ટેરો રાશિફળ:શનિવારે THE EMPEROR કાર્ડ પ્રમાણે મીન રાશિના લોકોમાં આજે લક્ષ્ય પ્રાપ્તિની ઇચ્છા પ્રબળ રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

18 સપ્ટેમ્બર, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE LOVERS

જે મહત્ત્વપૂર્ણ ઘટનાની તમને રાહ હતી, તે ઘટના અંગે આજે તમને થોડા સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. તમારા દ્વારા લેવામાં આવતી મહેનતનું ફળ પણ તમને તમારી અપેક્ષા અને યોગ્યતા પ્રમાણે પ્રાપ્ત થઈ શકે છે.

કરિયરઃ- તમારા કામના વખાણ થવાના કારણે કામને લગતો આત્મવિશ્વાસ વધી શકે છે.

લવઃ- લવ મેરેજની ઇચ્છા રાખનાર લોકોએ પોતાના સાથી સાથે લગ્ન કરવા માટે કોશિશ વધારવી પડશે.

સ્વાસ્થ્યઃ- પેટને લગતી બીમારી દૂર કરવા માટે જીવનશૈલી ફેરફાર કરવો જરૂરી છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

------------------------------

વૃષભઃ- THE FOOL

તમને મળી રહેલાં નાના યશના કારણે આત્મવિશ્વાસ વધશે અને તમે આગળ વધવાન કોશિશ કરશો પરંતુ તમારું ધ્યાન તમને મળી રહેલા વખાણ તરફ વધારે રહેવાથી તમે વાતોને ગંભીરતાથી લેવાનું છોડી દેશો.

કરિયરઃ- વેપારને લગતા કાર્યોમાં યોગ્ય લોકો સાથે જોડાયેલાં રહેવાના કારણે તમારા કામનો વિસ્તાર અને નવા ક્લાઇન્ટ મેળવવા સરળ રહેશે

લવઃ- તમારી પ્રગતિ થતી જોઈને લાઈફ પાર્ટનરને આનંદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વજનને નિયંત્રણમાં રાખવાની કોશિશ સફળ રહેશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

------------------------------

મિથુનઃ- SIX OF SWORDS

નોકરીની જગ્યાએ અનેક ફેરફાર આવવાના કારણે તમને વ્યક્તિગત જવાબદારીઓમાં પણ અનેક પ્રકારના ફેરફાર લાવવાની જરૂરિયાત રહેશે જેમાં તમને પરિવાર અને સાથીદારનો પૂર્ણ સાથ પ્રાપ્ત થઈ શકે છે.

કરિયરઃ- મનગમતી જગ્યાએ ટ્રાન્સફર કે નોકરી મળી શકે છે.

લવઃ- પરિવારને લગતા થોડા નિર્ણય કઠોર બનીને લેવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- બીપી અને થાકની સમસ્યા વધારે રહેશે

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 2

------------------------------

કર્કઃ- WHEEL OF FORTUNE

હાલ સમય તમારા પક્ષમાં રહેવાના કારણે આર્થિક સમસ્યા દૂર થવા લાગશે સાથે જ મોટી ખરીદદારીના કારણે આનંદ થશે અને તમારી જીવનશૈલીમા મોટો ફેરપાર જોવા મળી શકે છે.

કરિયરઃ- તમારા વેપાર ક્ષેત્રમાં આગળ વધવા માટે સ્કિલ્સ સાથે તમારી કાર્યકુશળતાને પણ વધારવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે.

લવઃ- મનગમતા વ્યક્તિ દ્વારા પ્રપોઝલ પ્રાપ્ત થઈ શકે છે

સ્વાસ્થ્યઃ- ઇન્ફેક્શનની સમસ્યા ઠીક થવા લાગશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

------------------------------

સિંહઃ- JUSTICE

કોર્ટ કચેરીને લગતા વિવાદ વધવાની શક્યતા છે. પરિવારના થોડા લોકો સાથે થઈ રહેલાં વિવાદ પણ વધી શકે છે. તમને તમારા સ્થાને ટકાવી રાખવા માટે સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવો જરૂરી છે.

કરિયરઃ- કામની જગ્યાએ થોડા લોકો તમારા વિરૂદ્ધ જવાની કોશિશ કરી શકે છે.

લવઃ- વાતને સ્પષ્ટ સ્વરૂપે પાર્ટનર સામને રાખવાના કારણે પાર્ટનર માત્ર તમારા સ્વભાવના કઠોર ભાવ ઉપર જ ધ્યાન આપશે.

સ્વાસ્થ્યઃ- હિમોગ્લોબિનની ખામીના કારણે થાક રહી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

------------------------------

કન્યાઃ- THE HANGEDMAN

પરિસ્થિતિમાં અપેક્ષા પ્રમાણે ફેરફાર આવવામાં થોડો સમય લાગી શકે છે. જે પણ લક્ષ્ય મેળવવા ઇચ્છો છો તેને લગભગ તમને પ્રાપ્ત કરી લીધું છે પરંતુ સંપૂર્ણ રીતે યશ પ્રાપ્ત કરવા માટે રાહ જોવી પડશે.

કરિયરઃ- વિદેશ સાથે જોડાયેલાં કાર્યોમાં રૂપિયા વધારે મળી શકે છે.

લવઃ- પાર્ટનરના કારણે તમારા અંગત જીવનમાં અનેક ફેરફાર આવશે.

