત્યાં સુધી કોઇની સાથે તેના અંગે વધારે ચર્ચા કરવાની જરૂરિયાત નથી.

કરિયરઃ- કરિયરને લગતા નિર્ણય લેતી સમયે તમારી દુવિધા વધી શકે છે.

લવઃ- પાર્ટનર દ્વારા મળી રહેલાં દુઃખને ભૂલવું મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં વધતો ગેસ તકલીફ આપી શકે છે

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

---------------------------------------

કુંભઃ- FIVE OF CUPS

તમારી ઉપર લાગી રહેલાં આરોપને દૂર કરવા મુશેકલ રહેશે. છતાંય સંબંધોમાં જે કટુતા આવી છે તે હાલ ઓછી થઇ શકશે નહીં એટલે જે લોકો તમને સમજી શકતા નથી તેમની સાથે વધારે સમય પસાર ન કરો.

કરિયરઃ- વેપાર કરવા માટે નવા માર્ગ અને અવસર મળી શકે છે.

લવઃ- જૂના સંબંધમાંથી માનસિક રીતે બહાર આવવું અશક્ય રહેશે

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 7

---------------------------------------

મીનઃ- QUEEN OF WANDS

કામની જગ્યાએ આજે તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. તમારા નેતૃત્વ ગુણો દ્વારા તમે લોકો સાથે જોડાયેલાં રહેવાની કોશિશ કરશો અને તેમને સમયે માર્ગદર્શન આપવાના કારણે તમારા પ્રત્યે તેમનો આદર પણ વધી શકે છે.

કરિયરઃ- કપડા સાથે જોડાયેલાં વેપારમાં વધારે ફાયદો જોવા મળી રહ્યો છે.

લવઃ- પાર્ટનરની તમારા પ્રત્યે રહેલી ભાવનાઓને સમજવી તમારા માટે મુશ્કેલ રહેશે.

સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવો અને થાક અનુભવ થશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1