સ્વાસ્થ્યઃ- કમરનો દુખાવો વધારે રહી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 2

------------------------------

તુલાઃ- THE STAR

જે વ્યક્તિ સાથે તમને અંતર વધતું જોવા મળી રહ્યું હતું તેમના દ્વારા સંવાદને વધારવાની કોશિશ કરવાના કારણે માનસિક સમાધાન અને આનંદ પ્રાપ્ત થઈ શકે છે. પરિવારની વ્યક્તિ દ્વારા શુભ સમાચાર મળવાની શક્યતા છે.

કરિયરઃ- જે લોકો નવી રીતે કરિયરની શરૂઆત કરવા ઇચ્છે છે તેમણે પોતાના આત્મવિશ્વાસને વધારવા અંગે ધ્યાન આપવું.

લવઃ- કોઈ વ્યક્તિ નજીકથી તમારું નિરીક્ષણ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- યૂરિન ઇન્ફેક્શનની સમસ્યા સ્વાસ્થ્ય તરફ ધ્યાન ન આપવાના કારણે રહી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

------------------------------

વૃશ્ચિકઃ- QUEEN OF CUPS

તમારા કામથી વધારે તમે તમારા સપનામાં જ વધારે ખોવાયેલાં રહેશો જેના કારણે સમય ખરાબ થઈ શકે છે. સાથે જ કામ ઉપર સંપૂર્ણ ધ્યાન ન રહેવાના કારણે તમારા દ્વારા થઈ રહેલી ભૂલોના કારણે લોકો તમને ગેરજવાબદાર સમજી શકે છે.

કરિયરઃ- તમને તમારી યોગ્યતા પ્રમાણે તક મળી રહી છે છતાંય કોશિશને થોડી આગળ વધારવાની જરૂરિયાત છે.

લવઃ- પરિવાર અને બાળકોને લગતા નિર્ણય લેતી સમયે પાર્ટનરની અપેક્ષાઓ અને તેમના નિર્ણયની અસર શું થશે તે અંગે ધ્યાન આપો.

સ્વાસ્થ્યઃ- વાળને લગતી સમસ્યા ઊભી થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

------------------------------

ધનઃ- KING OF CUPS

દરેક વાત અને દરેક વ્યક્તિની ચિંતા કરવાના કારણે તમે ક્યારેક વ્યક્તિગત જીવનને ઇગ્નો કરીને લોકોની મદદ કરવાની કોશિશ કરો છો અને તેના કારણે સંબંધોમાં તણાવ વધશે.

કરિયરઃ- કામની જગ્યાએ લોકોને વ્યક્તિગત જીવનને લગતી કોઈપણ પ્રકારની જાણકારી આપવાની નથી.

લવઃ- પાર્ટનર દ્વારા છુપાયેલી વાતોની જાણકારી તમને પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ- લો બ્લડ શુગરની તકલીફ વધારે રહેશે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 4

------------------------------

મકરઃ- ACE OF PENTACLES

આજનો દિવસ તમારા માટે લાભદાયી સાબિત થશે. પોતાના ઉપર તણાવ બિલકુલ આવવા દેશો નહીં કેમ કે તણાવ તમારી કાર્યક્ષમતાને ઓછો કરશે સાથે જ નિર્ણય ક્ષમતાને પણ નબળી કરી શકે છે.

કરિયરઃ- તમારા જિદ્દી સ્વભાવના કારણે મુશ્કેલમાં મુશ્કેલ કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ તમારા દ્વારા કરવામાં આવશે.

લવઃ- નવેથી શરૂ થયેલાં રિલેશનશિપના કારણે જીવનમાં પોઝિટિવિટી બની રહેશે.

સ્વાસ્થ્યઃ- એસિડિટી વધારે રહેવાના કારણે પેટને લગતી બળતરા અને ઉલ્ટીની સમસ્યા રહી શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 3

------------------------------

કુંભઃ- FOUR OF PENTACLES

રૂપિયા સાથે જોડાયેલાં વિચારોમાં પણ પોઝિટિવિટી લાવવાની કોશિશ કરો. જ્યારે રૂપિયા ખર્ચ થાય છે ત્યારે કોઈને કોઈ પ્રકારની સુવિધા પણ તમને પ્રાપ્ત થાય છે તેના તરફ પણ ધ્યાન આપો.

કરિયરઃ- બેંકિંગ અને ફાયનાન્સ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ સાબિત થશે

લવઃ- પાર્ટનર દ્વારા રાખવામાં આવેલ દરેક અપેક્ષાને પૂર્ણ કરી શકશો નહીં

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી વાતોને સુધારવા માટે થોડો વધારે ખર્ચ કરવો પડી શકે છે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 5

------------------------------

મીનઃ- THE EMPEROR

તમારી અંદર તમને લક્ષ્ય પ્રાપ્ત કરવાની ઇચ્છા છે અને મહેનત માટે પણ તમે તૈયાર છો. માત્ર જવાબદારીઓ વધારે રહેવાના કારણે તમે તમારી અપેક્ષા પ્રમાણે કામ કરી શકશો નહીં. પરંતુ ચિંતાની કોઈ વાત નથી. વ્યક્તિગત જીવનમાં સુધાર જોવા મળી રહ્યો છે

કરિયરઃ- માર્કેટિંગને લગતી યોજનામાં સુધાર લાવવાની કોશિશ કરવી પડશે.

લવઃ- માત્ર પોતાના સ્વભાવ અને અપેક્ષા પ્રમાણે પાર્ટનર સાથે રાખવામાં આવેલ વર્તન તેમના મન પ્રમાણે તમારી નકારાત્મક છાપ બનાવી શકે છે.

સ્વાસ્થ્યઃ- વડીલોએ તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6